વયસ્કરો અને બાળકો માટે નાસ્તો એ જીવનનો એક ભાગ બની ગયો છે. દરેકે દિવસમાં એક વાર નાસ્તો કરવો જોઇએ. તે છતા ઘણા પ્રમાણભુત નાસ્તામાં બહુ વધારે ચરબી, ખાંડ અને સોડીયમ હોય છે. બાળકના સંપુર્ણ પોષણ ઉપર આવા ચરબીવાળા નાસ્તાની પસંદગી કરવી એ બહુ નકારાત્મક પ્રભાવ પાડે છે.
ગળ્યો નાસ્તો
યુવા બાળકોના ગળ્યા નાસ્તાની પસંદગી માતાપિતા સાથે સબંધિત છે. બાળકો જેના માતાપિતા ગળ્યો નાસ્તો ઘણીવાર ખાય છે તેમના બાળકો પણ ઘણીવાર ગળ્યો નાસ્તો કરે છે. જેના માતાપિતા ઓછો ગળ્યો નાસ્તો કરે છે, તેમના બાળકો પણ કવચિત ગળ્યો નાસ્તો કરે છે. ગળ્યો નાસ્તો કરવો તે બાળકના ટીવીને જોવા અને માતાપિતાના દૃષ્ટીકોણને આધારિત છે.
નાસ્તો અને દાંતનુ સ્વાસ્થય
સૌથી સાદો બાળકનો પોષક આહાર દાંતનો રોગ તેમાં થતા પોલાણને લીધે છે. સરેરાંશ પાંચ વર્ષના બાળકને ત્રણ પોલાણ હોય છે. સડેલો અને/અથવા ગુમાવેલ દાત દર્દ અને પરેશાનીમાં પરિણામિત થાય છે, તોતડુ બોલવુ, સ્થાયી દાતને નુકશાન અને ચાવવામાં અક્ષમતા, લગભગ બધા ખોરાક દાંતના સડાને જવાબદાર છે. પણ તેમાંથી સૌથી વધારે મીઠાઈને દોષિત છે. તાજેતરનુ સંશોધન બતાવે છે કે મહત્વનુ કારણ એ નથી કે તમે કેટલી મીઠાઈ ખાધી છે, પણ તે કેટલીવાર ખાધી છે. નાસ્તામાં મીઠાઈ ખાવી તે દાંતના સડવાને વધારે જવાબદાર છે, નહી કે ભોજનમાં મીઠાઈ ખાવી. દાંતનો સડો તમે કઈ જાતની મીઠાઈ ખાધી છે તેના ઉપર આધારિત છે. ચીકણો ખોરાક વધારે સડાને કારણભુત છે, તેની સરખામણીમાં બીનચીકણો ગળ્યો ખોરાક જેવો કે પ્રવાહી કરતા.
નાસ્તો અને સ્થૂળતા
પ્રારંભિક ઉમરના બાળકોનુ વજન તેમની ઊંચાઈ કરતા વધારે ઝડપથી વધે છે. તેમના શરીરનો તુલનાત્મક ભાગ તેમની કિશોરવસ્થામાં બદલવાનુ શરૂ કરે છે. તેમના વયસ્કર માતાપિતા કરતા તેમને વધારે પોષક તત્વોની જરૂર પડે છે. ભોજનની વચમાં ખાવાને લીધે વજન વધે છે, કારણકે આટલા બધા નાસ્તામાં વધારે ચરબી અને ખાંડ હોય છે. આ બધા દિશાનિર્દેશકો બાળકોને તેમના વજનને ધ્યાનમાં રાખીને નાસ્તા લેવાની ટેવો શીખડાવવા મદદ કરે છે. નાસ્તો લેવાની દરરોજ ખોરાકની યોજનાની એક રૂપરેખા બનાવો. બાળકના પોષક તત્વોની જરૂરીયાત તેને નાસ્તો અને ભોજનને પુરતુ પડે તેટલુ પિરસો અને જુદીજુદી જાતના પોષક ખોરાકો - બરડ, મુલાયમ, ચાવવા લાયક, ચિકણા, ગરમ, ઠંડા, ગળ્યા, ખાટા, સૌમ્ય, મસાલેદાર. સારો વ્યવહાર કરવા માટે ઈનામના રૂપમાં ભોજન નહી આપો. મીઠા પીણા ઉપર નિયંત્રણ લાવો.
નાસ્તો અને લોહની ખોટ
ખરાબ ખોરાકની આદતો ઘણીવાર લોહની ખોટ તરફ લઈ જાય છે. આ સમસ્યા દુર કરવા માટે તમારે લોહથી ભરેલો નાસ્તાની પસંદગી કરવી જોઇએ, જેવા કે શિંગદાણાનુ માખણ, તરબુચ, માંસ અને લોહથી ભરેલા અનાજો. તેમ છતા અનાજમાં કિસમિસનો ઉમેરો કરી શકાય અથવા કચુંબર, કુકીસ અથવા બ્રેડમાં વાપરી શકાય છે. જો કે કિસમિસ એક લોહનુ સારૂ ઉગમસ્થાન છે, એને નાસ્તામાં લેવાની ભલામણ કરવામાં આવતી નથી, કારણકે તેનુ ચિકણાપણુ હંમેશા દાંતમાં ક્ષયનુ કારણ હોય છે.
નાસ્તાની માહિતીઓ
નાસ્તામાં નવો ખોરાક રજુ કરવા માટે તે સારો રસ્તો છે. જ્યારે તમે ખરીદી કરવા જાવ, ત્યારે તમારા બાળકને તમારો ખોરાક લેવા માટે મદદ કરવાનુ કહો - ફળો, શાકભાજી અને ચીસ કારણકે તે ખાવામાં તેમને બહુ રસ હશે. યોજના બનાવો અને વધારાના સેંડવિચ, સલાડ, સૂપના પ્યાલા વગેરે વહેચો. નિયમિત સમય ઉપર નાસ્તો આપો, જેવા કે સવારની અને બપોરની વચ્ચે. દિવસ દરમ્યાન તેમને વારંવાર નાસ્તો નહી આપો. વધારે ખાંડ, ચરબીવાળો ખોરાક, જેવો કે કેન્ડી, બટેટાની ચિપ્સ વગેરે. કોઇકવાર આપો. કેફીનથી ભરેલા પીણા, જેવા કે કોફી, ચા અને કેટલાક પીણાથી દુર રહેવુ જોઇએ.
બપોરનુ ભોજન - જુદાજુદા પ્રકારો વિષે વિચારો !
બપોરનુ જમવાનુ એક મોટો મુદ્દો છે. બપોરનુ ભોજન કંટાળાજનક અને બીનાકર્શક ન બની જાય તેના માટે નવા ભોજન અજમાવો. વિવિધના વિષે વિચારો. આદર્શ બપોરનુ ભોજન તૈયાર કરવા માટે નિમ્નલિખિત થોડા સુઝાવો તમને મદદ કરશે.
સેંડવિચીસ
સેંડવિચીસ એક સમુલિત પોષણ ખોરાકને બનાવવા માટે મોટો રસ્તો તૈયાર કરે છે. તેઓ કારબોહાઈડ્રેટ્સ, પ્રોટીન, ચરબી, વિટામિન્સ અને ખનીજનુ સૌથી સારૂ સંયોજન કરે છે. અને તે બનાવવા માટે સરળ છે. તમે તેને જુદીજુદી જાતના આકાર આપી શકો છો કે જેથી તે આકર્ષક બને અને કંટાળાજનક ન દેખાય.
બ્રેડની સાથે, સફેદ બ્રેડને બદલે આખા ઘઊ અથવા આખુ અનાજ (તપખીરીયા બ્રેડ)નો પ્રયોગ કરો.
ફળો/શાકભાજી
ફળ એ બહુ મોટુ વિટામિનનુ ઉગમસ્થાન છે. તમે તમારા બપોરના ભોજનમાં ફળો અને શાકભાજીને ઉમેરવાનુ ભુલતા નહી. જ્યારે તમે આનો સમાવેશ તમારા ભોજનમાં કરો છો, ત્યારે દિવસમાં પાંચ વાર પીરસવુ આસાન છે. ફળો અને શાકભાજી આ પ્રારંભિક નાસ્તો છે, જે ઝડપથી અને સરળતાથી બનાવી શકાય છે. દરેદ અઠવાડીયે નવા વિવિધ ફળો અને શાકભાજી અજમાવો.
દુધ બનાવવાની જગ્યા
જો એક પ્યાલો દુધ ન શક્ય હોય તો તમે દુધના બીજા પ્રકારો અજમાવો, જેવા કે યોગાર્ટ અથવા ચીસ. યોગાર્ટ ઘણી બધી સ્વાદિષ્ટ વાનગીઓ વિવિધ પ્રકારમાં આવે છે અને તેમાં ચરબીનુ પ્રમાણ ઓછુ હોય છે. તમારી સેન્ડવિચમાં એક ચીઝનો ટુકડો અથવા ચીઝની સળીઓ ઉમેરો.
પસંદગીનો આહાર
ફક્ત એટલે કે તમે નિરોગી ખોરાક ખાવા માટે કોશીશ કરો છો, એનો અર્થ એ નહી કે તમારા બીજા જુના પસંદગીના ખોરાકો જેવા કે બટાટાની ચીપ્સ અથવા કેક તમારે છોડી દેવા. સયંમથી વાપરેલા આ પદાર્થો તમને વિભિન્ન પ્રકારનાનો ઉમેરો કરવામાં મદદ કરે છે. આના સિવાય ત્યાં ઓછી કેલરીવાળી વિવિધતાઓ છે જેવી કે શેકેલી બટેટાની ચિપ્સ, ઓછી ચરબીવાળા બિસ્કીટ, અથવા ઓછી ચરબીવાળી કુકીસ, તમે રચનાત્મક બનો અને મજા કરો !
સ્ત્રોત: આરોગ્ય.કોમ