অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ચરબીના થર ઘટાડવા

વર્કઆઉટ અને ડાયટિંગ સતત કરતાં રહેવું બહુ મુશ્કેલ હોય છે અને બધાં વર્કઆઉટ અને ડાયટિંગ કરી શકે એવું પણ જરૂરી નથી હોતું. પરંતુ શું તમે જાણો છો કે તમારા રોજિંદા કામમાં તમે કેટલીક ટ્રિકથી સરળતાથી વજન ચરબીના થર ઘટાડી શકો છો, તેના માટે તમારે કંઈ ખાસ કરવાની જરૂર રહેતી નથી.

બ્રશ કરતી વખતે કરો આ કામ

તમે રોજ સવારે બ્રશ તો કરતાં જ હશો, તો સાંભળો આ દરમિયાન તમે સ્લિમ થવા માટેનું સરળ વર્કઆઉટ પણ કરી શકો છો, હવે તમે વિચારતા હશો કે આવું કઈ રીતે થાય, તો ચાલો તમને બતાવી દઈએ. સવારે જ્યારે તમે બ્રશ કરતાં હોવ ત્યારે એક પગે ઉભા રહીને બ્રશ કરવું, થોડીવાર પછી બીજા પગે ઉભા રહેવું. એક પગ પર આખા શરીરનું ભાર આવવાથી તમે સંતુલન રાખતા શીખશો અને આનાથી તમારા શરીરની માસપેશીઓની એક્સરસાઈઝ થશે અને માસપેશીઓ મજબૂત બનશે. આવું રોજ કરવાથી વર્કઆઉટની સાથે-સાથે તમારું મગજ પણ તેજ બનશે.

સવારે સ્ટ્રેચ કરવું

જ્યારે તમે સવારે ઉઠો ત્યારે તમારા હાથનો ઉપયોગ કર્યા વિના ધીરે-ધીરે પથારીમાંથી ઉઠવું. ત્યારબાદ તમારા પગને ફેલાવીને આગળની તરફ ઝુકવાનો પ્રયત્ન કરવો. ત્યાં સુધી ઝુકવું જ્યાં સુધી તમને તમારી પીઠ પર ખેંચાણનો અનુભવ ન થાય. આ ખેંચાણને રોકીને રાખવું. આવું કરવાથી તમારી પાસળીઓ પર દબાણ પડશે. આ સ્થિતિમાં પાંચ સેકન્ડ રહેવું અને ત્યારબાદ બેસવાની અવસ્થામાં આવી જવું. આ ક્રિયાને ફરી કરવી. જો રોજ સવારે તમે આ સરળ વર્કઆઉટ કરશો તો ઓછા સમયમાં જ તમે ફરક અનુભવશો. આ વર્કઆઉટથી તમારી 10 કેલરી બર્ન થઈ શકે છે.

ઓફિસમાં ખુરશી પર બેસો નહીં પણ આટલું કરો

જ્યારે તમે સવારે ઓફિસમાં જાઓ ત્યારે અથવા અન્ય કોઈ સમયે એવું વિચારવું કે તમે ખુરશી પર બેઠા છો પરંતુ હકીકતમાં તમારે ખુરશી પર બેસવું નહીં. તસવીરમાં બતાવ્યા પ્રમાણે ખુરશી પર બેસ્યા વિના અને તમારા હાથનો ઉપયોગ કર્યા વિના એ સ્થિતિમાં આવવું અને પછી ઉભા થઈ જવું. ત્યારબાદ સ્કવેટિંગ સ્થિતિમાં આવવું. તમારા હિપ્સને નીચે તરફ કરીને ઘૂંટણને આગળની તરફ વાળવા. તમારા શરીરનું બધું વજન તમારી એડીઓ પર નાખવું. આ રીતે તમને જ્યારે અનુકૂલતા આવે ત્યારે તમે ઓફિસમાં કરી શકો છો. આનાથી તમારા પગ અને હિપ્સ સુડોળ બનશે અને શરીર પણ સ્લિમ રહેશે. ઓફિસમાં ફ્રિ ટાઈમમાં તમે આ સરળ વર્કઆઉટ કરી શકો છો.

આજકાલ દરેકની પાસે ફોન તો હોય જ છે. પરંતુ શું તમે જાણો છો કે તમારો ફોન પણ તમારું વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. જી હાં, જ્યારે પણ તમે ફોન પર વાત કરતાં હોવ ત્યારે સામાન્ય રીતે ઓફિસ હોય કે ઘર માત્ર ફોન પર જ વાત કરો છો તેની સાથે કોઈ કાર્ય કરતાં નથી. તો શા માટે એ સમય બગાડવો. ફોન દરમિયાન ખુરશી કે સોફા પર બેસવાની જગ્યાએ કોઈનો પણ ફોન આવે ત્યારે તમે વોક કરી શકો છો. હાં જો તમને દિવસમાં 10 ફોન આવતા હોય તો તમે દસ વાર વોક કરી શકો છો. સ્લિમ બનવા માટે આ એકદમ સરળ વર્કઆઉટ છે જે કરવામાં તમે કંટાળો પણ આવશે નહીં. જો તમે આવું નિયમિત કરશો તો તમે કશું પણ કર્યા વિના રોજ ઘણી બધીં કેલરી બર્ન કરી શકો છો.

બધાને મળો અને સ્લિમ બનો

આજકાલ વાયુવેગે ટેક્નોલોજી આગળ વધી રહી છે અને ટેક્નોલોજીના જેટલા ફાયદા છે એટલા નુકસાન પણ છે. આવું એટલે પણ કહી શકાય કારણ કે ટેક્નોલોજીના કારણે જ આપણે આપણા સ્નેહીજનો, મિત્રો, સહક્રમચારીથી સામસામે બહુ ઓછું મળીએ છે. કારણ કે હવે તો બધી જ વાતો એક ફોન કોલ પર જ પતી જાય છે. આપણે મેસેજ, કોલ ઈમેઈલ અથવા વીડિઓ ચેટ કરીને મુલાકાતને ટાળી દઈએ છીએ. સ્થૂળતા વધવાનું આ પણ એક કારણ છે. જો તમે ખરેખર સ્લિમ બનવા માગતા હોવ તો તમારા મિત્રો, સ્નેહીજનો ને સહકર્મચારીઓને રૂબરૂ મળવાનું રાખો. વધુને વધુ સામાજિક બનો કારણ કે ટ્રાવેલ કરતાં રહેવાથી પણ કેલરી બર્ન થાય છે.

તસવીરમાં બતાવ્યા પ્રમાણે ઓફિસમાં કે ઘરની દિવાલ પર તમારા ખભા સુધીની ઉંચાઈ પર હાથ ટેકવા. ત્યારબાદ પગને ખોલી દેવા અને પુશ-અપની મુદ્રામાં ઉભા થઈ જવું. તમારું વજન પગના પંજા પર નાખવું અને પુશ-અપ્સના ત્રણ સેટ કરવા. આવું તમે જ્યારે પણ સમય મળે ત્યારે ઘર કે ઓફિસમાં કરી શકો છો. આ સરળ વર્કઆઉટ રોજ કરવાથી ચેસ્ટ અને ટ્રાઈસેપ્સને મજબૂતી મળે છે અને શરીરની વધારાની ચરબી દૂર થાય છે. આ એક એવું સરળ વર્કઆઉટ છે જે પેટની ચરબીને ઝડપથી દૂર કરી ફાંદની સમસ્યાને દૂર કરે છે.

ક્યાંય પણ જાઓ માત્ર સીડીઓનો જ ઉપયોગ કરો

ડોક્ટર્સ હોય કે જીમ ટ્રેનર હમેશાં લિફ્ટનો ઉપયોગ ટાળવાની અને સીડીઓનો ઉપયોગ કરવાની સલાહ આપે છે કારણ કે સીડીઓ ચઢવી એ શ્રેષ્ઠ અને સરળ વર્કઆઉટ છે જે કોઈપણ કરી શકે છે. સાથે જ કેલરી બર્ન કરવા માટે આ એક ઉત્તમ કસરત પણ છે. જે હમેશાંથી કારગર સાબિત થયું છે. જો તમે વધુ સીડીઓનો ઉપયોગ ન કરી શકતાં હોવ કે ન કરવા માગતા હોવ તો સપ્તાહમાં પાંચ દિવસ રોજ 2 મિનિટ માટે સીડી ચડવાથી તમે પાતડું શરીર પામી શકો છો. આવું નિયમિત કરવાથી તમે 100થી 140 કેલરી બર્ન કરી શકો છો.

ચક્કર મારવા

જ્યારે પણ તમે વર્કઆઉટ કરવા મેદાનમાં જાણો તે સોકર રમો, ફિલ્ડ કે જીમમાં હોવ ત્યારે ચક્કર મારવા માટે સમય કાઢો. ચાર કે પાંચ ચક્કર મારવા એટલે એક માઈલ દોડવું. આવું કરવાથી તમે 75થી વધારે કેલરી બર્ન કરી શકો છો. આ પણ એક સરળ વર્કઆઉટ છે.

ગીત ગાઓ

ગીત ગાવું એ ન માત્ર મગજને શાંતિ આપે છે પરંતુ આવું કરવાથી તમારી કેલરી પણ બર્ન થા. છે. જેથી જ્યારે તમે ચર્ચમાં જાઓ ત્યારે ક્વાઈઅર ગાઓ, મંદિર જાઓ ત્યારે ભજનમાં સામેલ થાઓ. આ સિવાય તમે બાથ સિગિંગ કરીને કે ભોજન બનાવતી વખતે ગીત ગાઈને પણ કેલરી બર્ન કરી શકો છો. ગીત ગાવાથી તમારી લગભગ 70 કેલરી બર્ન થાય છે.

શોપિંગ કરતાં-કરતાં ઘટાડો વજન

તમે જ્યારે પણ શોપિંગ કરવા જાઓ ત્યારે તમારે એક બેકૂબેગ કેરી કરવી અને એમાં થોડું વજન નાખી દેવું. આ ખૂબ જ સરળ વર્કઆઉટ છે. તમે રોજ માર્કેટ જતાં હોવ ત્યારે પણ તમે આવું કરી શકો છો. આ સિવાય જ્યારે પણ તમે કપડાં ખરીદવા જાઓ ત્યારે ઓછામાં ઓછાં 10 આઉટફિટ્સ ટ્રાય કરવા. ભલે પછી તેમાંથી એકપણ ન ખરીદો, આ આઉટફિટ્સ પહેરી પોતાની જાતને મિરરમાં જુઓ, પછી અન્ય ટ્રાય કરો. આમ નિયમિત ઘરે પણ કરી શકો છો. આવું કરવાથી તમે 60 કેલરી વિના મહેનતે બર્ન કરી શકો છો. આ એક કારગર વર્કઆઉટ છે.

સ્ત્રોત: લાઈફ કેર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/12/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate