অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વધતી ઉંમરે ત્વચાની સંભાળ

દરેક ઉંમરની સ્ત્રીને સપનું હોય છે કે તે સુંદર દેખાય. તેના માટે તે ધણાં નુસ્ખા પણ અજમાવતી હોય છે. દરેક સ્ત્રી ઈચ્છતી હોય છે કે તે તેમની વધતી વધતી ઉંમરે ત્વચાની સંભાળ રાખે પરંતુ તે થોડા પ્રયત્નો માગી લે તેવું કામ છે. તો આવો અમે તમને જણાવીએ કે વધતી ઉંમરને કાબુમાં કેવી રીતે રાખશો.

30થી 40 વર્ષની ઉંમર અપનાવો આ ઉપાય

  1. ત્વચાને દરરોજ ક્લીંસિંગ મિલ્કથી સાફ કરો. આનાથી તમારા ચહેરા પર જામેલી દિવસભરની ગંદકી નીકળી જશે તેમજ ત્વચાના રોમછિદ્રો પણ ખુલી જશે.
  2. ચહેરા પર ચમક જાળવી રાખવા માટે દરરોજ મોઈશ્ચરાઈઝરનો પ્રયોગ કરો.
  3. ચહેરા પર મેકઅપનો પ્રયોગ ઓછો કરો. ચહેરા પર કરચલીઓ ન પડે તે માટે સપ્તાહમાં એક વખત મુલતાની માટીનો ઉપયોગ કરો.
  4. મહિનામાં એક વખત ફેશિયલ જરૂરી કરાવો.

40થી 50 વર્ષની ઉંમર

  • બદામના તેલથી ચહેરાની માલિશ કરો.
  • ઈંડાની સફેદી ચહેરા પર લગાવો અને તેને 10-15 મિનિટ સુધી રહેવા દઈને નવાયા પાણીથી ચહેરાને ધોઈ લો. આનાથી તમારી ત્વચામાં કસાવટ આવશે.
  • આ ઉંમરમાં મહિલાઓ પ્રી મેનોપોઝના લક્ષણથી ગ્રસ્ત થાય છે. તેના કારણે સ્કીન ડ્રાય થાય છે. નિયમિત રૂપે મોઈશ્ચરાઈઝરનો પ્રયોગ કરો.
  • અઠવાડિયામાં એક વખત ફેશિયલ કરાવો. આનાથી ત્વચના રોમછીદ્રો ખુલી જશે અને ચહેરાની રંગત બદલાઈ જશે.
  • નિયમિત યોગાભ્યાસ અને વ્યાયામ તમારી ત્વચાને સ્વસ્થ અને સુંદર બનાવશે.
  • સૂર્યની અલ્ટ્રાવાયલટ કિરણોથી ત્વચાને બચાવો કેમકે તેનાથી ત્વચા કરમાઈ જાય છે તેથી સન સ્ક્રિન લોશનનો પ્રયોગ કરો.

50થી વધારે ઉંમર

50 વર્ષની ઉંમર સુધી પહોચતાં પહોચતાં તો ઘણી મહિલાઓ નાની અને દાદી બની જાય છે તો તમારે જો નાની અને દાદી જેવા ન દેખાવું હોય તો તમારી ત્વચાની સંભાળ રાખો અને નીચે આપેલ નુસ્ખાને અજમાવી જુઓ.

  • ત્વચાને નવજીવન આપવા માટે આખા શરીરે જૈતુન અને બદામના તેલની માલિશ કરો.
  • ત્વચાની અંદર કસાવટ લાવવા માટે ઈંડાની સફેદીમાં બે ચમચી મધ કે મુલતાની માટી ભેળવીને ચહેરા પર લગાવો.
  • ઈંડાની સફેદીમાં બે ચમચી દૂધનો પાવડર ભેળવીને લગાવો. થોડીક જ ક્ષણોમાં તમારી ત્વચા મુલાયમ અને સુંદર દેખાવા લાગશે.
  • નિયમિત યોગ અને ધ્યાન કરો.
  • તાજા ફળ અને શાકભાજીનું વધારે પ્રમાણમાં સેવન કરો.

 

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/24/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate