શિશુના શરીરને પોષણની જરૂર હોય છે માત્ર ખોરાકની નહીં એ હકીકત છે. વ્યક્તિનું આરોગ્ય તેના પર નિર્ભર હોય છે કે તે કેટલું સારૂં પોષણ તેના જીવનના પ્રારંભિક તબક્કાઓમાં મેળવે છે અને તેનાથી તે ખુશહાલ અને રોગમુક્ત જીવન પ્રાપ્ત કરી શકે છે. ઉત્તમ આરોગ્ય માટે ૧થી ૭ સપ્ટેમ્બર એમ દર વર્ષનો સપ્ટેમ્બર માસનું પ્રથમ સપ્તાહ નેશનલ ન્યુટ્રિશન વીક તરીકે ઉજવવામાં આવે છે અને તેમાં વિવિધ થીમ્સ રાખવામાં આવે છે જેથી દરેકને પોષણ વિશે શિક્ષિત કરી શકાય. આ વર્ષે થીમ ‘એન્સ્યોરીંગ ફોકસ્ડ ઈન્ટવેન્શન્સ ઓન એડ્રેસીંગ અંડર – ન્યુટ્રીશન ડ્યુરિંગ ધ ફર્સ્ટ ૧૦૦૦ ડેઝ ઓફ ચાઈલ્ડઃ બેટર ચાઈલ્ડ હેલ્થ' રાખવામાં આવ્યું છે.
કોલોસ્ટ્રમ શિશુના સારા આરોગ્યનો પાયો રચવામાં અને તેને ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. કોલોસ્ટ્રમ કે જેને પ્રવાહી સોનું કે રોગ પ્રતિકારક દૂધ કહે છે તે ઘટ્ટ, ચીકાશયુક્ત ફીકા પીળા રંગનું પ્રવાહી હોય છે જે માતાની સ્તનગ્રંથિઓમાંથી શિશુના જન્મના પ્રથમ દિવસે ઉત્પન્ન થાય છે. શિશુને જન્મ પછી તરત બીજું કંઈ નહીં પણ કોલોસ્ટ્રમ આપવામાં આવે છે જેથી પણ તેને શિશુનો પ્રથમ આહાર કહેવાય છે. અગાઉના સમયમાં એવી પ્રથા હતી કે શિશુનો જન્મ થાય ત્યારે તેને મધ આપવામાં આવતું હતું કે જેના દ્વારા શિશુને મિઠાશયુક્ત ચીજથી આવકારી શકાય પણ એ પ્રથાને પ્રોત્સાહિત ન કરવી જોઈએ અને તેનાથી દૂર રહીને શિશુના આરોગ્ય માટે જોખમ ન સર્જાય એવુ પગલુ લેવુ જોઈએ.
કોલોસ્ટ્રમ રોગપ્રતિકારક તત્વો જેમકે સિક્રેટરી IgA, લેક્ટોફેરીન, લ્યુકોસાઈસીટ્સ જેવા રોગપ્રતિકારક તત્વો તેમજ વિકાસશીલ પરિબળો જેમકે એપિડર્મલ ગ્રોથ ફેક્ટર કે જે શિશુના પોષણ, ઉછેર અને વિકાસ માટે આવશ્યક હોય છે, તેનાથી ભરપૂર હોય છે અને તે ઈમ્યુનિટી બનાવવામા મહત્વનો ભાગ ભજવે છે. કોલોસ્ટ્રમમાં લેક્ટોઝનું કોન્સન્ટ્રેશન્સ પણ ઓછું હોય છે, જે ઈમ્યુનોલોજિક હોવાનું પ્રાથમિક પરિબળ બને છે. સોડિયમ, ક્લોરાઈડ અને મેગ્નેશિયમના સ્તરો વધુ પ્રમાણમાં હોય છે અને પોટેશિયમ અને કેલ્શિયમ દૂધ કરતાં કોલસ્ટ્રમમાં ઓછા હોય છે. કોલોસ્ટ્રમમાં મેચ્યોર બ્રેસ્ટ મિલ્ક કરતાં વધુ લેક્ટોઆલ્બ્યુમીન અને લેક્ટોપ્રોટીન હોય છે. કોલોસ્ટ્રમ શરૂઆતના સમયમાં ખૂબ ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે અને પછી તે વધુ પાતળા અને હળવા પ્રવાહી (મેચ્યોર બ્રેસ્ટ મિલ્ક)માં પરિવર્તિત થતું જાય છે. પ્રથમ દિવસે શિશુના પેટની ક્ષમતા 5-7 ml ની હોય છે અથવા તો લખોટીના કદ જેટલું હોય છે અને તેથી શિશુની ભૂખ સંતોષવા માટે થોડી નાની ચમચી જેટલું કોલસ્ટ્રમ પણ પૂરતું છે. ૭મા દિવસે શિશુની હોજરી પિંગપોંગ બોલના કદની થાય છે અને એ સમયે શિશુ માટે દૂધની આવશ્યકતા પૂરી કરવા મેચ્યોર મિલ્કનું ઉત્પાદન પણ વધે છે. તેથી ટૂંક સમય પહેલા જ પ્રસૂતિ કરાવેલી માતાઓએ શરૂઆતના સપ્તાહોમાં ઓછું દૂધ આવે તો ચિંતા ન કરવી જોઈએ. સ્તનપાન શિશુને જરૂર પડે ત્યારે કરાવતા રહેવું જોઈએ અને તેનાથી દૂધ પણ વધુ માત્રામાં મળતું થાય છે.
કોલોસ્ટ્રમના લાભો ભરપૂર છે જે નવજાત શિશુને પોષણ આપે છે અને શિશુની પોષણ માટે આવશ્યકતાઓને સચોટ રીતે પૂરી કરે છે, જે નીચે પ્રમાણે છે.
10. કોલોસ્ટ્રમથી નવજાત શિશુમાં યોગ્ય પ્રમાણમાં બ્લડ સુગર જળવાય તેમાં મદદ મળે છે..
કોલોસ્ટ્રમ પ્રથમ દૂધ હોવાથી અને (પીળાશ પડતું) રંગનું રહેતું હોવાથી તેના વિશે માનવામાં આવે છે કે તે ગંદુ અને આરોગ્ય માટે હાનિકારક છે અને આવી જ ગેરમાન્યતાઓના કારણે તે શિશુને આપવાના બદલે ફેંકી દેવામાં આવે છે. ડિલિવરીના પ્રથમ કલાકમાં જ માતાને દૂધ આવવું શરૂ થાય છે. નવજાત શિશુને તેથી તેની માતા પાસે મૂકવું જોઈએ જેથી તે વહેલામાં વહેલી તકે માતાની સાથે ત્વચાના સંપર્કમાં આવે અને માતા તથા શિશુ વચ્ચેનો નાતો મજબૂત થાય છે જે નાથી શિશુને બાહ્ય દુનિયાથી સુરક્ષિત હોવાનો અહેસાસ પણ થાય છે.
સ્તનપાન કરાવવું એ બાળક માટે આશીર્વાદ સમાન છે કેમકે તે શિશુના વિકાસ માટે આવશ્યક છે અને શિશુને છ મહિનાનું થાય ત્યાં સુધી સ્તનપાન કરાવવું જોઈએ (જેમાં પાણીની જરૂર પણ નથી). માનવ કોલોસ્ટ્રમ અને બોવાઈન કોલોસ્ટ્રમ – ગાયનું કોલોસ્ટ્રમ બંને સંપૂર્ણ આહાર છે જેમાં આવશ્યક પોષક તત્વો નવજાત માટે હોય છે જે તેમના જીવનના પ્રારંભિત તબક્કા માટે ખૂબ ઉપયોગી છે.
દૂધ છોડાવવું એ એવી પ્રક્રિયા છે જેમાં બાળકને માતાના દૂધ ઉપરાંત અન્ય ખોરાક પણ આપવામાં આવે છે. દૂધ છોડાવવું એ માતાના દૂધના સ્થાને બાળકના યોગ્ય વિકાસ માટે અને તેની વધારાની પોષણ માટેની આવશ્યકતાઓ પૂરી કરવા માટે ક્રમશઃ અપાતો ખોરાક છે. પણ આ પ્રક્રિયા છ મહિના પછી જ શરૂ કરવી જોઈએ. દૂધ છોડાવવાના પ્રાથમિક તબક્કામાં શિશુને આરોગ્યપ્રદ ખોરાકની આદત પાડી શકાય છે તેમજ તેને ચમચીથી ખાતા શીખવી શકાય છે, ખોરાક ગળતા અને બરાબર ચાવતા શીખવી શકાય છે. એ જરૂરી છે કે દૂધ છોડાવવાના આ તબક્કામાં ચોક્કસ સમય ગાળા દરમિયાન કોઈ એક શાકભાજી બાળકને આપવામાં આવે, તેને ફળો સાથે મેળવીને મિઠાશયુક્ત બનાવ્યા વિના આપવાથી તે જીવનભર આરોગ્યપ્રદ ખોરાક લેવાની ટેવ કેળવી શકે છે. દૂધ છોડાવવાની પ્રક્રિયાનો પ્રારંભ હળવા અને સરળતાથી પચે એવા નરમ ખાદ્યપદાર્થો (સંભવ હોય ત્યાં સુધી બાફેલું કે પ્યુરી વાળુ) આપીને કરી શકાય જેથી શિશુ તે ગળવાની પ્રક્રિયા પણ શીખે છે. માતાના દૂધની અવેજીમાં અપાતા ખોરાકમાં સારી રીતે રાંધેલા કે મેશ્ડ શાકભાજી, ફ્રૂટ પ્યુરી, ભાત કે અન્ય કોઈ અનાજને દૂધ સાથે મિક્સ કરીને, બાફેલી કે સારી રીતે પ્યુરીડ દાળ સામેલ હોય છે.
આમ, કોલોસ્ટ્રમને તમારા શિશુ માટે સુપરફૂડ કહી શકાય છે કેમકે તેમાં અનેક પોષક તત્વો હોય છે જે તમારા શિશુના આરોગ્યમાં વધુ સુધારો કરી શકે છે.
સ્ત્રોત:શ્વેતા બેનરજી.લાઈફસ્ટાઈલ કાઉન્સેલર/ ડાયેટિશિયન
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020