অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

રેકી

રેકી’ – એક વૈજ્ઞાનીક સારવાર પધ્ધતિ

રેકી(Reiki) એ મૂળ જપાનીઝ સંજ્ઞા છે. તેનો અર્થ "વિશ્વ વ્યાપી જીવન શક્તિ" એ થાય, જેને સંસ્કૃતિમાં "પ્રાણ" કહે છે, "ઊઢણ" ને ચાયનીઝમાં ઘણાં લોકો તેને "Cosmic Energy(કૉસ્મીક અઁલરજી)" તરીકે સંબોધે છે. ૧૯ ના શતક્ના બીજા ભાગમાં ડૉ. મિકાઉ ઉસુઇ (Mikao Usui) એ આ ઉપચાર પધ્ધતિને (પુન:) સંશોધન દ્વારા તેને આ (રેકી) નામથી અપનાવ્યું. રેકી પધ્ધતિમાં સામેલ ઉર્જાને Reaiki Channel (રેકિનું ઉપચાર આપના)" દ્રાવ ઉપચાર લેનાર વ્યક્તિમાં ફેરબદલ કરવામાં આવે છે. તેમાં વિવિધ પધ્ધતિથી ઉપચાર કરવામાં આવે છે અને તેના સિધ્દાંતો બીજા અસરકારક ઉપચાર પધ્ધતિની સમાન છે. તેમ છતાં’ રેકીમાં કોઈ પ્રકારના હબાણ પધ્ધતિથી જરુરી નથી અને Reaiki Channel દ્વારા ગ્રહણ કરેલ ચૈતન્ય ઉર્જા ઉપચાર લેના વ્યક્તિમાં active થાય છે.

આપણા શરીર સિવાય બીજા કેટલાક શરીર આપણી આસપાસ હોય છે. આપાણી આસપાસ રહેનારા તેજો મંડલ આધુનિક ફોટોગ્રાફીઈથી છાયાચિત્રણ કરતાં હોય છે. યોગામાં આપણા શરીરના આધ્યાત્મિક ઉર્જા કેન્દ્રનું/ચક્રનું ઉલ્લેખન થયું છે. તે કેંદ્ર તેજમંડલના સ્તર પર હોય છે તથા તેનો સંભંધ આપણા શરીરના ઇંડોકાઇન હોય છે. એનો સંબંધ એટ્લો ઘનિષ્ટ હોય છે કે એકમાં નિર્માણ થનાર અસંતુલનની બીજા પર પરિણામ કરે છે. એનો અર્થ એ અર્થ થાય કે, સંસર્ગનો હમલો પ્રથમ તેજમંડલ પર થાય છે ત્યાર પછી શરીર લક્ષણો દેખાય છે એટલે જ તેજમંડલને આરોગ્યપૂર્ણ/સ્વસ્થ રાખવો એટલે રોગથી દૂર જવું (મુક્ત થવું) રેકીને રોજ આચરણ કરવાથી શરીર, મન, ભાવના, આધ્યાત્મિક સ્તર પર સારું પરિણામ આવે છે એટલે ફક્ત રોગ થાય તો જ રેકીનું ઉપયોગ કરવો એવું નથી.

રેકી બાળક અથવા કોઇ પણ શરીર આચરણ કરી શકે છે. તે ખુબજ સરળ - સાદો કોશલ્ય છે. જેને રેકી શીખવું હોય, ઉપયોગમાં લેવી હોય તેને રેકીના તંજ્ઞ પાસેથી આત્મસાત કરવો પડે છે તેને લીધે તે વ્યક્તિના શરીરમાંના ચક્ર/કેન્દ્ર ખુલે છે તથા વિશ્વવ્યાપી જીવન ઉર્જાને અસરકારક રીતે મોકલતો માર્ગ તૈયાર થાય છે. રેકીએ સૂચનો કે પુસ્તક દવારા શીખી શકાતું નથી.

શરીર અને ઉર્જાના સંબંધ, અગાઉ આપણે વિપશ્યનાની પોસ્ટમાં જોયો છે અને ઉર્જા શરીરની ચર્ચા પણ કરી છે. આપણું શરીર એક ઘનીભૂત ઉર્જા (Dense Energy)નું સ્વરુપ છે, એમ કહી શકાય. કારણ કે અતિસુક્ષ્મ (sub atomic level) સ્તરે પ્રોટોન/ઈલેક્ટ્રોન અને એવા જ બીજા કણો સતત પોતાનું સ્વરુપ બદલતા રહે છે. કોઈ કારણસર આ ઉર્જા ક્ષીણ થાય કે નબળી પડે ત્યારે શરીરમાં માંદગી પ્રવેશે. જો માંદગી દૂર કરવી હોય તો આ ક્ષીણ થયેલી ઉર્જાની પૂર્તિ કરવી પડે. આ કાર્ય બે રીતે થઈ શકે –

  • બહારથી જરુરી ઉર્જા આપીને
  • એવો ઘન પદાર્થ આપીને કે જેમાથી ઉર્જા છુટી પડીને ક્ષતિ પામેલી ઉર્જાની પૂર્તિ કરે અને માંદગી દૂર થાય. (અગાઉ આપણે જોયું જ છે કે માસમાંથી (ઘનપદાર્થમાંથી, Mass) ઉર્જા અને ઉર્જામાંથી માસ વચ્ચે પરિવર્તન થતું રહે છે.)
  • આ બધાથી અલગ ‘રેકી’ની સારવાર છે.

આ સારવારમાં ઉર્જાની પૂર્તિ સીધી ઉર્જા દ્વારા જ કરવામાં આવે છે. આથી ખૂબ ઝડપી હોવી જોઈએ. પણ એવું બનતું નથી. એનુ કારણ, રેકી દ્વારા સારવાર કરનાર વ્યક્તિમાં રહેલું છે. સૌ પ્રથમ તો આપણે એ સમજવું પડે કે જો આપણે ઉર્જાના મહાસાગરમાં તરતા હોઈએ તો ઉર્જા સીધી જ આપણને કેમ મળતી નથી ? ઉર્જાનુ વહન જુદીજુદી ફ્રીક્વન્સી દ્વારા થતુ હોય છે. દા.ત. રેડીયો સ્ટેશનો જુદીજુદી ફ્રીક્વન્સી દ્વારા તેનું પ્રસારણ કરે છે. તમારે જે સ્ટેશન સાંભળવું હોય તેની ફ્રીક્વન્સી તમારા રેડિયોસેટમાં ‘ટ્યુન’ કરવી પડે, તો જ તમે તે સ્ટેશન સાંભળી શકો. વૈશ્વિક ઉર્જા અસંખ્ય ફ્રીક્વન્સીઓ દ્વારા વહે છે. આપણા શરીરને ચોક્ક્સ ફ્રીક્વન્સીની જરુર છે. આપણે એ ફ્રીક્વન્સી જાતે ટ્યુન કરી શકતા નથી. જે વ્યક્તિ રેકી સારવાર આપે છે તે વ્યક્તિ વૈશ્વિક ઉર્જામાંથી માનવ શરીરને અનુરુપ ફ્રીક્વન્સી ગ્રહણ કરી શકે છે અને માનવ શરીરોની સરખી ફ્રીક્વન્સી હોવાના કારણે ઉર્જા તેના શરીરમાંથી આપણા શરીરમાં પ્રવેશી શકે છે. આમ રેકી આપનાર વ્યક્તિ ફક્ત વૈશ્વિક ઉર્જા અને આપણા શરીર વચ્ચે ચેનલ-પાઈપલાઈનનું કામ કરે છે. રેકી આપી શકાતી નથી તે ગ્રહણ કરવાની હોય છે. હવે પાણીની પાઈપલાઈનમાં કચરો હોય તો પાણીનો પ્રવાહ વહેશે નહી અથવા ઓછો વહેશે. રેકી આપનાર વ્યક્તિમાં જો નકારાત્મક વિચારોના અવરોધો હોય તો તેના શરીરમાં સહસ્ત્રાર ચક્ર – માથામાંથી દાખલ થતી ઉર્જાનો પ્રવાહ અવરોધાય છે અને દરદી સુધી પહોંચતો નથી, એજ પ્રમાણે જો રેકી આપનારમાં જ ઉર્જાની કમી હોય તો તેણે ગ્રહણ કરેલી ઉર્જા દરદી સુધી પહોંચવાને બદલે તેના પોતાના જ શરીરમાં વપરાય જાય છે. જવલેજ મળતા સંત-મહાત્માઓ, શરીર અને મનથી સ્વસ્થ હોય છે, તેથી તેમનો સ્પર્શ થતાં જ દરદી રોગમુક્ત થાય છે. એક બીજો મુદ્દો પણ નોંધવો જરુરી છે. જેમ રેકી આપી શકાતી નથી તેમ જો રેકી લેનારની – ગ્રહણ કરનારની ઇચ્છા રેકી લેવાની ન હોય તો પણ રેકી પ્રાપ્ત થતી નથી. આમ રેકી આપનારની ક્ષમતા અને રેકી લેનારની ઇચ્છા પર રેકીની સારવાર નિર્ભર છે.

જો રેકીમાં શ્રધ્ધા પડે તો સારા રેકી માસ્ટર પાસે ‘એટ્યુનમેન્ટ’ લઈ (દીક્ષા લઈ), રેકીની પ્રથમ ડીગ્રી મેળવી, જાતે જ પોતાની સારવાર કરવી. ઘણા ફાયદા થશે, શરીર સાથે મન પણ સ્વસ્થ થશે.

પ્રશ્નોતરી

Rei (ઉચ્ચા."રે".) આત્માની ઉચ્ચ પ્રકાશ શક્તિ જેને સર્વ સામાન્ય જ્ઞાન હોય છે અને તે વ્યક્તિને સાજા કરવાનાં માર્ગ છે. (Rei)"આધ્યાત્મિક સ્તર પર આજા કરે છે.

Ki (ઉચ્ચા "કી") મહત્ત્વપૂર્ણ જીવન ઉર્જા શક્તિ. જેને પ્રાણ, માન વગે. પણ કહે છે. Ki માનસિક/શારિરીક સ્તર પર સાજો કરવાનું કાર્ય કરે છે.

શું રેકી શીખવું એ અઘંરુ છે?

રેકી શીખવું ખુબ સહેલું છે. તમે રેકી માસ્ટર (તંજ્ઞ) પાસેથી અટ્યૂન્મેંટ (attunement) લઈ તમે રેકી આપી શકો છો અને રૈકી ઉપચાર આપતાં હાથની સ્થિતી કઈ છે આ શીખતાં જેટલો અભ્યાસ તમે અંતર્મન પ્રમાણે વર્તન કરતાં શીખવે છે અને રેકી ઉપચાર આપતાં હાથની સ્થિતી કઈ છે આ શીકતાં જેટલો અભ્યાસ તમે કરશો એટ્લું વધો કોશલ્ય તમને પ્રાપ્ત થશે.

રેકીનો શું ખરે ખર ઉપયોગ થાય છે?

રેકી ઉપચારને લીધે કંઈક હમેશા ઉત્પન્ન થતું હોય છે જે અતિશય સૂક્ષ્મ પ્રમાણમાં હોય છે. જેની આપણાને જાણ થતી નથી. રેકિનો ઉદ્દેશ્ય કોઇ એક જાણી જોઈને ઇજા કરવાનું નથી. વાસ્તવિક રીતે રેકી એ ફક્ર્ત વિચાર કરયા પછી લેવાની હોય છે.

હું જો રેકી અટયૂન્મેંટ (aattunement) લઈશ તો મારામાં શું ઘડાશે?

સર્વપ્રથમ તમે તમારી જાતને અને બિજાને રેકી આપી શકશો. તમે ૨૭ દિવશના શુધ્દ્રિકરણની પ્રક્રિયાની જશો. આમાં એવા કંઇક બાબતો છે કે જે પહેલા તમે તેની તરફ વ્યવસ્થિત શીખવાની દૃષ્ટિથી જોયું ના હોય, ભાવાત્મક મોકળી રીતે વગેરેનો સમાવેશ થાય છે. ૨૭ દિવસના કાળાવધિમાં પ્રત્યેક ઉર્જા ચક્ર ૩ વખત થાય છે. આ પછી આ ઉર્જા ચક્ર ખુલ્લા થાય છે. અને તમે વૈશ્વિક ઉર્જા સ્ત્રોત ચેનલાઇઝ કરી શકો છે.

કોઇ બિમાર વ્યક્તિને રેકી આપતાં મી જાતને તે રોગથી બયાવવાનું કોઇ માર્ગ છે?

ત્રાસ થવાની શક્યતા હોય છે. એટલે રેકી તંજ્ઞ રેકી આપતી વખતે દર્દીની ચૌતરફ વર્તૂળ તૈયાર કરે છે. મધુપ્રમેહના દર્દીને રેકી આપતી વખતે વિશેષ કાળજી લેવી પડે છે. સંસર્ગજન્ય રોગમાં રેકી એ દર્દીને સ્પર્શ ન કરતાં આપવી.

પ્રાણીઓને રેકી શું ગમે છે?

હા. ઘણા જ પ્રાણી વિશેષ કરીને: કુત્રાં, વાંદા, માછલી, પક્ષી, ઘોડા વગેરે. પ્રાણીઓમાં રેકી ઉપયોગી થાય છે.

રેકીનો ઉપયોગ કરવા માટે પોતાની જાતને ધાર્મિક હોવું જરુરી છે?

નહી. રેકી એરોગ સાજો કરવાની પધ્ધતિ છે. ઘણાં જ રેકી તંજ્ઞ એ આધ્યાત્મિક હોય છે પરતું તે જરુરી નથી.

શું હું ડૉક્ટરની પાસે ન જતાં, રેકીનો ઉપયોગ કરી શકું છું?

આ સલાહ યોગ્ય નથી. ઘણાં રેકી કરી તંજ્ઞો નિદાન કરવા માટે નિપુણ હોતા નથી. એટલે યોગ્ય નિદાન માટે ડૉક્ટરની સલાહ સૂચનો કરવું આવશ્યક છે. રેકીનો ઔષધોપચારનો યોગ્યરીતે ઉપયોગ કે યોગ્ય વપરાશ કરવાથી સારું પરિણામ આવે છે.

મને એવું જણાવવામાં આવ્યું છે કે લાંબા અંતર ( વધુ અંતર રાખી ઉપચાર કરવો) નો ઉપચાર સાજો કરે છે, રેકી આપવું એ ફક્ત બીજા સ્તર પર શક્ય છે શું એ સાયું છે?

બીજા સ્તર પર પ્રભૂત્ત્વ મેળવ્યા પછી જ તે યોગ્ય છે.

મને એવું સાંભળવામાં આવ્યું છે કે કેટલીક પરિસ્થિતીમાં લાંબા અંતરની રેકી આપવું નહીં. ઉદા. શસ્ત્રક્રિયા વખતે અથવા વાહન ચલાવતી વખતે?

રેકી એ સાજા કરવાની પધ્ધતિ છે. તેનાથી ત્રાસ થતો નથી પણ આરામ મળે છે. વૈશ્વિક ઉર્જા જે રેકી દ્વારા સંતુલિત કરવામાં આવે છે તેને ક્યાં કરવાનું તે જણાવેલું હોતું નથી. તેની જયાં જરુરીયાત હોય છે તો તે ત્યાં જયાં જાય છે. તે શસ્ત્રક્રિયા દર્દીને બેહોશીમાંથી બહાર કાઢતી નથી. અથવા ગાડીના અકસ્માત થતાં નથી. પંરતુ જ્યો લાંબા અંતરથી રેકી લેવી હોય તો દર્દીને શાંત અથવા આરામ કરવાનું જણાવવું તે હમેંશા સારું હોય છે.

વ્યક્તિને લાંબા અંતરની રેકી આપતી વખતે શું તેને તેની જાણ કરવી?

હા, રેકી આપતી વખતે તે વ્યક્તિને જણાવવું અને તેની પરવાનગી લેવી આવશ્યક છે. રેકી આ એક આપનાર અને લેનાર તેઓ વચ્ચેનો એક કરાર છે અને તેની કોઇના પણ જબરજસ્તી કરી શકતું નથી.

શું આ જાદૂ છે?

નહીં. રેકી એ જાદૂ નથી. તે પ્રાચીન શાસ્ત્ર છે જે ઘણો કાળ સુધી લુપ્ત હતું તેના પર આધારિત છે. રેકી એ અતિપ્રાચીન શાસ્ત્ર પર આધારિત છે અને હાલમાં ભૌતિક શાસ્ત્ર તેને સમજવાનું પ્રયાસ કરી રહી છે. રેકી એ જાદૂ ન હોવાથી તે શરીર- મન - આત્માને સાજો કરવાની પધ્ધતિ છે.

રેકીનો ઉપયોગ કરવા માટે શું ખાસ (વિશિષ્ટ) જગ્યા તથા સમય આવશ્યક છે?

કોઇ પણ જગ્યા અને સમય યોગ્ય છે જ્યો તે વ્યક્તિ આરામદાયક સ્થિતિમાં હોય તથા તેની શ્વાસોશ્વાસ યોગ્ય રીતે ચાલું હોય. રેકી આપવામાં કે લેવામાં કોઇપણ જગ્યા કે સમયનો બંધન નથી.

બીજાને રેકી આપ્યાં પછી શું મારામાં હેલા ઉર્જાનું સ્તર ઓછો થાય છે?

બીજાને રેકી આપવું એટલે પોતાની ઉર્જા શક્તિને મટાડવું એવું નહીં. તેને લીધે રેકી તજ્ઞ એ પોતાની વૈશ્વિક (Cosmic) શક્તિના માર્ગનો ઉપયોગ કરે છે. તેઓ તે શક્તિને માથાં પાસેથી લઈને હાથ દ્વારા દર્દીને આપતાં હોય છે. તે ફક્ત ઉર્જા આપવાનું માધ્યમ હોય છે.

શું હું પુસ્તક દ્વારા રેકી શીખી શકું છું?

આ શક્ય નથી. આપણે પુસ્તક દ્વારા જ્ઞાન લઈ શકીએ છીએ પંરતુ રેકીનો ઉપયોગ કરવાની શક્તિ નહીં. તમારો રેકી તંજ્ઞથી અટ્યૂંડ થવું જરુરી છે. તો જ તમે આ શક્તિનો ઉપયોગ કરી શકાય છે.

રેકી શીખવા માટે યોગ્ય વય ક્યો? શું નાના બાળકો રેકી શીખી શકે છે?

રેકી શીખવા માટે ઉમરનો અવરોધ નથી. ૫/૬ વર્ષના બાળકોએ રેકીને સફળતાથી આત્મસાત કરયો છે. આ માટે કોઇપણ શૈક્ષણિક યોગ્યતાની આવશ્યકતા નથી. ફક્ત તે વ્યક્તિની પ્રામાણિક ઇચ્છા જરુરી છે.

સ્ત્રોત: આરોગ્ય.કોમ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/24/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate