બીમારીઓથી બચાવ : સ્તનનું દૂધ શુદ્ધ અને દુષણ મુક્ત હોય છે. તેમાં રોગ પ્રતિરક્ષણમાં સહકાર આપે તેવા ઘણા પરિબળો જેમકે Ig A, IgM, લાઈસોઝાઈમ (Lysozyme), લેક્ટોફેરીન (Lactoferrin) હોય છે..
એલર્જી થી બચાવ: માં ના દૂધમાં ગાય ના દૂધ કરતા Protein ઘણું ઓછું હોય છે એટલે જ દૂધ થી એલર્જી થવાની સંભાવના ઓછી હોય છે. નવજાત શિશુનું પેટ શરૂઆતના ૮ મહિના નબળું હોય છે તેથી જ ગાયના દૂધનું સેવન કરવાથી તેમાં રહેલા Protein ના લીધે “Cow milk allergy” થવાની સંભાવના ઘણી વધે છે.
અન્ય બીમારીઓ થી બચાવ: માંના દુધથી હાઈપોક્લેસીમિયા (Hypocalcemia) ટેટાની (Tetani) જેવા રોગથી બચાવ થાય છે. કારણ કે એમાં કેલ્શિયમ અને ફોસ્ફરસનું પ્રમાણ બરાબર ગણુત્તરમાં હોય છે. સ્તનપાન કરાવવાથી ડાયાબિટીસ, પિત્તાશયનાં રોગ અને અસ્થમા જેવી બિમારિયોથી બચાવ થાય છે.
સુપાચ્ય અને સંપૂર્ણ આહાર : માં નું દૂધ ગાય ના દૂધથી વધારે સુપાશ્ય છે કારણ કે તેમાં લેક્ટાલબ્યુમિન (Lectalbumin) વધારે હોય છે. નવજાત બાળકોની કિડની વધુ મૂત્ર સંકેદ્રિત નથી કરી શકતી, તેથી માં ના દૂધનું લઘુત્તમ Protein અને લઘુતમ સોલ્યુટ તે કિડની ને કામ કરવા મદદ કરે. તેમાં રહેલા Polyunsaturated fatty acids (PUFA) મષ્તિષ્કના વિકાસ માટે જરૂરી છે. માં ના દૂધ માં લાઈપેસ (Lipase) હોય છે. જેના લીધે તે વધુ સુપાચ્ય બને છે..
આર્થિક પરિબળો: માતા માટે કુદરતી સ્તનપાન એ એક અમૂલ્ય ભેટ છે. આના લીધે બોટલ, બોટલનું નિપ્પલ, દૂધ ખરીદવા જેવી તૈયારી કરવાની જરૂર પડતી નથી. સાથે જ તેને ગરમ કે ઠંડુ કરવામાં સમય નો બગાડ કરવો પડતો નથી..
માતા ને થતા લાભ : જે માતાઓ એ બાળકોને સ્તનપાન કરાવ્યું છે, તેને આગળ જઈને સ્તન અને અંડાશયની બિમારીઓ થવાની સંભાવના અન્ય સ્ત્રીઓની તુલનામાં ઓછી થઈ જાય છે. બાળકની દેખભાળ રાખતી માતાઓ માટે આ આરામદાયક છે કારણ કે વારંવાર દૂધ ઉકાળવું અથવા દૂધની બોટલને સાફ કરવામાં સમયનો બગાડ કરવો પડતો નથી.
માન્યતા: પહેલું પીળું દૂધ ના પીવડાવું જાઈએ.
હકીકત: પહેલું દૂધ, કોલોસ્ટ્રમ (Colostrum) બાળક માટે ખુબ જ જરૂરી છે. જેમાં પ્રોટીન ખુબ જ વધારે પ્રમાણમાં હોય છે.
માન્યતા: મા ને નબળાઈ હોય ત્યારે સ્તનપાન ના કરાવવું જાઈએ.
હકીકત: ભારતમાં મોટા ભાગે મહિલાઓ ને ૪૦૦-૬૦૦ ml દૂધ પહેલા વર્ષમાં આવે છે. સ્તનપાન કરાવવું જ જાઈએ અને પૌષ્ટિક આહાર જેમકે દાળ, લીલા શાકભાજી, સુપ જેવો ખોરાક દર ત્રણથી છઃ કલાક પર લેવો જાઈએ. જે માસાહારી હોય તેમણે ઈંડા અને માંસ ખાવામાં કોઈ વાંધો નથી.
માન્યતા: જે મહિલાઓ સ્તનપાન કરાવે છે તેઓ ગર્ભનિરોધક બની જાય છે..
હકીકત: ફક્ત ૫૦% મહિલાઓ ને સ્તનપાન દરમિયાનના ૬-૮ મહિનાઓ સુધી માસિક આવતું નથી જેના કારણે તેઓ ગર્ભનિરોધક ઉપાયો નો પ્રયોગ કરતી નથી. પરતું માસિક આવવના સમય કાળ દરમિયાન પ્રેગનેન્સી રહી શકે છે. માટે જ આના વિકલ્પ રૂપે ડોક્ટરની યોગ્ય સલાહ લેવી.
માન્યતા: ડબ્બા નું દૂધ / બોટલનું દૂધ વધુ પૌષ્ટિક હોય છે.
હકીકત: મા ના ૧૦૦ ml દૂધમાં ૧ gm Protien અને 70 Kcal હોય છે.આ શિશુના વિકાસ માટે પર્યાપ્ત છે.
માન્યતા: દૂધ પિવડાવવાથી શરીર જાડું થાય છે.
હકીકત: સ્તનપાન કરાવવના સમયકાળ વખતે વધુ ઘી-તેલ વાળી વસ્તુઓ ખાવાથી અને કસરત ના કરવાથી ચરબી જમા થાય છે અને મેદસ્વીપણું આવે છે.
માન્યતા: નાના આકારના સ્તનમાં દૂધનું ઉત્પાદન ઓછું થાય છે..
હકીકત: સ્તનના આકારની અસર દૂધના ઉત્પાદન પર થતી નથી સારો ખોરાક લેવાથી અને નિયમિત સ્તનપાન કરાવવાથી બાળકની જરૂરિયાત અનુસાર દૂધ બને છે.
માન્યતા: સ્તનપાનના સમય ગાળા દરમિયાન માતાએ ઠંડો ખોરાક જ ખાવો જાઈએ. ફળ, શાકભાજી, રોટલી ના ખાવું જાઈએ, તેનાથી બાળક ને પાચન માં તકલીફ પડે છે.
હકીકત: સેવન કરેલા ખોરાક ના પાચન પછી જ દૂધ બને છે. હંમેશા માતા એ પૌષ્ટીક અને સંતુલિત આહાર લેવો જાઈએ માતાનું દૂધ બાળક માટે હંમેશા સુપાચ્ય જ હોય છે.
માન્યતા: દર બે કલાકે દૂધ પિવડાવવું જાઈએ નહીંતર બાળક નબળું પડી જાય છે.
હકીકત: બાળકને જ્યારે જ્યારે ભૂખ લાગે ત્યારે તેને સ્તનપાન કરાવવું જાઈએ (Demand feeding)આના થી બાળકનું વજન પણ વધે છે. બાળકનું વજન અને તેની જરૂરીયાત અનુસાર ૧-૫ કલાકમાં તેને ભૂખ લાગતી હોય છે. બાળક જો દિવસમાં ૬-૮ વખત પેશાબ કરે તો તે પર્યાપ્ત સ્તનપાન કરે છે જન્મ ના પહેલા સપ્તાહમાં દરેક બાળકનું ૧૦% વજન ઓછું થાય છે. બાળક તેના જન્મ ના બીજા સપ્તાહની સમપ્તિ સુધીમાં બરાબર વજનનું થઈ જાય છે. 20gm/day વજન વધારો સામાન્ય છે.
માન્યતા: માતાએ કામનું પુનઃ પ્રારંભ કરતા પહેલા મા નું દૂધ છોડાવી દેવું જાઈએ.
હકીકત: માં નું દૂધ સાફ વાસણમાં કાઢીને બાળકને આપવું જાઈએ. આ વાતને એક્સપ્રેસ્ડ મીલ્ક (expressed milk) માં સમજાવી છે.
માન્યતા: વધુ સ્તનપાન કરાવવાથી બાળક હંમેશા માં પર આધિન રહેશે..
હકીકત: સંશોધન પ્રમાણે સ્તનપાન ભાવનાત્મક સેતુ બાંધવામાં મદદ કરે છે. અને આવા બાળક વધારે સંતુલિત લાગણીઓ વાળા અને સ્વતંત્ર બને છે.
માન્યતા: એક વર્ષ સુધી સ્તનપાન કરાવવાથી બાળક ને મા ના દૂધની ટેવ પડી જાય છે.
હકીકત: મોટા ભાગે બાળકો પોતાના સ્વાદનુસાર નવી વસ્તુઓ જમે છે. ઘણા બાળકો પોતાની રીતે જ દૂધ છોડી દે છે અને ઘણા બાળકો વધારે સમય લગાવે છે. પરંતુ આ બીકથી દૂધ પિવડાવવાનું છોડવું જાઈએ નહી.
માન્યતા: બીમાર થવા પર દૂધ પિવડાવવાનું બંધ કરી દેવું જાઈએ.
હકીકત: જો તમે બિમાર છો, તો તમારું બાળક એ બિમારી ના ક્ષેત્રમાં આવી જ ગયું છે. સ્તનપાન થી તેને રક્ષણાત્મક એન્ટીબોડી (Antibodies) મળશે ડોકરની સલાહ બાદ જ દવાઓ લેવી. તમારા ડોક્ટર તમને યોગ્ય દવા આપી શકશે જેનાથી માં ના દૂધ માં તેનો સ્ત્રાવ ના થાય અને બાળક ને નુકશાન ના પહોંચે.
માન્યતા: કસરત કરવાથી દૂધ ખાટુ થઈ જાય છે અને બાળક દૂધ પિતું નથી..
હકીકત: સંશોધન અનુસાર કસરતથી માં ના દૂધમાં કંઈ જ ફેર પડતો નથી. પરસેવો અથવા પરસેવાની દૂર્ગંધ ના લીધે બાળક દૂધ નથી પીતું એટલા માટે ચોખ્ખાઈનું ધ્યાન રાખવું.
માન્યતા: માસિક દરમિયાન અથવા બીજી પ્રેગ્નેન્સી રહી જવા બાદ બાળક ને દૂધ ના પીવડાવું જાઈએ.
હકીકત: આ પરિબળોનું સ્તનપાન કે દૂધ ના ઉત્પાદન પર કોઈ અસર થતી નથી.
જે બાળકો સમયથી નાના છે અને દૂધ નથી પી શકતા અથવા તો માં ને કામ પર જવાનું હોય છે, ત્યારે Expressed breast milk આપવું જાઈએ. આના માટે માં નું દૂધ સાફ, મોટા મોંઢા વાળા વાસણમાં કાઢી લેવું જાઈએ. આ દૂધ રૂમના તાપમાનમાં ૧૦ કલાક માટે અને ફ્રિઝમાં ૨૪ કલાક માટે સુરક્ષિત રહી શકે છે.
સમતલ / ટુંકું / વિપરીત નિપ્પલ: નાના નિપ્પલને મસાજ કરીને બહાર લાવવું આનાથી બાળકને સ્તનપાન કરવામાં તકલીફ નથી પડતી, વિપરીત નિપ્પલ (Sore nipple) નું નિદાન પ્રેગ્નેન્સી દરમિયાન જ થઈ જાય છે.
ઉપાય: બાળક ના જન્મ પહેલા હલકા હાથ વડે માલિશ કરી નિપ્પલ ને બાર લાવવાનો પ્રયત્ન કરવો. જન્મ બાદ ડોક્ટર/નર્સની મદદ દ્વારા પ્લાસ્ટિક સીરીંજ થી સ્તનપાન કરાવતા પહેલા નિપ્પલ ને બહાર નિકાળવા.
નિપ્પલમાં ચિરોડા (Sore nipple): બાળકને યોગ્ય રીતના ‘Latching' ના કરાવો તો યોગ્ય પ્રમાણમાં દૂધ મળતું નથી અને નિપ્પલ અયોગ્ય રીતના ખેચાય છે. આનાથી ચિરોડા પડે છે. બાળક ને વારંવાર ખેંચીને છોડાવવાથી અથવા સાબુ-પાણીથી ધોવાના પરિણામ સ્વરૂપ આવુ બને છે.
ઉપાય: બાળકને યોગ્ય રીતના ‘Latching' પદ્ધતી થી જ સ્તનપાન કરાવવું. સ્તનપાનની સમાપ્તી વખતે અંતમાં આવતા દૂધને નિપ્પલ પર લગાડીને હવા માં સુકાવવા દેવું..
દૂધનો ભરાવો : જા બાળક ઓછું દૂધ પીતું હોય અથવા તો બહારનું દૂધ પીતું હોય તો છાતીમાં દૂધ જમા થઈ જાય છે. આના લીધે સ્તનમાં પીડા થાય છે.
ઉપાય: આનો ઈલાજ બાળકને દૂધ પીવડાવવું છે. ગરમ પાણીથી શેક કરવો. જો સ્તન વધુ કડક બની જાય તો હાથ વડે થોડું દૂધ નીકાળી દેવું જાઈએ જેથી દૂધ પીવડાવવામાં સરળતા રહે છે. જો આ સમસ્યાઓનો ઉપાય ના આવે અથવા તો તાવ આવવાનો શરૂ થઈ જાય તો તાત્કાલિક તમારા ડોક્ટરનો સંપર્ક કરવો.
WHO, UNICEF એ સ્તનપાન વિશે જાગૃતતા લાવવા માટે ઓગષ્ટ મહિનાની ૧ થી ૭ તારીખને ‘બ્રેસ્ટ ફિડીંગ વિક' (Breast feeding week) તરીકે ઘોષિત કર્યું છે. તમારી મુશ્કેલીઓ ના નિવારણ માટે તમારા ડોક્ટરની સલાહ લેવી. ઘરના સભ્યોએ પણ માતાને પ્રેગનેન્સી દરમિયાન ના સમય ગાળાથી જ સ્તનપાન માટે જાગૃત કરવી જાઈએ અને સહકાર આપવો જાઈએ. બાળક જા દિવસમાં ૬-૮ વખત પેશાબ કરે તો તે પર્યાપ્ત સ્તનપાન કરે છે.
માતાઓ એ બાળકોને સ્તનપાન કરાવ્યું છે, તેને આગળ જઈને સ્તન અને અંડાશયની બિમારીઓ થવાની સંભાવના અન્ય સ્ત્રીઓની તુલનામાં ઓછી થઈ જાય છે.
સ્ત્રોત: ડો વંદના સિન્હા, ગાયનેક ઓન્કો સર્જન. નવગુજરાત હેલ્થ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/15/2020