অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પાણી અને આરોગ્ય

શરીર માટે પાણીએ ખૂબ જ મહત્વનું તત્વ છે તે પાણીના ગુણ સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ છે જેમ કે જ્યાં કુવા, નદી, તળાવ વગેરેનું પાણી ચુંબકત્વ ધરાવે છે તેને પૃથ્વીનું ચુંબકીયબળ મળે છે. જ્યારે ઉપની સપાટીથી ધરતીમાં ઉંડે જમીનમાં ભુગર્ભના વહેતુ પાણી ડીપવેલ દ્વારા મેળવેલું પાણા જેમાં આ તત્વ હોતું નથી. કેટલીક વાવ કે ઝરામાં પાણીમાં આયોનિક તેમજ બીજા અન્ય રસાયણિક તત્વ હોય છે જેથી શરીરના અમુક રોગ માટે છે. આ પાણી બીજે લઇ જવાથી શરીરના અમુક રોગ મટે છે આ પાણી બીજે લઇ જવાથી આ તત્વ નાશ પામે છે. હિમ પ્રદેશમાંથી નીકળતી ગંગા જેવી નદીનું પાણી બગડતું નથી, લીલ જામતી નથી જીવાત લાંબા સમયે પણ પડતી નથી. આ બધી કુદરતી અજાણ પ્રક્રિયાને આભારી છે. લોકો તેને શ્રધ્ધાના વિષયથી જુએ છે તે સારું છે પરંતુ વિજ્ઞાન જરૂર છે.
કેટલાક ક્ષેત્રનું પાણી ઝેરી તત્વવાળુ હોય છે. ગરમ પાણીના ઝરા તથા સલ્ફરયુક્ત ગરમ પાણીના ઝરાના પાણીથી ચામડીના રોગ મટે છે. પર્વતમાંથી નીકળતો ધોધ અજાણ કારણસર દૂધ જેવો સફેદ જોવા મળે છે તેની પાછળ અનેક દંતકથાઓ પણ જોડાયેલી છે ટુંકમાં આ પ્રકારની ચર્ચાનો કોઇ અંત નથી પરંતુ જેથી આરોગ્ય સારુ રહે છે તેજ યોગ્ય છે. પાણી ઉપર ૧૮૮૦ થી અનેક જળ શાસ્ત્રીઓએ એસ્ટ્રેલિયા, અમેરિકા, જાપાનમાં સંશોધન શરૂ કરેલા જે આજે પણ વિશ્વમાં બધે ચાલુ છે. પાણીના બે તત્વો હાઇડ્રોજન અને ઓકિસજન ઉપર એસિડિક અને આલાઇને અસરો લાવી ઓકિસજનનુ પ્રમાણ વધારવામાં આવ્યું આ પ્રકારના આયોનાઇઝડ પાણીથી શરીરનું એસિડિક તત્વ ધટાડવા જવુ જેથી પાણી હળવુ બને અને આ પ્રમાણે જુદાજુદા પ્રકારનું પાણી બને અને આ પ્રમાણે જુદા-જુદા પ્રકારનું પાણી બને અને તેનાથી ખાસ પ્રકારના રોગ દૂર થાય. પાણી કોઇ વિશિષ્ટ રસાયણ ગુણ કે તત્વ ધરાવતું નથી છતા જીવન ઉપયોગી છે. હાઇડ્રોજન બે અણુ ઓકિસજનનો એક અણુ શરીરનો પોષક દ્રવ્યનુ વહન કરે છે. કચરાનો નિકાલ કરે છે. તેનું એક સંશોધન ઓડિયો યુનિવર્સિટી વિજ્ઞાનિકોએ હાલ શોધ્યુ કે શરીરના કોષોના બંધારણમાં પ્રોટીન સાથે પાણીનુ સંયોજન ખૂબજ સંયોજન ખૂબ જ ઉપયોગી છે. કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન ઉપર પાણી ખૂબ જ જોઇએ માટે તરસ લાગે ત્યારે પીવુ તે બરાબર છે. પરંતુ તરસની રાહ લાંબો સમય ન જોવી તેમ છેલ્લુ વિજ્ઞાન કહે છે. પાણીની કેલેરી ઝીરો છે માટે પીવાથી કોઇ કેલેરી વધતી નથી કે જેથી શ્રમ કરવો પડે.
જાપાનીઝ ચીફનેસ એસોસીએશનના જણાવ્યા પ્રમાણે કેન્સર જેવાં રોગ પાણીના પ્રયોગથી ૯ માસમાં દુર થઇ શકે આ માહિતી મેગેઝીન મજુર ૯-૧૧-૧૯૯૨ માં જણાવેલ છે. વિશેષ સ્વીમીંગ પુલમાં જો દુષિત પાણી હોય તો ચામડીના અસાધ્યરોગ થવાની પૂરી શક્યતા રહેલી છે. લીકવીડ કલોરીનનુ પ્રમાણ પણ વધારે હોય તો તાસીર પ્રમાણે પેટના દર્દી પણ થઇ શકે ચામડીના સુષુપ્ત રોગવાળા ખોટા સર્ટીફીકેટ આપી મેમ્બર થઇને સ્નાન કરવા આવે છે જેનો રોગ બીજાને કાયમી લાગી જાય છે. સ્વીમીંગ પહેલા અને પછી બંન્ને વખત જંતુનાશક સાબુ દ્વારા સ્નાન કરવુ જરૂરી છે. આટલી ચીવટ કેટલા લોકો રાખે છે ? તે જ પ્રમાણે એસીમાં રહેનારાને તરસ ઓછી લાગે માટે દર બે કલાકે એક ગ્લાસ પાણી પીવું આપણા દિવસનો ટાર્ગેટ ૮ થી ૧૦ ગ્લાસનો પૂરો કરવો આને વોટર થેરાપી પણ કહે છે.
આમ બધી રીતે પાણી ઉગારે તે જ પાણી અશુધ્ધ હોય તો ગેસ્ટો એન્ટ્રાઇટીસ (ઝાડા ઉલટી) કરાવે, કૂડ પોઇઝનીંગ પણ થાય તે જ પાણી ઉપર ઉછરેલા મચ્છરો, ડેન્ગ્યુ, ચીકનગુનીયા જેવા રોગ ફેલાવે બહારનો બરફ, તેનુ પાણી, તે બરફના નાખેલા બહારનો શેરડીનો રસ દ્વારા વાયરસનો શરીરમાં પ્રવેશ થાય અને છેવટે તરતા ન આવડતું હોય તો પાણી ડુબાડી દે. વિશેષ એકવાત ૭૨ કલાક ત્રાંબાના વાસણમાં ચોખ્ખું શુધ્ધ પાણી રાખવાથી જો તેમાં સુક્ષ્મજીવો બેકટેરીયા હાયે તે કુદરતી રીતે નાશ પામે છે. મધા નક્ષત્રનું પાણી સંગ્રહ કરેલું બગડતુ નથી ડીસ્ટીલ્ડવોટર તરીકે વાપરી શકાય હિમાલયના શિખર ઉપરથી જે બરફ ઓગળે તે ‘હેમજળ’ કહેવાય તે પણ ઉપયોગી છે.
કારતક થી આસો માસ સુધીનું પાણી શાસ્ત્રો પ્રમાણે પીવા માટે જણાવ્યુ છે. સરોવર, તળાવ, કુવાનું, ભાડકુવાનું, ઝરણાનું આમ અલગ- અલગ માસનું શાસ્ત્રોમાં બતાવેલ છે. તેની પાછળ આરોગ્યના અનેક રહસ્યો છે. પાણી કદી એરટાઇટ બંધન ન રાખવું બગડી જશે કુવા, નદી, સરોવરનું પાણી ખુલ્લુ રહે છે કેમ કે ઓકિસજનના સંપર્કમાં હવા દ્વારા રહે છે. કોઇ ભેજવાળુ પાત્ર પણ સખત ટાઇટ રાખવાથી એક વિચિત્ર દુર્ગંધ આવે છે. અને પાત્રમાં તે લાંબો સમય રહી જશે. માટે પાણીના કોઇપણ પાત્રને કોરું સ્વચ્છ કરીને રાખવું, પાણીના ટાંકા તદન બંધ રાખવામાં આવે છે કેમ કે કચરો ધૂળ જીવજંતુ ન જાય પરંતુ તદન બંધ નહી હવા આવન જાવન કરે તેવી રીતે બંધ રાખવું. પાણીને આરોગ્ય સાથેનો સંબંધ જાણવો એ ખૂબ જ મહત્વનું છે પાણી એક ઉત્તમ દ્વાવક છે જેથી ૭૦ થી ૭૫ રંગ, ગંધ, સ્વાદ, પીએચ, હાર્ડનેસ, આલ્કલિનિટી મળે છે તેથી પાણી સહેલાઇથી પ્રદુષિત બને છે જે આરોગ્ય માટે હાનિકર્તા થાય છે. તેને શુધ્ધ સ્વચ્છ પીવાલાયક બનાવવા જુદી-જુદી પ્રક્રિયામાંથી પસાર કરવું પડે છે. જેમાં ખર્ચ અને સમય બન્નેની જરૂર પડે છે. ખાસ કરીને સૂક્ષ્મ જીવાણુને દૂર કરવા ડીસઇન્ફેકશન જેવી ક્રિયા જરૂરી બને છે. આ માટે પાણીની શુધ્ધતા પણ નક્કી કરવા સરકાર દ્વારા સંસ્થાઓ માન્ય છે. અને તે માટે માત્રાઓ (સ્ટાન્ડર્ડ) પણ નક્કી કરેલા છે.
પ્રથમ વિશ્વ આરોગ્ય સંસ્થા તેને આંતરરાષ્ટ્રીય પીવાના પાણીના ધોરણે સ્વીકારેલા છે રાષ્ટ્રીય કક્ષાએ ગણીએ તો ઇન્ડિયન કાઉન્સલ ઓફ મેડીકલ રીસર્ચ આવાસ નિર્માણ મંત્રાલય દ્વારા પ્રકાશિત મેન્યુઅલ ઓફ વોટર સપ્લાઇ તથા ભારતીય માનાંક સંસ્થાના કેટલાક ધોરણો નક્કી કરેલા છે. બી આઇ એસના માપદંડ ક્રમાં ૧૦૫૦૦/૧૯૮૩ અમલમાં છે તેને વધુ સરળ ૧૯૯૧ થી પણ કરેલ છે. “જાપાનીસ સીકનેસ એસોસીએશન” દ્વારા જુના અને નવા જીવલેણ રોગ માટે ‘પાણી પ્રયોગ’ નો લેખ પ્રગટ થયો છે. તેમાં સાદા ઉપચાર બતાવવામાં આવેલ છે જે વિગત સર્વત્ર મળે છે અને સૌ જાણીતા થયા છે. જેમાં વહેલી સવારે ઉઠીને એકથી ચાર ગ્લાસ સુધી ધીમે ધીમે આગળ વધવુ અને ત્યારબાદ ૪૫ મિનિટ બાદ ચા નાસ્તો થાય સવારના નાસ્તો બાદ સવાર-સાંજ બે વાર જમ્યા બાદ બે કલાક બાદ પાણી પીવું આ પ્રયોગ એક ગ્લાસથી પ્રથમ ચાલુ કરી શકાય બિમારી દૂર થશે. બિમારી આવશે નહીં. દરેક પ્રકારના રોગ મટવા માટે ચોક્કસ સમય આવેલ છે વગેરે વગેરે... આ બાબત ફરી જણાવવાનું કે પાણી ઉઠો ત્યારથી રાત્રી સુધી અને રાત્રે પણ પીએ.... તરસ લાગે, શરીર માંગે ત્યારે જરૂર પીઓ દરેક માટે આ પ્રયોગ ફાયદાકારક ન પણ થાય માટે પાણીની માંગ-તરસ લાગવી અને પીવું આ જ ઉત્તમ લેખકની દ્રષ્ટિએ છે.

પાણીથી થતા રોગો સ્વાસ્થ્ય માટે હાનીકારક

પાણીથી પાણીજન્ય રોગ જૈવિક અશુધ્ધિઓ આવવાથી થાય છે. જેમ કે રોગીઓના મળ મૂત્ર દ્વારા જે સૂક્ષ્મ જીવાણુંના રૂપમાં છે. જે શરીરમાં પ્રવેશ બાદ વિકસે છે અને શરીર રોગિષ્ટ બનાવે છે. ચોખ્ખાઇનો અભાવ આરોગ્ય બાબત બેકાળજી અને અજ્ઞાનતાથી આ શક્યતા વધે છે.

કોલ્ડ્રીંકસ

આપણે પાણીની ચર્ચા કરતા હોઇએ ત્યારે કોલ્ડ્રીંકસની ચર્ચા અસ્થાને છે તથા પણ આનંદની વાત છે કે પરદેશમાં જેટલું કોલ્ડ્રીંક્સ આજે પીવાય છે તેનાથી ઓછા પ્રમાણમાં આપણા દેશમાં તે લેવાય છે. એક સ્ટેટસ સીમ્બોલ ગણીને આજની યુવા પેઢી ઉધોગપતિઓ અને ધનાઢ્ય લોકો જે પીતા હતા તેનું પ્રમાણ તેની ભયંકરતાથી જાગૃત થાઇને લેતા બંધ થયા છે. કોલ્ડ્રીંક્સની જગ્યાએ જાહેર જનતા તો નેચરલ ડ્રીંક્સ લેવા જ માંડ્યા છે જેમ કે લસ્સી - છાસ કોલ્ડ મીલ્ક, શેરડીનો રસ, નાળીયર પાણી અને જાગૃત નાગરિક ઘરનું ઠંડુ શુધ્ધ પાણી જ વાપરે છે. ચા, દૂધ, કોફી પણ લેવાય છે આ કહેવાય સાચી ડાયટ કોન્સીસય આ છે સૌના આરોગ્યની રક્ષા, રાષ્ટ્રની પ્રગતિ. પાણી અને આરોગ્યમાં એક વિશેષ વિગત આપવાની કે નાના બાળકોને દાંત આવે ત્યારે ઝાડા થાય છે તે સમયે ડોકટર જરૂર બતાવવું પરંતુ પાણી તેમની સલાહ પ્રમાણે આપવું.
આ પ્રમાણે બજારમાં મળતા જ્યુસ ઉપર ૧૦૦ ટકા ફળોનો રસ તેમ ઉપર લખ્યું હોય અને બોટલ ઉપર ફળોના ચિત્રો છાપવાની છૂટ સ્વાસ્થ્ય સેવાના મહા નિર્દેશક દ્વારા આપવામાં આવી છે પરંતુ એ પણ ધ્યાનમાં રહે કે બોટલ ઉપર ફળોનો જ્યુસના ચિત્રો હોય અને અંદર કૃત્રિમ ફલેવરવાળુ પાણી જ હોય એમાં કૃત્રિમ ફલેવર કેરી, સંતરા, લીંબુ, સફરજન જેવા ફ્રુટના સ્વાદની હોય આવા ગોરખ ધંધા ખૂબ જ ચાલે છે લોકો છેતરાય છે તે માટે સાવચેતી જરૂરી છે. આમ પાણીએ જીવનમાં તેમજ સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વનું તત્વ છે. ખોરાક વગર જીવી શકીએ પરંતુ પાણી વગર ન જીવી શકાય તેથી પાણીનો યોગ્ય પ્રમાણમાં અને સાવચેતીથી ઉપયોગ કરવો જોઇએ જેથી આપણા સ્વસ્થ્યને નુકશાન ન થાય જ્યારે અતિવૃષ્ટી, અનાવૃષ્ટી જેવી પરિસ્થિતી ઉદભવે ત્યારે મોટા ભાગના રોગો પાણીના લીધે જ ઉદભવતા હોય છે. તેથી ડોક્ટરોની સલાહ મુજબ પાણી પીવુ જોઇએ અને રોગથી બચવુ જોઇએ.

રમતા શીખીએ સ્વચ્છતાનું મંત્ર સમુદાય અને મેળામાં રમી શકાય તેવી રમતોની માર્ગર્દિશકા : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
સોનલ મણિયરિયા લેખિકા સૌરાષ્ટ્ર યુનિ., રાજકોટમાં એમ.ફિલની વિદ્યાર્થીની છે.


સંકલનઃકંચન કુંભારાણા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/2/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate