অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બાળકોમાં જોવા મળતો રોગ - એનિમિયા

રક્તકણોમાં હીમોગ્લોબિનનું પ્રમાણ ઉમર પ્રમાણે ઓછું હોય તેને એનિમિયા કહેવામાં આવે છે.
શરીરમાં ઓક્સિજનનું પરિવહન હિમોગ્લોબીન દ્વારા થાય છે.આથી જરૂરી માત્રામાં હિમોગ્લોબીન હોવું જરૂરી છે.
એનિમિયા થવાના કારણોમાં હિમોગ્લોબીન બનવા માટે જરૂરી ઘટકતત્વો ઓછા હોવા, રક્તકણોનું ઝડપથી તૂટી જવું, રક્તકણોનું ઓછું બનવું જવાબદાર છે.

જરૂરી ઘટક તત્વો ઓછા હોવા

ઉ.દા : આયર્ન વિટામિન બી૧૨,  વિટામિન બિ૬,  ફોલિક એસિડ.

રક્તકણોનું ઓછું બનવું

ડાયમંડ બ્લેકફન એનિમિયા, પિયરસન સિંડ્રોમ, Transient erythroblastompenia of childhood,   પારવો વાઇરસ B19નું ઇન્ફેક્શન,     લ્યુકેમિયા,  લિમ્ફોમા,દવાઓની સાઈડ ઈફેક્ટ: Chloramphenicol Anaemia of Chronic Disease: કિડનીની બીમારી, infection (HIV), Autoantibody (SLE, Infection, Bowl disease)

રક્તકણોનું ઝડપથી તૂટી જવું

રક્તકણો નોર્મલ આકારની જગ્યા અલગ પ્રકારના હોવા: ઉ.દા  :  Hereditory spherocytosis, Heriditory elliptocytosis, Heriditory stomatocytosis

જેનિટીક ખામીના કારણે હિમોગ્લોબીન બરાબર ડેવલોપ ન થવું:- થેલેસેમિયા ,સિકલ સેલ એનિમિયા , મીથ-હીમોગ્લોબીનેમિયા

એન્ઝાઇમમાં ખામી:- પાઈરૂવેટ કાઈનેઝ ની ખામી Glucose 6 – phosphate dehydrogenase deficiency (G-6PD ની ખામી) શરીરની પોતાની એન્ટિબોડી દ્વારા (Auto Immune Hemolytic Anemia)ઉ.દા  :  SLE,ઇન્ફેકશન

આ તમામ પ્રકારના એનિમિયામાં ઘટકતત્વોની ખામીને કારણે થતા અનીમીયાનું પ્રમાણ સૌથી વધુ છે.

આયરન ની ઉણપથી થતા એનિમિયા :

વિશ્વમાં ૩૦% બાળકોમાં આ એનિમિયા જોવામળે છે.

એનિમિયા થવાનું કારણ

  • ખોરાકમાં આયર્ન ઉણપ
  • શરીરમાં આયર્નનું બરાબર પાચન ન થવું.
  • વિકાસશીલ દેશોમાં આ એનિમિયા થવાનું કારણ આંતરડામાંથી બ્લડ લોસ  (colitis due to excessive consumption of bovine milk), કૃમિનું ઇન્ફેક્સન
  • પુખ્ત વયની સ્ત્રીઓમાં મેન્સ્ટ્રુઅલ blood loss

મોટાભાગના આયર્ન ડેફિસિયન્સી એનિમિયામાં રોગોના લક્ષણો pallor જોવા મળે છે. જેમ જેમ હિમોગ્લોબીનનુ પ્રમાણ ઘટતું જાય તેમ ઇમ્યુનીટી ,ભૂખના લાગવી ,સુસ્ત રેહવું ,ઝડપથી થાકી જવું જેવા ચિન્હો જોવા મળે છે.

હીમોગ્લોબિનનું પ્રમાણ અમુક લેવલ કરતા ઓછું થાય તો high output cardiac failure થઈ શકે છે.

જે બાળકોમાં આયર્ન પ્રમાણ ઓછું હોય તેમને માટી ,ચોક,બરફ ખાવાની ઈછા થાય છે તેમજ તે બાળકની રોગપ્રતિકારક શક્તિ પર અસર કરે  છે.

આ રોગોના નિદાન માટે complete blood count ની સાથે  indices (MCV, MCH, MCHC, RDW), Serum Iron, Serum Feritin, S – T1BC નો ટેસ્ટ કરવામાં આવે છે.

આ રોગની સારવાર માટે વજન પ્રમાણે આયર્ન , આયર્ન કોર્ટિફાઇટ ખોરાક , કૃમિ દવાનો કોર્સ કરવામાં આવે છે. જરૂર પડે તો લોહી પણ ચઢાવવું પડી શકે છે.

મેગાલોબ્લાસ્ટિક એનિમિયા

  • આ રોગ થવાનું કારણ ખોરાકમાં Vitamin B12 અને ફોલિક એસિડ ની  ઉણપ અથવા તેમનું શરીરમાં યોગ્ય રીતે પાચન ન થવું.
  • Vitamin B12 /ફોલિક એસિડ ની ખામીથી રક્તકણો તેમની નોર્મલ સાઈઝથી મોટા દેખાતા હોવાથી તેને મેગાલોબ્લાસ્ટોક એનિમિયા કહેવામાં આવે છે.
  • રક્તકણોની સાઈઝ મોટી હોવાથી તે ઝડપથી  તૂટી જાય છે. તેમજ Vitamin B12 /ફોલિક એસિડ ની હિમોગ્લોબિન બનવામાં જરૂર રહેતી હોવાથી તેનું પ્રમાણ ઘટી જાય છે આ કારણોથી તેમાં એનિમિયા જોવા મળે છે.
  • Vitamin B12 /ફોલોક એસિડ ઘટવાથી WBC અને પોટેશિયમ નું પ્રમાણ પણ શરીરંમાં ઘટે છે.
  • આ રોગના લક્ષણોમાં pallor, માનસિક વિકાસ ઓછો થવો જેવા લક્ષણો જોવા મળે છે.
  • આ રોગોની સારવારમાં Vitamin B12, ફોલિક  એસિડ આપવામાં આવે છે.
  • Physiological Anemia of Infancy :- જન્મ પછી બે થી ત્રણ મહિનામાં માસઓસીસમાંથી  ઓછા હિમોગ્લોબીન બનવું, HbF (ફીટલ હિમોગ્લોબીનમાંથી એડલ્ટ હિમોગ્લોબીન ) HbA માં સ્વીચ ઓવર થવું જેવા કારણોથી આ એનિમિયા જોવા મળે છે.
  • આ એનેમીયા આયર્ન, Vitamin B12, ફોલિક એસિડ અને અમુક વખતે લોહી ચઢાવાની જરૂર પડે છે.

થેલેસેમિયા

  • અમુક જેનેટિક કારણોસર હિમોગ્લોબીનના બરાબર ન બનવાથી રક્તકણો ઝડપથી તૂટી જાય છે.જે આ એનેમીયા માટે જવાબદાર છે.
  • જેનેટિક પ્રોબ્લેમના કારણે રક્તકણો કેટલા ઝડપથી તૂટી જાય છે. તેના ઉપરથી  થેલેસીમિયા મેજર , ઇન્ટરમીડિયા , માઇનોર નક્કી થાય છે.
  • આ એનેમીયા જિનેટિક હોવા ના કારણે માતા પિતાના જિનમાંથી બાળકોમાં આવે છે.
  • આ રોગનું જન્મની પહેલા નિદાન શક્ય છે.
  • આ રોગની સારવાર રક્તકણો કેટલા ઝડપથી તૂટે છે તેના ઉપર છે.
  • થેલેસીમિયા મેજર : સમયાંતરે રેગ્યુલર લોહી ચડાવું પડે છે અને આયર્ન આપવામાં આવે છે.
  • થેલેસીમિયા ઇન્ટરમીડિયા : અમુક વર્ષની ઉમર પછી રેગ્યુલર લોહી ચડાવવું પડે છે.
  • થેલેસીમિયા માઇનોર : મોટા ભાગે લોહી ચડાવવાની જરૂર પડતી નથી.
  • જો માતા પિતા બંનેને થેલેસીમિયા હોય તો તેમના બાળકને થેલેસીમિયા મેજર થવાની શક્યતા વધી જાય છે.આથી લગ્ન પહેલા થેલેસીમિયાનો ટેસ્ટ કરવામાં આવે તો થેલેસીમિયા મેજર વાળા બાળકો આવવાની શક્યતા ઓછી થઈ જાય.

સિકલ સેલ એનિમિયા

  • હીમોગ્લોબિનની નિર્માણ કરતા જેનિટીક પાથ-વે માં મ્યુટેશન  થવાથી નોર્મલ HbA  હીમોગ્લોબિનની જગ્યાએ HbS (સિકલ સેલ) નું નિર્માણ થાય છે.
  • HbS વાળા રક્તકણો નોર્મલ શેપની જગ્યાએ ત્રાક આકારના હોય છે. આ ત્રાક આકારના કાનો ઝડપથી તૂટી જાય છે.
  • આ રોગનું જન્મથી પહેલ નિદાન શક્ય છે.
  • HbS નું શરીરમાં લેવલ પ્રમાણે રોગના ચિન્હો જોવા મળે છે.
  • આ રોગની સારવારમાં ફોલિક એસિડની દવા, Hydroxurea, chronic transfusion therapy , સમયાંતરે બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવામાં આવે છે.

ડૉ. દિવ્યેશ શાહ (બાળ રોગ નિષ્ણાત)

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/14/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate