કુટુંબ કલ્યાણનું બીજુ નામ પરિવાર નિયોજન છેનાનું કુટુંબ સુખી કુટુંબ એ સુત્રને ધ્યાને લઇને આ શાખાની કામગીરીની શરુઆત થાય છે . પરિવારને નિયોજન કરવામાં આવે તો જ કુટુંબની અને રાષ્ટ્રની સુખાકારી વધે . એ બહુ જ સ્પષ્ટ છે કે, મ્રુત્યુ દર કરતાં જન્મદર ઉંચો હશે તો વસ્તી વધારો ફેલાતો રહેશે . અને જન્મ આપવો સહેલો છે પરંતું પાલન કરવું અધરું છે.વસ્તી વધારો દેશના અર્થતંત્રને તોડી નાંખવા માટે પુરતો છે. જયાં સુધી વસ્તી વધારો ન રોકાય ત્યાં સુધી દેશને પ્રગતિના પંથે લઇ જવો શકય નથી. આમ ખૂબ જ નીચલા સ્તરથી શરુ કરીને એટલે કે કુટુંબથી શરુ કરી રાષ્ટ્ર સુધી આ કાર્યક્રમને એક સરખું મહત્વ આપવું ખુબ જ જરુરી છે.
સ્ત્રોત :દાહોદ જીલ્લા પંચાયત, ગુજરાત સરકાર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/17/2020