অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

અકાલપક્વ બાળકો

એક અકાલપક્વ બાળક એટલે શું ?


ગર્ભધારણના ૨૪ થી ૩૭ અથવાડિયાની વચ્ચે જન્મેલ બાળક અકાલપક્વ બાળક તરીકે ઓળખાય છે. ગર્ભાવસ્થાના ચોવીસ અઠવાડિયા પહેલા જન્મેલા બાળકની જીવીત રહેવાની શક્યતા બહુ ઓછી હોય છે. અકાલપક્વ બાળક, સંપૂર્ણ અવધી પુરી કરેલુ બાળક કરતા વધારે પડતુ હુમલાપાત્ર હોય છે અને તેની દેખભાળ રાખવાની જરૂર વધારે હોય છે. આ નાનકડા નાજુક પામર જીવો ઘણીવાર સમસ્યાઓની સાથે જન્મ્યા હોય છે, કારણકે તેમના કેટલાક અવયવો સંપૂર્ણપણે વિકસિત થયા નથી હોતા.

અકાલપક્વ બાળકોને લગતી સમસ્યાઓ

અકાલપક્વ જન્મેલા બાળકોને સબંધિત સામાન્ય સમસ્યાઓ છે :

  • નબળાઈને લીધે સ્તનપાન કરાવતી વખતે થતી સમસ્યાઓ.
  • ચેપ લાગવાને વધારે સંવેદનશીલ.
  • જન્મજાત ઉણપ, હદયને પ્રભાવિત કરતી હોય તેની સાથે.
  • શ્વાસને લગતી માનસિક પીડાના લક્ષણો. અકાલપક્વ બાળકોને પ્રોટીન અને પ્રવાહીના નાનકડા હવાના કોષોના ભેગા થવાથી થતી તકલીફો અને કોષોનુ પોતાનુ પડી ભાંગવુ.
  • કમળો થવાની વધારે સંભાવના અને તેના અસરની વધારે પડતી ભેધ્યતા.
  • મગજમાં રક્તસ્ત્રાવ થવાનુ જોખમ અને તેને લીધે ખોપડીમાં રક્તોદક્નુ ભેગુ થવુ. (પ્રવાહીથી ભરેલ પોલાણનુ પહોળુ થવુ અથવા મગજમાં પોલાણ.)
આ બાળકો એટલા નાજુક હોય છે કે ચિકિત્સકોએ દરેક પગલા લેતા પહેલા સાવધાની રાખવી જોઇએ. જન્મ વખતે પરિપક્વ બાળક જેટલુ નાનુ અને ઓછા વજનવાળુ હોય તો લાંબા સમય માટે તે વધારે પડતી સમસ્યાઓ ઉભી કરે છે. આવા બાળકોમાં મગજનો પક્ષઘાત, માનસિક મંદતા, શીખવા સબંધિત વિકાર, દૃષ્ટિ, બોલવાની શક્તિ અને સાંભળવાની સમસ્યાઓ વિકસિત થાય છે.

અકાલપક્વ બાળકને વિશેષ દેખભાળની જરૂર પડે છે.


અકાલપક્વ બાળકને સીધા તીવ્ર દેખરેખ રાખવાના વિભાગમાં (ICU) દાખલ કરાય છે, જ્યા સુધી તેના ચિકિત્સકોને ખાતરી થાય કે તે જોખમની બહાર છે. સાધારણ રીતે અકાલપક્વ જન્મેલા બાળકોને સંભાળ રાખતા યંત્રમાં (incubator) મુકાય છે. તેમને ચોવીસ કલાક દેખભાળ રાખવાની જરૂર હોય છે. તેમને નસમાં ખોરાક અપાય છે અને કોઇક્વાર જરૂર પડે તો શ્વાસ લેવા માટે મદદ કરવા એક ખાસ સાધન (respirator) વાપરવામાં આવે છે. લોહીનુ દબાણ, હદયના ધબકારા, શ્વાસ લેવા અને નાડીને તપાસવા, જેવા મહત્વપૂર્ણ અવયવોનુ નજીકથી નિરીક્ષણ કરાય છે. તેઓ ઇસ્પિતાલમાંથી છુટ્યા પછી પણ આવા બાળકોના અમુક સમય પછી બાળકોના ચિકિત્સક, બાળકોની તંદુરસ્તીનુ ધ્યાન રાખતા તજ્ઞો, આંખોના તજ્ઞ અને મનોવિજ્ઞાનીઓએ તપાસ લેવાની જરૂર પડે છે, જે કરવાથી બીજી ગુંચવણોથી દુર રહી શકાય છે.

સ્ત્રોત :  આરોગ્ય.કોમ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate