"વિશ્વ આરોગ્ય સંસ્થા" તેમજ "વિશ્વ માનસિક સ્વાસ્થ્ય સંઘ"ના સંયુક્ત ઉપક્રમે ૧૯૯૨ થી દર વર્ષે ૧૦-ઓક્ટોબર ના દિવસ ને વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ તરિકે ઉજવવામાં આવે છે. આ દિવસે વિવિધ જનજાગૃતીના કાર્યક્રમો દ્વારા મગજ અને માનસિક રોગોને લગતી બાબતો અંગેના કાર્યક્રમો યોજવામાં આવે છે.
આ વર્ષે ૧૦ ઓક્ટોબર ૨૦૧૬ ના "દરેક માટૅ માનસિક સ્વાસ્થ્ય સબંધિત પ્રાથમિક સારવાર" ને વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની મુખ્ય થીમ તરિકે પસંદ કરવામાં આવેલ છે. મોટા પાયે થતી કુદરતી આપત્તીઓ કે યુધ્ધ, આતંકવાદી હુમલાઓ, રોગચાળૉ ફાટી નિકળવાથી કે લોકો ના મોટા પાયે સ્થળાંતરથી લોકોનો મોટો સમુહ માનસિક તણાવ હેઠળ પસાર થાય છે. આ ઉપરાંત અકસ્માતો, લુટ તેમજ બળાત્કાર જેવી વ્યક્તિગત આપત્તીઓ પણ માનસિક તણાવ વધારે છે. જેના લાંબા ગાળાના શારિરિક, માનસિક, સામાજિક, લાગણીકીય દુરોગામી પરિણામો ભોગવવાના રહે છે. આવા સમયે જેવી રીતે શારીરીક બિમારીઓ માટે "પ્રાથમિક સારવાર" હોય છે તેમ માનસિક સ્વાસ્થ્ય સબંધિત પ્રાથમિક સારવાર ને પણ જો પ્રાધાન્ય આપવામાં આવે તો આ તણાવના લીધે લાંબાગાળે થતી માનસિક બિમારીઓ અટકાવી શકાય તેમજ વ્યક્તિને ફરીથી અગાઉ મારફત પોતાના જીવનમાં પુનઃવસવાટ યોગ્ય બનાવી શકાય.
"માનસિક સ્વાસ્થ્ય સબંધિત પ્રાથમિક સારવાર" માં પિડીત વ્યક્તિ સાથે વાર્તાલાપ કરવાની તેમજ ઉમર, જાતી અને સંસ્કૃતી મુજબ યોગ્ય અંતર જાળવી લાગણીઓને સમજવાનૉ તેમજ તેની માહીતીઓ સમજવાનૉ તેમજ યોગ્ય માર્ગદર્શન આપવાની વાત પર ભાર મુકવામાં આવે છે. આ દરમિયાન પિડિત વ્યક્તિની શક્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની બાબત પર પણ ભાર મુકવામાં આવ્યો છે.
સ્ત્રોત : ડો. આઇ. જે. રત્નાણી માનસિકરોગ સબંઘિત બ્લોગ- વધુ માટે અહીં ક્લિક કરો
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/23/2020