অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આપનું શરીર

આપનું શરીર








  • આપનું શરીર કાર્બન,હાઈડ્રોજન ,ઓક્સીજન ,નાઈટ્રોજન , ફોસ્ફરસ ,કેલ્શિયમ અને લોખંડનું બનેલું છે .આપના શરીર માં લોખંડ નું પ્રમાણ ઘણું જ ઓછું છે
  • આપણા શરીર માં ૬૦ થી ૬૫ % પાણી છે
  • પાચન ,શ્વસન,રુધિરાભિસરણ ,ઉત્સર્ગ અને પ્રજનન એ પાંચ  આપના શરીર ની મુખ્ય ક્રિયાઓ છે
  • આપણા શરીર માં બધી નસોની લંબાઈ ૯૬,૫૪૦ કિમી જેટલી થાય
  • આપણા શરીર નો મૂળભૂત એકમ કોષ છે
  • આપણા શરીર માં કુલ ૨૧૩ હાડકા છે
  • આપણા શરીરનું સરેરાશ ઉષ્ણતાપમાન  ૩૭ ડીગ્રી સેલ્સિયસ જેટલું  હોય છે
  • આપણા શરીરમાં શ્વાસોચ્છાવાસની ક્રિયા દર મીનીટે ૧૬ થી ૧૮ વખત થાય છે
  • આપણા શરીર માં ૯૦૦૦ જેટલી સ્વાદકલીકાઓ   છે .
  • આપણા શરીરમાં એક ચોરસ ઈંચે ૧૦,૦૦૦ કેશવાહિનીઓ છે .
  • આપણા શરીરમાં લોહીનું પ્રમાણ ૭ %છે .લગભગ ૧૨ શેર લોહી હોય છે
  • આપણા શરીરમાં ૪૦૦ થી ૫૦૦ સ્નાયુઓ છે
  • શરીરનો સૌથી મોટો અવયવ યકૃત છે .
  • પુખ્ત માણસના મગજનું વજન ૧૪૦૦ ગ્રામ જેટલું હોય છે
  • માણસની મહાકાયતા અને વામનતા  પીચ્યુટરી ગ્રંથીને આભારી છે
  • માણસના શરીરના તાપમાનનું નિયંત્રણ હાઈપોથેલેમસ ગ્રંથી કરે છે
  • પ્રજનન માટે પુરુષમાં ટેસ્ટોસ્ટેરોન  અને સ્ત્રીઓમાં ઇસ્ટ્રોજન હોય છે

શરીર ના તંત્રો :

  1. પાચનતંત્ર
  2. ભ્રમણતંત્ર
  3. શ્વસનતંત્ર
  4. ઉત્સર્ગતંત્ર
  5. સ્નાયુતંત્ર
  6. પ્રજનનતંત્ર
  7. ગ્રંથિતંત્ર
  8. ચેતાતંત્ર
  9. કંકાલતંત્ર

આપના ખોરાક ના મુખ્ય ઘટકો :

તત્વો

કાર્યો

શેમાંથી મળે

કાર્બોહાઈડ્રેટ

શરીર ને શક્તિ અને ગરમી આપે છે .આહાર નો મુખ્ય ઘટક અને શક્તિ નો મુખ્ય સ્ત્રોત છે .

અનાજ .બટાકા. ખાંડ.શેરડી,કેળા .ગાજર .મધ .શક્કરીયા

ચરબી

કોષ ને માંસપેશીઓના રચનામાં ચરબી અગત્યનો ભાગ ભજવે છે .વિટામીન A .D.B.એને K ના અભીશોષણ માટે જરૂરી છે

ઘી .તેલ.દૂધ .માખણ.ઈંડા .મગફળી

પ્રોટીન

શરીરની માંસપેશીઓના સર્જન અને વૃદ્ધિ માટે ,ઉત્સેચકો અને અંત:સ્ત્રાવોના બંધારણ માટે પ્રોટીન જરૂરી છે .

કઠોળ .દૂધ,દહીં.પનીર .માંસ.માછલી .ઈંડા

પાણી

શરીરમાં થતી જૈવ-રસાયણિક ક્રિયાઓ માટે પાણી જરૂરી છે

– – – – –

ખનીજ દ્રવ્યો

શરીરને ઘસારો પૂરો પડે છે અને હાડકા મજબુત બનાવે છે .

ધન્ય ,કઠોળ.દૂધ.સુકા મેવા .તેલીબિયાં,લીલા શાકભાજી

વિટામીન

શરીરમાં થતી જૈવ – રસાયણિક ક્રિયાઓ માટે ,શરીરની વૃદ્ધિ અને તંદુરસ્તી માટે અને કોષોની ક્રિયાશીલતા માટે વિટામીન જરૂરી છે

દૂધ. માખણ .શાકભાજી .ઈંડા .માંસ

શરીરના ઉપાંગો :

  • એક : કપાળ,ડોક, દુંટી ,નાક ,પીઠ, માથું અને હડપચી
  • બે   : અંડાશય કે વૃષણ ,એક યકૃત ,એક ફેફસું ,એક બરોળ ,એક નાડી,એક શ્વાસનળી, એક હૃદય , બે કોશ,  છાતી ,ચાર રજ્જુ ,છ કૃર્મ કે પગના હાડકા ,સાત આશય ,સાત કલા નામની અંત:સ્થ ચામડી ,સાત ચામડી ,સાત સેવની , નવ છિદ્રો ,બાર જાળ ,પંદર હાડકા ,મળવાના ઠેકાણા ,સોળ મુખ્ય શીરા ,અઢાર સીમંત ,વીસ આંગળી ,૨૪ ધમની , ૧૦૭ મર્મસ્થાન ,૨૧૦ હાડકાના સાંધા ,૩૦૦ હાડકા ,૫૦૦ પેશીઓ  ,૭૦૦ શીરા ,૯૦૦ સ્નાયુઓ

શરીરના તત્વો :

શરીરના તત્વો નું વર્ગીકરણ

તત્વો

ટકા

તત્વો

ટકા

કાર્બન

૪૮.૪૩

ફોસ્ફરસ

૧.૫૮

પ્રાણવાયુ

૨૩.૭૦

સોડિયમ

૦.૬૫

નાઈટ્રોજન

૧૨.૮૫

પોટેશિયમ

૦.૫૫

હાઈડ્રોજન

૬.૬૦

ક્લોરીન

૦.૪૫

સલ્ફર

૧.૬૦

મેગ્નેશિયમ

૦.૧૦

  • ઉપરની ગણતરી પાણીનો ભાગ બાદ કરીને કરેલી છે
  • પાણી સહીત સમગ્ર શરીરમાં તત્વોનું પ્રમાણ નીચે મુજબ છે

શરીરના તત્વો નું વર્ગીકરણ

તત્વો

ટકા

તત્વો

ટકા

ઓક્સીજન

૬૦

ક્લોરીન

૦.૧૬

કાર્બન

૨૦.૨૦

સલ્ફર

૦.૧૪

હાઈડ્રોજન

૧૦

પોટેશિયમ

૦.૧૧

નાઈટ્રોજન

૨.૫

સોડિયમ

૦.૧૦

કેલ્શિયમ

૨.૫

મેગ્નેશિયમ

૦.૦૭

ફોસ્ફરસ

૧.૧૪

આયર્ન

૦.૦૧

નાડીના ધબકારા નું વર્ગીકરણ

ઉંમર

દર મીનીટે ધબકારાની સંખ્યા

જન્મ વખતે

૧૩૦ થી ૧૪૦

પ્રથમ વર્ષે

૧૧૫ થી ૧૩૦

બીજા વર્ષે

૧૦૦ થી ૧૧૫

ત્રીજા વર્ષે

૯૫ થી ૧૦૫

૭ થી ૧૪ વર્ષ

૮૦ થી ૯૦

૧૪ થી ૨૧ વર્ષ

૭૫ થી ૮૫

૨૧ થી ૬૦ વર્ષ

૭૦ થી ૭૫

૬૦ વર્ષ અને તેની ઉપર

૭૫ થી ૮૫

ઊંઘનું પ્રમાણ – વર્ગીકરણ

ઉંમર

ઊંઘના કલાક

પહેલો મહિનો

૨૨

૧ થી ૩ મહિના

૨૦

૩ થી ૬ મહિના

૧૮ થી ૧૬

૬ થી ૧૨ મહિના

૧૬ થી ૧૪

૧ થી ૩ વર્ષ

૧૨ થી ૧૪

૩ થી ૪ વર્ષ

૧૩ થી ૧૧

૪ થી ૫

૧૨ થી ૧૧

૫ થી ૬

૧૨ થી ૧૧

૬ થી ૧૦ વર્ષ

૧૨ થી ૧૦

૧૦ થી ૧૫ વર્ષ

૧૧ થી ૧૦

૧૫ વર્ષથી ઉપર

૮ થી ૭

શ્વાસોચ્છવાસની સંખ્યાનું વર્ગીકરણ

ઉંમર

દર મીનીટે શ્વાસની સંખ્યા

૨ મહિનાથી ૨ વર્ષ

૩૫

૨ થી ૬ વર્ષ

૨૩

૬ થી ૧૨ વર્ષ

૨૦

૧૨ થી ૧૫ વર્ષ

૧૮

૧૫ થી ૨૧ વર્ષ

૧૭-૧૮

૨૧ વર્ષથી ઉપર

૧૬-૧૭

ઊંચાઈ અને વજન – વર્ગીકરણ

૦ વર્ષની વયે સ્વસ્થ ભારતીય પુરુષની ઊંચાઇ પ્રમાણે નીચે મુજબનું વજન હોવું જઈએ

ઊંચાઈ (સેમી.)

વજન (કિલોગ્રામ )

ઊંચાઈ (સેમી.)

વજન (કિલોગ્રામ )

૧૪૬

૪૬.૬

૧૬૮

૫૯.૧

૧૪૮

૪૭.૪

૧૭૦

૬૦.૬

૧૫૦

૪૮.૩

૧૭૨

૬૨.૧

૧૫૨

૪૯.૨

૧૭૪

૬૩.૭

૧૫૪

૫૦.૩

૧૭૬

૬૫.૩

૧૫૬

૫૧.૪

૧૭૮

૬૭.૦

૧૫૮

૫૨.૫

૧૮૦

૬૮.૭

૧૬૦

૫૩.૭

૧૮૨

૭૦.૪

૧૬૨

૫૪.૯

૧૮૪

૭૨.૧

૧૬૪

૫૬.૨

૧૮૬

૭૩.૮

૧૬૬

૫૭.૬

૧૮૮

૭૫.૬

શરીરના અવયવોનો ભાર – વર્ગીકરણ

અવયવ

વજન (ગ્રામમાં )

અવયવ

વજન (ગ્રામમાં )

મુત્રપિંડ

૧૫૦

જમણું ફેફસું

460

બરોળ

૧૭૫

સ્રીનું મગજ

૧૨૭૫

સ્ત્રીનું હૃદય

૨૫૦

પુરુષનું મગજ

૧૪૦૦

પુરુષનું હૃદય

૩૦૦

યકૃત

૧૬૫૦

ડાબું ફેફસું

૪૦૦

જુદા જુદા વર્ગો માટે પ્રોટીનનું જરૂરી પ્રમાણ – વર્ગીકરણ

વર્ગ

પ્રોટીનની જરૂરિયાત (ગ્રામ પ્રતિદિન )

વયસ્ક પુરુષ

૧ ગ્રામ પ્રતિ કિ. ગ્રામ વજન પર

વયસ્ક સ્ત્રી

૧ ગ્રામ પ્રતિ કિ. ગ્રામ વજન પર

ગર્ભવતી મહિલા

૧ ગ્રામ પ્રતિ કિ .ગ્રામ + ૧૦ ગ્રામ

સ્તનપાન કરાવતી મહિલા

૧ ગ્રામ પ્રતિ કિ .ગ્રામ + ૨૦ ગ્રામ

શિશુ અથવા નાનું બાળક

૧.૫ થી ૨.૩ ગ્રામ પ્રતિ કિ .ગ્રામ વજન પર

નિશાળે જતા બાળકો

૨૨ થી ૪૦ ગ્રામ

યુવાન અને યુવતીઓ

૫૦ થી ૬૦ ગ્રામ

લોહીના પ્રકાર

  • A (એ )
  • B (બી)
  • O (ઓ)
  • Rh +(આર.એચ .ઘન),Rh -(આર.એચ.ઋણ )
  • O (ઓ) ગ્રુપ —સર્વદાતા
  • AB (એબી)ગ્રુપ — સર્વવાહી

લોહીના લક્ષણો- વર્ગીકરણ

શરીરમાં લોહીનું પ્રમાણ

વજનના ૭ ટકા

વિશિષ્ટ ઘનતા

૧.૦૫૦ થી ૧.૦૬૦

કણોનું પ્રમાણ

૪૨ થી ૪૫ ટકા

રક્તકણોની સંખ્યા

૧ ઘન મિમી.માં ૫૦ લાખ

શ્વેતકણોની સંખ્યા

૫૦૦૦ થી વધારે ૧ ઘન મિમી માં

* હિમોગ્લોબીન

પુરુષ : ૧૫ ગ્રામ

સ્ત્રી :૧૪.૩ ગ્રામ

શરીરમાં મુત્ર -વર્ગીકરણ

૨૪ કલાકમાં મૂત્રનું પ્રમાણ

૧૦૦૦ થી ૧૫૦૦ મિલિલિટર

વિશિષ્ટ ઘનતા

૧.૦૧૨ થી ૧.૦૨૦

ph મુલ્ય

૫.૫ થી ૮

આહારની દૈનિક આવશ્યકતા – વર્ગીકરણ

આવશ્યકતા

પુખ્તવયના માટે

આવશ્યકતા

પુખ્તવયના માટે

કાર્બોહાઈડ્રેટ

૫૦૦ ગ્રામ

ચરબી

૫૦ ગ્રામ

પ્રોટીન

૧૦૦ ગ્રામ

વિટામીન એ

૨ મિલિગ્રામ

વિટામીન બી ૧

૨ મિલિગ્રામ

વિટામીન બી ૨

૨ મિલિગ્રામ

વિટામીન બી૬

૧ મિલિગ્રામ

વિટામીન બી૧૨

૩ માઈક્રોગ્રામ

* ફોલિક એસીડ

૧ મિગ્રામ

* પેન્ટોથીનિક એસીડ

૫ મિગ્રામ

વિટામીન સી

૫૦ મિગ્રામ

વિટામીન ડી

૨ મિગ્રામ

ફોસ્ફરસ

૧.૫ ગ્રામ

ગંધકનો એસીડ

૨.૫ ગ્રામ

કેલ્શિયમ

૭૦૦ ગ્રામ

સોડિયમ

૫ ગ્રામ

પોટેશિયમ

૩ ગ્રામ

ક્લોરીન

૮ ગ્રામ

આયર્ન

૧૪ ગ્રામ

તાંબુ

૨ ગ્રામ

પાણી

૨.૫ લિટર

= =

= =

સ્ત્રોત: ધૂમકેતુ બ્લોગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/8/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate