બિન-ફળદ્રુપતા એટલે શું?
બિન-ફળદ્રુપતા પ્રજનન વ્યવસ્થાનો એક રોગ છે, જે શરીરના મૂળભૂત કાર્યોમાંથી એકને દુર્બળ કરે છે: બાળક પેદા કરવાની ક્ષમતા. બાળક પેદા કરવું (કન્સેપ્શન) એક જટિલ પ્રક્રિયા છે કે જે ઘણા પરિબળો પર આધાર રાખે છે: પુરષ દ્વારા સ્વસ્થ્ય વીર્યના ઉત્પાદન પર અને સ્ત્રી દ્વારા સ્વસ્થ ઇંડા; અનાવરોધિત અંડવાહિની (ફાલોપિઅન) નળીઓ જે વીર્યને ઇંડા સુધી પહોંચવા માટે પરવાનગી આપે છે; જ્યારે તેઓ મળે, ત્યારે શુક્રાણુની ઇંડાને ફળદ્રુપ કરવાની ક્ષમતા; પરાગાધાન ઇંડા (ગર્ભ) ની મહિલા ગર્ભાશયમાં પોતાનું પ્રત્યારોપણ ક્ષમતા; અને પૂરતી ગર્ભ ગુણવત્તા.
છેલ્લે, ગર્ભાવસ્થાને સંપૂર્ણ ગાળા સુધી ચાલુ રાખવા માટે, ગર્ભ તંદુરસ્ત હોવું જોઈએ અને મહિલાનું હોર્મોનલ વાતાવરણ તેના વિકાસ માટે પર્યાપ્ત. જ્યારે આ પરિબળોમાં માત્ર એકપણ ક્ષતિગ્રસ્ત હોય તો, બિન-ફળદ્રુપતા પરિણમી શકે છે.
બિન-ફળદ્રુપતાના કારણો શું છે?
પુરુષમાં બિન-ફળદ્રુપતાનો સૌથી સામાન્ય પરિબળોમાં સમાવેશ થાય છે શુક્રાણુ કોષોનું ઓછું અથવા બિલકુલ ઉત્પાદન ના હોવું. ક્યારેક, શુક્રાણુ કોષો કઢંગું હોય છે અથવા તે અંડ સુધી પહોચતા પહેલા મૃત્યું પામે છે. મહિલાઓમાં બિન-ફળદ્રુપતાનો સૌથી સામાન્ય પરિબળ છે અંડાશયમાંથી અંડમોચન કરવામાં ગેરવ્યવસ્થા. મહિલાઓમાં બિન-ફળદ્રુપતાના અન્ય કારણો છે: અનાવરોધિત અંડવાહિની (ફાલોપિઅન) નળીઓ, જન્મજાત ખામીઓ જેમાં ગર્ભાશયનું બંધારણ સંકળાયેલુ છે અને ગર્ભાશયમાં થતા ગુમડા કે ગાંઠો (ફાઇબ્રૉઇડઝ) વારંવાર કસુવાવડ સાથે સંકળાયેલ છે.
ઈન વિટ્રો ફર્ટિલાઇઝેશન (આઈ.વી.એફ) કે ટેસ્ટ ટયૂબ બેબી શું છે?
આઈ.વી.એફ માં, ઈંડા, અંડાશયમાંથી ઑપરેશન દ્વારા કાઢી, શરીરની બહાર પેટ્રી ડિશમાં શુક્રાણુ સાથે મિશ્રીત કરવામાં આવે છે. લગભગ ૪૦ કલાક પછી, ઈંડાનું પરિક્ષણ કરવામાં આવે છે એ જોવા માટે કે તેઓ વીર્ય દ્વારા પરાગાધાન બની છે અને કોષો માં વિભાજન થાય છે. આ પરાગાધાન ઇંડા (ગર્ભો) પછી મહિલાના ગર્ભાશયમાં મુકવામાં આવે છે આમ અંડવાહિની નળીઓને ટાળીને.