ગર્ભાશયની ડોકના (સર્વિકલ) કેન્સરનો અટકાવ
સર્વિકલ કેન્સર હવે રસીથી અટકાવી શકાય સંબંધોનું રક્ષણ સ્ત્રીત્વનો સાર છે, તે કુટુંબ અથવા પોતે જીવન હોય. આ રક્ષણ ખાસ કરીને ત્યારે તીવ્ર થાય જ્યારે સર્વિકલ કેન્સરની વાત આવે. ભારતમાં સર્વિકલ કેન્સર મહિલાઓમાં કેન્સરથી થતા મૃત્યુમાં પ્રથમ શ્રેણીએ આવે છે. (સ્તન કેન્સર કરતા વધારે).સર્વિકલ કેન્સર ગર્ભાશયની ડોકનું કેન્સર છે. ગર્ભાશયની ડોક ગર્ભાશયના પ્રવેશદ્વારમાં સ્થિત છે અને રોગસંક્રમણ ગર્ભાશય સુધી પહોચતા અટકાવે છે.
નાની ઉંમરની મહિલાઓને આ એચ.પી.વી ચેપ લાગવાનું સૌથી વધુ જોખમ છે જે ભવિષ્યમાં સર્વિકલ કેન્સરમાં પરિણમી શકે છે. જોકે, દરેક સ્ત્રીને સર્વિકલ કેન્સર થવાનું જોખમ છે, તેના ઉંમરને અનુલક્ષી તેના માટે કન્યાઓનું રક્ષણ જેટલું વહેલું થાય તેટલું સારું.
સર્વિકલ કેન્સર એવા કોઈ લક્ષણો નથી બતાવતું જ્યાં સુધી તે ઉન્નત તબક્કામાં પહોંચી ન ગયું હોય. યોનિમાંથી નીકળતાં ચીકણા પ્રવાહીનું (પેપ સ્મીયર) પરીક્ષણ માત્ર સર્વિકલ કેન્સરને પ્રારંભિક તબક્કે શોધી શકે છે. યાદ રાખો કે પેપ સ્મીયર એચ.પી.વી ચેપ શોધે છે તે ચેપને પ્રથમ સ્થાને રોકી નથી શકતું.
સારા સમાચાર! સર્વિકલ કેન્સરને હવે અટકાવી શકાય
આ રસીકરણ કરવાનો શ્રેષ્ઠ સમય છે છોકરીયો જયારે કિશોરાવસ્થામાં હોય, કારણ કે તે સમય છે જ્યરે સહુથી ઉત્તમ પ્રતિકાર પ્રતિભાવ મેળવી શકાય. જોકે, બધી સ્ત્રીઓને સર્વિકલ કેન્સર થાવનું જોખમ રહે છે તો તમારા ડૉક્ટરને પૂછો કે આ રસીકરણ તમારી માટે યોગ્ય છે કે નહી.
આ રસીકરણ ૩ ડોઝ/ઇન્જેક્શન દ્વારા ૬ મહિનાના સમયગાળામાં આપવામાં આવે છે. આ રસી સલામત અને સારી સહન કરી શકાય તેમ છે. અન્ય રસી જેમ, થોડો તાવ અથવા સોજો, જેવી હળવી પ્રતિક્રિયાઓ આ રસીકરણ પછી જોઈ શકાય છે.
સ્રોત: Glaxo Smith Kline (GSK)
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/10/2020