વિશ્વની તમામ મહિલાઓને દર મહિને ભોગવવી પડતી માનસિક અને શારીરિક પીડા હવે એક સામાન્ય દવાનો સાવ નાનો અમથો ડોઝ થોડા દિવસ લેવાથી દૂર થઈ જાય તેવું સંશોધન તાજેતરમાં નિષ્ણાતોએ કર્યું છે. પીએમએસ કહેવાતી માસિક અગાઉના દિવસોની માનસિક અને શારીરિક યાતના દરેક મહિલાએ ભોગવવી પડે છે. શરીરને સાવ શક્તિહીન બનાવી દે તેવી સ્નાયુની ધ્રુજારી અને વારંવાર બદલાતા મૂડનો કોઈ ઈલાજ નહોતો. હવે નિષ્ણાતોએ શોધી કાઢયું છે કે પ્રોઝેક નામની હતાશા દૂર કરનાર છૂટથી વપરાતી દવાના સાવ હળવા ડોઝ લેવાથી આ તકલીફો દૂર થઈ જાય છે.
મહિલાઓની માસિક મુશ્કેલી દૂર કરી આપતી દવાની શોધ પહેલી જ વખત ન્યૂરોસાયન્ટિસ્ટ કહેવાતા મનોવિજ્ઞાાનીઓએ માસિક અગાઉના દિવસોમાં મહિલાઓના શરીરમાં સેક્સ હોર્મોનની વધઘટ કરાવતા શારીરિક કારણને શોધી કાઢયું છે. યુનિર્વિસટી ઓફ ર્બિંમગહામના થેલ્મા લોવિકની આગેવાનીમાં સંશોધકોએ શોધી કાઢયું હતું કે મહિલાઓના એક ચોક્કસ સેક્સ હોર્મોન ઝરવાથી માસિક અગાઉના દિવસોના લક્ષણો દેખાવા લાગે છે. આ જ હોર્મોન મહિલાઓમાં માસિક ચક્રના અંતે શરીરમાં ઝરે છે. • છૂટથી વપરાતી એક દવાના ચોક્કસ દિવસોમાં હળવા ડોઝથી બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય પ્રોઝેકના નામે ઓળખાતી ફ્લુઓક્ષેટિન દવાનો નાનો અમથો ડોઝ લેવાથી આ હોર્મોન ઝરતું અટકે છે. અને હોર્મોન ન ઝરવાથી મહિલાને થતી મુશ્કેલીઓ પણ થતી નથી. થેલ્મા લોવિકે જણાવ્યું કે આમાં કોઈ નવી દવા નથી શોધાઈ, પ્રોઝેક વર્ષોથી સમગ્ર વિશ્વમાં છૂટથી વપરાઈ રહી છે.
માત્ર ચોક્કસ દિવસોમાં તેનો ઓછામાં ઓછો ડોઝ લેવાથી માસિકના દિવસોમાં જે રાહત થાય છે તે જ અમે શોધ્યું છે. સમગ્ર વિશ્વમાં મહિલાઓ માસિકની આ મુશ્કેલીઓ ભોગવતી રહી છે. બધાને આ મુશ્કેલીથી છૂટવાની તીવ્ર ઝંખના હોવા છતાં અત્યાર સુધી તેનો કોઈ ઉપાય નહોતો. હવે આ હકીકત જાણ્યા પછી એ બધી મહિલાઓ માસિકના ભયથી મુક્ત થઈ જશે. માસિક અગાઉના લક્ષણો બધી મહિલાઓમાં એકસરખા પ્રમાણમાં નથી હોતાં. દરેક મહિલામાં તેનું પ્રમાણ ઓછું-વધતું હોય છે. પરંતુ ૭૫ ટકા મહિલાઓ સરખાં જ લક્ષણો અનુભવતી હતી
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020