অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

અવગણના નહી કરો

અવગણના નહી કરો

  1. માતાપિતા તેવા બાળકોને મદદ કરે છે જેઓ સ્થુળ અને વધારે વજનવાળા છે.
  2. વજન ઓછુ હોય તેવા બાળકને કેવી રીતે મદદ કરવી.
  3. બાળકને ધવડાવતી વખતે ત્રણ જવાબદારીઓ.
  4. માતાપિતાએ કાર્યોથી બચવુ જોઇએ.
  5. નવા બાળકનુ આગમન
  6. નમુનારૂપે ૩ વર્ષના બાળકને તેના નવા નાના ભાઇ/બેહન વિષે કેટલાક પ્રશ્નો હોય છે.
  7. તમારા મોટા બાળક માટે કેટલાક ઇર્ષાના અને અસલામતિના લક્ષણો :
  8. બાળકોને લૈંગિક શિક્ષણ શિખડાવવુ
  9. ઉપાય
    1. બાળકને તમે બંને લિંગના ફરક વિષે શરીરની રચના શિખડાવશો.
    2. ગર્ભાવસ્થા વિષે બાળક ક્યાથી આવે છે તે બાબત શીખવાડો.
    3. છોકરાના અને છોકરીઓના શરીર જુદા કેમ હોય છે તે બાબત વાત કરો.
    4. તમારા બાળકને પ્રેમાળ થવાનુ બતાવો.
    5. તમારા બાળકોને ખાનગી વાતોને સન્માન આપતા શીખવો.
  10. ગાદલા
    1. મુલાયમ ગાદલા શિશુઓ માટે કદાચ જોખમકારક છે.
    2. શિશુઓ માટે સુરક્ષિત આચરણનુ ગાદલુ:
બાળકોની વૃદ્ધિના દરો જુદાજુદા હોય છે અને કદાચ શરીરના બંધારણો તેમના ભાઈબેન અને મિત્રો કરતા જુદા હોય છે. તેમાંથી વજન એક ખાસિયાત છે, જેમાં બીજા બાળકોની વચ્ચેનો ભેદ દેખાય છે. તે એક શારિરીક અને માનસિક સ્તર તરફ ઇશારો કરે છે. તે શું છે અથવા શું નથી ખાધુ અને જે ગણાય છે તે વિષે માતાપિતા અને બાળક વચ્ચે ઘણીવાર અસહમતી થાય છે. ઘણા બધા માતાપિતાનો હંમેશા એ પ્રશ્ન છે કે " મારા બાળકનુ "બરોબર" વજન કેટલુ છે?" માતાપિતા માટે તેમના બાળકો જેટલા પરિપુર્ણ બની શકે તેવા હોવા જોઇએ. પણ વજનમાં શબ્દ "પરિપૂર્ણ" દરેક વ્યક્તિથી વ્યક્તિ બદલાય છે. ધોરણાત્મક વિકાસનો નકશો, છોકરાઓ અને છોકરીઓની જુદીજુદી ઉમરમાં ઉચાઈ અને વજન બતાવે છે જે બાળકોનુ વજન ચિકિત્સક સાથે પરામર્શ કરીને નિર્ણય લેવાય છે.

માતાપિતા તેવા બાળકોને મદદ કરે છે જેઓ સ્થુળ અને વધારે વજનવાળા છે.


પૈતૃક પ્રક્રિયા તેના ઉપર આધાર રાખે છે કે ફક્ત બાળકને અથવા આખા કુંટુંબને વજનની સમસ્યા છે. આના સિવાય પણ બાળકના વજનને ધ્યાનમાં ન રાખીને તેને પૈતૃક પ્રેમ આપો. જો આખુ કુંટુંબ ખોરાકની અને વ્યાયામ કરવાની ટેવો સુધારવા તૈયાર હોય જે તેમના માટે જરૂરી છે, તો માતાપિતા અને બાળક બંને સાથે કામ કરી શકે છે.
એક કામ પુરૂ કરવા માટે તેને ભોજન ઈનામના રૂપમાં કોઇ દિવસ આપવુ નહી કારણકે આ સહાનુભુતીની લાગણી વ્યક્ત કરતી ભાવનાઓને દુખ પહોચાડશે અથવા કંટાળાનો ઇલાજ આપશે. આ ટેવો બાળકને આવી પરિસ્થિતીમાં આહાર લેવા દોરશે પછી ભલે તેને ભુખની ભાવના થાય. તમે તમારા બાળકને શીખવી શકશો કે આવી વર્તણુક કોઇકવાર કરી શકશે પણ તે હંમેશા કરવાની છુટ નથી, બાળક કદાચ આધારિત ટેવોને આકાર આપવાથી દુર રહેશે જે તેના વજનની સમસ્યાઓનુ કારણ બની શકે. જો બાળક ફક્ત કુંટુંબનો એક જ સભ્ય હોય જેને વજનની સમસ્યા છે, તો બીજા ઘટકો ધ્યાનમાં લેવા જોઇએ, જેવા કે ગમે તેવી દવા સબંધી સમસ્યાઓ અથવા ભાવનાત્મક દબાણ જે કદાચ બાળકની ખોરાક લેવાની વર્તણુકને પ્રભાવિત કરે.

વજન ઓછુ હોય તેવા બાળકને કેવી રીતે મદદ કરવી.


બાળકના ચિકિત્સકનો પરામર્શ કરો અને બીજા કુંટુંબના સભ્યોની કદની ચર્ચા કરો, બાળકને તેના કદ સબંધિત મદદ કરવા એ વસ્તુ પણ ધ્યાનમાં રાખો કે ધીમેધીમે મોટુ થવુ પણ ખરાબ નથી. તે છતા જો બાળકનુ વજન અચાનક ઓછુ થવા લાગે, તો બીજા વૈદ્યકીય અને ભાવનાત્મક સમસ્યાઓ તરફ જોઇ શકાય છે. તમે તમારા બાળકના ચિકિત્સક, આહાર વિશેષજ્ઞ અથવા બાળકના મનોવિજ્ઞાનીની વ્યવસાયિક મદદ લઈ શકો છો.

બાળકને ધવડાવતી વખતે ત્રણ જવાબદારીઓ.


પૌષ્ટીક ખોરાક નિયમિત ગાળા રાખીને બાળકને આપવો જોઇએ. નિયમિત ઉર્જાનુ મુળ ખોરાક અને નાસ્તો ધ્યાનમાં રાખીને આપવો. વધારામાં સમજદાર ખોરાક લેવાની ટેવો બાળકને સાચો ખોરાક લેવા શીખવા માટે પ્રોત્સાહિત કરે છે. વધારે વજનવાળા બાળકો એ બતાવે છે કે બાળકો જેઓ નિયમિત રીતે આહાર લ્યે છે તેઓ તેમનુ વજન વધારે સફળતાથી નિયત્રિત કરે છે. માતાપિતા બાળકને ઓળખ અને ભુખ અને પરિપુર્ણતાની ભાવનાઓનુ ધ્યાન રાખવા શિખવાડે છે. તેમણે નવા ચાલવા શીખતા બાળકને બળજબરીથી એક વધારે બટકુ ન આપવુ જોઇએ. માતાપિતા એક સ્વસ્થ જીવનશૈલી પ્રદર્શિત કરી શકે છે. બાળકોને તેમના માતાપિતાની નકલ કરવી ગમે છે, કે જેનાથી તેઓ એવી વસ્તુઓ કરે જે તેમના માતાપિતા કરતા હોય, પછી ભલે તે ચીપ્સ ખાતા હોય અને જમતી વખતે અથવા ગાડી ચલાવતી વખતે ટીવી જોતા હોય.

માતાપિતાએ કાર્યોથી બચવુ જોઇએ.


માતાપિતાની પ્રાથમિક ભુમિકા આધાર આપવાની છે. દા.ત. બાળકને જ્યારે તેમની સાથે રમનાર સાથીઓ તેના શારિરીક દેખાવને લીધે તેને ખિજવે છે ત્યારે માતાપિતા તેમને જવાબ આપે છે, "જ્યારે તુ પાતળો થઈશ ત્યારે તેઓ તને ખીજવશે નહી." બાળકને તે વસ્તુ વધારે શંકાજનક બનાવે છે કે તેનામાં/તેણીમાં કાઈક ખામી છે. માતાપિતાએ બાળકની ભાવના તેને ખીજવવા વિષે સાંભળવી જોઇએ. અને તેના જેવા બાળક સાથે તેઓએ આ સ્થિતી ઉપર ચર્ચા કરવી જોઇએ.
માતાપિતાએ તેમના વધારે વજનવાળા બાળકો સાથે બીજા કુંટુંબ કરતા જુદી રીતે વર્તવુ ન જોઇએ. દા.ત. બાળકને ભોજન, ડેજર્ટ્સ, અથવા નાસ્તો જબરજસ્તીથી ખાવાનુ ન કહેવુ જોઇએ, જે બાકીના કુંટુંબીયો માટે જુદી જાતનુ હોય. એ જ પ્રમાણે બાળકને સખ્ત વજન ઘટાડવાનો આહાર ન આપવો જોઇએ જે એક સજાના રૂપમાં છે. આ કરવાથી તેઓ ભુખ લાગવાની ભાવનાઓની અવગણના કરશે અને કદાચ તેમને એમ લાગવા મંડશે કે તેમનામાં કાંઈ ખરાબ વાત છે કે તેમના માતાપિતા ખોરાક આપે તે કરતા તેમને વધારે ખોરાક જોઇએ છે.

તેમના બાળકોને સારી ખાવાની ટેવો શીખવવી તે માતાપિતા માટે વિશિષ્ટ પ્રક્રિયાની જરૂર છે.

  • બાળકોને વિવિધ પ્રકારનો આહાર લેવા પ્રોત્સાહીત કરો.
  • ધીમેધીમે નવા આહારો વપરાશમાં લાવો. નાના ટુકડાથી ચાલુ કરો પણ તમારા બાળકને જબરજસ્તી કરીને ખાવાનુ ન કહો.
  • માતાપિતા પોતાના માટે સારી ખોરાક લેવાની ટેવોનો અભ્યાસ કરીને એક શ્રેષ્ઠ ઉદાહરણ સ્થાપિત કરે છે.
  • યોજના બનાવો અને આખા કુંટુંબ માટે નિયમિત રૂપથી ભોજન અને નાસ્તાની જોગવાઈ કરો.
  • ભોજન લેતી વખતે આનંદથી ચર્ચા કરો અને સમસ્યાઓ ઉપર વાદવિવાદ નહી કરો.
  • બાળકના માપ અને ઉમર પ્રમાણે ખોરાક આપો. પાંચ વર્ષ સુધી દરેક વર્ષ માટે ૧ ચમચી માંસ, ફળ અને શાકભાજી આપો.
  • બાળકની શારિરીક પ્રવૃત્તી અને જોરદાર વિકાસ ઉપર તેની ભુખ આધારિત છે. બીજી વાર પિરસતી વખતે કેટલાક ઓછી કેલેરીવાળા ખાધ્ય પદાર્થો આપવા જોઇએ.
  • વધારે કેલેરીવાળો - ઓછો પૌષ્ટીક ખોરાક ફક્ત પ્રાસંગિક સમયના ભોજનમાં આપો, નિયમિત નહી.
  • બાળકોને યોજના, ખરીદી કરવા અને લેબલ વાંચવા માટે સમાવિષ્ટ કરો.
  • બાળકના વજન બાબત ચીડવતી ટિપ્પણીઓ કોઇ વાર નહી કરો. બાળકો જેનુ વજન "સાચુ" કરતા વધારે અથવા ઓછુ હોય તો તેમને આધારની જરૂર છે.
  • નિયમિત શારિરીક પ્રવૃત્તિઓ કરવા પ્રોત્સાહન આપો. ડ્રાયવિંગને બદલે ચાલીને અથવા સાયકલ ચલાવીને, લિફ્ટ ન લેતા પગથિયા ચડીને, અઠવાડીયાને છેવટે પર્યટન આયોજીત કરીને અથવા બહાર તરવા અથવા રાત્રે જમ્યા પછી બ્લૉકની આજુબાજુમાં ચાલીને એક ઉદાહરણ સ્થાપિત કરો.

નવા બાળકનુ આગમન

તમે ઘણીવાર વિચારો છો કે તમારૂ બાળક નવા આવેલા શિશુ સાથે બરોબર સરળતાથી ગોઠવાઈ જાય. પણ આ બહુ સાધારણ વસ્તુ છે કે નવા શિશુના આગમન પછી કોઇક પ્રકારના સંઘર્ષો ચાલુ થાય છે. માતાપિતાએ સારૂ થવાની આશા રાખવી જોઇએ પણ સૌથી ખરાબ વાત માટે પણ તૈયાર રહેવુ પડશે. તેઓએ બાળકો સાથે ખુલ્લા રહેવુ જોઇએ કે નવા શિશુ આવ્યા પછી કેવુ જીવન જુદુ હશે. તમારી અને નવા શિશુની વચ્ચે વાતચિતો ચાલુ રાખવી જોઇએ. શરૂઆતથી ગર્ભાવસ્થાની લગભગ ૬ મહિના અથવા ૭ મહિના સુધી ( શાળા પુર્વેની ઉમર અથવા કિશોર બાળકોની સાથે) માતાપિતાએ બાળકોને ધીરજ આપવી જોઇએ (ખાસ કરીને સ્કુલ પુર્વે જતા બાળકને અને તેનાથી નાના) કે તેમને અમે બહુ પ્રેમ કરીએ છીએ. તમારા મિત્રને ત્યાં તેમને લઈ જાવ જ્યાં ઘરમાં બાળકો હોય. પછી તેમને યાદ દેવડાવો કે તમારા મિત્ર તેમના નવા શિશુની સાથે રમે છે અને કોઇકવાર તેમને દેખભાળ રાખવા માટે મદદ કરે છે.
નવા શિશુના આગમન પછી મોટા બાળકો હંમેશા અસુરક્ષિત થઈ જાય છે એટલે માતાપિતાએ ખાતરી આપવી જોઇએ કે તેમની માતા હજી પણ તેમને વાર્તાઓ વાંચીને સંભળાવશે, તેમનુ ધ્યાન રાખશે અને તેમને જગ્યાઓ ઉપર લઈ જઈને તેમની સાથે રમશે વગેરે. આ એક રસ્તો છે જે તેમના સ્તર ઉપર જઈને સમજણ આપીને ધિરજ આપશે. અલબત્ત ઘણીવાર કહો કે તમે તેમને પ્રેમ કરો છો. તેમને બતાવો કે તમે હજી પણ પ્રેમ કરો છો, વધારે વાંચીને ખોળામાં લઈને, ગીત ગાઈને, તેમને સુવડાવવા ઝુલાવીને અથવા ફક્ત આનંદની વસ્તુઓ કરીને જે તેમને કરવાનુ ગમે છે.

નમુનારૂપે ૩ વર્ષના બાળકને તેના નવા નાના ભાઇ/બેહન વિષે કેટલાક પ્રશ્નો હોય છે.

  • માતાપિતા મારા કરતા તેને વધારે પ્રેમ કરશે ?
  • તે ક્યાં ઉંઘશે?
  • તે પેટમાંથી કેવી રીતે બહાર આવશે ? તેને લીધે દુખશે ?
  • તે જ્યારે ઘરે આવશે ત્યારે હું અહિયા રહીશ ?
  • તે ચાલતુ કેમ નથી ?
  • તે રોવાનુ બંધ કેમ નથી કરતુ ?
  • હું તેને પકડી શકુ ?
  • તે ચાલવાનુ ક્યારે શીખશે ?
  • તે મારા રમકડા તોડી નાખશે ? તે મારા રમકડા લઈ લેશે ?
  • તે મારી સાથે રમશે ?

માતાપિતાએ શિશુના આગમન વિષેની જાણકારી પોતાના બાળકની સાથે કરવી જોઇએ. આ વાતચીત ગર્ભાવસ્થાના છેવટના સમયમાં કરવી જોઇએ કે જેથી તે મગજમાં તાજી રહે. ખરેખર રકમની વિગત બાળકની ઉમર ઉપર આધારિત છે. શાળાએ જતા પહેલાઓને અથવા નાનાઓને તમારે સમજાવવુ પડશે કે "માતા ઇસ્પિતાલમાં જશે. જ્યારે માતા ઇસ્પિતાલમાં હશે ત્યારે અનુશા પિતા સાથે રહેશે. તેઓ માતાને અને બાળકને ઇસ્પિતાલમાં જોવા આવશે. જ્યારે બાળક ઘરે આવશે ત્યારે માતાને તેની દેખભાળ રાખવા માટે મદદની જરૂર પડશે. " ત્યારે તમે અનુશા સાથે તે બાળકની દેખભાળ રાખવા કેવી રીતે વિશિષ્ટ રીતે તેનુ ધ્યાન રાખવુ તે વિષે વાત કરશો.

તમારે તૈયારી કરવા માટે ભાઈબેહનને ભેગા કરવા પડશે, એને લીધે તેમને નવા શિશુ વિષે સકારાત્મક ભાવનાઓ આવવા મદદ થશે. શિશુ માટે કપડા અને વસ્તુઓની ખરીદી કરવા જતી વખતે તેમને સાથે લઈ જાવ. તેમને શિશુના કપડા અથવા ખાસ રમકડા લેવાનુ કહો. પછી તેમના માટે કોઇક ખાસ વસ્તુ ખરીદો અથવા પછી તેમને બહાર જમવા લઈ જાવ અને આવવાની ઘટના વિષે વાત કરો. આ સમય દરમ્યાન તેમને ઘણો પ્રેમ અને લાગણી બતાવો. તમારા બાળકને વસ્તુઓ તૈયાર કરવામાં સમાવિષ્ટ કરો જેવા કે નવા બાળકના કપડા સંકેલવા, ચેક અપ કરવાતી વખતે તેને સાથે લઈ જાવ, શિશુના ઓરડાનુ એક ચિત્ર બનાવો, ઇસ્પિતાલ માટે કપડાની પેટી તૈયાર કરવા મદદ લ્યો.

ગર્ભાવસ્થાના છેવટના દિવસોમાં પ્રયત્ન કરીને દાદાદાદી, મિત્રો અને બીજા સગા અથવા બાળકની દેખભાળ રાખનાર માટે યોજના બનાવો કે જેને લીધે તમને આરામ મળે અથવા ઘરની આજુબાજુમાં તમે ફરી વળો. તમને ઘણો સમય મળશે તે સમજવા કે શિશુને તમારા તરફથી શેની જરૂર છે અને શિશુને ધવડાવવા અને/અથવા સુવા માટે સમય પત્રક બનાવો, શક્ય હોય તો તમારૂ બાળક આવે તે પહેલા તમે કઈ પરિસ્થિતીમાંથી પસાર થશો તેના માટે થોડો સમય વિચાર કરો. તમે રોકાવ નહી જ્યાં સુધી તમે તમારા શિશુમાં બહુ વ્યસ્ત થઈ જાવ કે તમે સ્પષ્ટ રીતે વિચાર પણ નહી કરી શકો. શરૂઆતથી તમે તમારા મગજને તૈયાર કરો કે તમારા મોટા બાળકની નકારાત્મક પ્રતિક્રિયાઓ નવા આવતા શિશુ વિષે કેવી હશે.

તમારા મોટા બાળક માટે કેટલાક ઇર્ષાના અને અસલામતિના લક્ષણો :

  • તે શિશુને મારે છે અને તેની સાથે કઠોર છે.
  • તમને શિશુને ખવડાવવા દેતુ નથી.
  • જ્યારે તમે શિશુને તેડો છો ત્યારે તે ગુસ્સે થઈ જાય છે અને તમારા ખોળામાં બેસવા માંગે છે.
  • શાળામાં અને/અથવા ઘરે પ્રમુખ વર્તણૂકને લગતી સમસ્યાઓ ચાલુ થાય છે.
  • બહુ ગમગીન થઈ જાય છે.
  • પકડી રાખે છે - તમને તેની નજરથી દુર જવા નથી માંગતુ.
  • ભુખ ગુમાવી બેસે છે.

ત્યા ઘણા બધા રસ્તાઓ છે જ્યાં બાળક નવા આવેલ શિશુ ઉપર પોતાની ભાવનાઓ પ્રદર્શિત કરે છે. આ બહુ મહત્વનુ છે કે તમને સમજાય છે કે આ સામાન્ય પ્રતિક્રિયાઓ છે અને તમારે પ્રત્યાઘાત કરવો નહી. તમે જો શિશુ આવતા પહેલા તૈયાર હો તો તમે આમાની ઘણી બધી સમસ્યાઓમાંથી બચી શકશો, પણ તમારૂ શિશુ આવ્યા પછી બાળકની નજીકથી દેખરેખ રાખવી પડશે. તેની સાથે ખુલ્લી રીતે વાતો કરો. તેને પ્રશ્નો પુછવાનુ ચાલુ રાખો જે પોતાને પુછતા ઘબરાશે. જો તમને કોઇ સમસ્યા હોય જેનો તમે સામનો કરી શકતા નથી, તો તમારા મિત્ર પાસે મદદ માંગો અથવા એક વ્યાવસાયિકની મદદ લ્યો. છેવટે સૌથી સારી તૈયારી માટે પોતાના શબ્દો અને કાર્યના માધ્યમથી વ્યક્ત કરો કે તમારી પાસે તેના માટે અને નાના શિશુ માટે ઘણો પ્રેમ છે.

બાળકોને લૈંગિક શિક્ષણ શિખડાવવુ

બાળક ૪ વર્ષની ઉમરનુ થાય ત્યારે તેને નિરોગી લૈંગિકતા વિષે અને બીજા લોકોના શરીર વિષે જીજ્ઞાસા વિકસિત થાય છે. તેઓ ઘણા બધા પ્રશ્નો પુછવા લાગે છે, જેવા કે "મને શિશ્ન કેમ નથી ?" અને તમારે તેને પ્રામાણિક રીતે ટુકા જવાબો આપવા જોઇએ. જો તમારૂ બાળક ૫ વર્ષનુ થાય ત્યાં સુધી તમને લૈંગિકતા વિશે પ્રશ્નો ન પુછે તો તમારી જવાબદારી છે કે તમારે આ વિષય ઉપર લાવવો જોઇએ. જો તમે તમારા બાળકને લૈંગિક શિક્ષણ આપવા મદદ નહી કરો તો તે પોતાના મિત્રો અને શાળાના સાથીદારો પાસેથી ખોટી માહિતી મેળવશે. જો તમે તેવા ઘણા બધા માતાપિતા છો કે જેમને લૈંગિક વિષય ઉપર વાત કરવા અચકાવ છો જો તમારે એક પુસ્તક ખરીદવુ અને તેમના સામે વાચવુ.

ઉપાય

બાળકને તમે બંને લિંગના ફરક વિષે શરીરની રચના શિખડાવશો.

જ્યારે તમારૂ બાળક બીજા ભાઈ બહેનો અથવા બીજા લિંગવાળા મિત્રોની સાથે તરતુ હોય, બીજો અવસર ત્યારે છે, જ્યારે તે બાળતિયુ અથવા કપડા બદલતુ હોય. ખાતરી કરો કે જનનેદ્રિયોનો સમાવેશ થાય જ્યારે તમે બાળકને શરીરના બીજા અવયવોના નામ શિખડાવો. બરોબર નામ વાપરો (યોની અને શિશ્ન) ઉપનામ નહી અથવા બાળકો બોલતા હોય. જો તમે બરોબર નામ શિખવવાનુ મુલવતી રાખશો, તો તમારૂ બાળક જેટલુ મોટુ થશે તે વાપરતા શરમાશે.

ગર્ભાવસ્થા વિષે બાળક ક્યાથી આવે છે તે બાબત શીખવાડો.

જ્યારે તમે ગર્ભવતી હો ત્યારે તમારા બાળકને શિશુના વિકાસ વિષે વાત કરો, નહી તો તમારા ગર્ભવતી મિત્રને તમારા બાળકને સમજાવવા કહો કે તમારૂ શિશુ કેવી રીતે ફરી રહ્યુ છે. સાદા શબ્દોમાં જન્મની પ્રક્રિયાની વ્યાખ્યા વિષે સમજાવો.

છોકરાના અને છોકરીઓના શરીર જુદા કેમ હોય છે તે બાબત વાત કરો.

તે કરવાથી ગુપ્તતાની હવા થોડી દુર થશે. બીજા માતાપિતાની મદદથી તમે સમુદાયને લૈંગિક શિક્ષણના પુસ્તકો વાચી શકશો. તમારા બાળકને કહો કે જનનેદ્રિયો ખાનગી છે. તેના માટે આપણે બીજા કપડા પહેરીએ છીએ. તેમને સ્પષ્ટ રીતે કહો કે બીજાના જનનેદ્રિયોને સ્પર્શ કરવા એ સારી વાત નથી. અને એટલે એ યોગ્ય નથી કે તમે જાણીબૂજીને બીજાને તમારા જનનેદ્રિયો બતાવો અથવા તેના જુઓ.

તમને ચાલાકીથી તમારા બાળકને જરા વધારે નજીકથી દેખરેખ રાખવાની સલાહ છે. એક તબક્કા સુધી, શાળામાં જતા પહેલા બાળકોમાં લૈંગિક રમત રમવી એ બહુ સાધારણ અને લાભદાયક છે. પણ તમને જો ધ્યાનમાં આવે કે આવી વર્તણુક બહુ વધારે વાર થઈ રહી છે, તો તમે તેને નહી કરવી તે કહેતા અચકાતા નહી. તમારા બાળકને કહો કે તે વિવેકી નથી અને તે બંધ કરવાનુ કહો. તમે તેની નજર કોઇ બીજી રમત તરફ લઈ જાવ, પણ જો આ સંદેશો ત્યા સુધી નહી પહોચે, તો બીજા ઓરડામાં પાંચ મિનિટ રહેવાનુ કહો અથવા આજે તેને ઘરે મોકલો. હવે તે માતાપિતા આધારિત છે કે તેમની કપડા કાઢવાની રમત ઉપર બ્રેક લગાવે પણ તમે તમારી પ્રતિક્રિયા ઓછા મહત્વની રાખો. માનસિક આઘાત અથવા ગુસ્સો નહી કરો. તમારા બાળકને દોષી ઠરવો અને તેને કોઇ ગંભીર દંડ નહી આપો.

તમારા બાળકને પ્રેમાળ થવાનુ બતાવો.

આ બહુ મહત્વનુ છે કે તમારૂ બાળક શારિરીક લાગણીઓનો સ્વીકાર કરે, સગા અને મિત્રો તરફથી(આલિંગન લઈ, બાથ ભરી, અને ચુંબન લેવાના રૂપમાં). આવી લાગણી સ્વીકારવા જો ઘરમાં હુંફવાળુ અને માયાળુ વાતાવરણ ન હોય તો ઘણા બધા બાળકો શરમાય છે અને મુંજાય છે. જ્યારે માતાપિતા તેમના બાળકોની સામે હુંફાળા આલિંગન લઈને ચુંબનની લેવડદેવડ કરે છે, ત્યારે તેમને સમજવુ જોઇએ કે તે કરવુ સામાન્ય છે. તમારા બાળકને દરેક દિવસે ભરપૂર ગાઢ આલિંગન આપો. શારિરીક સ્નેહ અને યોગ્ય રીતે સ્પર્શનુ પ્રદર્શન કરી બાળકને ઉચિત દૃષ્ટીકોણ વિકસાવવા અને તેને લાગણી બતાવવા મદદ કરે છે.

તમારા બાળકોને ખાનગી વાતોને સન્માન આપતા શીખવો.

તમારા બાળકો ૪ અથવા ૫ વર્ષનુ થાય ત્યારે તેને ખાનગી વાતોને સન્માન આપતા શીખવો. તમે નગ્ન હોય ત્યારે નાહવાના ઓરડાનો અથવા સુવાના ઓરડાનો દરવાજો બંધ રાખો અને તમારા બાળકોને પણ તેમ કરવાનુ શીખવો. આવી વસ્તુઓ કરવાનુ શીખવવા માટે તમારા કુંટુંબના રોકી રાખેલ દૃષ્ટીકોણ ઉપર નિર્ભર કરે છે.
લૈંગિકતા સબંધિત પ્રશ્નો વિશે ઉઘાડા રહો. એક ખુલ્લા, સહાનુભુતીવાળા માતાપિતા બનો. તમારૂ બાળક મોટુ થાય ત્યારે લૈંગિકતા બાબત સમજાવો. તમને જો આ વિષયો સમજાવવા માટે અઘરા લાગતા હોય તો તમે ચોપડીઓનો ઉપયોગ કરો. પ્રેમ અને જીવન માટે લૈંગિક સંબધ રાખવો તે બહુ મહત્વનો ભાગ છે, એમ તમારા બાળકોને બતાવો. જ્યારે તમારૂ બાળક લૈંગિકતા વિષે વાતો કરવી એ બરોબર છે એમ શીખશે ત્યારે તે મોટો થશે તેમ તેના વિષે વધારે પ્રશ્નો પુછતા તેને મુશ્કેલી નહી પડે.

ગાદલા

મુલાયમ ગાદલા શિશુઓ માટે કદાચ જોખમકારક છે.

મુલાયમ ગાદલાને લીધે થતા શિશુઓના મૃત્યુને રોકવા માટે નિમ્નલિખિતની ૧૨ મહિનાથી નીચેના શિશુઓ માટે ભલામણ કરી છે.

શિશુઓ માટે સુરક્ષિત આચરણનુ ગાદલુ:

  • મજબુત તંગ બેસતા ગાદલા ઉપર બાળકની પીઠ રાખો.
  • ઘોડીયામાંથી ઓશિકા, રજાઈ, આરામ આપનાર વસ્તુઓ, ઘેટાની ચામડી, ભરેલા રમકડા અને બીજી મુલાયમ વસ્તુઓ કાઢી નાખો.
  • કામળાની જગ્યાએ રજાઈ અથવા બીજા સુવાના કપડા વાપરવા રાખો.
  • કામળો વાપરતી વખતે જો બાળકના પગ ઘોડીયાની નીચેના ભાગમાં પડેલા દેખાય તો પાતળો કામળો તેના ઘોડીયામાં ગાદલાની આજુબાજુમાં ખોસી રાખો જે ફક્ત બાળકની છાતી સુધી પહોચે.
  • એક વસ્તુની ખાત્રી કરો કે તમારા બાળકનુ માથુ તેની ઉંઘ દરમ્યાન ખુલ્લુ રહે.
  • બાળકને પાણીની પથારી, સોફા, મુલાયમ ગાદલુ, ઓશિકુ અથવા બીજી મુલાયમ સપાટી ઉપર નહી સુવડાવો.

બાળકને તેના પેટની જગ્યાએ પીઠ ઉપર સુવરાવવુ, જે અચાનક શિશુના મૃત્યુના syndrome(SIDS)ના નાટકિય ઘટાડાને સબંધિત છે. શિશુઓ તેમના પેટ ઉપર સુઈને મૃત્યુ પામેલા જણાયેલ છે, તેમના ચહેરા, નાક અને મુલાયમ તકીયા, જેવા કે ઓશીકા, રજાઈ, આરામ આપનાર સાધનોથી મોઢાને ઢાકીને. તે છતા કેટલાક બાળકો તેમનુ માથુ મુલાયમ બિસ્તરો ઢાકીને તેઓ તેમની પીઠ ઉપર સુતા હોય ત્યારે મૃત્યુ પામેલા મળે છે.

સ્ત્રોત: આરોગ્ય.કોમ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate