બાળપણમાં પડવું સામાન્ય છે એટલે આપણે જાણીએ છીએ કે, બાળકોને ફ્રેક્ચર થવાનું જોખમ વધારે છે. જોકે બાળકનાં હાડકાં અને પુખ્ત વયની વ્યક્તિઓનાં હાડકાંઓમાં ફરક હોય છે. બાળકોનાં હાડકાં સંપૂર્ણપણે તૂટી જવાને બદલે વળી જાય એટલાં નરમ હોય છે. બાળકો એપિફાઇસિસ નામની ખુલ્લી વિકસતી પ્લેટ ધરાવે છે, જે લાંબા હાડકાંઓને છેડે હોય છે અને આ વિકસતી પ્લેટને ઇજા થવાથી અંગની લંબાઈમાં અસમાનતા કે કોણીય વિકૃતિઓ પેદા થઈ શકે છે. જ્યારે બાળકોનાં હાડકાં તૂટી જાય છે, ત્યારે હાડકાંને ઉચિત સ્થાને ગોઠવવા અને ફરી વિકસાવવા તેમને ગોઠવવાની કે સ્થાપિત કરવા જરૂરી છે.
આ જન્મજાત ખામી છે, જેમાં નવજાતનાં બાળકનાં પગ અંદરની તરફ વળેલા હોય છે. એનાથી બાળકોને દુઃખાવો થતો નથી. જેમ જેમ બાળકનો વિકાસ થાય છે, તેમ તેમ સારવારમાં વિલંબ થાય તો એને ચાલવામાં મુશ્કેલી પડી શકે છે. જન્મ પછી શરૂઆતનાં થોડાં અઠવાડિયામાં એનું મેનેજમેન્ટ શરૂ કરો અને એમાં સ્ટ્રેચિંગ એન્ડ કાસ્ટિક (પોન્સેટી પદ્ધતિ) અથવા સ્ટ્રેચિંગ એન્ડ ટેપિંગ (ફ્રેન્ચ પદ્ધતિ) સામેલ છે. કેટલીક વાર સર્જરીની જરૂર પડે છે. સામાન્ય રીતે સારવાર સફળ રહે છે, પણ માતાપિતાઓએ ઉચિત સીટીઇવી મેનેજમેન્ટ, નિયમિત ફોલો-અપ અને ઘણું ધૈર્ય જાળવવું મહત્ત્વપૂર્ણ છે.
બૉ લેગ ધરાવતાં બાળકો સીધા ઊભા રહે છે, ત્યારે એમનાં પગનાં અંગૂઠા આગળ તરફ વળેલા હોય છે, પગની ઘૂંટીઓ સ્પર્શ કરે છે, પણ ઘૂંટણ સ્પર્શ કરતાં નથી
બૉ લેગ ધરાવતાં બાળકો સીધા ઊભા રહે છે, ત્યારે એમનાં પગનાં અંગૂઠા આગળ તરફ વળેલા હોય છે, પગની ઘૂંટીઓ સ્પર્શ કરે છે, પણ ઘૂંટણ સ્પર્શ કરતાં નથી. બૉ લેગ નાનાં બાળકોમાં વિકાસનો સાધારણ ભાગ છે. ત્રણ વર્ષની આસપાસ બાળક ઘૂંટણ સાથે ઊભું રહી શકે છે અને એનાં ઘૂંટીઓ સ્પર્શે છે. જો આ ઉંમરે પણ બૉ લેગની સમસ્યા જોવા મળે, તો બાળક બૉ લેગ ધરાવે છે એવું કહેવાય છે. આ માટે વિવિધ કારણો જવાબદાર છે, જેમ કે હાડકાનો અધાધારણ વધારો, બ્લાઉન્ટ રોગ, ફ્રેક્ચર્સ, જેની ઉચિત સારવાર નથી નથી, જે ફ્લોરાઇડનું પોઇઝનિંગ થવું, સુકતાન (વિટામિન ડીની ખામી) તરફ દોરી જાય છો. બૉ લેગમાં સુધારા માટે એ માટે જવાબદાર કારણોની સારવાર જરૂરી છે અને જો જરૂર પડે તો લેગ બ્રાસીસ અને સર્જરીની જરૂર છે.
સરેરાશ વજન ધરાવતાં અને ઊભા રહેલાં બાળકનાં ઘૂંટણ સ્પર્શે છે, પણ એમનાં પગની ઘૂંટી સ્પર્શતી નથી. આ પ્રકારની સમસ્યા સામાન્ય રીતે નોક ની તરીકે ઓળખાય છે. અસાધારણ ચાલ આ સ્થિતિની નિશાની પણ હોઈ શકશે. સામાન્ય રીતે બાળક 2થી 3 વર્ષનું થાય છે, ત્યારે આ સમસ્યા જોવા મળે છે તથા ચાર વર્ષની વય સુધી એની ગંભીરતામાં વધારો થઈ શકે છે. સામાન્ય રીતે જેમ જેમ બાળક મોટું થાય છે, તેમ તેમ આ સમસ્યાનું સમાધાન આપમેળે આવી જાય છે, પણ 6થી 7 વર્ષની વય સુધી આ સમસ્યા જળવાઈ રહે, તો ઘૂંટણની નીચે પગની આગળ ઇજા કે સુકતાન જેવી સમસ્યા હોય છે (વન-સાઇડેડ નોક ની). આ સમસ્યામાં મુખ્યત્વે મેદસ્વીપણું જવાબદાર હોય છે. એની સારવારમાં વિટામિન ડીની ખામીને સુધારવી તથા સ્પ્લિન્ટ, બ્રાસ, ઓર્થોટિક શૂ કે સર્જરી જેવાં અન્ય પગલાં સામેલ છે.
ઓસ્ટિયોમાયઆઇલિટિસ (હાડકાંને ઇન્ફેક્શન), સેપ્ટિક આર્થ્રાઇટિસ (સાંધાનું ઇન્ફેક્શન), હિપ ડાઇસ્પ્લેસિયા, અંગમાં ખામી વગેરે જેવી જન્મજાત અને વિકસતી મસ્ક્યુસ્કેલેટલ સિસ્ટમ તથા હાડકાનું ચોક્કસ પ્રકારનું કેન્સર અન્ય ઓર્થોપેડિક બિમારીઓ છે, જે બાળકોમાં જોવા મળી શકે છે.
આપણે બાળકોને જોખમકાર સ્થિતિમાં જતાં અટકાવવામાં મદદરૂપ થઈ શકીએ અને તેમને પડતાં બચાવી શકીએ. સ્પોર્ટ્સ અને એથ્લેટિક પ્રવૃત્તિઓમાં ઇજાનાં નિવારણમાં ઉચિત સંરક્ષિત ઉપકરણનો ઉપયોગ અને નિરીક્ષણ સામેલ હોઈ શકે છે.પોષક દ્રવ્યોની ઊણપથી ઊભી થતી સમસ્યાઓને ઉચિત ભોજન, વિટામિન ડી અને કેલ્શિયમ સપ્લીમેન્ટેશનથી નિયંત્રણમાં લાવી શકાશે.
તમામ વયજૂથનાં લોકોને ઓર્થોપેડિક સમસ્યાઓ થઈ શકે છે અને બાળપણમાં ઓર્થોપેડિક સમસ્યાઓ દરેક માતાપિતાની નજરમાં હોવી જોઈએ. જો સમસ્યા ન જણાય તો પણ એનાં માટે પાયો નંખાઈ શકશે. એટલે માતાપિતાઓએ તેમનાં બાળકો સ્વસ્થ સ્નાયુઓ અને હાડકાં સાથે પુખ્ત બને એ માટે આ થોડી બાબતોની કાળજી રાખવી જોઈએ.
સ્ત્રોત: ડૉ.ઉર્વશી રાણા(પીડિયાટ્રિશિયન), નવગુજરાત હેલ્થ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020