વિશ્વ સ્કિઝોફ્રેનિયા જાગૃતી દિવસ-૨૪ મે
દર વર્ષે ૨૪ મે એ વિશ્વ સ્કિઝોફ્રેનિયા જાગૃતી દિવસ તરિકે ઉજવવામાં આવે છે. આ દિવસે વિવિધ કાર્યક્રમો દ્વારા સ્કિઝોફ્રેનિયા તથા સાયકોટિક ડિસિઝ અંગે જન જાગૃતી સભર કાર્યક્રમો યોજવામાં આવે છે. આથી આ બિમારીને તેની શરુઆતના તબક્કામાં જ ઓળખી તેને આગળ વધતી અટકાવી શકાય તથા તેની વ્યક્તિના માનસિક સ્વાસ્થય પર થતી લાંબા ગાળાની વિપરીત અસરો અટકાવી શકાય.
સ્કિઝોફ્રેનિયા એ એક ગંભીર માનસિક બિમારી છે. આ બિમારીમાં વ્યક્તિના વિચારો, વાળી, વર્તન, કાર્યક્ષમતા પર વિપરીત અસર પડે છે. આ બિમારી માં દર્દિની દુનિયા પ્રત્યેની દ્રષ્ટી બદલાઇ જાય છે. પોતે કોઇપણ તટસ્થ ઘટનાને અલગ જ દ્રષ્ટીકોણથી જુએ છે. જાણે બધાજ લોકો તેના વિરોધી છે, તેના વિરુધ્ધ કોઇ કાવતરુ ઘડાઇ રહ્યુ છે. લોકો તેના વિષે વાતો કરી રહ્યા છે. તેના જીવને જોખમ છે. અને આ વિચારોમાં તે દ્રઢ પણે માને છે અને તેની તેના વર્તન પર પણ ગાઢ અસર પડે છે. જેમકે. વારંવાર ડરવુ, કાર્યક્ષમતા માં ઘટાડો થવો, એકાગ્રતામાં ઘટાડો થવો વગેરે. કેટલાક કિસ્સાઓમાં સ્કિઝોફ્રેનિયાથી પિડીત દર્દિઓને વિચિત્ર અનુભવો થતા જોવા મળે છે. જેમકે વિચિત્ર (જે હકીકત ના હોય તેવા) અવાજો સંભળાવા કે દ્રષ્યો દેખાવા, જેમાં તેને અન્ય પરિચિત કે અપરિચિત વ્યક્તિનો અવાજ સંભળાય છે જે તેના વિશે કોઇ ખરાબ વાતો કરતો હોય, ધમકીઓ આપતો હોય કે કોઇ કાવતરુ ઘડતો હોય છે. જેની તેના વર્તન અને તેના રોજીંદા જીવન પર ગાઢ અસર પડે છે.
વિવિધ વૈજ્ઞાનિક સંશોધનો ના તારણ અનુસાર સ્કિઝોફ્રેનિયાનુ પ્રમાણ કોઇપણ પ્રદેશ કે જાતીના લોકોમાં ૧% જેવુ હોવાનુ માલુમ પડ્યુ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના અંદાજ મુજબ આજે વિશ્વમાં આશરે ૨ કરોડ થી વધુ લોકો સ્કિઝોફ્રેનિયાથી પીડાય છે. મોટાભાગે આ બિમારીની શરુઆત તરુણાવસ્થા દરમિયાન થાય છે અને તેનુ યોગ્ય સમયે નિદાન તથા સારવાર ખુબજ જરુરી છે.
મગજ માં ડોપામિન નામના રસયણ નુ સંતુલન ખોરવાઇ જવાથી, તેનુ પ્રમાણ વધવાથી સ્કિઝોફ્રેનિયા નામની આ બિમારી થાય છે. આ બિમારીમાં દર્દિને જાણે પોતાને કોઇ બિમારીજ નથી તેમજ તે તદન નોર્મલ છે તેમ માને છે આથી, તેના નિદાન અને સારવારમાં તેના નજીકના સગાઓની ભુમિકા અગત્યની છે. યોગ્ય સમયે આ બિમારીને ઓળખી તેનુ મનોચિકિત્સક પાસે નિદાન કારાવી, સારવાર થવી લાંબાગાળાની તંદુરસ્તિ માટે આવશ્યક છે. હાલ સ્કિઝોફ્રેનિયાની સારવારમાં એન્ટિસાઇકોટિક ગૃપની દવાઓ નો ઉપયોગ થાય છે અને તેની અસર થતા બે થી ત્રણ અઠવાડીયાનો સમય લાગે છે.
સ્ત્રોત : ડો. આઇ. જે. રત્નાણી માનસિકરોગ સબંઘિત બ્લોગ- વધુ માટે અહીં ક્લિક કરો