ભારત સરકારે આ વર્ષે ઓરી (મીઝલ્સ) અને રુબેલા સામે લડવા વિશ્વના સૌથી મોટા ટીકાકરણ અભિયાનની શરુઆત કરી છે. આ ટીકાકરણ અભિયાન અંતર્ગત ૯ મહિનાથી ૧૫ વર્ષ સુધીના બાળકોને એમ.આર રસી મુકવામાં આવે છે. આ ટીકાકરણ ને લગતી ઘણી અફવા પણ ફેલાય રહી છે, આવી અફવા થી દુર રહેવું. આ રસી કયારે આપવી, કયારે ન આપવી, ક્યાં સમય ગળામા આપવી, આ રસી કેટલી સુરક્ષિત છે? તેની વધુ માહિતી નીચે આપેલ છે.
MR રસી ક્યારે આપવામાં આવે છે ?
સામાન્ય રીતે બાળકોને બે વર્ષની ઉમર સુધી મા એમ.આર. રસીના બે વાર ડોઝ આપવામાં આવે છે. પહેલો ડોઝ ૯ થી ૧૨ મહિનાની વચ્ચેના સમયગાળામા અને બીજો ડોઝ ૧૬ થી ૨૪ મહિનાની વચ્ચે આપવામાં આવે છે.
શું MR રસી બાળકો માટે સંપુર્ણપણે સુરક્ષિત છે ?
જી હા! એમ.આર. રસી બાળકો માટે સંપુર્ણપણે સુરક્ષિત છે. આજે આ રસીનો ઉપયોગ ૧૫૦ થી વધુ દેશોમાં થઈ રહ્યો છે. આ એમ.આર. રસીનો ઉપયોગ કરવાથી બાળકોમા ખુબ લાભ-દાયક પરિણામ જોવા મળે છે. આ રસી આપવાથી બાળકોમાં આ બન્ને રોગ થવાની સંભાવના ખુબ ઓછી રહે છે. ઇજેકશનની જગ્યાએ હલકો સોજો અને ખજવાણ જેવા લક્ષણો જોવા મળી શકે પરતું તે ઝડપથી મટી જાય છે.
શું બાળકોને MMR રસી આપ્યા બાદ MR રસી આપી શકાય?
જી હા! એમ.એમ.આર. રસી આપ્યા બાદ એમ.આર. રસી આપી શકાય છે. જો તમે તમારા બાળકને હમણા જ MMR રસી મુકવી હોય તો પણ એમ.એમ.આર. રસી આપ્યાને ૨૮ દિવસ પછી એમ.આર. રસી નો ડોઝ આપી શકાય. આ રસી ઓરી અને રુબેલા થી સંપુર્ણપણે સુરક્ષિત રાખે છે.
એમ.આર. રસી મુકવા માટે ક્યાં જવું?
એમ.આર.રસી મુકવા માટે સરકારી હોસ્પિટલ, આંગણવાડી, શાળાઓમા, મોબાઇલ વાહનનો વિનામુલ્યે મુકવામાં આવે છે. તથા તમે પ્રાઇવેટ હોસ્પિટલમા જઈને પણ રસી મુકાવી શકો છો.
શું આ સરકારી રસી સારી ગુણવતાની છે?
આ એમ.આર.રસી વિશ્વ આરોગ્ય સગઠન દ્વારા પ્રમાણિક કરેલ છે અને આ રસી ૧૫૦ થી વધુ દેશો મા સફળતાપૂર્વક ઉપયોગમા લેવાય છે. દરેક એમ.આર.રસી પર vaccine vial monitor લગાવામ આવ્યું છે. જેથી આ રસીની ગુણવતા જાણી શકાય. સરકાર દ્વારા સારી ગુણવતાની જ રસી બાળકોને લગાવવામાં આવે છે.
શું એમ.આર.રસી તાવ આવતો હોઈ ત્યારે આપી શકાય ?
તાવ, શરદી વગેરે બિમારીમા આ રસી મૂકી શકાય પરંતુ ડોક્ટરની સલાહ અનુસાર દર્દીને રસી આપવી જેથી સારવાર સારી થઇ શકે છે. નાની બીમારીઓમાં આ રસી આપવાથી કોઈ પણ પ્રકારનું નુકસાન નથી.
એમ.આર.રસી ક્યાં સમય અને કોને ન આપવું જોઈએ ?
- વધારે પડતો તાવ આવતો હોય ત્યારે.
- હોસ્પિટલમા દાખલ બાળકોને.
- એમ.એમ.આર રસી આપ્યા બાદ તુંરત ન આપવી, 28 બાદ આપી શકાય.