વ્યવસ્થિત પોષિત માતાને જન્મેલાં બાળકનું જન્મ વજન આશરે ૩.૫ કિલો હોય છે. પરંતુ ભારતીય બાળક નું સરેરાશ જન્મ વજન ૨.૭ થી ૨.૯ કિલો છે. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે જન્મના એક કલાકની અંદર બાળકના વજનની નોંધણી થાય. તે બાળકના વૃદ્ધિ દર અને બચવાની શક્યતાને નક્કી કરે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાખ્યાયિત થયેલ નીચુ જન્મ વજન ૨.૫ કિલોથી ઓછુ છે (૨.૪૯૯ કિલો સુધી). જીવનના પહેલા કલાકમાં, જન્મ પછીના નોંધપાત્ર નુકસાન પહેલાં, લીધેલ માપ છે. શિશુ પુરા સમયગાળા પછી કે સમય પહેલા જન્મેલાં હોઈ શકે છે. બે પ્રકારના ઓછા જન્મ વજનવાળા બાળકો હોય છે.
પૂર્વ-ગાળાના બાળકો: જે બાળકો નિયત સમય પહેલા અથવા સમય પહેલાં જન્મે, એટલે કે પરિપક્વ થવાના ૩૭માં અઠવાડિયે જન્મે. તેમની ગર્ભની અંદર વૃદ્ધિ સામાન્ય હોઈ શકે છે, એટલે કે નવજાત સમયગાળા દરમિયાન અને ત્યારબાદની કાળજીમાં તેમનું વજન, લંબાઈ, અને વિકાસ સામાન્ય હોઈ શકે. વિકસિત દેશોમાં, નીચા જન્મના વજનવાળા બાળકો મોટાભાગના સમય પહેલાના બાળકો છે. સમય પહેલાની સુવાવડ મોટા ભાગે બહુવિધ ગર્ભાવસ્થા, ગંભીર ચેપ, ટોઝીમિયા (રક્તમાં કીટાણુજન્ય વિષ), કિશોરવસ્થા દરમિયાન ગર્ભાવસ્થા, સખત શારીરિક કામના કારણસર થાય છે અને ઘણાં કિસ્સાઓમાં કારણ ખબર નથી હોતું.
તારીખના હિસાબે નાનું (એસ.ડી.એફ): આ શિશુઓ સમયસર કે સમય પહેલા જન્મે છે. તેમનું વજન ગર્ભના વયથી ૧૦ ટકા કરતાં ઓછુ હોય છે. તેઓ સંબંધિત ગર્ભ વૃદ્ધિના કારણે હોય છે. વિકાસશીલ દેશોમાં નીચા જન્મ વજનવાળા બાળકો મોટા ભાગે નાના હોય છે. ઘણા પરિબળો છે, કે જે આ શ્રેણીના એલ.બી.ડબલ્યુ બાળકો સાથે સંકળાયેલા છે. આમાં સમાવેશ થાય છે, માતા સાથે સબંધ, ગર્ભ અને પ્લસેન્ટાનો. માતાને સંબંધિત પરિબળોમાં સમાવેશ થાય છે, કુપોષણ, તીવ્ર પાંડુરોગ, ખૂબ નાની ઉંમર, શરીરની લઘુ ઊંચાઈ, મુલ્તીપરા (માતાની પહેલાની ગર્ભાવસ્થાઓ), બે બાળક વચ્ચે ઓછુ અંતર, હાયપરટેન્શન, ટોઝીમિયા અને મેલેરિયા છે. મોટાભાગના કારણોનો સબંધ સ્ત્રીઓ અને લોકોના નીચી સામાજિક આર્થિક અને શૈક્ષણિક પરિસ્થિતિ સાથે છે. ગર્ભ સંબંધિત પરિબળો છે: બહુવિધ ગર્ભાધાન (જોડિયા અથવા ત્રિપાઈ), ગર્ભમાં ચેપ, ગર્ભને લગતી વિકૃતિ અને રંગસૂત્રીય વિકૃતિ. ગર્ભનું વેષ્ટન કે ઓરને સંબંધિત પરિબળોમાં તેને લગતી વિકૃતિ અને અપૂર્ણતાનો સમાવેશ થાય છે.
નીચો જન્મ વજન (એલ.બી.ડબલ્યુ) એક વૈશ્વિક સમસ્યા છે. પરંતુ એલ.બી.ડબલ્યુની ઘટનાઓ વિકાસશીલ અને વિકસિત દેશોમાં બહોળા પ્રમાણમાં જુદા છે, જ્યાં વિકસિત દેશોમાં તે ૪% અને વિકાસશીલ દેશોમાં ૩૦% છે. ભારતના મોટા ભાગના એલ.બી.ડબલ્યુ બાળકો એસ.ડી.એફ (તારીખ કરતા નાના) પ્રકારના છે, જે સ્ત્રીઓના નબળા આરોગ્ય અને સામાજિક-આર્થિક દરજ્જાને દર્શાવે છે.
એલ.બી.ડબલ્યુ નું નિવારણ: એલ.બી.ડબલ્યુ બાળકો થતા અટકાવવા નીચેના પગલા લેવા જોઈએ:
સંસ્થાકીય સ્તરે: એલ.બી.ડબલ્યુ બાળકો જેમનું વજન ૨ કિલોથી ઓછુ છે તેમને હોસ્પિટલમાં ઉષ્માનિયંત્રક પેટીમાં ખાસ સંભાળની જરૂર છે જેથી તેમના પ્રાણવાયુના પુરવઠાને નિયંત્રિત કરી શકાય, તાપમાન અને ભેજને જાળવી શકાય. તેથી આ બાળકોને તુરંત જ હોસ્પિટલમાં મોકલવા જોઈએ.
ઘર સ્તરે: ૨-૨.૫ કિલો વચ્ચેના એલ.બી.ડબલ્યુ બાળકોને આરોગ્ય કાર્યકરની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ ઘરે સાચવી શકાય છે. તે જોવું જરૂરી છે કે બાળકને હુંફ પૂરી પાડવામાં આવે, પુરતો અને સતત ખોરાક અપાય, અને ચેપથી દુર રાખવામાં આવે. એલ.બી.ડબલ્યુ બાળકના યોગ્ય પોષણ માટે એકમાત્ર સ્તનપાન સૌથી શ્રેષ્ઠ છે. વજનમાં નિયમિત વધારો સંતોષકારક વૃદ્ધિ સૂચવે છે.
કુપોષણ: કુપોષણ અપૂરતા અને અસંતુલિત આહારના કારણે છે. પ્રોટીન ઊર્જા કુપોષણ પોષણની મુખ્ય સમસ્યા છે. એલ.બી.ડબલ્યુ જેવું કુપોષણ એક વૈશ્વિક સમસ્યા છે. રાષ્ટ્રીય પોષણ સંસ્થા (નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂટ્રિશન) અને એન.એફ.એચ.એસ ૧૯૯૨-૯૩ મુજબ, કુપોષણ સંબંધિત સૌથી વધુ સંવેદનશીલ ઉંમર સમૂહ ૬ મહિનાથી ૨ વર્ષ વચ્ચે મળે છે.
નબળા પ્રતિકાર શક્તિના લીધે બાળકનું વલણ અગાઉથી ચેપ લાગવા તરફ છે. કુપોષણ અટકાવું ખુબ મહત્વપૂર્ણ છે કારણ કે કુપોષણ નબળી વૃદ્ધિ અને વિકાસ, પોષણની ખામીઓથી થતી સમસ્યાઓ માટે અને તેને લગતી બીમારીઓ જેની સારવાર ખૂબ ખર્ચાળ છે તેના માટે જવાબદાર છે.
એવા ઘણા ચેપી રોગ છે જે બાળકોમાં સામાન્ય રીતે જોવામાં આવે છે અને તેમના ઉચ્ચ મૃત્યુ દરનું કારણ છે. તેમાં સમાવેશ થઇ છે ઝાડા, તીવ્ર શ્વાસોચ્છવાસ ચેપ, ઓરી, ઉટાંટિયું (મોટી ઉધરસ), ડિપ્થેરિયા, પોલિયો, ધનુર, અને ક્ષય રોગ. ૧૯૯૭ મુજબ વિકાસશીલ દેશોમાં પાંચ વર્ષ નીચેનો ૧૯% મૃત્યુ દર ઝાડાને તેને લગતી બિમારીઓના લીધે છે અને ૧૩% પોલિયોના લીધે
અકસ્માતો અને ઝેર: અકસ્માત અને ઝેર બાળકોમાં એકદમ સામાન્ય છે. તેમને ઇજાઓ થવાના, ડૂબી જવાના, ઝેર, પડવાના, ઇલેક્ટ્રીક શોક અને માર્ગ અકસ્માતો વગેરે થવાની શક્યતાઓ છે કારણ કે ઘરમાં, રસ્તાઓ અને શાળામાં જોખમો છે.બાળ આરોગ્ય સંભાળમાં સમાવેશ થાય છે ગર્ભધારણથી જન્મ અને ત્યાર બાદ પાંચ વર્ષ સુધીના બાળકોની સંભાળ. પાંચ વર્ષની ઉંમર પછી, બાળકના સ્વાસ્થ્યની કાળજી શાળા આરોગ્ય કાર્યક્રમની ટુકડી દ્વારા લેવામાં આવે છે. એમ.સી.એચ. સેવાઓ માટે કામ કરતા આરોગ્ય કામદારો શાળાની આરોગ્ય ટુકડીનો ભાગ હોઈ શકે અથવા ના પણ હોઇ શકે.
હકીકતમાં બાળકના સ્વાસ્થ્યની શરૂઆત ત્યારે થાય છે જયારે કન્યાનો જન્મ થાય છે જે આગળ ચાલીને તે બાળકની માતા બનશે. બાળ આરોગ્ય સેવામાં સમાવેશ થાય છે જન્મ પહેલા ગર્ભના આરોગ્યની સંભાળ (પ્રસૂતિ-પૂર્વ બાળરોગશાસ્ત્રના), જન્મ થી ૨૮ દિવસ સુધી નવજાત ના આરોગ્યની સંભાળ, ૧ મહિના થી ૧૨ મહિના સુધી શિશુની સંભાળ, ૧ વર્ષ થી ૨ વર્ષ સુધી બાળકની સંભાળ અને ૨ વર્ષ થી નિશાળે જતા પહેલાના બાળકોની સંભાળ. બાળ આરોગ્ય સેવાઓ ના હેતુની ખાતરી આપે છે કે:
ગર્ભાવસ્થા દરમિયાન કાળજીનો એક હેતુ છે, 'પરિપક્વ, જીવંત અને સ્વસ્થ બાળકના જન્મની ખાતરી કરવી'. જન્મ પહેલાંના કાળજીનું કેન્દ્ર ફક્ત માતાના સ્વાસ્થ્યની સંભાળ અને માતાને થતી તકલીફો અટકાવું નથી. તેનું કેન્દ્ર ગર્ભનું નીચુ જન્મ વજન, ગર્ભ વિકૃતિઓ, નવજાત શ્વાસાવરોધ, જન્મજાત વિલક્ષણ અટકાવું પણ છે. ગર્ભની કાળજીને ઍન્ટિનેટલ પેડીયાટ્રીક્સ પણ કહે છે. આ શક્ય બન્યું છે એમીનોસેનટેસિસ, ચોરીઓન બાયોપ્સી, અલ્ટ્રા-સોનોગ્રાફી, ફીટોસ્કોપી જેવી તબીબી ટેકનોલોજીમાં થયેલ ઉન્નતિના કારણે, જે કોઈપણ પ્રકારની વિકૃતિના નિદાનને તેના માટે લીધેલ પગલાં લેવામાં મદદ રૂપ થઈ શકે છે.
પર્યાપ્ત અને યોગ્ય અન્ટીનૅટલ સંભાળ, પોષણ વગેરેથી જન્મ વખતનું ઓછુ વજન, ઘણી બધી વિકૃતિ અટકાવીને સામાન્ય વૃદ્ધિ અને વિકાસને પ્રોત્સાહિત કરી શકાય છે. પર્યાપ્ત અને યોગ્ય સંભાળમાં સમાવેશ થાય છે પરિવાર નિયોજન નો.પિત્તના રંગદ્રવ્ય (બિલીરુબીન) દ્વારા નવજાત શિશુની ચામડીને આંખના સફેદ ભાગમાં પીળા ડાઘા. નવજાત બાળકોમાં કમળો એક માત્રા સુધી સામાન્ય છે. તે લાલ રક્તકણોના ભંગાણના કારણે છે (જે રક્તમાં બિલીરુબીનની રજૂઆત કરે છે) અને નવજાતના પિત્તાશયમાં અપરિપક્વતા માટે (જે બિલીરુબીનનું અસરકારક રીતે ચયાપચય ન કરી શકાય અને તેનું પેશાબ દ્વારા કે મળત્યાગ માટે તૈયાર કરવું) જવાબદાર છે. સામાન્ય જન્મજાત કમળો ખાસ કરીને જીવનના ૨ થી ૫ દિવસો વચ્ચે દેખાય છે અને સમય સાથે જતું રહે છે.
નવજાત કમળાને નવજાત હાયપરબીલીરુબીનેમીયા અને નવજાતનો ફીઝીઓલોજીક કમળો પણ કહેવાય છે.
નવા જન્મેલ શિશુમાં કમળો કે નવજાત કમળો સામાન્ય રીતે હાનિકારક નથી હતો અને જન્મના બીજા દિવસે દેખાય છે. તે સામાન્ય જન્મમાં ૮ દિવસ સુધી ચાલી શકે છે અને સમય પહેલા ના જન્મમાં ૧૪ દિવસ સુધી ચાલી શકે છે.
જ્યારે શિશુના પિત્તાશય બિલીરુબીન નામના રંગદ્રવ્યનો નિકાલ પર્યાપ્ત ઝડપથી ન કરી શકે ત્યારે થઈ શકે છે. બિલીરુબીન એક પીળા રંગનું રંગદ્રવ્ય છે. લાલ રક્તકણોનું ભંગાણ થાય અને મૂત્રપિંડો તેમજ પિત્તાશયમાંથી તેનો નિકાલ થાય ત્યારે તેનું ઉત્પાદન થાય છે. કારણ કે પિત્તાશય પ્રમાણમાં અપરિપક્વ છે જે જેમા થયેલ રંગદ્રવ્યનો નિકાલ કરવામાં અસમર્થ છે. આના લીધે ત્વચા પીળી પડે છે. એટલે જ્યારે જન્મના બે દિવસ પછી જો તમે પીળી ચામડી જુવો તો ઘભરાઈ ન જાવ.જો કમળો ઉગ્ર ન હોય તો પોતાની જાતે તે ૧૦ દિવસમાં નીકળી જાય છે. જો કે, તેની તીવ્રતાને ઓછી કરવા નીચે આપેલ સારવારને અનુસરવું ફરજિયાત છે.
નોંધ:
જો કમળો ૨ અઠવાડિયાથી વધારે ચાલુ રહે; ત્યાર બાદ નવજાતની મેટાબોલિક સ્ક્રીન ગલેકટોસેમીયા અને હાયપોથાઇરોડીઝમ માટે કરવી જોઈએ. શિશુના વજન વળાંકના મૂલ્યાંકન સાથે કૌટુંબિક ઇતિહાસની શોધ કરવી જોઈએ. મળના રંગની પણ આકારણી કરવી જોઈએ.નવજાત બાળકની સંભાળ જન્મથી ૨૮ દિવસ સુધી હોય છે. આ સમયગાળા દરમિયાન દેખરેખ અત્યંત અગત્યની છે કારણ કે તે પ્રસુતિ વખતના અને પ્રસૂતિ પછી મૃત્યુદર ઘટાડવામાં મદદ કરે છે. આ સમયગાળા દરમિયાન દેખરેખ એક પ્રસૂતિવિજ્ઞાની, પિડીયાટ્રિશીયન, નર્સીંગ કર્મચારીઓના ટુકડી દ્વારા કરવામાં આવે છે. જન્મના પછી પ્રથમ સપ્તાહમાં અને ખાસ કરીને પ્રથમ ૨૪-૪૮ કલાક દરમિયાન દેખરેખ ખૂબ જ નિર્ણાયક છે, કારણ કે આ સમયગાળો ખૂબ જ જટિલ છે અને આ સમયગાળા દરમિયાન થતી નજીવી ભૂલો ઊંચા મૃત્યુદર જેવા ગંભીર સમસ્યાઓમાં પરિણમી શકે છે. નવજાતની યોગ્ય દેખરેખથી ૫૦-૬૦% બાળ-મૃત્યુને અટકાવી શકાય છે, અને તેમાંથી અડધાથી વધારે તેમના જન્મના પહેલા અઠવાડિયામાં અટકાવી શકાય છે. જન્મ પછી અને ત્યાર બાદની સંભાળ એન્ટી અને પોસ્ટ નેટલ સંભાળમાં ચર્ચાયેલ છે
નવજાત શિશુઓ, નવું ચાલવા શીખતા બાળક અને નિશાળે જતા પહેલાના બાળકોને પાંચ વર્ષ નીચે તરીકે વર્ગીકૃત કરી શકાશે. હકીકતમાં, આ પાંચ વર્ષથી ઓછી ઉમરના વૃદ્ધિ અને વિકાસના તબક્કામાં વ્યાખ્યાયિત થયેલ છે. આ બધી વયના બાળકોના જૂથની કાળજી સુવિધા બિંદુથી એક સાથે ચર્ચા કરવામાં આવી છે. તે પણ લાગ્યું કે એક જૂથથી બીજા જૂથમાં સંભાળ સતત છે અને સંભાળના ઘટકો સરખા છે. આ સંભાળ સ્વાસ્થ્ય કેન્દ્રો અને હોસ્પિટલોના દવાખાનામાં સ્વાસ્થ્ય કર્મચારીઓની એ જ ટીમ દ્વારા આપવામાં આવે છે. તેની ચર્ચા પાંચ વર્ષ નીચેના બાળકોના સંભાળમાં થયેલ છે.
શરીરના કદમાં વધારો બળ વૃદ્ધિ સૂચવે છે જેનો માપ શરીરના વજન, ઉચાઇ (શિશુની લંબાઈ), માથા, હાથ અને છાતીના ફરતો ઘેરાવાથી લેવાય છે. આ માપ 'ઍન્થ્રોપોમેટ્રિક' (માનવમિતીય) માપ તરીકે ઓળખાય છે. આ માપને સંદર્ભ ધોરણો સાથે આકારણી કરવા માટે સરખાવવામાં આવે છે કે શું માપ સામાન્ય મર્યાદા અંદર છે કે નહી (+ અથવા - ૨ પ્રમાણભૂત ફેરફાર). આ માપનું મૂલ્યાંકન ટકાની દ્રષ્ટિએ કરી શકાય છે, એટલે ચોક્કસ સ્તર નીચે ઘટતી વ્યક્તિગત ટકાવારી, દા.ત. ૫૦મા ટકા મર્યાદા ૩ ટકા અને ૯૭ ટકા તરીકે ગણવામાં આવે છે. જે બાળકનું વજન આ બે મર્યાદા વચ્ચે હોય (૯૪%) તો તેને સામાન્ય શ્રેણી અંદર ગણવામાં આવે છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચ (ICMR) ઊલટ-વિભાગીય અભ્યાસ કરવાથી ભારતીય બાળકો માટે સંદર્ભ માપદંડ નક્કી કરે છે. ડબ્લ્યુ.એચ.ઓ દ્વારા સુયોજિત સંદર્ભ માપદંડ વિશ્વમાં ક્યાં પણ ૫ વર્ષ સુધીના બાળકો માટે વાપરી શકાય છે.
વિકાસ ચાર્ટમાં ઘણા ફાયદા છે. આ મદદ કરી શકે છે:
વિવિધ વય-જૂથો અને દરેક વય-જૂથમાં બાળકોની વૃદ્ધિ અંતર્જાત અને બહિર્જાત પરિબળો પર નિર્ભર કરે છે. માનવમિતીય માપના સંદર્ભો સાથે બાળકોની વૃદ્ધિ એક ચોક્કસ રૂપરેખા/ધોરણ અનુસરે છે. સામાન્ય સ્વસ્થ ધરાવતા અને સારી રીતે પોષિત બાળકોમાં જીવનના પહેલા વર્ષમાં વૃદ્ધિ ઝડપથી થાય છે.
વજન: જન્મના પહેલા ૩-૪ દિવસ દરમિયાન બધા બાળકોનું વજન ઓછુ થાય છે અને ૭થી ૧૦ દિવસમાં તે વજન વધી જાય છે. પહેલા ૩ મહિનામાં દરેક દિવસે ૨૫-૩૦ ગ્રામ સુધી વધે છે, ત્યાર બાદ વધવાની ગતી ઓછી થાય છે. ઓછા જન્મના વજનવાળા બાળકોને મુક્ત સામાન્ય રીતે, ૫ મહિના સુધી બાળકનું વજન બમણું થાય છે અને ૧ વર્ષમાં તે ત્રણ ગણું વધે છે.
ઓછા વજનવાળા બાળકો તેમનું વજન વહેલા બમણું કરે છે અને ૧ વર્ષમાં ચાર ઘણું વધારે છે. એક વર્ષ પછી વજનનું વધવું એટલું ઝડપી નથી હોતું.
ઘણા બાળકોનુ વજન પ્રથમ પાંચથી છ મહિના માટે ખૂબ જ સારુ હોય છે અને આ વય સુધી તેનું જન્મ વજન બમણું થાય છે. પરંતુ આ ઉંમર બાદ વૃદ્ધિ વળાંક થોડો અસ્થિર થાય છે. આનું કારણ છે કે ફક્ત સ્તનપાન બાળક માટે પૂરતું નથી. સ્તનપાન સાથે અગાઉ ચર્ચા કરવામાં આવેલ વધારાના ખોરાક આપવા જોઈએ. બાળકની ઉચાઇ તેના/તેની ઉચાઇ પર આધારિત છે. તે નક્કી કરવું ખુબજ મહત્વપૂર્ણ છે કે બાળકનું વજન સામાન્ય શ્રેણીમાં છે કે નહી. ઉચાઈના હિસાબે બાળક વધારે કે ઓછા વજનવાળું હોઈ શકે છે. ઉચાઇના હિસાબમાં ઓછુ વજન કુપોષણ સૂચવે છે.
ઊંચાઈ: ઊંચાઈ બાળવિકાસનું બીજું માપન છે. નવજાત શિશુની ઉચાઇ ૫૦ સે.મી (૨૦ ઇંચ) હોય છે. પહેલા વર્ષમાં ઉચાઇમાં વધારો ૨૫ સી.મી, બીજા વર્ષમાં ૧૨ સી.મી, ત્રીજા, ચોથા અને પાંચમાં વર્ષમાં ૯, ૭ અને ૬ સે.મી હોય છે. જો ઉંમરના હિસાબે ઉચાઇ ઓછી હોય તો તેને કુંઠિત વૃદ્ધિ કહેવાય. કુપોષણ દ્વારા વજન જેમ, ઊંચાઇ પર તુરંત જ અસર પડતી નથી. સતત કુપોષણ તેને એક સમયગાળા પર અસર કરે છે. તે ખૂબ જ મહત્વનું છે કે ઊંચાઈની નોંધણી ચોકસાઈપૂર્વક થાય.
માથાની અને છાતીમાં પરિધિ (ફરતો ઘેરાવો): જન્મના સમય માથાનો ફરતો ઘેરાવો ૩૪ સે.મી (૧૪ ઇંચ) હોય છે. છાતીના ફરતા ઘેર કરતા ૨ સે.મી વધારે. છાતીનો ફરતો ઘેર માથાના ફરતા ઘેર કરતા વધતો જાય છે. જો બાળક કુપોષિત છે તો છાતીનો ઘેર ને માથાના ઘેરથી વધારે થતા ૩ થી ૪ વર્ષ થાય છે.
બાહુના મધ્યભાગની પરિધિ: આ એક સરળ અને ઉપયોગી માપ છે; જ્યારે હાથ શરીરના બાજુમાં આરામની સ્થિતિમાં હોય ત્યારે માપવુ. નરમ કોશમંડળના મધ્યબિંદુ પર ટેપને સંકોચન વિના નરમાશથી પરંતુ મજબૂતપણે મૂકવી. આ ફરતો ઘેર જન્મ અને ૧ વર્ષ સુધી ઝડપથી વધે છે: ૧૧ થી ૧૨ સે.મી. સુધી વધે છે. સંપૂર્ણપણે પોષિત બાળકોમાં ૫ વર્ષ સુધી ૧૬-૧૭ સી.મી પર સતત રહે છે. આ સમયગાળા દરમિયાન સ્નાયુઓ પ્રારંભિક બાલ્યાવસ્થાના ચરબીને બદલે છે. ૮૦% થી ઓછુ માપ, એટલે ૧૨.૮ સી.મી જેટલું માપ મધ્યમ થી ગંભીર કુપોષણ સૂચવે છે. હાથનો ફરતો ઘેર માપવા એક રંગીન સ્ટ્રીપ ઉપલબ્ધ છે.બાળવિકાસનો સંદર્ભ તેના બૌદ્ધિક, ભાવનાત્મક અને સામાજિક કુશળતા અને વિધેયોને સંબંધિત વિકાસની સાથે છે. આ સાઈકો-સોશિઅલ વર્તનના વિકાસનો સંદર્ભ લે છે. આથી બાળકોની માત્ર વૃદ્ધિ પદ્ધતિનું નિયંત્રણ નહી પણ તેના વિકાસનું નિયંત્રણ કરવું પણ મહત્વનું છે. આના માટે વિકાસ લક્ષ્યોના કેટલાક મહત્વના સીમાચિહ્નો સાથે પરિચિત હોવા જોઈએ. સિદ્ધિઓની પ્રાપ્તિની એક સામાન્ય શ્રેણી હોય છે તેથી બાળકોમાં સિદ્ધિઓની પ્રાપ્તિ અલગ-અલગ હોય છે. આરોગ્ય કાર્યકરોએ વૃદ્ધિ અને સિદ્ધિઓની નોંધણી કરવી જોઈએ. તેમને માતા અને અન્ય ઘરના સભ્યોને બાળકોના વૃદ્ધિ અને વિકાસ વિશે માહિતગાર કરવા જોઈએ જેથી તે લોકોને તેમના બાળકોના વિકાસશીલ સ્વસ્થ માટે વિશેષ માર્ગદર્શન આપી શકાય.
બાળકોની વૃદ્ધિ અને વિકાસ વિવિધ પરિબળો દ્વારા પ્રભાવિત છે. આ પરિબળોમાં સમાવેશ થાય છે: વંશસૂત્રીય વારસા જેવા જૈવિક દેણગી, ઉંમર, લિંગ, માતા અને બાળક નું જન્મ બાદ પોષણ, ભૌતિક પર્યાવરણ જેવા કે આવાસ, સૂર્યપ્રકાશ, સુરક્ષિત પાણી પુરવઠો, ઝાડા જેવા ચેપ નો અટકાવ અને નિયંત્રણ, કુટુંબ કલ્યાણના પાસાઓ જેવા કે કૌટુંબિક સંખ્યા, જન્મ ક્રમ અને જન્મ અંતર, ગર્ભાવસ્થા દરમ્યાન કાળજી. મોટા ભાગના આ પરિબળો પરિવારના અને ખાસ કરીને મહિલાઓના સામાજિક-આર્થીક દરજ્જાના સીધા અસર હેઠળ છે. વૃદ્ધિ અને વિકાસને પ્રોત્સાહિત કરવા આ બધા પરિબળોને ધ્યાનમાં રાખવા જરૂરી છે, કારણ કે તેનો સીધી અસર બાળકોના વૃદ્ધિ અને વિકાસ પર થાય છે.ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020