પ્રાસ્તાવિક
ગર્ભપાત કેટલીકવાર ગર્ભાવસ્થા સમાપ્તિ તરીકે ઓળખાય છે, જે સગર્ભાવસ્થા સમાપ્ત કરવાની તબીબી પ્રક્રિયા છે જેના પરિણામે બાળકનો જન્મ થતો નથી.ગર્ભપાત કરાવવાનો નિર્ણય મુશ્કેલ છે. તમે ગર્ભપાત કરાવવાનું શા માટે નક્કી કરો છો તેનાં ઘણાં કારણો છે - ઉદાહરણ તરીકે, તમારા વ્યકિતગત સંજોગો, તમારા આરોગ્યનું જોખમ, અથવા તમારા બાળકને કોઈક તબીબી પરિસ્થિતિ ઊભી થાય તેવી તક હોઇ શકે. ઘણાં લોકો ગર્ભપાત અંગે (તરફેણમાં અને વિરુદ્ધમાં) જલદ અભિપ્રાયો ધરાવે છે. તમામ મંતવ્યોને આદર આપવો જોઈએ, યુ.કે.માં સગર્ભાવસ્થાનાં પ્રથમ 24 અઠવાડિયા દરમિયાન ગર્ભપાત કરાવવો કાયદેસર છે, પરંતુ તે અંગે કેટલાક માપદંડો પરિપૂર્ણ કરવાના હોય છે.તમે NHS પર, કે ખાનગી રીતે ગર્ભપાત કરાવી શકો છો (NHS ખાનગી ગર્ભપાતો માટે નાણાં આપતું નથી). યુ.કે.ના કાયદા અન્વયે, તમારી પાસે બે ડોકટરોનો સંદર્ભ હોવો જોઈએ, જેઓ તમારા સંજોગો માટે ગર્ભપાત યોગ્ય છે તે અંગે સંમત હોવા જોઈએ. કાર્યપદ્ધતિ હોસ્પિટલમાં, કે નિષ્ણાત લાયસન્સયુક્ત દવાખાનામાં કરાવવું જોઈએ.
શા માટે તે જરૂરી છે?
- 1967નો ગર્ભપાત અધિનિયમ શા માટે ગર્ભપાત જરૂરી હોઇ શકે તે અંગેની રૂપરેખા આપે છે. કાયદો જણાવે છે કે ગર્ભપાત જરૂરી બની શકે જો :
- ગર્ભાવસ્થાની સમાપ્તિ કરતાં ગર્ભાવસ્થા ચાલુ રાખવી તે સ્ત્રીની જિંદગી માટે ભારે જોખમરૂપ હોય
- ગર્ભાવસ્થાની સમાપ્તિ કરતાં ગર્ભાવસ્થા ચાલુ રાખવી તેમાં સ્ત્રીના શારીરિક કે માનસિક આરોગ્યને ઇજાનું વધું જોખમ ઊભું થાય.
- ગર્ભાવસ્થા ચાલુ રાખવી તે કોઈપણ સ્ત્રીનાં હયાત બાળકનાં શારીરિક કે માનસિક આરોગ્ય માટે વધુ જોખમી બને.
- બાળક જન્મે, તો તેને ગંભીર શારીરિક કે માનસિક અશક્તતા હોવાનું ખરેખરું જોખમ હોય.
- વ્યવહારમાં, આનાથી ડોકટરોને ગર્ભપાત માટે સ્ત્રીઓનો સંદર્ભ આપવામાં મોટા પ્રમાણમાં પરિવર્તનશીલતા રહે છે. ગર્ભપાત કરાવવાનો નિર્ણય લેવો એ વ્યકિતગત અને મુશ્કેલ પસંદગી છે. તેથી, સાચો નિર્ણય લેવામાં તમને મદદ કરવા પરામર્શ, માહિતી, અને સલાહની વ્યાપક વિવિધતા ઉપલબ્ધ છે.
ગર્ભપાત કયારે કરાવવો જોઇએ
- યુ.કે.માં, ગર્ભાવસ્થાનાં 24 અઠવાડિયા સુધી ગર્ભપાત કાયદેસર છે, પરંતુ મોટાભાગનાં ખૂબ વહેલા કરાવે છે. 90 % ગર્ભપાતો 13 અઠવાડિયા પહેલાં કરાય છે, અને 98 % ગર્ભપાતો 20 અઠવાડિયાં પહેલાં કરાય છે.
- વહેલા ગર્ભપાત કરાય, તો તે કરવાની પદ્ધતિ વધુ સરળ અને સુરક્ષિત હોય છે. આમ છતાં, તમારા બધા વિકલ્પો વિચારવા તમને પૂરતો સમય આપવો તે અગત્યનો છે, જેથી તમે સાચો નિર્ણય કરવામાં સક્ષમ બનો.
- તમે 16 વર્ષ કરતાં ઓછી ઉંમરનાં હોવ, તો તમે તમારા માતા-પિતાને કહ્યા વિના ગર્ભપાત કરાવી શકો છો. પરંતુ, બે ડોકટરો એમ માનતા હોવા જોઈએ કે તે તમારા ઉત્તમ હિતમાં છે, અને તમે પૂરેપૂરા સમજતા હોવા જોઈએ કે તેમાં શું સામેલ છે.
યુ.કે. કાયદા અન્વયે, ગર્ભપાત 24 અઠવાડિયા કરતાં પહેલાં કરાવવો જોઈએ. જો કે, થોડાંક સંજોગો એવા છે કે જેમાં તે પછીથી કરી શકાય :
- સ્ત્રીની જિંદગી બચાવવા
- સ્ત્રીના શારીરિક કે માનસિક આરોગ્યને ગંભીર કાયમી ઈજા થતી અટકાવવા
- અથવા, જન્મ થાય તો વાસ્તવિક જોખમ રહેલું હોય; બાળકને એવી શારીરિક કે માનસિક અસાધારણતા હોય કે જેથી તે ગંભીરપણે અપંગ બની જાય.
તે કેવી રીતે કરવામાં આવે છે
વેળાસર તબીબી ગર્ભપાતમાં 9 અઠવાડિયા સુધી બે દવાઓ લેવાની હોય છે. માઈફપ્રિસ્ટોન હોર્મોન કે જે તમારા ગર્ભાશયનાં અસ્તરને ફલીકરણ માટે યોગ્ય બનાવે છે, તેને અવરોધે છે. પ્રોસ્ટાગ્લાડિન (48 કલાક મોડેથી અપાતી) ગર્ભાશયનું અસ્તર તોડી નાંખે છે, જે તમારા યોનિમાર્ગમાંથી લોહી મારફત, ગર્ભની સાથે નાશ પામે છે. તમને ઊબકા, ઊલ્ટી, કે જેવી લાગણી થઇ શકે કે અતિસાર થાય છે.
વેકયુમ એસ્પિરેશન - અથવા સકશન ટર્મિનેશન (7-15 અઠવાડિયાથી) તમારા ગર્ભાશયમાંથી ગર્ભને દૂર કરવા હળવાં સકશનનો ઉપયોગ કરાય છે. ગર્ભ દૂર કરવા પંપ સાથે જોડેલી, એક નાની, પ્લાસ્ટિકની સકશન ટયૂબનો ઉપયોગ કરાય છે. ત્યારબાદ, તમને 14 દિવસ સુધી થોડાંક રકતસ્ત્રાવ થવાનો અનુભવ થઇ શકે. સર્જીકલ ડાઈલેશન અને ઈવાક્યુએશનમાં (15 અઠવાડિયાથી) તમારા ગર્ભાશયની ગ્રીવા ધીમેથી ખોલવામાં આવે છે, અને ગર્ભને દૂર કરવા ફોર્સેપ્સ અને સકશન ટયૂબનો ઉપયોગ કરાય છે. ત્યારબાદ, તમને થોડોક રકતસ્ત્રાવ પણ થઇ શકે.
વિલંબિત ગર્ભપાત, 20-24 અઠવાડિયાની વચ્ચે કરાવવા માટે બે વિકલ્પો છે, પ્રથમ બે તબક્કાનો શસ્ત્રક્રિયાથી કરાતો ગર્ભપાત છે, અને બીજો, તબીબી રીતે ઈન્ડયુસ્ડ ગર્ભપાત છે, જે મોડેથી થતી કુદરતી કસુવાવડ જેવો હોય છે.
જોખમો
- ગર્ભપાત કરાવવામાં, ખાસ કરીને ગર્ભાવસ્થાનાં પ્રથમ 12 અઠવાડિયા દરમિયાન કરવામાં આવે તો આરોગ્ય માટેનાં જોખમો ઓછાં છે. અને, ગર્ભપાત કરાવવાથી સામાન્ય રીતે ભવિષ્યમાં સગર્ભા થવાની તમારી તકોને અસર થતી નથી.
- 1000 ગર્ભપાત દીઠ લગભગ 1 ને હેમરેજ (અતિશય રકતસ્ત્રાવ), 1000 ગર્ભપાત દીઠ લગભગ 10 ને ગર્ભાશયની ગ્રિવામાં નુકસાન, અને શસ્ત્રક્રિયા દ્વારા ગર્ભપાત દરમિયાન, 1000 ગર્ભપાત દીઠ લગભગ 4ને ગર્ભાશયને નુકસાન થાય છે.
- ગર્ભપાત પછીનું મુખ્ય જોખમ ચેપ છે. ગર્ભને સંપૂર્ણપણે કાઢી લેવામાં ન આવે તો ચેપ લાગી શકે છે. સારવાર ન કરવામાં આવે, તો ચેપથી બસ્તિપ્રદેશમાં સોજાનો રોગ (PID) થાય છે. PID વંધ્યીકરણ અથવા એકટોપિક ગર્ભાવસ્થા (જ્યાં બાળક ફેલોપિયન ટયુબમાં વિકસે છે) પેદા થવાનું કારણ બની શકે છે. ચેપની સારવાર કરવા મોટાભાગે એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કરાય છે.
- ગર્ભપાત કરાવ્યા પછી, બે અઠવાડિયાં સુધી સંભોગ નહીં કરવાની તમને સલાહ આપી શકે. ગર્ભપાત પછી તમને શારીરિક કે ભાવનાલક્ષી પ્રશ્નોનો અનુભવ થાય તો તમારા સામાન્ય ચિકિત્સક પાસેથી સલાહ લેવી જોઇએ.
સ્ત્રોત : એન.એચ એસ ચોઈસ