દર વર્ષે ૩૦ માર્ચ "વર્લ્ડ બાયપોલર ડે" તરિકે ઇન્ટરનેશનલ બાયપોલર ફાઉન્ડેશન, એશિયન નેટવર્ક ઓફ બાયપોલર ડિસઓર્ડર તથા ઇન્ટરનેશનલ સોસાયટી ફોર બાયપોલર ડિસઓર્ડર દ્વારા ઉજવવામાં આવે છે. આ દિવસે બાયપોલાર ડિસઓર્ડર (દ્વિધ્રુવિય બિમારી) અંગે જાગૃતી માટે જ્ઞાનવર્ધક કાર્યક્રમો યોજવામાં આવે છે તથા આ બાબતે લોકોનો પુર્વગ્રહ ઘટે તથા સંવેદનશિલતા વધે તે માટે પ્રયત્નો કરવામાં આવે છે.
વિન્સેટ વાન ગોઘ, જે એક ડચ ચિત્રકાર હતા. તેમનો જન્મ ૩૦ માર્ચ, ૧૮૫૩ ના થયો હતો. જેમની યાદમાં ૩૦ માર્ચ "વિશ્વ બાયપોલર ડે" તરિકે ઉજવવામાં આવે છે. તેમણે આર્ટવર્ક, ઓઇલ પેઇન્ટીંગ, વોટરકલર, ડ્રોઇંગ, સ્કેચ અને પ્રિન્ટ વગેરે ક્ષેત્રે ઘણુજ યોગદાન આપ્યુ હતુ. માત્ર ૩૭ વર્ષની ઉંમરે પોતાની જાતને બંધુકની ગોળી મારી તેમણે આપઘાત કર્યો હતો. પોતાના જીવન ના છેલ્લા કેટલાક મહીનાઓમાં તેઓ સ્વસ્થ ના હતા. તેઓ આ મહિનાઓને પોતાના જીવનના સૌથી દુઃખભર્યા દિવસો તરિકે વર્ણવે છે. આ દિવસો દરમિયાન તેઓ લેખનકાર્ય કે ચિત્રકામ કરી શક્તા ના હતા. તેમના મૃત્યુબાદ વિષ્લેષણ વડે તેઓ માનસિક બિમારીથી પિડીત હતા. કથીત રીતે "બાયપોલર ડિસઓર્ડર" (દ્વિધ્રુવિય બિમારી) નામની બિમારી હતી.
"બાયપોલર ડિસઓર્ડર" બિમારીમાં વ્યક્તિ મેનિયા (ઉન્માદ) તથા ડિપ્રેશન (ઉદાસી) ની તબક્કાઓ માંથી પસાર થાય છે. મેનિયા (ઉન્માદ) ના તબક્કા દરમિયાન દર્દિની ઉંઘની જરુરીયાત ઘણી ઘટી જાય. દર્દિ પોતે ઘણૉજ શક્તિશાળી છે તેવુ અનુભવે. ઘણી વખત તે ખુબજ આનંદ માં હોય કે ગુસ્સામાં રહે. વિચારો ખુબજ તીવ્રતાથી ચાલ્યા કરે. એક વિચાર હજુ પુરો ના થયો હોય ત્યા બીજો વિચાર શરુ થઇ જાય. (ઘણા દર્દિઓ આ ચિન્હને- મગજ જાણે કમ્પયુટર જેવુ બની ગયુ છે તેમ વર્ણવે છે.). આ દર્દિઓ કોઇ એક વાત પર કોનસન્ટ્રેટ કરી શકતા નથી. અને વધુ પડતા આશાવાદી હોય છે. ઘણી વખત મુર્ખામીભર્યા રોકાણૉ કરી ભારે આર્થીક નુકશાન વેઠે છે. ઘણી વખત ગજા ઉપરવટ નો ખર્ચો કરી બેસે કે અન્યોને દાન-દક્ષિણામાં પૈસા વાપરે. ઘણી વખત વધુ પડતા આત્મવિશ્વાસમાં ભયજનકરીતે વાહન ચલાવવાથી માંડી કેટલાક જોખમો ઉપાડી બેસે છે- તે તેના નોર્મલ સમયના સ્વભાવની વિરુધ્ધ હોય છે.
જ્યારે ડિપ્રેશન દરમિયાન વ્યક્તિને જીવન દુઃખી લાગે, સતત નકારાત્મક વિચારો આવ્યા કરે, અનિદ્રા, થકાન, હાથ-પગ-માથામાં કે શરિરમાં દુઃખાવો થવો તથા જીવન નિરર્થક છે તેવા વિચારો આવવા. ઘણી વખત ડિપ્રેશનના તબક્કા દરમિયાન વ્યક્તિ આપઘાત નો પ્રયાસ કરી બેસે છે.
મેનિયા તથા ડિપ્રેશન દરમિયાન વ્યક્તિની કાર્ય-ઉત્પાદકતા ઘણીજ ઘટી જાય છે. તેમનુ વર્તન તેના નિયમિત સ્વભાવની વિરુધ્ધનુ હોય છે. જેથી પોતાને તથા અન્યો માટે ઇજાનુ કે ક્યારેક જીવનુ જોખમ નોતરે છે. આ બિમારી ના લક્ષણૉ ને સમયસર ઓળખી તેની સારવાર કરાવવાથી આ દર્દિનુ જીવન સંતુલીત રહી શકે છે.
સ્ત્રોત : ડો. આઇ. જે. રત્નાણી માનસિકરોગ સબંઘિત બ્લોગ- વધુ માટે અહીં ક્લિક કરો
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/30/2020