નેચરોપેથી ડૉક્ટર અધિકૃત નેચરોપેથી મેડિકલ સ્કુલમાં શિક્ષણ લીધેલા હોય છે. પહેલા ૨ વર્ષ સામાન્ય વૈધકિય શાસ્ત્રનું શિક્ષણ આપવામાં આવે છે. ત્યાર પછી છેલ્લા ૨ વર્ષમાં નેચરલ હિલીંગ ટેકનિક પર શિક્ષણ આપવામાં આવે છે.
નેચરોપેથી એ આરોગ્યની એવી નૈસર્ગિક ઉપચાર પધ્ધતિ છે જે શી અને મનનાં સ્વાસ્થ્ય તથા રોગને સંબંધિત કાળજી રાખે છે. "પૃથ્વી પર લોકોના આરોગ્યના પ્રશનો, રોગ અને ઉપચાર માટે ઘણી પધ્ધતિ ઉપલબ્ધ છે. બધી પધ્ધતિઓમાં નિસર્ગોપચાર પધ્ધતિ ઉત્ત્તમ છે, આમાં જીવન જીવવા માટેના બઘા તત્ત્વોનું એકત્રિકરણ થયું છે અને આ એક જ એવી પધ્ધતિ ઉત્ત્મ છે, જે મનુષ્યતા વઘતાં રોગથી અને તનાવથી નિર્માણ થતાં ડરથી ઉગરી શકે છે. જીવનમાં ઉદભવતાં પ્રશનોનો સામનો કરી જીવનાની આવશ્યક એવા તત્ત્વોનો આ પધ્ધતિમાં ઉપયોગ કરવામાં આવે છે."
તમે તમારું આરોગ્ય ખીદી શકતાં નથી, તેને તમારો યોગા અને નૈસર્ગિક આરોગ્યના મદદથી ટકાવી રાખવો. પડે છે. અહીં આરોગ્યને જાળવી રાખવામાં આવે છે, તેને ખરેદી શક્તાં નથી. ઔષધોનો વધુ પડતો ઉપયોગ કરવાથી ને આડ અસરો થાય છે તે શી માટે હાનિકારક આબિત થાય છે. સામાન્ય લોકો પણ આજે આ વિશેષ જાગૃતપૂર્વક વિચાર કરે છે. નિસર્ગોપચાર પધ્ધતિ સૌંથી શ્રેષ્ઠ વિના ઔષધોપચાર પધ્ધતિ છે જે આજે સ્વીકારવામાં આવી રહિ છે. ઉપચાર પધ્ધતિ સાથે પાતાંજલી યોગસૂત્રોનો ઉપયોગ કરવો જોઈએ. યોગ સૂત્રો આ પ્રમાણે છે- યમ, નિયમ, આસન, પ્રાણાયમ, પ્રત્યાહા, ધારણા, ધ્યાન અને સમાધિને લીધે તમારું સંપૂર્ણ શારિરીક અને માનસિક આરોગ્યાને લાભ થાય છે. આત્મવિશ્વાસ સંપાદન કરવા માટે અને આરોગ્ય બનાવી રાખવા માટે આ ઉપયોગી થશે.
બ્રિટિશ નેચરોપથિ એસોસિયેશનના જાહેરસિદ્ધાંત(મેનિફેસ્ટો) અનુસાર નેચરોપથીએ સારવાર એવી પદ્ધતિ છે જે શરીરમાં રહેલા રોગનિવારક મહત્વના તત્વોનું મહત્વ સમજાવે છે. આથી તે માનવશરીરમાં રહેલું રોગનું કારણ અર્થાત રોગકારક અર્થાત ટોક્સિન્સ(વિષાણુઓ)ને દૂર કરે છે. માનવશરીરમાં રહેલા અનિચ્છિત અને બિનઉપયોગી પદાર્થોને દૂર કરીને તે રોગને દૂર ભગાડે છે.
આ થેરપી અનુસાર ખોરાક તેના કુદરતી સ્વરૂપમાં જ લેવો જોઈએ. તાજા ઋતુગત ફળો, તાજા લીલા પાંદડાવાળા શાકભાજી અને ફણગાવેલી ચીજો ખૂબ સારી ગણાય. આ પ્રકારના આહારને મુખ્યત્વે ત્રણ પ્રકારમાં વહેંચવામાં આવ્યા છે:
મોટાભાગની સંસ્કૃતિઓમાં ચિકિત્સકોએ પ્રાચીનથી લઈને અર્વાચીન સમય સુધીની વિવિધ પરિસ્થિતિઓમાં ઉપવાસને એક ઉપચાર તરીકે લેવાની ભલામણ કરી છે. અગાઉના સમયમાં વૈજ્ઞાનિક પદ્ધતિ કે સમજણ વિના ઉપવાસની ભલામણ કરવામાં આવતી હતી, પરંતુ તેમ છતાં તે ઉપવાસની એક ઉપચાર તરીકેની ઉપયોગિતા દર્શાવે છે. અગાઉ પ્રાણીઓની વર્તણૂકને આધારે તારણો આપવામાં આવતા હતા, પરંતુ આજે પ્રાણીના શરીરવિજ્ઞાનને આધારે અપાય છે. ઉપવાસ વ્યક્તિના આરોગ્યની વૃદ્ધિમાં કેવી રીતે ઉપયોગી થઈ શકે છે તે સાહિત્યની સમીક્ષાને આધારે આ લેખમાં અમે સમજાવવાનો પ્રયાસ કરીશું.
ઉપવાસ(કેલરીમાં નિયંત્રણ અને સમયાંતરે ઉપવાસ)થી શરીરવિજ્ઞાન પર પડતી મહત્વની અસરો આ મુજબ છેઃ ઈન્સુલીનની સંવેદનશીલતા વધી જાય છે જેને કારણે પ્લાઝમા ગ્લુકોઝ તથા ઈન્સુલીન દ્રાવણ ઘટે છે અને ગ્લુકોઝની માત્રામાં સુધારો થાય છે, પ્રોટીન, લિપિડ્સ અને ડીએનએને થતું ઓક્સિડેટિવ નુકસાન ઘટવાથી ઓક્સિડેટિવ સ્ટ્રેસનું પ્રમાણ ઘટે છે, ગરમીને કારણે તણાવ, ઓક્સિડેટિવ સ્ટ્રેસ અને મેટાબોલિક(ચયાપચય સંબંધિત) સ્ટ્રેસ સહિતના વિવિધ પ્રકારના તણાવ સામે અવરોધ વધે છે અને બીજી તરફ રોગપ્રતિકારક શક્તિ વધે છે.
કેલરિક રિસ્ટ્રિક્શન(સીઆર) અને ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગ(આઈએફ)ને કારણે સંપૂર્ણ શરીરને અથવા તેના અમુક અંગોને ખાસ્સી એવી અસર થાય છે. સમગ્ર શરીરની વાત કરીએ તો ઉપવાસને કારણે ચરબી અને વજનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે જે હૃદય સંબંધિત પ્રાણાલીને મજબૂત બનાવે છે અને હૃદયરોગના હુમલાનું જોખમ ઘટાડે છે. હૃદયની વધુ સુરક્ષા માટે લીવર તણાવ સામે વધુ મજબૂત બને છે. કીટોન (ઉદાહરણ રીકે બીટા-હાઈડ્રોક્સીબ્યુટાઈરેટ) જેવા વૈકલ્પિક ઉર્જાના સ્રોત પણ માનવીને તણાવ સામે રક્ષણ આપે છે. ઈન્સુલીન અને ગ્લુકોઝ પ્રત્યેની વધુ પડતી સંવેદનશીલતાને કારણે તથા તેનો ઉર્જાના સ્રોત તરીકે ઉપયોગ થવાને કારણે વધુ પડતું બ્લડ ગ્લુકોઝ પણ ઘટીને મર્યાદિત થઈ જાય છે.મડ થેરપી ખૂબ જ સરળ અને અસરકારક સારવાર છે. સારવાર માટે ઉપયોગમાં લેવાતી માટી સ્વચ્છ અને જમીનમાં 3થી 4 ફૂટ ઊંડેથી ખોદીને લીધેલી હોવી જોઈએ.તેમાં પથ્થરના ટૂકડા કે રાસાયણિક દ્રવ્યો સહિતની કોઈ જ ભેળસેળ હોવી જોઈએ નહીં.
કાદવ-ગારો કે માટી એ કુદરતના પાંચ મહત્વના તત્વો પૈકી એક છે, જેની શરીરના આરોગ્ય અને માંદગી પર મોટા પાયે અસર થાય છે. મડ થેરપીના ફાયદા આ મુજબ છે:
માટી-કાદવનો ઉપયોગ કરતા પહેલા તેને સૂકવી દઈને પાઉડર જેવી બનાવવી જોઈએ જેથી તેમાંથી પત્થર, ઘાસના ટૂકડા અને અન્ય અશુદ્ધિઓ હોય તો તે દૂર થઈ જાય છે.
અત્યંત ભીની માટીને પાતળા, ભીના મખમલી કપડામાં લઈને દર્દીના પેટ પર તેનો ચોરસો પાડો. 20થી 30 મિનિટ સુધી તેને પેટ પર રાખો. ઠંડી ઋતુમાં જો આ પ્રયોગ કરતા હો તો મડ પેક અને સમગ્ર શરીરને બ્લેન્કેટથી ઢાંકી દો.
દર્દી બેઠા હોય કે સૂતા હોય તેના પર સંપૂર્ણપણે માટીનો લેપ લગાવી દેવાય છે. જાણે કે માટીથી તેને સ્નાન કરાવાય છે તે પ્રકારે. તેને કારણે ચામડીની માંસપેશીઓનું પરિભ્રમણ ઝડપી બને છે અને ચામડીમાં નવી કાંતી જોવા મળે છે. સ્નાન દરમિયાન ઠંડી ન લાગે તેની કાળજી લેવાની રહે છે. ત્યારપછી દર્દીને ઠંડા પાણીએ ધીમા પ્રવાહે-છંટકાવથી સ્નાન કરાવવું પડશે. દર્દીને વધારે ઠંડું લાગે તો સહેજ હુંફાળું પાણી પણ લઈ શકાય. ત્યારપછી દર્દીનું શરીર તરત જ લૂંછીને કોરું કરી નાખવું જોઈએ અને હુંફાળી પથારીમાં તેને સૂવડાવી દેવા જોઈએ. મડ બાથ 45થી 60 મિનિટ સુધીનું કરવું જોઈએ.
હાઈડ્રોથેરપીએ નેચર ક્યોર અર્થાત કુદરતી સારવારની એક શાખા છે. તેમાં પાણીના વિવિધ પ્રકારે ઉપયોગ દ્વારા રોગોના ઉપચાર થાય છે. અનેક વર્ષોથી આ પ્રકારે પાણીનો ઉપયોગ થાય છે. હાઈડ્રોથર્મલ થેરપી તેના તાપમાનની વધારાની અસરના ઉપયોગથી સારવાર કરે છે. જેમ કે ગરમ અને ઠંડા પાણીનું સ્નાન, બાષ્પસ્નાન, શરીરને ઢાંકી-ઓઢાડીને હુંફ આપવી, વગેરે તથા તેના ઘન, પ્રવાહી, વરાળ, બરફ, ગરમી, આંતરીક, બાહ્ય-તમામ સ્વરૂપના ઉપયોગથી સારવાર કરવામાં આવે છે. રોગના ઉપચાર માટે પાણી-જળ એ સૌથી પ્રાચીન ઈલાજ છે. આ મહત્વની સારવારને હવે પદ્ધતિસરનું સ્વરૂપ અપાયું છે અને તેને વિજ્ઞાનની પરિભાષામાં ઢાળવામાં આવ્યું છે. હાઈડ્રિયાટિક એપ્લિકેશન અલગ-અલગ તાપમાનમાં કરવામાં આવે છે જે અહીં આપવામાં આવ્યા છે.
ક્રમ. |
તાપમાન |
oફેરનહીટ |
oડિગ્રી સેલ્સિયસ |
1. |
ખૂબ ઠંડું આઈસ એપ્લિકેશન |
30-55 |
-1-13 |
2. |
ઠંડુગાર |
55-65 |
13-18 |
3. |
સાધારણ ઠંડું |
65-80 |
18-27 |
4. |
નવશેકુ |
80-92 |
27-33 |
5. |
હુંફાળુ (ન્યૂટ્રલ) |
92-98 |
33-37 |
6. |
ગરમ |
98-104 |
37-40 |
7. |
અત્યંત ગરમ |
104થી વધુ |
40થીવધુ |
એ વાત ખાસ નોંધનીય છે કે આ પદ્ધતિઓનો સફળતાપૂર્વક ઉપયોગ કરવા માટે ચોક્કસ પ્રકારની શક્તિ પણ જરૂરી છે. જો આ શક્તિ ખૂબ જ ઓછી હોય તો આ પદ્ધતિ નિરર્થક સાબિત થાય છે. તાત્કાલિક પરિસ્થિતિમાં લેવાતી આ સારવારમાં ખાસ્સી શક્તિ રહેલી હોય છે આથી એટલી જ તીવ્રતાથી તેની પ્રતિક્રિયા પણ જોવા મળે છે. લાંબા ગાળાની બીમારીમાં શક્તિ ઓછી હોય છે, તેવા સંજોગોમાં આ પ્રકારનું સ્નાન ઓછું ઉપયોગી થાય છે, પરંતુ લેપ ઉપયોગી થાય છે કારણ કે તેમની અસર પ્રમાણમાં ધીમે થાય છે.
પાણીનો વિવિધ પ્રકારની સારવારમાં ઉપયોગ થાય છે જે આ મુજબ છેઃ
મોટું આંતરડું સ્વચ્છ કરવા માટેની આ જળચિકિત્સા છે. આમ તો એનીમા જેવી જ આ પ્રક્રિયા છે, પરંતુ વધુ વ્યાપક છે. મોટા આંતરડામાં રહેલા મળ સહિતના નકામા પદાર્થોને સાફ કરવા માટે ફિલ્ટર્ડ પાણી ધીમા દબાણ સાથે(પીડા ન થાય તે રીતે) આપવામાં આવે છે. વ્યક્તિની તાસીર મુજબ કેટલા સત્રમાં આ સારવાર લેવી તે નિર્ભર છે. મોટાભાગે 3-6 સેશનમાં મોટું આંતરડું આ રીતે સ્વચ્છ થઈ જાય છે.
જળચિકિત્સાના આરોગ્યપ્રદ અને સારવારલક્ષી ગુણધર્મો તેની યાંત્રિક અને/અથવા થર્મલ(ઉષ્મીય) અસરો પર આધારિત છે. તે ગરમ અને ઠંડા પાણીનું સ્નાન, ગરમીની અસર, પાણી દ્વારા ઊભું કરાયેલું દબાણ અને તેને કારણે ઉત્પન્ન્ થતી સંવેદના જેવી પ્રતિક્રિયાની શરીર પર થતી અસર શોષી લે છે. જ્ઞાનતંતુઓ શરીરમાં ચામડી પર ઊંડે સુધી અનુભવાતી સંવેદનાને આગળ ધપાવે છે. જે રોગમુક્ત પ્રણાલીને ઉત્તેજિત કરે છે, સ્ટ્રેસ હોર્મોન પેદા કરવાની ક્રિયાને અસર કરે છે, લોહીનું પરિભ્રમણ અને પાચન ક્રિયા વધારે છે, પીડાની સંવેદના ઓછી કરે છે. સામાન્ય રીતે ગરમી શરીરને શાંત કરે છે અને આરામ આપે છે, આંતરીક અંગોની પ્રવૃત્તિ ધીમી કરે છે. તેનાથી વિપરીત, ઠંડી શક્તિનો સંચાર કરે છે, આંતરીક પ્રવૃત્તિ વધારે છે.
સ્નાન દરમિયાન જ્યારે શરીર સ્નાનાગાર, વમળમાં ડૂબે ત્યારે શરીરનું વજન 50 ટકાથી 90 ટકા જેટલું ઘટી જાય છે અને તેને કારણે ખૂબ જ હળવું લાગે છે ત્યારે તેની યાંત્રિક પ્રક્રિયા જોવા મળે છે. ગુરુત્વાકર્ષણને કારણે સતત તાણમાંથી શરીર મુક્તિ અનુભવે છે. પાણીની સ્થિરતાની પણ એક અસર હોય છે. તેનાથી માલિશ જેવો અનુભવ થાય છે કારણ કે પાણી હળવેથી શરીરને સ્પર્શતું હોવાથી માલિશ જેવું લાગે છે. ગતિશીલ-વહેતું પાણી ચામડીને સ્પર્શતા જ તેને ઉત્તેજિત કરે છે અને લોહીનું પરિભ્રમણ વધારી દે છે તથા કડક સ્નાયુઓને હળવા બનાવી દે છે.મસાજ અર્થાત માલિશ એ શ્રેષ્ઠ પ્રકારની નિષ્ક્રિય કસરત છે. ગ્રીક શબ્દ મસીયર, ફ્રેન્ચ શબ્દ ફ્રિક્શન ઓફ નીડિંગ કે અરબી શબ્દ મસા પરથી આ શબ્દ આવ્યો છે, જેનો અર્થ થાય છે માલીશ કરવી, સ્પર્શ કરવો. માલિશ એ શારીરિક, માનસિક અને કેટલાક કિસ્સામાં મનોવૈજ્ઞાનિક હેતુ અને લક્ષ્ય સાથે માંસપેશીને સ્પર્શ કરવાની પ્રક્રિયા છે. ખુલ્લા શરીર પર સાચી રીતે માલિશ કરવામાં આવે તો તે શરીરને ખૂબ જ ઉત્તેજિત-સક્રિય કરી દે છે, શક્તિનો સંચાર કરે છે.
માલિશ એ કુદરીત સારવાર ચિકિત્સા પદ્ધતિનો જ એક ભાગ છે અને સારું આરોગ્ય જાળવી રાખવા માટે ખૂબ જ જરૂરી છે. માલિશમાં શરીર પર સુનિયોજિત, અનિયોજિત, સ્થિર કે ચલિત, તાણથી, ગતિથી કે કંપનથી, હાથ વડે કે યાંત્રિક રીતે દબાણ પેદા કરવામાં આવે છે. શરીરના સ્નાયુઓ, સ્નાયુબંધ, લિગામેન્ટ, ત્વચા, સાંધા કે અન્ય માંસપેશીઓ, લસિકાવાહિની, વગેરે પર માલિશ કરવામાં આવે છે. હાથ, આંગળીઓ, કોણી, ઘૂંટણ, કપાળ અને પગ પર પણ માલિશ કરી શકાય છે. માલિશ કરવાની અલગ-અલગ 80થી વધુ પદ્ધતિઓ છે. લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય અને શરીરના અંગો મજબૂત બને તે તેનો મુખ્ય હેતુ છે. શિયાળાની ઋતુમાં સમગ્ર શરીરને માલિશ કર્યા પછી સૂર્યસ્નાન કરવાથી શરીર તંદુરસ્ત રહે છે અને શક્તિશાળી બને છે. તે બધાને માટે ફાયદાકારક છે. તેનાથી માલિશ અને સૂર્યકિરણોની ચિકિત્સા એ બન્નેના ફાયદા મળે છે. કોઈ રોગ થયો હોય તો માલિશની ચોક્કસ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરીને તેનો ઉપચાર પણકરી શકાય છે. જે લોકો કસરત નથી કરી શકતા તેમના માટે માલિશ એ જ કસરત છે. મસાજમાંથી કસરતના ફાયદા મેળવી શકાય છે. સરસવનું તેલ, તલનું તેલ, નારિયેળનું તેલ, ઓલિવ તેલ, સુગંધિત તેલ, વગેરે વિવિધ પ્રકારના તેલનો માલિશ ચિકિત્સામાં ઉપયોગ થાય છે.
અલગ-અલગ સાત પ્રકારે માલિશ કરી શકાય છે અને તેના ફાયદા મેળવી શકાય છે. આ સાત પ્રકાર આ મુબ છેઃ સ્પર્શથી, સ્ટ્રોકિંગ અર્થાત હલેસાંની જેમ લસરકો મારીને, ઘસીને, ચોળીને, ટપટપ કરીને, કંપન કરીને(વાઈબ્રેશન) અને જોઈન્ટ મૂવમેન્ટથી. મૂવમેન્ટ અર્થાત હલનચલનની ગતિ રોગની સ્થિતિ મુજબ બદલાય છે.
અનેક બીમારીઓમાં મદદરૂપ થતી અન્ય કેટલીક માલિશમાં વાઈબ્રેટરી મસાજ(કંપનથી માલિશ), પાઉડર મસાજ(પાઉડરથી માલિશ), વોટર મસાજ(જળ માલિશ) અને ડ્રાય મસાજનો સમાવેશ છે. લીમડાના પાંદડા, ગુલાબની પાંદડી, વગેરેનો પાઉડર કરીને તેની માલિશ કરી શકાય અને માલિશમાં ઊંજણ-તેલ તરીકે પણ તેનો ઉપયોગ કરી શકાય છે.
માલિશની શરીર પર થતી અસર નીચે મુજબ છે
રિફ્લેક્સ ઈફેક્ટ(પરાવર્તન અસર) (જ્ઞાનતંતુ ચક્ર દ્વારા અપાતો પ્રતિસાદ)
શરીરના તમામ ભાગોને આવરી લેતી સામાન્ય માલિશ અનેક રીતે ખૂબ જ લાભદાયક છે. તે જ્ઞાનતંતુચક્રને સક્રિય કરે છે, શ્વાસોચ્છવાસની ક્રિયા સુધારે છે અને શરીરમાં ફેફસા, ત્વચા, કિડની અને અન્નનળી સહિતના અંગોમાં રહેલા નુકસાનકારક નકામા પદાર્થોને દૂર કરે છે.તે લોહીનું પરિભ્રમણ પણ ઝડપી બનાવે છે અને ચયાપચયની પ્રક્રિયા પણ સુધારે છે. માલિશથી ચહેરા પર રહેલી કરચલીઓ દૂર થઈ જાય છે, ગાલ અને ગળામાં પડેલા ખાડા દૂર થઈ જાય છે અને ત્વચાને નરમ બનાવે છે, સ્નાયુને ઈજા થઈ હોય તેમાં રાહત આપે છે અને સ્નાયુ જકડાઈ ગયા હોય તેને નરમ બનાવે છે.
મેડિકલ રિસર્ચમાં માલૂમ પડ્યું છે કે માલિશથી પીડામાં રાહત થાય છે, ચિંતા તથા તણાવ ઓછા થાય છે અને બ્લડ પ્રેશરમાં થોડાં સમય માટે રાહત થાય છે, હૃદયના ધબકારામાં સુધારો થાય છે. આ ઉપરાંત તે જ્ઞાનતંતુઓને નુકસાનકારક એવી પ્રક્રિયા અટકાવે છે(ગેટ કંટ્રોલ થિયરી), પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ સક્રિય કરે છે, જેને કારણે એન્ડોર્ફિન્સ અને સેરોટોનિનનું ઉત્સર્જન થાય છે, રેસાયુક્ત પદાર્થનું પ્રમાણ વધતું અટકાવે છે અથવા માંસપેશીને નુકસાન થતું અટકાવે છે, ઊંઘમાં સુધારો કરે છે. જોકે આ અસરો પર હજુ ક્લીનિકલ ક્લિનીકલી અભ્યાસ થવાનો બાકી છે.એક્યુપ્રેશરએ પ્રાચીન સારવાર પદ્ધતિ છે જેમાં આંગળી કે અન્ય કોઈ અણીદાર વસ્તુ વડે શરીરના ચોક્કસ ભાગ, જેને એક્યુ પોઈન્ટ્સ કહેવાય છે(ઉર્જાનો ભંડાર એવા પોઈન્ટ), તેની બહારની સપાટી પર-ચામડી પર ચોક્કસ પ્રકારે દબાવાય છે જેથી શરીરની કુદરતી સારવારની ક્ષમતા ઉત્તેજિત થાય છે. જ્યારે આ પોઈન્ટ્સ દબાવાય છે ત્યારે તે સ્નાયુઓનું તાણ દૂર કરે છે અને લોહીનું પરિભ્રમણ વધારે છે તથા શરીરનું જીવનબળ વધારે છે જે સારવારમાં મદદરૂપ બને છે.
એક્યુપંક્ચર અને એક્યુપ્રેશર સમાન પોઈન્ટનો ઉપયોગ કરે છે. એક્યુપ્રેશરમાં હાથ કે અન્ય કોઈ અણીદાર વસ્તુનું હળવું પણ મક્કમ દબાણ આપવામાં આવે છે, જ્યારે એક્યુપંક્ચરમાં સોયનો ઉપયોગ કરવામાં આવે છે. એક્યુપ્રેશર ઓછામાં ઓછાં 5,000 વર્ષથી ઉપચારની એક કલા તરીકે પ્રચલિત છે. આ સંપૂર્ણ આરોગ્ય પ્રણાલી 3000થી વધુ અવસ્થામાં સારવાર માટે ઉપયોગમાં લઈ શકાતી હોવાના દસ્તાવેજ છે. હવે એક્યુપોઈન્ટ્સનો ટ્રાન્સક્યુટેનસ ઈલેક્ટ્રીક નર્વ સ્ટીમ્યુલેશન(અર્થાત TENS) અને લેસર કે એલઈડી ડાયોડ્સમાંથી ચોક્કસ તરંગલંબાઈ સાથે લેસર કિરણોની મદદથી સારવાર કરવામાં આવે છે જેની ઝડપી ને લાંબા સમય સુધીની અસર થાય છે.
એક્યુપ્રેશર ફિલોસોફી અને એક્યુપોઈન્ટ સ્ટીમ્યુલેશન(ઉત્તેજના) એ એક્યુપંક્ચરના એકસમાન સિદ્ધાંત આધારીત છે. સોયને બદલે દબાણ, ઈલેક્ટ્રીક સ્ટીમ્યુલેશન કે લેસર કિરણનો ઉપયોગ શરીરમાં રહેલા ઉર્જાના મહત્વના કેન્દ્રોને પરાવર્તીત કરતા ચોક્કસ પોઈન્ટને ઉત્તેજિત કરવા માટે થાય છે. તેને મેરિડિયન કહે છે. શરીરમાં 14 મુખ્ય મેરિડિયન લાઈન છે, જે દરેક અંગને મળે છે. મહત્વની ઉર્જા આ મેરિડિયન મારફતે સંતુલિત અને યોગ્ય માર્ગે વહેવા માટે સક્ષમ હોય ત્યારે તે વ્યક્તિનું આરોગ્ય સારું રહે છે. વ્યક્તિની પીડા કે બીમારી એ વાતનો સંકેત કરે છે કે શરીરમાં ઉર્જાના પ્રવાહ આડે કોઈ અડચણ કે અવરોધ કે લીકેજ છે.
યોગ્ય પોઈન્ટ શોધવા માટે હળવેથી તપાસો, જ્યાં સુધી રમૂજ પેદા ન કરે, સંવેદનશીલ, નાજુક કે પીડા આપતી અનુભૂતિ ન થાય ત્યાં સુધી આ રીતે તપાસતા રહો. ત્યારબાદ તે પોઈન્ટને સખત રીતે દબાવો. એકસરખા દબાણ સાથે અથવા પાંચ સેકન્ડ દબાણ રાખવાનું, પાંચ સેકન્ડ દબાણ હટાવી લેવાનું. સારવારના પ્રત્યેક સત્ર માટે એક મિનિટ પૂરતી હોય છે.
એક્યુપ્રેશર મુખ્યત્વે માથાનો દુખાવો, આંખનો દુખાવો, સાયનસની સમસ્યા, ગળાની તકલીફ, પીઠનો દુખાવો, સંધિવા, સ્નાયુનો દુખાવો, તાણને કારમે તણાવ, અલ્સરની પીડા, માસિક સ્ત્રાવ સંબંધિત તકલીફ, પીઠમાં હળવો દુખાવો, કબજિયાત અને અપચો, ચિંતા, અનિદ્રા વગેર રોગોમાં રાહત અસરકારક રાહત આપી શકે છે.
શરીરને સંતુલિત રાખવા અને સારું આરોગ્ય જાળવવાના માર્ગ તરીકે એક્યુપ્રેશરનો ઉપયોગ કરવાથી ઘણાં બધા લાભ થાય છે. એક્યુપ્રેશરનો દર્દ મટાડનારો સ્પર્શ તાણ ઘટાડે છે, લોહીનું પરિભ્રમમણ વધારે છે અને શરીરને વાસ્તવિક આરામ આપવામાં મદદરૂપ થાય છે. તણાવ દૂર કરીને એક્યુપ્રેશર શરીરને રોગ સામે મજબૂત અવરોધ ઊભો કરે છે અને સારું આરોગ્ય આપે છે.એક્યુપંક્ચર એ પાતળી તંતુ જેવી સોયને શરીરના ચોક્કસ ભાગમાં ભરાવવાની પ્રક્રિયા છે જે શરીરને વિવિધ રોગોની સારવારમાં મદદરૂપ થાય છે અને પીડામાં રાહત આપે છે. એક્યુપંક્ચર શબ્દ મૂળ લેટિન એક્યુસ, નીડલ(સોય)માંથી આવ્યો છે. લેટિન શબ્દ પંગીરીનો અર્થ ભોંકવું એવો થાય છે.
ચીનની પરંપરાગત મેડિકલ થિયરી અનુસાર એક્યુપંક્ચર પોઈન્ટ્સ મેરિડિયન પર સ્થિત હોય છે, જેમાંથી મહત્વની ઉર્જાનું વહન થાય છે. એક્યુપંક્ચર પોઈન્ટ્સ કે મેરિડિયન્સના અસ્તત્વ માટે કોઈ શરીરરચના સંબંધિત કે ઐતિહાસિક આધાર નથી.
ચીનમાં એક્યુપંક્ચરનો પ્રસાર છેક પથ્થરયુગથી થતો હોવાનું મનાય છે. તે સમયે ત્યાં બિયાન શી અર્થાત તીક્ષ્ણ પથ્થરોની મદદથી આ ચિકિત્સા પદ્ધતિનો ઉપયોગ થતો હોવાનું મનાય છે. એક્યુપંક્ચરની શરૂઆત ચીનમાં થઈ કે કેમ તે બાબત અનિશ્ચિત છે. ચીનમાં સૌપ્રથમ ઈસ્વીસન પૂર્વે 305-204 આસપાસ હુઆંગડી નેઈજિંગ લિખિત પુસ્તક યલો એમ્પીરર્સ ક્લાસિક ઓફ ઈન્ટરનલ મેડિસિન(હિસ્ટ્રી ઓફ એક્યુપંક્ચર)માં એક્યુપંક્ચરનો ઉલ્લેખ છે. ઈસવીસન પૂર્વે 1000 આસપાસની કેટલીક ચાઈનીઝ ચિત્રલિપિમાં પણ એક્યુપંક્ચરના ઉપયોગનો સંકેત મળે છે. એક માન્યતા અનુસાર ચીનમાં એક વાર કેટલાક સૈનિકો શરીરમાં તીર વાગી જવાથી ઘાયલ થયા ત્યારે તેમને શરીરના અન્ય કેટલાક ભાગોમાં રાહતનો અહેસાસ થવા લાગ્યો જેને પગલે લોકોએ તીરથી(અને ત્યારબાદ સોંય ભોંકીને) આ થેરપીનો પ્રયોગ કરવા માંડ્યો. એક્યુપંક્ચર ચીનથી કોરીયા, જાપાન અને વિયેતનામ તથા પૂર્વ એશિયાના અન્ય દેશોમાં ફેલાયું. પોર્ટુગીઝ મિશનરીઓએ 16મી સદીમાં સૌપ્રથમવાર પશ્ચિમના દેશોમાં એક્યુપંક્ચરનો વિચાર પહોંચાડ્યોચીનની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિમાં આરોગ્યને શરીરમાં યીન અને યાંગનું સંતુલન જાળવવાની સ્થિતિ કહેવાય છે. કેટલાકે યીન અને યાંગને જાગૃત અને અજાગૃત ચેતાતંતુચક્ર ગણાવ્યા. ખાસ કરીને એક્યુપંક્ચરમાં મહત્વની બાબત કીનો મુક્ત પ્રવાહ છે, જે ચીનના તત્વજ્ઞાનનો પ્રસાર કરે છે અને તેને સાદી ભાષામાં જીવનઆવશ્યક ઉર્જા કહેવાય છે. કી નિરાકાર છે અને યાંગ પણ. તેનું યીન એ રક્ત છે, લોહી છે(શરીરવિજ્ઞાનમાં જોવા મળતા રક્તથી અલગ પરંતુ તેને સમકક્ષ). એક્યુપંક્ચરની સારવાર કી અને બ્લડ(લોહી)ના પ્રવાહનું નિયમન કરે છે, જ્યાં તેની ઉણપ હોય ત્યાં તે વધુ માત્રામાં પહોંચાડે છે, જ્યાં વધુ માત્રામાં હોય ત્યાંથી ખેંચી લે છે અને જ્યાં પ્રવાહ સ્થગિત થઈ ગયો હોય ત્યાં રાબેતા મુજબનો મુક્ત પ્રવાહ વહાવે છે. એક્યુપંક્ચરના મેડિકલ સાહિત્યનો પ્રસ્થાપિત સિદ્ધાંત છે-પીડા નહીં, (અવરોધ)બ્લોકેજ નહીં, બ્લોકેજ(અવરોધ) નહીં, પીડા નહીં.
પરંપરાગત ચાઈનીઝ તબીબશાસ્ત્ર માનવ શરીરને સંપૂર્ણપણે જુએ છે જેમાં અનેક કાર્યોની પ્રણાલીનો સમાવેશ છે જેને શરીરના ચોક્કસ અંગોનું નામ અપાયું છે, પરંતુ તે સીધી રીતે તેની સાથે જોડાયેલું નથી. આ પ્રાણાલીને ચીનની ભાષામાં ઝાંગ ફુ કહેવાય છે, જેમાં ઝાંગનો અર્થ વિસેરા-આંતરડા સિવાયના શરીરના અવયવો થાય છે, જ્યારે ફુ નો અર્થ આંતરડા-અન્નનળી એવો થાય છે. શારીરિક અંગોથી આ પ્રણાલીને અલગ પાડવા માટે ઝાંગ ફુના અંગ્રેજી ભાષાના પ્રથમ અક્ષર કેપિટલમાં દર્શાવાયા છે. રોગ એટલે યીન, યાંગ, કી અને બ્લડ(લોહી)નું અસંતુલન. રોગની સારવાર એક કે તેથી વધુ કાર્ય-પ્રવૃત્તિથી કરવામાં આવે છે જેમાં શરીરના સંવેદનશીલ ભાગો(જેને પરંપરાગત રીતે અંગ્રેજીમાં એક્યુપંક્ચર પોઈન્ટ્સ કહે છે અને ચીનની ભાષામાં ઝ્યુ કહે છે.) પર સોય ભોંકીને, દબાણ ઊભું કરીને, ગરમી આપીને, કે અન્ય પ્રણાલીનો ઉપયોગ થાય છે. પરંપરાગત ચાઈનીઝ ચિકિત્સાપદ્ધતિમાં તેને વિસંવાદિતાના લક્ષણોની સારવાર કહેવાય છે.
મોટાભાગના એક્યુપંક્ચર પોઈન્ટ્સ 12 મુખ્ય રેખાઓ(મેરિડિયન) પર જોવા મળે છે અને આઠ વધારાના મેરિડિયન પૈકી બે મેરિડિયન પર,એમ કુલ 14 મેરિડિયન પર જોવા મળે છે. ચીનની પરંપરાગત મેડિકલ ભાષામાં આ મેરિડિયનને એવો માર્ગ કે એવી રેખા કહેવાય છે, જેના મારફતે કી અને બ્લડ(લોહી)નો પ્રવાહ વહે છે. અન્ય પોઈન્ટ્સ(જે અશી પોઈન્ટ્સ કહેવાય છે) પર પણ સોય ભોંકવામાં આવે છે કારણ કે તે પોઈન્ટ પર પ્રવાહ સ્થગિત થઈ ગયો હોવાનું મનાય છે.
સૂર્યના કિરણોના રંગોની જુદી-જુદી ઉપચારલક્ષી અસર છે. આ રંગો છે - જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને લાલ(રાતો). તંદુરસ્ત રહેવા અને જો કોઈ રોગ હોય તો તેની સારવારમાં આ રંગો અસરકારક સાબિત થાય છે. રંગીન કાચની બોટલ કે કાચના વાસણમાં પાણી અને તેલ ભરીને સૂર્યપ્રકાશમાં ચોક્કસ કલાકો માટે રાખીને તેનો ક્રોમો થેરપી માટે વિવિધ રોગોના ઉપચારમાં ઉપયોગ થાય છે. ક્રોમો થેરપીની સાદી પદ્ધતિ સારવારમાં ખૂબ અસરકારક રીતે મદદરૂપ થાય છે.
શુદ્ધ હવા સારા આરોગ્ય માટે ખૂબ જ અનિવાર્ય છે. એર થેરપીનો લાભ એર બાથ અર્થાત હવાનું સ્નાન કરવાથી મળી શકે છે. દરેક વ્યક્તિએ શક્ય હોય તો રોજ 20 મિનિટ કે તેનાથી વધુ સમયનું એર બાથ લેવું જોઈએ. તેમાં પણ સવારે ઠંડીની ઋતુમાં કસરત કરતા કરતા શુદ્ધ હવા લેવાનું વધુ ફાયદાકારક છે.
આ પ્રક્રિયામાં હળવા કપડાં પહેરીને રોજ શાંત-ખુલ્લા અને સ્વચ્છ સ્થળે ચાલવું જોઈએ, જ્યાં પૂરતા પ્રમાણમાં શુદ્ધ હવા મળી શકે. અન્ય વૈકલ્પિક પદ્ધતિ છત વગરના રૂમમાં કસરત કરવાનો છે.અસર થાય છે અને સ્ફૂર્તિ મળે છે.
માનસિક અસ્વસ્થતા, નબલાઈ, થાક, માથાનો દુખાવો, સંધિવા, ચામડીના રોગો, માનસિક અને અન્ય ચેપી રોગોની સારવારમાં એર થેરપી ખૂબ સારા પરિણામ આપે છે.
મેગ્નેટ થેરપીએ ચિકિત્સા પ્રણાલી છે જેમાં લોહચૂંબકની મદદથી માનવીની બીમારીની સારવાર અને કાળજી લેવાય છે. તે સૌથી સરળ, સૌથી સસ્તી અને સંપૂર્ણપણે પીડા વગરની સારવાર પ્રણાલી છે જેની કોઈ આડણસર પણ નથી. તેમાં એકમાત્ર મેગ્નેટ અર્થાત લોહચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે.
ચુંબકીય સારવારમાં જુદી-જુદી શક્તિ સાથેના ચુંબકની મદદથી સીધા જ શરીર પર તેને મૂકીને સારવાર કરવામાં આવે છે. આ ઉપરાંત શરીરના વિવિધ ભાગો જેમ કે પેટ, ઘૂંટણ, કાંડું, વગેરેની સારવાર માટે મેગ્નેટિક બેલ્ટ(પટ્ટા), મેગ્નેટિક નેકલેસ(હાર, માળા), બ્રેસલેટ, વગેરે પણ ઉપલબ્ધ છે જેનો સારવાર માટે ઉપયોગ કરી શકાય છે.
ફાયદા: ઉર્જાનું સંતુલન જાળવવામાં મદદરૂપ થાય છે. શરીરના ચોક્કસ ભાગમાં લોહીનું પરિભ્રમણ સુધારે છે, શરીરમાં ગરમી-હૂંફ વધારે છે.યોગ અને કુદરતી સારવાર(નેચરોપથી)ના વિકાસ અને પ્રોત્સાહનની કામગીરી આયુર્વેદ, યુનાની, સિદ્ધ અને હોમીયોપથી જેવી વિદ્યાશાખા જેટલી થઈ શકી નથી. તેનું કારણ તેમાં યોગ્ય માનવસંસાધનની અછત છે. તેમ છતાં તાજેતરના વર્ષોમાં ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓ અને બિનસરકારી સંગઠનોએ યોગ અને નેચરોપથી આરોગ્ય કેન્દ્રો સ્થાપ્યા છે અને ડિગ્રી કોલેજો પણ શરૂ કરી છે.
હાલમાં ભારતમાં આવી 12 કોલેજો છે
નેચરોપથી અને યોગ અંગે ઉપલબ્ધ અભ્યાસક્રમઃ સાડા પાંચ વર્ષ (સાડા ચાર વર્ષ + એક વર્ષ ઈન્ટર્નશીપ) ડિગ્રી કોર્સ જે પૂરો કર્યા પછી બેચલર ઓફ નેચરોપથી એન્ડ યોગિક સાયન્સીઝ (B.N.Y.S.)ની ડિગ્રી મળે છે.
આ મેડિકલ શિક્ષણનો અભિગમ માત્ર યોગ અને નેચરોપથીનું તત્વજ્ઞાન આપવાનો જ નથી, પરંતુ એક સફળ ચિકિત્સાપ્રણાલી તરીકે તેને સ્થાપિત કરવા પર પણ ભાર મૂકાયો છે. આ કોલેજોમાં થિયોરેટિકલ(સૈદ્ધાંતિક), પ્રેક્ટિકલ(પ્રાયોગિક), ક્લિકનિકલ સવલતોથી સજ્જ છે જે વિદ્યાર્થીઓને તમામ દૃષ્ટિએ તાલીમમાં મદદરૂપ થાય છે. આ અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને સંપૂર્ણ સારવારની પદ્ધતિ ઓફર કરે છે જે સંપૂર્ણપણે દવા વગરની અને તમામ પ્રકારે કુદરતી-નૈસર્ગિક છે.
યોગ અને તેના વિવિધ પાસાની અસરકારકતા સાબિત કરવા માટે દેશના અનેક આધુનિક મેડિકલ ઈન્સ્ટિટ્યૂશને ગંભીર પ્રયાસ કર્યા છે. સંતુલિત અને સંપૂર્ણ માનવીય વ્યક્તિત્વના વિકાસ માટે યોગ શ્રેષ્ઠ છે તેવું સ્વીકારીને કેટલીક યુનિવર્સિટીઓએ યોગ વિભાગ પણ શરૂ કર્યા છે, જેમાં એકવર્ષના સમયગાળાનો ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ ભણાવાય છે. યોગમાં સર્ટિફિકેટ, ડિપ્લોમા અને ડિગ્રી કોર્સ ભણાવતી 18 યુનિવર્સિટીઓ છે. યુજીસી પણ યુનિવર્સિટીઓને યોગ સંબંધિત કોર્સ શરૂ કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડીને યોગને પ્રોત્સાહિત કરે છે. કેટલીક યુનિવર્સિટીઓ તો યોગમાં સર્ટિફિકેટ કોર્સથી લઈને પીએચ.ડી. સુધીના અભ્યાસક્રમ ઓફર કરે છે. આગામી વર્ષોમાં વધુ કેટલીક યુનિવર્સિટીઓ પણ તેમના અલગ યોગ વિભાગ શરૂ કરશે. ઘણી વિદેશી યુનિવર્સિટીઓમાં પણ યોગની ફેકલ્ટી સ્થાપવામાં આવી છે અને યોગ ક્ષેત્રે સંશોધન કાર્ય પણ થઈ રહ્યું છે. કેટલાક રાજ્યો યોગને તેમના શૈક્ષણિક અભ્યાસક્રમમાં પણ સામેલ કરવાની દરખાસ્ત કરી રહ્યા છે. કેન્દ્રીય વિદ્યાલય, દિલ્હી સરકાર અને નવી દિલ્હી મહાનગરપાલિકાની જુદી-જુદી શાળાઓમાં લગભગ એક હજાર યોગ શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. ભારત સિવાય પણ ઘણાં દેશોમાં શારીરિક-માનસિક રોગોની સારવાર માટે યોગની પ્રેક્ટિસ કરવામાં આવે છે.
પશ્ચિમના અનેક દેશોમાં પણ કુદરતી ઉપચારના શિક્ષણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે અને તેને માન્યતા પણ મળી રહી છે. અમેરિકા, જર્મની, બ્રિટન જેવા દેશોમાં આવી કોલેજો છે, જેમ કે નેશનલ કોલેજ ઓફ નેચરોપેથિક મેડિસિન, ઓરેગોન તથા બ્રિટિશ કોલેજ ઓફ નેચરોપથી એન્ડ ઓસ્ટિઓપથી, લંડન.
ગવર્મેન્ટ રજિસ્ટર્ડ નેચરોપથી અને યોગ ડોક્ટર્સ
ક્રમ |
ઈન્ડિયન મેડિસિનના રાજ્ય બોર્ડનાં નામ |
નેચરોપેથની સંખ્યા |
1. |
બોર્ડ ઓફ ઈન્ડિયન મેડિસિન, સિકંદરાબાદ, આંધ્રપ્રદેશ સરકાર |
800 |
2. |
કર્ણાટક આયુર્વેદ, યુનાની એન્ડ નેચરોપથી પ્રેક્ટિશનર્સ બોર્ડ, બેંગલોર, કર્ણાટક સરકાર |
340 |
3. |
તમિલનાડુ બોર્ડ ઓફ ઈન્ડિયન મેડિસિન,ચેન્નઈ, તમિલનાડુ સરકાર |
670 |
4. |
મ.પ્ર. આયુર્વેદ, યુનાની, પ્રાકૃતિક ચિકિત્સા બોર્ડ, ભોપાલ, મ.પ્ર. સરકાર |
18 |
5. |
છત્તીસગઢ આયુર્વેદ, યુનાની એન્ડ નેચરોપથી બોર્ડ, રાયપુર, છત્તીસગઢ સરકાર |
75 |
પહેલી મુલાકાતમાં નેચરોપેથી ડૉક્ટર તમારા આહાર પધ્ધતી, ઉંધવાનું સમય પધ્ધતી ભાવનાશીલતા વગેરે. આરોગ્ય વિશેના પ્રશ્ન તેના લક્ષણ આ વિશેષ એક કે બે કલાક સુધી ચરયા કરે છે. સાધારણ ફિજીશીયનો જા’દ્રટ્ટદ, લોહી, પેશાબની તપાસણીનું સૂચન કરે છે. જયો ડૉક્ટરો કેટલીક વાર ઔષધો આપ્યાં પછી સજિનો ઉપાય આપે છે પંરતુ શકાય ત્યાં સુધી નૈસર્ગિક ઉપચાર પર વિશ્વાસ રાખે છે. ખાસ કરીને નેચરોપથી ડૉકટર જડીબુટટિઓ, વિટામિન્સ તથા બિજા કેટ્લાક ઔષધો લેવાની સલાહ આપે છે જે પૌષ્ટિક તત્વો સમતુલન રાખે છે.
જો તમારી બિમારી માટે જે આહાર કારણભૂત હોય તેવા આહાર પર પ્રતિબંધ મૂકવાનું અથવા ઉપવાસ કરવાનું સૂયવે છે. છેલ્લે તેખો તાણને ઓછી કરવાની પધ્ધતી જેવી કે બાયોફિડ્બેંક, મેડિટેશન તથા મસાજ કરવાનું સૂચવે છે.
સ્ત્રોત: આરોગ્ય.કોમ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020