જ્યારથી બાળકનો જન્મ થયો છે ત્યારથી બાળકનુ જીવન સંપુર્ણપણે જુદાઈથી ભરેલુ છે, તેની નાભીને કાપ્યા સુધી. તે આગળ વધીને તેના જીવનના વિકાસના પ્રત્યેક ચરણ સાથે જુદાઈનો અનુભવ કરે છે. જુદાઈની ચિંતાનો પહેલો તબક્કો પહેલા વર્ષના છેલ્લા ત્રિમાસિક ભાગમાં ચાલુ થાય છે અને સાધારણ રીતે તે બીજા વર્ષની શરૂઆતના મહીના સુધી ચાલે છે. કેટલાક નવુ ચાલવુ શિખતા બાળકો જુદાઈનો કોઇ દિવસ અનુભવ કરતા નથી. પણ તેમાંથી કેટલાકને તેના બીજા જન્મદિવસના થોડા સમયમાં વિકસિત થાય છે અને ત્રીજા વર્ષ અથવા વધારે સમય માટે ચિંતાથી પિડાય છે.
તબક્કાઓ જ્યારે જુદાઈનુ સ્થાન લ્યે છે
- જ્યારે બાળક ધાવણ છોડીને ઘટ્ટ ખોરાક ખાય છે અને માતાના સ્તનથી જુદા થાય છે.
- બાળક પેટ ઉપર ઘસડવાનુ અને ચાલવાનુ શરૂ કરે છે અને તેને ઉપાડવાની માતાને ઓછી મદદની જરૂર પડે છે.
- આના સિવાય આગળ જઈને જુદાઈ જગ્યા લ્યે છે જ્યારે બાળક શાળાએ જવાનુ ચાલુ કરે છે.
- માતાપિતાથી બાળક જુદા ગાદલા ઉપર સુવે છે.
- ઘરમાં નવા શિશુનુ આગમાન થાય છે.
- જ્યારે માતાપિતામાંથી એક અથવા બંને તેમને છોડી દે છે.(માતાપિતાનો લગ્નવિચ્છેદ)
બાળક ગંભીર રૂપથી જુદાઈની સમસ્યાથી પીડિત થાય છે
- જેઓ બહુ ઓછા પ્રમાણમાં બીજાની સામે ખુલ્લા પડે છે અને તેના માતાપિતા સિવાય કોઇપણ તેમનુ ધ્યાન રાખતુ નથી.
- બાળક જીવનમાં બીજા તણાવનો સામનો કરે છે, જેવા કે હલવુ, બાળકની નવી દેખભાળની સ્થિતી અથવા નવા શિશુનુ આગમાન.
- કેટલાક બાળકો જે શરમાળ છે તેઓ અતિશયોક્તીપૂર્ણ ઢંગથી શાંતપણે જુદાઈ અનુભવે છે.
- જ્યારે માતાપિતા લાંબા સમય સુધી બાળકને રાત્રભર છોડીને જાય છે.
નિમ્નલિખિત યુક્તિઓ તમને અને તમારા શિશુની જુદાઈનો સારી રીતે સામનો કરવા મદદ કરશે
- માતાપિતાએ શિશુની ચિંતાને સમજવી જોઇએ અને સમજ, ધીરજ અને વિશ્વાસ માટે પ્રતિક્રિયા કરવી જોઇએ. શબ્દો દ્વારા તમારા શિશુને આરામ આપો, જેવા કે મને ખબર છે કે તુ મને છોડવા માંગતો નથી પણ હું જલ્દીથી પાછો આવીશ. હુ તને પ્રેમ કરૂ છુ. કોઇ દિવસ ઉતાવળ નહી કરો અને નિરાશાજનક શબ્દો નહી કહો, જેવા કે તુ મને આવી રીતે વળગવા માટે મુર્ખ છે.
- ગંભીરતાથી ચિંતા નહી કરો. શાંત અને સહાનુભુત રહો અને બાળકના ઉન્માદ વર્તણુક્થી સ્થિર રહો. તેને કહો કે હું તને પ્રેમ કરુ છુ, પણ હુ તને યાદ કરૂ છુ એમ ઉમેરતા નહી.
- જ્યારે તમે આસપાસ હોય ત્યારે તમારૂ શિશુ સુરક્ષિત છે એમ સંવેદના કરે છે. તેને બહુ પ્યાર અને ધ્યાન આપો. એક બાળક જલ્દીથી ગોઠવાઈ જાય છે જ્યારે તમે તેની સાથે સંવેદનશીલ રહો.
- નાની જુદાઈથી શરૂ કરો, જેવી કે દરવાજાની પાછળ સંતાઈ જવુ અને બીજા ઓરડામાં જવુ અને ધીમેધીમે થોડા સમય માટે ઘરની બહાર જવુ. જુદાઈને અસ્થાયીના રૂપમાં બાળકને જુદી રીતે જોવા મદદ કરે છે.
- તમારૂ શિશુ ગહેરી નીંદમાં સુતુ હોય ત્યારે તમારે કપટી રીતે ઘરમાંથી બહાર ન જવુ જોઇએ. તે ફક્ત તેને વધારે અસુરક્ષિત બનાવશે.
- વધારે ચિંતાતુર નહી થાવ. નાના બાળકો માતાપિતાની ચિંતા લઈ લ્યે છે. તમારી ચિંતા બાળકને વધારે અસુરક્ષિત બનાવશે. તમે જ્યારે બાળકને છોડતા હોય ત્યારે હંમેશા તમારા ચહેરા ઉપર વિશ્વાસથી ભરેલ સ્મિત હોવુ જોઇએ.
જુદાઈની સમસ્યામાં મદદ કરો
તમારા બાળકને જુદા ઓરડામાં સુવાની ટેવ પાડો
બાળક માટે એક નિયમિત સુવાનો ક્રમ બનાવો. તમારા બાળકને શુભરાત્રી કહીને ચુંબન આપો અને ઓરડામાંથી બહાર જાવ. આ માતાપિતાને તેમના બાળકના સુવાના કલાકો નિયંત્રિત કરીને અને બાળકને દરરોજ નિશ્ચિત સમયે પથારીમાં મુકવા મદદ કરશે. ત્યા પાછળ ફરીને જોવાનુ નથી. બાળક તરત જ કદાચ સુઈ નહી જાય પણ થોડા સમય પછી સુઈ જશે.
શરૂઆતમાં બાળક અને માતાપિતા બંને માટે મુશ્કેલ થશે, જ્યારે માતાપિતા સાધારણપણે બહુ મિજાજી થશે. બાળકના રોવા બાબત અને બાળકને તમનાથી દુર રાખો. પણ માતાપિતા શિસ્ત લાવવા બાળકના રોવાની અવગણના કરશે, તે છતા સમય સમયે બાળકની ચકાસણી કરવી પડશે કે તે સુઈ ગયુ નથી ને.
તમારા બાળકને ટુક સમય માટે જુદાઈની ટેવ પાડવી, જેવી કે ખરીદી કરવા અથવા ફિલ્મ જોવા જવુ.
તમારા શિશુને સ્વસ્થતાનુ ભાન થવા તમારા ટુકા સમયની જુદાઈ માટે, જેવુ કે ખરીદી કરવા જવુ અથવા બહાર ફરવા જવુ, તમે થોડો સમય તમારા શિશુ સાથે જુદા થતા પહેલા વીતાવો. બેપરવાહીથી છેલ્લી મિનિટે દોડી જવાનુ દુર રાખો, કારણકે આનાથી તમારૂ બાળક અસ્વસ્થ અને અશાંત થઈ જશે. તમે તેને કોઇ પ્રવૃત્તિમાં ગુથેલુ રાખો કે જે તેને ગમે છે. આમ કરવાથી તે કામમાં રોકાઈ જશે. વધારામાં જ્યારે તે છોડે ત્યારે નાટકિય વિદાઈ નહી આપો અને સાદાઈથી તેનુ પ્રસ્થાન કરવા દયો. જેટલુ ટુકમાં થાય એટલુ તમારા બાળકને સમજાવો કે તમે બહાર જાવ છો અને જલ્દી પાછા આવશો.
શાળાએ જતા પહેલા જુદાઈની ચિંતા.
લગભગ દરેક બાળક શરૂઆતમાં શાળાએ જતી વખતે રડે છે અને વિરોધ દર્શાવે છે. ઘરેથી શાળા જવાની રોજની અવધિ નાના બાળક માટે કેટલાક અંશે ઘણી મુશ્કેલ છે. તમે એમ નહી વિચારતા કે તમારા બાળકનો પ્રતિકારક અને તેની ઇચ્છાની વિરૂધ શાળામાં જવુ એક શાળામાં નહી જવાનુ ચિન્હ છે. જેટલુ જલ્દી બને તેટલુ બાળક નવા નિત્યક્રમ સાથે એકરૂપ થઈ જાય છે અને શાળામાં બરોબર ગોઠવાઈ જાય છે, ત્યારે રોવાનુ અને વળગવાનુ ઓછુ થાય છે. આ પ્રક્રિયા બીજાની સરખામણીમાં કેટલાક બાળકોને વધારે વાર લાગે છે અને કેટલાકને શાળાની અવધિમાં મુશ્કેલી થાય છે અને તેમના શાળાની કારકિર્દીમાં એક અથવા બે વર્ષ લાગે છે.
તમે નિમ્નલિખિત માર્ગો ઉપર મદદ કરી શકો છો
- ખાતરી કરો કે બાળક ઉઠ્યા પછી શાળાએ જતા પહેલા તેને ઘણો સમય મળે. ચોક્કસ રહો કે તે સવારનુ દુધ પીએ અને શાળાએ જતા પહેલા સરખી રીતે નાસ્તો કરે. એક થાકેલ અને ભુખ લાગેલ બાળક અસ્થિર થાય છે અને તેના માતાપિતાને વધારે વળગે છે.
- તેને ઉતાવળથી ઘરમાંથી કાઢી નહી મુકો અને એ ખાત્રી કરો કે તમે તેને સારી રીતે હુંફવાળી બાથ ભરો છો અને કોઇક મિત્રતાવાળી વાતચિત કરો અને આશ્વાસન આપો કે તે શાળાથી પાછો આવશે ત્યારે તેના માતાપિતા ત્યાં હશે.
- જો શાળા પરવાનગી આપશે તો તેની સાથે ઘરનો એક તુકડો સાથે લાવે, જેવુ કે એક નાનકડુ રમકડુ જે તેને ગમે છે અથવા તેની પસંદગીનો કામળો. જો શાળા તેને આ કરવાની પરવાનગી નહી આપે તો તેને આશ્વાસન આપો કે તેનુ રીછનુ રમકડુ તેની શાળા પુરી થાય ત્યા સુધી તેના વાહનમાં છે અને તેની રાહ જોવે છે.
- તમારાથી જુદા થવુ એ શિશુ માટે સહેલુ થશે જો તમે તેને દિવસ માટે એક રૂમાલ અથવા બટવો અથવા એક ચુંબન તમારા હોઠથી તેના હાથ ઉપર આપશો.
- કોઇ વાર તમારા બાળકને શાળાએ જતી વખતે ઠપકો નહી આપો. તેને હળવા મિજાજમાં વાતચિત દરમ્યાન રાખો અને પુછો કે જ્યારે તે શાળામાંથી પાછો આવશે ત્યારે તેને શું જોઇશે અથવા તેના શિક્ષકનુ નામ કહે અને મિત્રો અથવા ઘરુવાડીના કાવ્યો ગાય જે તેને ગાવા ગમે છે.
- હસતો ચહેરો રાખો, જ્યારે બાળકને તમે તેની કક્ષાના દરવાજા સુધી મુકવા જાવ. કોઇ ચિંતાની નિશાની અથવા બેચેની નહી બતાવો જે તેને માનસિક રીતે તાણ આપે. દોષી હોવાની સંવેદના અને વધારે પડતા સહાનુભુતીવાળા નહી થાવ. તમે જો આ બધુ છોડી દેશો તો તમારી ભાવનાઓ સાથે રમશે અને તમને વધારે ખરાબ લાગશે.
- થોડા વહેલા શાળામાં આવો અને કક્ષાના ઓરડામાં આટા મારો અને તેને કક્ષાના ઓરડાના રમકડા વિષે પુછો અને કક્ષામાં લટકતા સુંદર ચિત્રો વિષે પુછો અને તેની પ્રશંસા કરો. કક્ષાના ઓરડામાં ઓછી અને મીઠી વાતો કરો. જો તમે ત્યા વધારે રહેશો તો તે તમને વળગી પડશે.
- તેને વિદાઈ આપીને છોડી દયો અને આશ્વાવન આપો કે જ્યારે શાળા પુરી થશે ત્યારે તેને લેવા આવશે.
- તેને સમયસર લઈ જાવ. તેને રોજની ચિંતામાંથી મુક્ત કરશે કે તેને તમે લેવા નહી આવો.
નવા શિશુના આગમનને લીધે જુદાઈ
નવુ બાળક આવવાની જાણ થાય એ જ ઘડીએ માતાએ તેના બાળકને સ્વતંત્ર બનાવવાનુ ચાલુ કરવુ જોઇએ - આ બાળકને તેની માતા સાથે ઓછુ રહેવા મદદ કરશે અને જુદાઈની વેદના નવુ બાળક આવે ત્યારે ઓછી અનુભુતી થશે. એ બહુ મહત્વનુ છે કે મોટા બાળકને એવી છાપ ન પડે કે નવા બાળકે તેની માતાને ચોરી લીધી છે. માતાએ એ ખાત્રી કરવી કે તેના મોટા બાળકને તેણે છોડી દીધુ છે એવુ ન લાગે અથવા મોટા બાળકને તેના નાના ભાઇ વિષે ઇર્ષાનો દૃષ્ટિકોણ વિકસિત ન થાય.
સ્ત્રોત: આરોગ્ય.કોમ