ખોરાક ની વાનગીઓ અને તેમાં પોષણનું પ્રમાણ
કેળુ – હંમેશા પસંદગી પામેલુ અને પોસાય તેવું ફળ
કેળુ સદીઓથી પસંદગી પામેલુ ફળ રહ્યુ છે. તેમા ઘણી રક્ષણાત્મક લાક્ષણિકતાઓ રહેલી છે. આ ફળ ખૂબ જ વ્યાપક પ્રમાણમાં પ્રાપ્ય છે અને દરેક વર્ગને પોસાય તેવું છે. દરેક પ્રકારના કેળા એક કે બીજી રીતે ઉપયોગી છે.
કેળુ પુરતી તાકાત આપે છે અને ખૂબ જ પ્રમાણમાં રેસા અને કુદરતી ખાંડ જેવી કે સકરોઝ, ફ્રુક્ટોસ અને ગ્લુકોઝ ધરાવે છે.
કેળા ઘણીબધી બીમારીઓથી બચવામાં અને મટાડવામાં ઉપયોગી છે.
- ડિપ્રેશનઃ કેળામાં એક એવા પ્રકારનું પ્રોટિન છે જેને શરીર સેરોટોનિનમાં રૂપાંતર કરે છે, જે વ્યક્તિને આરામ આપે છે અને ખુશીનો અહેસાસ કરાવે છે.
- પ્રિ મેનસ્ટ્રુઅલ સિન્ડ્રોમ (પીએમએસ): કેળામાં રહેલું વિટામીન બી6 લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ અંકુશમાં રાખે છે જે વ્યક્તિના મિજાજ પર અસર કરે છે.
- એનિમિયાઃ સારા પ્રમાણમાં આયર્ન ધરાવતા કેળા, લોહીમાં હિમોગ્લોબીન બનવાની પ્રક્રિયાને વેગવંતી બનાવે છે જે એનિમિયાના કિસ્સામાં પણ મદદરૂપ થાય છે.
- લોહીનું દબાણઃ કેળામાં પોટેશિયમનું ઊંચુ પ્રમાણ અને મીઠાનું ઓછું પ્રમાણ હોય છે, જે લોહીના દબાણને કાબૂમાં રાખવા માટે મદદરૂપ છે.
- મગજની શક્તિઃ સંશોધનમાં માલૂમ પડ્યુ છે કે પોટેશિયમ ધરાવતા ફળો બાળકની શીખવામાં ઝડપમાં મદદરૂપ થાય છે અને બાળકો વધુ સતર્ક થાય છે.
- કબજિયાતઃકેળામાં રેસાઓનું પ્રમાણ વધુ રહેલું છે જે પાચનમાં મદદરૂપ થાય છે, જે કબજિયાતમાં મદદરૂપ થાય છે.
- હ્રદયમાં બળતરાઃ કેળામાં કુદરતી એન્ટીએસિડ છે, જે હ્રદયમાં બળતરાને રાહત આપે છે.
- ચાંદાઃ કેળાનો વપરાશ આંતરડાની તકલીફમાં કરવામાં આવે છે કારણ કે તે પોચું હોય છે. તે એસિડિટીમાં મદદરૂપ થાય છે અને તે પેટની સપાટીમાં થતી બળતરાને પણ ઓછી કરે છે.
- સ્ટ્રોકઃ કેળાને પોતાના ખોરાકમાં નિયમિત રીતે લેવાથી સ્ટ્રોક દ્વારા મૃત્યુની શક્યતા 40% સુધી ઓછી કરી શકાય છે.
ઓટ
- ઓટમાં ચરબી અને મીઠું ઓછું હોય છે, અને તે કુદરતી આયર્નનો સારો સ્રોત છે. કેલ્શિયમના સારા સ્રોત સાથેસાથે, તે હ્રદય, હાડકા અને નખ માટે ઉત્તમ છે.
- તે સોલ્યુબલ ફાઇબરનો શ્રેષ્ઠ સ્રોત છે. ઓટ (અડધો કપ, રાંધેલા) હોય તેમાં 4 ગ્રામ વિસ્કસ સોલ્યુબલ ફાઇબર (બિટા ગ્લુકોન) હોય છે. આ ફાઇબર શરીરમાં લો બ્લડ એલબીએલ કોલેસ્ટ્રોલને નીચું રાખવામાં મદદ કરે છે. જે ખરાબ કોલેસ્ટ્રોલ ગણવામાં આવે છે.
- ઓટ વધારાની ચરબીને શોષી લે છે અને તેને શરીરની બહાર ધકેલે છે. આથી ઉચ્ચ સોલ્યુબલ ફાઇબરને કારણે તે કબજિયાત દૂર કરે છે અને ગેસ્ટ્રો-ઇન્ટેસ્ટાઇનલ પ્રક્રિયાઓમાં મદદરૂપ થાય છે.
- ઓટમાં સારો હોય તેવો ખોરાક લેવાથી લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ જળવાઇ રહે છે.
- ઓટ નર્વસ ડિસઓર્ડરમાં મદદરૂપ થાય છે.
- ઓટ અંડાશય અને ગર્ભાશયને લગતી તકલીફો, જે મોટેભાગે મેનોપોઝ દરમિયાન થાય છે તેમાં મદદરૂપ થાય છે.
- ઓટમાં કેટલાક દુર્લભ ફેટી એસિડ અને એન્ટિઓક્સિડન્ટ છે જે વિટામીન ઈ સાથે સેલને નુકસાન થતું અટકાવે છે અને જે કેન્સરનું જોખમ ઘટાડે છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/30/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.