অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઍક્યુપ્રેશર

ઍક્યુપ્રેશર

દુ:ખાવાના ભાગ પર દબાણ આપી ઉપચાર આપતું શાસ્ત્ર

શરીરના કોઇપણ દુ:ખાવાના ભાગ પર હાથની આંગળિઓ કે હાથ વડે દબાણ આપવાને લીધે દુ:ખાવાના ભાગ /અંતર્ભાગ મા રહેલા પ્રવાહને જીવવાની શક્તિ આપાતા હોવાને લીધે તે "chi" (ઉચ્ચાર "chee") તાકત કે પ્રવાહમાં નિર્માણ થયેલા અડ્ચણને દુર કરનાર. દાબ (દબાણ)પધ્ધતિ આ એક એવા પ્રકારની પધ્ધતિ છે, જે પારંપરિક ચીનની ઔષધ કે આરોગ્ય ની કાળજી આપતી પધ્ધતિ. જેની મુળ શરૂવાત હજારો વર્ષ પુર્વ પહેલા ચીનમાં થઈ. આ પધ્ધતિનો /ઉપચારનો પ્રયોગ વિપુલપ્રમાણ માં અશિયા ખંડ્ના ભાગોમાં આજે પણ કરવામાં આવે છે.

પારંપરિક ચાયનીઝ ઔષધોપચાર પ્રમાણે (TCM-Traditional chinese Medicine) દાબ બિંદુ (ઍક્યુપ્રેશર points) શરીરના ૧૪ મેરિડીયન્સમાં હોય છે. તેમાં પૈકી ૧૨ મેડીયન્સને બંન્ને બાજુ હોય છે. તેઓની રજુઆત શરીરની બંન્ને બાજુએ હોય છે. બાકિ ના બે એક-પક્ષી હોય છે. જે શરીરની અંદર અંકાકિ રિતે ફરતા હોય છે. કેટ્લાક અભ્યાસ/સંશોધન એવું સુચવે છે કે સ્ટ્રોકને લીધે આવતુ અશક્તપણું,સુગ (નોસિયા), વેદનામાં એક્યુપ્રેશર અસરકારક છે. વિશિષ્ટ લક્ષણો માટે અથવા શરીરના આરોગ્યા માટે એક બિંદુ પર દબાણ આપવાથી આમ મટી શકે છે. અથવા બિંદુઓની શ્રેણી એક વિશિષ્ટ પધ્ધતિમાં કાર્ય શરૂ કરે છે.

દાબતંત્રના મુદ્દાઓ

દાબતંત્ર, આ વિદ્યામાં શિખેલ અથવા પારંગત વ્યક્તીદ્વારાજ કરવી. અથવા આ તંત્રનો અભ્યાસ જોઈ ઘરે કરી શકાય. આ દાબ શરીરના અનેક ભાગપર અથવા વધુ ભાગપર નિચેની બાજુમા સ્થિર દાબ જેનો અંતઃ એકથી બે મિનિટ સુધી ટકી રહે છે. જો તમે એકજ જગ્યાએ દાબતંત્રનો ઉપયોગ ઘણી વખત કર્યો હોય, અનુક્રમે કર્યો હોય,તો એક બાજુ ની પ્રક્રિયા પુર્ણ થયા પછી શરીરના બીજા ભાગ તરફ વળો વ્યવસ્થિત કાળજી લેવાથી દાબતંત્રથી નિર્માણ થતી હાનિ ઓછી થઈ શકે છે. ગર્ભાવસ્થા મા. મુખ્યત્વે દર્શાવેલ ભાગ એટ્લે પિલ્હા ૬ અને મોટા આતંરડા ૪, ૫માં આનો ઉપયોગ ના કરી શકાય. શક્ય હોય ત્યા સુધી પેટ્ના આજુ-બાજુના ભાગને ટાળો. ખુલ્લા જખ્મ, સોજો આવેલ રક્તવાહિની ગાઠ, દાઝેલ કે લાગેલા (જખ્મી) ત્વચા, હાલમા શસ્ત્રક્રિયા થયેલ ભાગ અથવા જે ભાગમા હાડકાં તુટ્વાની શક્યતા હોય આવા ભાગ પર દાબતંત્રનો પ્રયોગ કરવો નહી.

  • શરીરના આગળના ભાગમાં આવેલ ઍક્યુપ્રેશર બિંદુઓ.
  • શરીરના પાછળના ભાગમાં આવેલ ઍક્યુપ્રેશર બિંદુઓ.

ઍક્યુપ્રેશર સંકલ્પના

દાબતંત્ર બે સંકલ્પના પર આધારિત છે

Yin and Yang conceptચીન અને યાંગ સંકલ્પના

સામાન્ય રીતે ચીન અને યાંગ આ સંકલ્પના નકારાત્મક અને સકારાત્મક સંકલ્પના તરીકે ઓળખાય છે. વિશ્વ સૃષ્ટીને બનાવી રાખવા અને કાર્ય કરવામાં મળતો ઉત્સાહ તથા જોશ આ અતિશય મહત્વના ઘટક છે. આ સૃષ્ટીના ઉગમસ્થાન અને નિસર્ગ તથા માનવી શરીરના સર્વ અવયવ વડે ચાલતા મુખ્ય ઘટક છે.

તે સિક્કાની બંને બાજુ સમાન છે. જેવાકે ચીન અને યાંગ. તેમજ સ્ત્રી અને પુરૂષ , ડાબી અને જમણિ, તથા રાત અને દિવસ. કોઇ એક બિજા સિવાય જીવી શક્તું નથી. તે એકબીજામાં તાળું અને ચાવીનુ પુરક છે. બંનેની જીવનમાં જરૂરીયાત છે. ચીન અને યાંગમાંથી એક ભાગ પણ જો ના હોય તો અધુરાપણું થઈ શકે છે. અથવા જીવી શકાય નહીં.

પાંચ કાર્ય અથવા પાંચ તત્વ સંકલ્પના

ચીન અને યાંગ પ્રમાણે પાંચ તત્વ સંકલ્પના જેવાકે નિસર્ગ, ઋતુ ગંધ, જીવનના વિવિધ તબક્કઓ અને બીજા કેટ્લાક... માનવી શરીરના પાંચ કાર્ય કે તત્વ જેવા કે, ઇન્દ્રિય, સ્વાદ, મનોવૃત્તિ , બુદ્ધિ અને સ્પર્શ ઇન્દ્રિયો પર લાગૂ પડે છે.

આ પાંચ તત્વોની વધુ મિશ્ર અંતર્ગત શરીરને સંબંધિત છે. અહીં મુંઝવણના દાબ અને સમતોલ શરીર યંત્રનો વિકાસ કરવામાં મદદ મળે છે. આ પાંચ તત્વોમાંથી સિનગીઝમ અને એન્ટોગોનિઝમ (વિરોધ) આ તત્વનું સંરક્ષણ કરીને, કોઇ એક તત્વ વધુ તાકતવાર કે નિર્બળ ન થવા દેતા પ્રત્યેક તત્વની એક નવીન તત્વ નિર્માણ કરવાની તથા બીજાને નિયમન કરવાની જવાબદારી હોયે છે.

નિર્મિતી અને વિધિના આ બન્ને ચક્ર દ્વારા આપણને મળે છે

નિર્મિતીનું ચક્ર: પ્રત્યેક નિર્મિતીમાંથી એક નવીન નિર્મિતીનો જન્મ થાય છે. એટ્લે જ આપણે તે તત્વને જનની કહીએ છીએ. અને તે તત્વથી જે નિર્માણ થાય છે તેને બાળ કહીએ છીએ.

વિધિનું ચક્ર: એક તત્વ બીજા તત્વનું નિયંત્રણ કરે છે, અને તેનાથી નિર્માણ થનારા તકલીફોમાં બીજા તત્વો નિયંત્રણ રાખે છે.

નિદાન

પૂર્વીય ઔષધોથી કરેલા રોગનું નિદાન

પૂર્વીય ઔષધોથી કરેલા રોગનું નિદાન

ઇતિહાસ મેળવવું :

ઘણા વૈદ્ય / ચિકિત્સકોનું મતંવ્ય છે કે ૮૦ % નિદાન મા દર્દીનો ઇતિહાસ મેળવીને ઉપચાર કરવામાં આવે છે. તેના માટે રોગ, સમયાવધી તથા રોગના લક્ષ્ણોની નોંધ કરવામા આવે છે.

જીભની તપાસ

રંગ સુવાળુ તથા જીભનું ઉપરી બાજુ તપાસવી.

ધ્રુજારી

હાથને જણાય આવે તેટ્લુ તાપમાન, નાજુકતા, સખતાઇ અથવા સ્નાયુઓનું એકદમ જોરથી ખેચાવુ (ખેંચ), તપાસની પુર્ણતા કરે છે.

નાડીની તપાસ

નાડી તપાસ એ કેટલાક પ્રશિક્ષણ પૂર્ણ થયા પછી નિષ્ણાત દ્વારા કરવામાં આવે છે. નાડીની તપાસ ત્રણ આંગળી દ્વારા કરવામાં આવે છે, પ્રત્યેક આંગળી એક યામ્યોત વૃત્ત દર્શાવે છે. આપણા જમણાં કાંડા પર ત્રણ યામ્યોત ’ ષા નાડીના પૃષ્ઠ્ભાગ પર હોય છે. સ્પર્શ દ્વારા અંદર પહેલા નાડી પર દબાણ આપી અને ત્રણ અધિક યામ્યોત’ષાની સ્થાન ઉપરથી તેની પરિસ્થિતી બતાવવામાં આવે છે. તેજ પ્રમાણે ડાબી બાજુના કાંડા પર ત્રણ પુષ્ઠભાગ પર તથા ત્રણ અંદર રહેલ નાડીની છ યામ્યોત’ષાની પરિસ્થિતી ઠરવવામાં આવે છે.

ઉપર જણાવેલ કાર્યપદ્ધતીનો ઉપયોગ કરી , અર્ધા પ્રશ્નોનુ સાવધાનીપુર્વક યોગ્ય મુલ્યાંકન કરી અને દર્દીની અવસ્થા જોઈ તેને આપવામા આવતી ઔષધોપચારની આગળની યોજના બનાવી વેધ પોતાનો અભિપ્રાય આપતાં હોય છે. તે માટે દાબતંત્રનો ઉપયોગ કરવા માટે અને તેના પર યોગ્ય ઔષધોપચાર કરવા માટે નિશ્ચિત નિદાનની આવશ્યક્તા હોય છે.

લક્ષ્ણો - દાબ બિંદુ

લક્ષ્ણો

દાબ બિંદુ

તાવ

Du 14, L.I.4, L.I.11, shi Xuan points, the twelve jing-well, Er Jian

કોમા/ચક્કર આવવું

Du 26, (all ten)shri Xuan points, the twelve Jing well points, Kid 1

અતિશય થાક/આઘાતને લીધે આવતી બેહોશી

Du 20, Ren 4, Ren 8, (Moxa), St 36

અચાનક આવતો પરસેવો

L.I.4

અતિ આવતો પરસેવો

SI 3, Ht6, Kid7

અનિદ્રા રોગ

Du24, GB13, Si Shen Kong, Ht7, Sp6, kid6

વધારે સ્વપ્નો આવવા

Ht 7 UB 15, Liv3, GB44

ખો ખો અવાજ

L.i.18, L.i.4, Pc 5

ધનુરવાત

St6, St7, L.I.4

જીભ અક્ક્ડાઈ જવું

Du 15, Ren 23, Ht 5

ગળામાં દુ:ખાવો

L.I. 4, Lu11, L.I.1, L.I.18

લાળ પડ્વું

Du 26, St6, L.I.4

હૃદયમાં ધબકાર

Pc4, Pc6

છાતીમાં દુખાવો

Ren17, PC4, Pc6

ખાંસી/દમ

Lu 7, ren22, Ding chuan, UB13

છાતી ભરાઇ આવવી

PC6, Ren12, Ren17

ગળવામાં ત્રાસ થવું

REN22, PC6

સુગ/ઉલટી થવી

PC6, HT36

હેડકી

PC, PC8, UB2, UB17 Abdominal Distension St26, RIN12, RIN6, PC6, St36 Hypochondriac pain SJ6, DB34

અપચો

St36, Sp4

બાળકોમાં અપુરતુ પોષણ અને અપચો

Si Feng

અપર્યાપ્ત ધાવણ

SI1, St18

ઉચ્ચ રક્તદાબ

St9

બેન લોઉ સિન્ડ્રોમ

Sp1, SP8, Liv6

જનેંન્દ્રિયના બાહય ભાગમાં ખંજવાળ

Liv5

નપુસંક્તા, શીધ્રપતન

Rin4, sp6

કબજિયાત

sT25, Ren6, Ren12, Sj6, Kid6 Rectal Prolapse Du1, UB57, Du20

સ્નાયુઓમાં આવતો તાણ

UB57, GB34

ખાજ/ખજવાળ

SP10, Li11, Sp6

સામાન્ય અશક્તિપણું

Ren4, St36, Du4, Ren6, UB 23

તાણ કે આચંકી

L.I.4, Liv3 Epistaxis Du23, L.I.4, Lu6

મરડો/ઝાડા

St25, Sp9, St36, Ren8 (Moxa)

નિદાન પદ્ધતી

દમા/અસ્થમા માટે દાબ બિંદુ

દમા/અસ્થમા એ એક એવી પરિસ્થિતી અને હુમલો છે તે ક્યારેક પણ પ્રહાર કરી શકે છે. Lu 5(lungs) અથવા ચાયનીઝ ભાષામાં માર્શ આ બિંદુ હાથની અંદરની બાજુના ખુણામાં આવેલ છે. ફેફસાંનો માર્ય (Line) અથવા મેદિઅન આ હાથની અંદર વધુ હોય છે તે સ્થાને ત્વચાનો રંગ અને સુંવાળાપણાંમાં બદ્લાવ થતો હોય છે. LU5 બિંદુ હાથની કોણિના કરચલીમાં હોય છે. ચાયનીઝ લોકોમાં Lu5 બિંદુ લોંવ આર્મમાં ઇંચ જેટલો નીચે હોય છે. ફેફસાંની તંદુરસ્તી માટે વારંવાર આ બિંદુ પર દબાણ આપો.

શર્દી માટે દાબ બિંદુ

stuffy (શ્વાસ રૂંધાવો) નાક અને તેના ત્રાસમાંથી છુટ્કો મેળવવા માટે અસંખ્ય દાબ બિંદુઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ વિશિષ્ટ દાબ બિંદુ નાક્ની બન્ને બાજુ હોય છે અને તમારા નાક્થી શ્વાસ લેવામાં વિઘ્ન આવતો હોય. જો આપની સમસ્યા સાયનસ સંબંધિત હોય તો stuffy નાક્ને ખુલ્લુ કરવા માટે બીજા કેટલાક દાબ બિંદુઓ છે. નાકની શરૂઆતમાં આવેલા આ બિંદુ ને LI 20 (Larse intestine 20) કહે છે. અને ચાયનીઝ ભાષામાં વેલકમ પરફયુમ અથવા વેલકમ ફરેગ્રન્સ કહે છે. નાક્ની બન્ને આવેલા બિંદુ પર સમાન દબાણ આપવાથી શ્વાસ ખુલ્લુ થાય છે.

ગળામાં દુ:ખાવો/ખાશ

અંગૂઠાની બહારની બાજુ અને નખની નીચે આવેલ આ બિંદુને LU 11 (Lung11) અને ચાયનીઝ ભાષામાં લેસર્સ મર્ચંટ (lessers marchent) કહે છે. ગળામાં દુ:ખાવો કે ગળામાં ખાશના ચિન્હો દેખાતા જ અંગુઠાના નખની નીચે અથવા ટુથપીક કે બહારથી દબાણ આપો. તેના લીધે તમારી શ્વસનક્રિયા વ્યવસ્થિત કરવામાં મદદ મળે છે. ખુબ રાહના જુઓ જો શર્દી થાય તો ખુબ મોડું થઈ જાય છે. અને બીજા કેટલાક બિંદુઓનો ઉપયોગ કરવાની જરૂર પડે છે. આ બિંદુ દમ/અસ્થમા માટે પણ ઉપયોગી છે.

ચિંતા / Anxiety

ચિંતા/ Anxiety ઓછી કરવા માટે આ એક સોર બિંદુ છે. પાશ્ર્ચાત્ય ક્રંમાક પદ્ધતીમાં તેને p6 અથવા Pericardium 6 કહે છે. (heat Constrictor 6 અથવા Heart Protector 6 તરીકે ઓળખાય છે.) ચાયનીઝ ભાષામાં તેને Inner gate તરીકે ઓળખાય છે. આ બિંદુ કાંડા પાસે ૨-૩ આંગળી નીચે અને બન્ને કાંડાના ભાગ વચ્ચે હોય છે. આ બિંદુ પર દબાણ આપવાથી ઉદરપટ્લ પરનો ભાર ઓછો થઈ nervousness તથા Anxiety ની ભાવના ઓછી થાય છે. આ બિંદુ ફક્ત Anxiety માટે ઉપયોગી છે. તે ઉપરાંત નોશિયા, મૉર્નિગ સિક્નેસ, હલનચલનમાં અશકતાપણુ, માથાનો દુ:ખાવો, અનિંદ્રા રોગ અને ચક્કર આવવો આ બધા માટે પણ ઉપયોગી છે.

સ્ત્રોત : આરોગ્ય.કોમ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate