સારૂ સ્વાસ્થય, સારી ટેવો અને બુદ્ધિમાન વિકલ્પોથી આવે છે. હવે સારા સ્વાસ્થયના ફળોનો આનંદ લેવા માટે અને ભવિષ્યમાં યુવાનોએ વ્યાયામ, તણાવનુ નિયંત્રણ અને સ્વચ્છતા રાખવી, જેનુ મહત્વ સમજાવવુ બહુ જરૂરી છે, જેને લીધે રોગોનુ સંક્રમિત થવાનુ જોખમ ઓછુ થાય છે. તેમણે સ્વસ્થ ખોરાક ખાવાની ટેવો પાડીને જેટલુ વધુ બની શકે તેટલુ સુઈને અને શારિરીક અને માનસિક રીતે તંદુરસ્તી વચ્ચેનો સબંધ જાણવો જોઇએ. બાળકોએ કટોકટીના સમયે એ પણ જાણવુ જરૂરી છે કે ક્યારે "ના" પાડવી, જ્યારે બાળકો શારિરીક રીતે તંદુરસ્ત હોય અને શાળામાં પણ સારી રીતે ભણે.
બાળકોએ નીચે બતાવેલ પ્રમાણે શીખવુ જોઇએ
- પૌષ્ટીક આહારનો નમુનો તૈયાર કરવો જોઇએ અને નાસ્તા ઉપર કાબુ લાવવો જોઇએ, જેમાં ખાંડ્નુ પ્રમાણ વધારે હોય, ખાસ કરીને જમવા પહેલા. બાળકો માટે પહેલા પોતે કરીને સારૂ ઉદાહરણ તૈયાર કરવુ જોઇએ.
- દિવસની શરૂઆતમાં તમારા બાળકને પૌષ્ટીક નાસ્તો ઘરે અથવા શાળામાં લેવાનુ ચાલુ કરો.
- તમારા બાળકને જીવાણુનો ફેલાવો રોકતા શીખવો, સારી સ્વચ્છતા રાખીને, જેવી રીતે જમવા પહેલા હાથ ધોવા, મોઢાને અને છીકતી વખતે નાકને ઢાકીને વગેરે.
- નક્કી કરો કે તમારા બાળકને યોગ્ય ઉમરે રોગથી બચવા માટે રસ્સી લગાવવી. એક માહિતી પત્રક બનાવો જેમાં કઈ રસ્સી તમે અગાઊ લગાવેલ છે, તેની નોંધ કરો.
- તમારા બાળકને ઓછામાં ઓછી એક કસરત કરવા પ્રોત્સાહિત કરો, જેવી કે દોડવુ, ચાલવુ, દોરડાથી કુદવુ, સાઈકલ ચલાવવી, રોલર સ્કેટીંગ કરવુ અને તરવુ.
- તમારા બાળકને કસરત કરીને તણાવથી બચવા શિખવો, બરોબર ઉંઘ લઈને, સમસ્યાઓ વિષે ચર્ચા કરીને અને કામના નાનકડા ભાગ પાડીને.
- તમારા બાળકને પોતાનુ રક્ષણ કરવા "ના" કેવી રીતે પાડવી, તે શિખવો. ઝગડાથી દુર રહેવુ અથવા જોખમકારક પરિસ્થિતી વિષે વાતો કરવી.
સ્વાસ્થયની પ્રવૃતિઓ
બ્રશ (નાનકડા બાળકો ૨ - ૫ વર્ષની ઉમરના)
જ્યારે તમારા બાળકના દાત સાફ કરવાના સમય આવે ત્યારે દાત સાફ કરવા વિષે તેની સાથે એક ગીત ગાવ. દા.ત. સાફ કરવા.
આ રીતે દાત સાફ કરાય, આપણા દાત સાફ કરો, આપણા દાત સાફ કરો. આવી રીતે આપણે દાત સાફ કરવા જોઇએ. એટલે વ્હેલી સવારે!
- અવાજની અસર બનાવો. ઝુમ, ઝુમ, ઝુમ અથવા વ્ર્હુમ, વ્ર્હુમ, વ્ર્હુમ, જ્યારે તેઓ દાત સાફ કરતા હોય ત્યારે જુઓ.
- તમારા બાળકને તેના દાતને નામ આપવાનુ કહો અને જ્યારે તેની સાથે વાત કરતા હોય ત્યારે આ નામથી બોલાવો.
લેવડદેવડ કરવી અથવા લેવડદેવડ નહી કરવી (બાળકોને શાળામાં જતા પહેલા - ૨ કક્ષામાં)
તમારા બાળકને કેટલીક વ્યક્તિગત બાબતો વિષે લેવડદેવડ કેમ નહી કરવી કે જેના લીધે કીટાણુ અને રોગનો ફેલાવો થાય એ શીકવુ.
- તમારા બાળકને તેના દાતનુ બ્રુશ, કપ, કંગી, વાળઓળવાનુ બ્રુશ અને ચમચીની તસ્વીરો લેવાનુ કહો.
- તમારા બાળકને કાગળના એક મોટા ટુકડા ઉપર છબીઓ ચોટાડવાનુ કહો.
- રંગીન ચાક, પેન્સિલ અથવા માર્કરની સાથે તમારા બાળકને X કરવાનુ કહો અથવા દરેક છબી દ્વારા. ચિત્રનુ શીર્ષક "હું જે વસ્તુઓની લેવડદેવડ કરતો નથી."
- તમારા બાળકને વસ્તુઓની છબીઓ ભેગી કરવાનુ કહો જેની લેવડદેવડ બીજાની સાથે કરવી સુરક્ષિત છે.
- આ ચિત્રોનો ઉપયોગ કરવા માટે શીર્ષકની સાથે એક પોસ્ટર બનાવવુ, એક શીર્ષક સાથે. "વસ્તુઓ જેની હું લેવડદેવડ કરી શકુ."
આહારનો પહાડ (બધી ઉમરના બાળકો માટે)
એ મહત્વનુ છે કે બાળકો પૌષ્ટીક આહાર લ્યે. એમાંથી કેટલાક આહારો છે :
- દુધનુ જુથ : ચીઝ, માખણ, આઈસક્રીમ, યોગાર્ટ.
- શબજીનુ જુથ: બ્રોકોલી, લેટસ, પાલક, ગાજર, કઠોળ.
- માંસનુ જુથ : ડુક્કરનુ માંસ, મુરઘી, સ્ટીક, ગૌમાંસ.
- ફળનુ જુથ : સફરજન, સંતરા, પપયા, કેરી, કેળા.
- પાઉરોટીનુ જુથ : રોટી, અનાજ, બિસ્કીટ, પાસ્તા.
ચૉકલેટ અને પત્થરોનો નાસ્તો (શાળામાં જતી ઉમરના બાળકો જે બધાયને જમવા માટે બનાવેલ.)
પ્રત્યેક દિવસે તમારા બાળકે નીચે બતાવેલ ૫ પ્રમુખ ખોરાકના પ્રકારોમાંથી લેવો જોઇએ. રોટી, શબજી, ફળ, દુધ અને માંસ. આ નાસ્તો "રોટી" અને "ફળ"ને આવરી લ્યે છે.
- ચાર કપ ઓછી ખાંડવાળુ અનાજ અને બે કપ સુકી દ્રાક્ષ મેળવેલ વાટકો.
- ખોરાક અને નાસ્તાની વચમાં ખાવુ.
શિશુની સુરક્ષા
સુરક્ષાના ઉપાયો
- બાળકને કોઇ વાર નાના ભાઈ/બહેનની પાસે નહી રાખવુ.
- બાળકો આજુબાજુમાં હોય ત્યારે ધુમ્રપાન નહી કરવુ.
- હંમેશા તમારા બાળકની સાથે રહો જ્યારે તે ટબમાં બેઠુ હોય, જો તમારા બાળકને તમે મોટા ટબમાં નવડાવતા હોય તો તે લપસી ન જાય તેના માટે નીચે એક ટુવાલ અથવા કપડુ મુકો. નવડાવતી વખતે તમારો એક હાથ બાળકની ગરદન પાસે રાખો.
- બાળકને ગેસના ઉપકરણોથી દુર રાખો.
- બાળકની કોમળ ચામડી સીધા સુરજના પ્રકાશની સામે નહી રાખો, ખાસ કરીને બપોરે.
- બાળકના પારણાથી રમકડા અને ભરેલા ઓશીકા દુર રાખો.
- તમારા બાળકને કોઇ વાર જોશીલી રીતે હચમચાવો નહી અથવા તેને/તેણીને હવામાં ઉછાળો નહી.
- તમારા બાળકેને જમીન ઉપર કોઇ અરક્ષિત બારી પાસે નહી રાખો, એક સેકંડ પણ નહી અને જ્યારે બાળક સુતુ હોય ત્યારે પણ.
- તમારા બચ્ચાને અથવા બાળકને મોટરમાં એકલુ નહી મુકો.
શિશુની ઘરમાં સુરક્ષા
નવા બાળકની સાથે પહેલુ વર્ષ બહુ મુશ્કેલીનો સમય છે. જેમ બાળક મોટુ થાય છે, તેની જીજ્ઞાસા આજુબાજુની વસ્તુઓનુ નિરક્ષણ કરવા તેને પ્રેરિત કરે છે. ઘણી બધી ઘરેલુ વસ્તુઓ બાળક માટે જોખમકારક બની જાય છે.
સ્ત્રોત : આરોગ્ય.કોમ