অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આઈ.વી.એફ

આઈ.વી.એફ

વંધ્યત્વના વિશ્વભરમાં બનાવો કેવા છે ?

વિશ્વ આરોગ્ય સંસ્થા ના અંદાજ અનુસાર આશરે 8-10 ટકા દંપતીઓ કેટલાક સવરૂપે વંધ્યત્વ અનુભવે છે. વૈશ્વિક ઘોરણે તેનો અર્થ એ થાય કે 50-80 મિલિયન લોકો વંધ્યત્વ ધરાવે છે.તે ઉપરાંત પ્રથમ બાળક પછી પણ 5-7 વર્ષનો સમય પસાર થઇ ગયો હોવા છતાં પણ બીજા બાળક માટે ગર્ભધારણમાં મુશ્કેલી અનુભવવી પડે છે અને સમય વેડફાઈ જતો હોઈ છે.

વંધ્યત્વના કારણો શું છે ?

બાળક પ્રાપ્તિ માટે ના પ્રયત્નો કરતાં પણ દંપતીઓ અસફળ રહે છે તેના ઘણા કારણો છે વય, જીવનશૈલી, વ્યવસાય, તણાવયુક્ત જીવન,જૈવિક અને તબીબી પરિબળો પુરુષ અને સ્ત્રી બંન્નેની પ્રજનન શક્તિમાં ભૂમિકા ભજવે છે.

સ્ત્રીઓ માં વંધ્યત્વના મુખ્ય કારણો :

• બીજ ન બનવું, અનિયમિત બને કે સારાં ન બને.
• અંડવાહક નલિકા (ફેલોપિયન ટ્યૂબ )માં બીજનું વહન સારી રીતે ન થવું, સ્ત્રી બીજ નિયમિત રીતે બહાર ન આવે,
• ફેલોપિયન ટ્યૂબ બંધ હોઈ કે નુકશાન પામેલા હોય.
• ગર્ભાશયનું મુખ શુક્રાણુનું વહન સારીરીતે ન કરે.
• અન્ય તકલીફો જેમકે એન્ડોમેટ્રિઓસિસ, પોલિસિસ્ટિક ઓવરી, એડહેશન વિગેરે
• શરીરમાં ગર્ભ ધારણ માટે જરૂરી હોર્મોન્સની ખામી અથવા અમુક હોર્મોન્સનું વધુ પ્રમાણ

પુરુષમાં વંધ્યત્વના મુખ્ય કારણો :

• 30-40 ટકા કિસ્સામાં વંધ્યત્વ માટે પુરુષ જવાબદાર હોઈ છે.
• પુરુષ બીજ જરૂરી પ્રમાણમાં અને ગુણવત્તા યુક્ત ઉત્પન્ન ન થાય કે વહન થતું જ ન હોઈ અને વીર્યમાં શુક્રાણુઓની સંપુણઁ ઉણપ હોઈ (Azoospermia અથવા oligospermia)
• શુક્રાણુનું પ્રમાણ ઓછું હોઈ સાથે ગતિશીલતા ઓછી હોઈ કે અનિયમિત આકાર ધરાવતા શુક્રાણુનું વધારે હોઈ (oligoasthenospermia)
• સંભોગમાં વીર્યસંખલનમાં શારીરિક કે માનસિક તકલીફ હોઈ વીર્યની માત્ર ઓછી હોઈ

વંધ્યત્વ નિવારણ માટે વિવિધ કઈ પક્રિયાઓ ઉપલબ્ધ છે?

• દોરા, ધાગા, ભૂત-ભુવા અથવા કોઈપણ અવૈજ્ઞનાનીક ઉપચારો, અંશ્રદ્ધા જેવા ઉપયોગોમાં લગ્નજીવનનો કિંમતી સમય વેડફી ના નાખવો હવે (મેડિકલ સાયન્સ) વિજ્ઞાન એટલું આગળ વધી ગયું છે કે દિન-પ્રતિદિન નવા સંશોધનો થતાં વંધ્યત્વ માટે ધણી બધી પધ્ધ્તિઓ ઉપલબ્ધ થઇ છે.આવી પધ્ધ્તિઓમાં સારી એવી સફળતાઓ મળે છે. તેનો ડોક્ટરની સલાહ મુજબ લાભ લઇ શકાય

વંધ્યત્વના કિસ્સામાં સ્ત્રી ની સોનોગ્રાફી , એક્સ-રે , હિસ્ટ્રોસકોપી, લેપ્રોસ્કોપી વિગેરે થી તેમજ પુરુષના વીર્યના અને બીજા જુદાજુદા ટેસ્ટ દ્વારા તપાસ બાદ નિષ્ણાંત ડૉક્ટર તેને માટેની તબક્કાવાર યોગ્ય સારવારની પધ્ધતિ પર સલાહ આપવાની સ્થિતિમાં હોઈ છે. જેવી કે :

1. IUI- આર્ટિફિશિયલ ઇન્સેમિનેસશન અથવા ઇન્ટ્રાયુટેરાઈન ઇન્સેમિનેશન (IUI) આ એક એવી રીત છે કે જેમાં સારા પુરુષ બીજ સ્ત્રીના ગર્ભાશયમાં મુકવામાં આવે છે.

2. IVF- આઈ વી એફ (ઈન વિટ્રો ફેર્ટીલાઇઝેશન )

3. GIFT- જી આઈ એફ ટી (ઝાયગોટ ઇન્ટ્રા ફોલોપીયન ટ્રાન્સફર)

4. ICSI- ઇકસી (ઇન્ટ્રા સાયટોપ્લાઝમિક સ્પર્મ ઈન્જેકશન )

5. IMSI- ઇમસી (ઇન્ટ્રા સાયટોપ્લાઝમિક મૉફૉલોજીકલી સીલેક્ટ સ્પર્મ ઈન્જેકશન )

6. MESA- મેસા (માઈક્રો સર્જિકલ એપિડીડીમલ સ્પર્મ એસ્પિરેશન)

7. TESA- ટેસા (ટેસ્ટિકુલર સ્પર્મ એક્ટ્રેક્સન )

8. પુરુષનું ટેસ્ટિકયયુલર ફેલ્યોર હોય સ્પર્મ ન હોય તેવા કિસ્સામાં સ્પર્મ ડોનર પ્રથાથી સીમેન બેંકમાંથી મેળવી શકાય

9. સ્ત્રીમાં ટી.બી ને કારણે ગર્ભાશયને નુકશાન હોય કે અન્ય રોગને કારણે કે ગર્ભાશય કાઢી નાખવામાં આવે હોય ત્યારે આઈ વી એફ દ્વારા અન્ય મદદગાર સ્ત્રી ગોદ/કુખ આપે તો તેમાં એમ્બ્રીયો ટ્રાન્સપ્લાન્ટ કરી સંતાન પ્રાપ્ત થઈ શકે (SURROGACY)

45 વર્ષ કરતાં પણ ઉંમર વધી ગયી હોય થોડા વર્ષ પહેલા મેનોપોઝમાં આવી માસીક બંધ થયેલ હોય, નાની ઉંમરમાં બીજ બનતા બંધ થઈ ગયા હોય છતાં સંતાન પ્રાપ્તિ ઇચ્છનાર સ્ત્રી કોઈ યુવાન સ્ત્રીનું બીજદાન મેળવી અને પોતાના પતિના સ્પર્મથી સંતાન પ્રાપ્ત કરી શકે
(Donor Program)
હવે તમે વંધયવ વિષે, તેના કારણો વિષે અને વંધ્યત્વ નિવારણ માટે આધુનિક વૈજ્ઞાનિક પધ્ધાતિઓ જાણો છો, તો તેના સારવાર અને પ્રતીતિ આ વિષય ના નિષ્ણાત તાલીમ પામેલ,અંતરાષ્ટીય કક્ષાની આધુનિક લેબોરેટરી ધરાવતા ડો.સુનિલ શાહ તમને વંધ્યત્વ નિવારણ માટે આશા પુરી પાડવા શ્રેષ્ઠ છે.

ટેસ્ટ ટયુબ બાળક સારવાર આઇવીએફ એટલે શું?

I = In= માં
V=Vitro = શરીરની બહાર
F = Fertilization= ફલીનીકરણ
જ્યારે સ્ત્રીબીજ અને પુરુષબીજના ફલીનીકરણ ની પક્રિયા શરીરની બહાર લૅબોરેટરીમાં કુત્રિમ રીતે કરવામાં આવે છે તે પક્રિયાને IVF કહેવામાં આવે છે.

આ રીતે સ્ત્રી બીજ અને પુરુષ બીજ ને શરીર બહાર કાઢી લઇ તેને ફલન કરી ગર્ભ શારિરી ની બહાર બનાવામાં આવે છે. બે થી પાંચ દિવસ સુધી આ ગર્ભ શરીરની બહાર લેબોરેટોરિયમાં પૂરતી કાળજીથી ઉછેરવામાં આવે છે અને ગર્ભ સફળ બને ત્યારબાદ ગર્ભાશયમાં આધુનિક સાધનોથી નિષ્ણાત ડૉક્ટર દ્વારા મૂકી સ્થાપિત કરવામાં આવે છે પછી આ ગર્ભ માતાના ગર્ભાશય માં કુદરતી રીતે વિકાસ પામે છે.તેને IVF કે ટેસ્ટ ટ્યૂબ બાળક માટેની સારવાર કેહવાય છે.

ટેસ્ટ ટ્યૂબ બાળક સારવાર શા માટે?

સ્ત્રી બીજ અને પુરુષ બીજનું ફલન કરી સારા પસંદ કરેલ ગર્ભને ગર્ભાશય સુધી પહોચાડવા સુધી નું કામ આ સારવારમાં ચોકકસપણે કરવામાં આવે છે.આમ સંતાન પ્રાપ્તિની કોઈ પણ સારવાર પદ્ધતિઓ કરતાં ટેસ્ટ ટ્યૂબ બાળક (IVF) સારવારમાં ગર્ભ રહેવાની શક્યતાઓ સૌથી વધુ રહે છે.

ટેસ્ટ ટ્યૂબ બાળક સારવાર આઇવીએફ ((IVF)કેવીરીતે કરવામાં આવેછે ?

1. સારવાર કરતાં પહેલાં ની તપાસ પ્રી-આઇવીએફ વર્કઅપ
2. વધુ સ્ત્રી બીજ બને તેની સારવાર – સ્ત્રી-પુરુષ તમામ બ્લડ ટેસ્ટ
(અ ) ડાઉન રેગ્યુલેશન – અંતઃ સ્ત્રાવ નિયંત્રણ એટલે કુદરતી રીતે સ્ત્રી ના શરીરમાં હોર્મોનની અસરથી બનતા સ્ત્રી બીજ ને નિયંત્રણ કરવામાં આવે છે.
(બ) સ્ટિમ્યુલેશન – વધારે સ્ત્રીબીજ બનવાના ઈન્જેકશનો આપવા – ગોનાડોટ્રોફીન્સ

O.P.U. Ovum Pick up – સોનોગ્રાફીની મદદ થી બધા સ્ત્રી બીજ લૅબોરેટરીમાં લઇ લેવા

(અ) સ્ત્રી બીજ બહાર કાઢવા

(બ) પુરુષબીજ થી સ્ત્રી બીજ નું ફલીનીકરણ કરવું
(ક) ફલિત બીજ – ગર્ભનો ઉછેર લૅબોરેટરીમાં કરવો

4. ગર્ભ ને ગર્ભાશયમાં પાછા મુકવા- (ET – Embryo Transfer) વધારે ગર્ભ હોય તે પૈકી વિકસિત સારા ગર્ભની પસંદગી કરી ગર્ભાશયમાં સ્થાપિત થવાના સ્થાન સુધી ચોક્કસપણે મુકવા જે ovum pick up (OPU) ના લગભગ ત્રીજા દિવસે કરવામાં કરવામાં આવે છે

5. ગર્ભમાં મૂક્યા પછીના 14માં દિવસે લોહી તપાસ કરીને ગર્ભ રહ્યો છે કે નહિ તેની ચોકસાઈ કરવામાં આવે છે (B-HCG Test) ટેસ્ટ ટ્યૂબ બાળક સારવાર કરતાં પહેલા પત્ની કે પતિમાં ગર્ભધારણમાં અવરોધ કરી શકે એવા કોઈપણ કારણો છે કે નહીં તેની તપાસ કરવામાં આવે છે.

પતિ માટે

  • લોહીના રૂટિન ટેસ્ટ
  • વીર્યની તપાસ
  • અન્ય તપાસ જરૂર જણાયતો હિસ્ટ્રોસ્કોપી કહેવામાં આવે છે.

પત્ની માટે

  • લોહીના રૂટિન ટેસ્ટ
  • તંદુરસ્તી પરીક્ષણ
  • હોર્મોન ટેસ્ટ
ગર્ભાસયની કોથળીની અંદર દૂરબીન

વધારે બીજ બનવાના ફાયદા :

  • વધારે ગર્ભ બને
  • સારા ગર્ભ ની પસંદગીનો અવકાશ રહે
  • વધારે ગર્ભ પાછા મુકવાથી ગર્ભ રહેવાની/સફળતાની શક્યતા વધે.
  • તૈયાર થયેલા ગર્ભ વધે તો થીજાવીને સાચવી શકાય
  • ડોક્ટરની સલાહ મુજબ ઈન્જેકશન ચાલુ કાર્ય પછી જે જે દિવસે બતાવવા આવવાની સૂચના આપે તે દિવસો દરમ્યાન અચૂક તપાસ કરાવવા આવવું જેથી સ્ત્રીબીજ બરાબર તૈયાર થાય છે કે કેમ તેની ચકાસણી સોનોગ્રાફી કરીને કરે, સ્ત્રીબીજ ને સ્ત્રીબીજ ધાણીમાંથી બહાર કાઢવાનો (ઓવમપીક) પ્રક્રિયા સમયસર કરી આગળની પ્રક્રિયા પુરુષ બીજથી સ્ત્રીબીજના ફલન માટે ઈક્સી ICSIપ્રક્રિયા ખૂબ જ સમયસર અને અગત્યની હોય તે કરી શકાય.

ટેસ્ટ ટ્યૂબ બાળક સારવારનો સૌથી મોટો ફાયદો એ છે કે ઈક્સી ઇન્ટ્રા સાયટોપ્લાઝમિક સ્પર્મ ઈન્જેકશન ની મદદથી ફલં કરી શકાય છે

એક સ્ત્રી બીજમાં એક પુરુષબીજનો પ્રવેશ કરાવી ફલં કરાવવાની આ પ્રક્રિયાને ઈક્સી ” ICSI તરીકે ઓળખાય છે

• I = Intra = અંદર
• C = Cytoplasmic = કોપરસમાં
• S = Sperm = શુક્રાણું
• I = Injection = પ્રવેશ

હાલમાં ટેસ્ટ ટ્યૂબ બાળક સારવારમાં ફલન કરવાની આ શ્રેષ્ઠ પધ્દ્ધતિ છે, જેમાં એક સ્ત્રીબીજના ફલન માટે પુરુષના ફક્ત એક બીજની જરૂર પડે છે.

  • ફલન સુનિશ્ચિતપણે થાય છે.
  • ગર્ભ વધુ સારા બને છે.
  • ગર્ભ રહેવાની શક્યતા વધે છે.

સફળતાની શક્યતાઓનો સૌથી વધુ આધાર સ્ત્રી પાત્ર ની ઉંમર પર રહે છે 30 વર્ષથી ઓછી ઉંમર 45 %, 31 થી 34 વર્ષની ઉંમર 35-40 %, 35 થી 38 વર્ષ માટે 30 થી 35 % અને 38 થી 40 વર્ષ માટે 20-25% 41 થી વધુ ઉંમર માટે 10-15 %, પરંતુ સ્ત્રીબીજ ડોનર સ્ત્રી પાસે થી લેવામાં આવે તો 50% શક્યતા રહે છે. આ સફળતા પ્રથમ પ્રયત્ને ન મળે તો એક કરતાં વધુ પ્રયત્નો પણ કરી શકાય, કેટલા પ્રયત્નો કરાય તેની કોઈ મર્યાદા નથી. આ માહિતી અત્યાર સુધી મળેલ સફળતાનાં અભ્યાસો આધારિત સામાન્ય જાણ માટે છે.

IVF ના ફાયદા :

  • ટેસ્ટ ટ્યૂબ બેબી સારવાર પદ્ધતિ ખુબજ સરળ છે.
  • કોઈ પણ યુગલ માટે કોઈપણ પ્રકારની સારવાર કરતાં એક સારવારના પ્રયત્નમાં ગર્ભધારણ કાવાની શક્યતા આ સારવારમાં મહત્તમ રહેલ છે.
  • સારવાર સરળ છે કોઈ ઓપરેશન,ટાંકા જરૂરી નથી. માત્ર 6 કલાક દાખલ થવું પડે.
  • પુરુષે ફકત એક વાર વીર્ય આપવા આવવું પડે છે પછી સ્ત્રી કોઈપણ સંબંધી બહેન સાથે આવી શકે.
  • માત્ર પાંચ થી છ વાર તપાસ કરાવવા સ્ત્રીએ આવવું પડે છે. એક વાર બીજ બહાર કાઢીએ ત્યારે અને બીજીવાર ગર્ભમાં પાછા મૂકીએ ત્યારે ત્રણ ચાર કલાક હોસ્પિટલમાં રોકાવવું પડે છે.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/9/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate