ખુલ્લામાં થતી શૌચક્રિયા નાબુદ કરવા માટે સરકારશ્રીએ સને – ૨૦૦૨ થી સસ્તાદર વ્યકિતગત શૌચાલય યોજના અમલમાં મુકેલ છે.
આ યોજના હેઠળ અગાઉ શહેરી વિસ્તારના બી.પી.એલ. / એ.પી.એલ. સહિત તમામ શૌચાલય વિહોણા કુંટુંબોને વ્યકિતગત શૌચાલયની સુવિધા માટે રૂ. ૬૦૦૦/- ની સહાય આપવામાં આવતી હતી.
ત્યારબાદ સરકારશ્રીના તા.૨૪-૦૪-૨૦૧૩ ના ઠરાવથી વ્યકિતગત શૌચાલયની સહાયમાં વધારો કરીને આ શૌચાલય દીઠ સહાય રૂ. ૮૦૦૦/- કરવામાં આવેલ છે.
રાજયની શહેરી સ્થાનિક સંસ્થાઓ શૌચાલય વિહોણા કુંટુંબોને વ્યકિતગત શૌચાલયની સુવિધા મંજુર કરવા માટે સક્ષમ છે.
સેન્સસ - ૨૦૧૧ના અહેવાલ અનુસાર રાજયમાં ૫૬૩૪૪૯ શૌચાલય વિહોણા કુંટુંબો છે. તે તમામને વર્ષ ૨૦૧૪-૧૫ સુધીમાં વ્યકિતગત શૌચાલયની સુવિધા પુરી પાડવામાં આવશે.
રાજયની મહાનગરપાલિકા / નગરપાલિકાઓને સને ૨૦૧૩-૧૪ ના વર્ષ માટે વ્યકિતગત શૌચાલયનો લક્ષ્યાંક ૧૫૦૦૦૦ ફાળવવામાં આવે છે. જયારે વર્ષ ૨૦૧૪-૧૫ માટે ૨,૩૨,૨૦૩ નો લક્ષ્યાંક ફાળવવામાં આવે છે.
તા. ૨૨-૦૭-૨૦૧૪ ની સ્થિતિએ ૧,૮૩,૫૨૪ વ્યકિતગત શૌચાલયો માટે રૂ. ૧૪૬.૮૨ કરોડની નાણાંકીય સહાય મંજુર કરવામાં આવે છે.
તે સામે ૬૧,૦૧૦ વ્યકિતગત શૌચાલયો પૂર્ણ થયેલ છે. અને ૨૨,૬૬૪ વ્યકિતગત શૌચાલયો પ્રગતિ હેઠળ છે.
સ્ત્રોત : મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન સ્વચ્છ ભારત અભિયાન