অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બાળકોમાં ડાયાબિટીસ

ડાયાબિટીસ મેલિટસ એક એવી અવ્યવસ્થા છે કે જેમાં બ્લડ સુગરનું સ્તર (ગ્લુકોઝ) અસાધારણ રીતે ઊંચુ હોય છે કારણ કે શરીર પૂરતી માત્રામાં ઇન્સ્યુલીન નથી પેદા કરતું. ઇન્સ્યુલીન એક હોર્મોન છે જે સ્વાદુપિંડ દ્વારા છોડવામાં આવે છે. લોહીમાં બ્લડ સુગર સ્તરનું નિયંત્રણ ઇન્શ્યુલિન કરે છે.

ડાયાબિટીસના પ્રકાર

બાળકનું બ્લડ સુગર સ્તર ઉચુ હોય છે કારણ કે તેનું સ્વાદુપિંડ ખૂબ ઓછા પ્રમાણમાં અથવા બિલકુલ ઇન્સ્યુલીન ઉત્પન્ન નથી કરતું (ટાઇપ ૧ ડાયાબિટીસ, જેને પહેલા જૂવિનાઇલ-ઑન્સેટ ડાયાબિટીસ કહેવાતું) અથવા શરીર ઇન્સ્યુલીનના જથ્થા કે જે ઉત્પાદન છે તેના પ્રત્યે સંવેદનશીલ નથી (ટાઇપ ૨ ડાયાબિટીસ).

ટાઇપ ૧ ડાયાબિટીસ બાળપણ દરમિયાન કોઈપણ સમયે વિકસી શકે છે, બાલ્યાવસ્થા દરમિયાન પણ, પરંતુ તે સામાન્ય રીતે ૬ થી ૧૩ વર્ષની ઉંમરમાં શરૂ થાય છે. ટાઇપ ૨ ડાયાબિટીસ મોટા ભાગે કિશોરાવસ્થામાં થાય છે પણ હવે વધારે વજનવાળા કે સ્થૂળ બાળકોમાં સામાન્ય બની રહ્યું છે.

કેવા બાળકોને ટાઇપ-૨ ડાયાબિટીસનું જોખમ છે?

બાળકો અને યુવાનો જે આ માપદંડ પુરા પડે છે તેમના બ્લડ સુગરની ચકાસણી લગભગ ૧૦ વર્ષે શરુ કરવી જોઈએ અને દર ૨ વર્ષે કરવી જોઈએ:
  • સ્થૂળતા હોવાથી (એ જ ઉંમર, જાતિ, ઉચાઇના ૮૫% બાળકોથી વધારે વજન હોવું, અથવા ઊંચાઈ માટે આદર્શ વજન કરતા ૧૨૦% વધારે વજન)
  • ટાઇપ ૨ ડાયાબીટીઝ સાથેના નજીકના સંબંધી હોવા
  • ઊંચુ રક્ત દબાણ, ઊંચા લિપિડના રક્ત સ્તરો (ચરબી) હોવું

કિશોરાવસ્થા અને ડાયાબિટીસ (મધુમેહનો વિકાર)

કિશોરોને લોહીમાં ખાંડના સ્તરને નિયંત્રિત કરવા નીચે આપેલ કારણસર ખાસ સમસ્યાઓ હોઈ શકે છે

  • તરુણાવસ્થા દરમિયાન આંતરસ્ત્રાવીય બદલાવો
  • કિશોરવયી જીવનશૈલી: સાથીઓનું દબાણ, પ્રવૃત્તિઓમાં વધારો, અનિયમિતતા, શરીરના દેખાવ વિશે ચિંતા, અથવા ખોરાકને લગતી ગેરવ્યવસ્થાઓ
  • દારૂ, સિગારેટ સાથે પ્રયોગો

લક્ષણો

ટાઇપ ૧ ડાયાબિટીસના લક્ષણો ઝડપથી વિકાસે છે, સામાન્ય રીતે ઓછોમાં ઓછા ૨ થી ૩ અઠવાડિયા કે ઉપર, અને એકદમ જોઇ શકાય વલણ ધરાવે છે. લોહીમાં ઉચ્ચ ખંડના સ્તર બાળકને વધુ પડતી પેશાબ કરાવે છે. આ પ્રવાહીમાં ખોટી તરસમાં વધારો કરે છે અને પ્રવાહીના વપરાશ માટેનું કારણ બને છે. કેટલાક બાળકો નિર્જલીકૃત બની જાય છે, જે નબળાઇ, શિથિલતા અને ઝડપી પલ્સમાં પરિણમે છે. દ્રષ્ટિ ઝાંખી બની શકે છે.

ટાઇપ ૨ ડાયાબિટીસના લક્ષણો ટાઇપ ૧ ડાયાબિટીસના લક્ષણોથી હળવા હોય છે અને ધીમે ધીમે વિકસે છે - અઠવાડિયા અથવા તો થોડા મહિનામાં. માતાપિતાને બાળકમાં વધેલી તરસ અને વધેલા પ્રમાણમાં પેશાબ કરવું અથવા થાક જેવા અસ્પષ્ટ લક્ષણો ધ્યાનમાં આવે છે. ખાસ કરીને, ટાઇપ ૨ ડાયાબિટીસવાળા બાળકનોને કે ટોએસીડોસીસ કે ગંભીર નિર્જલીકરણ નથી થતા.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate