પીસીઓસથી પીડાતી 80 ટકાથી વધારે મહિલાઓમાં વિટામીન Bની ઊણપ જોવા મળી છે. તેમણે સ્પિનચ જેવી લીફી ગ્રીન્સ ખાવી કે જેમાં વિટામીન B નું હાઇ લેવલ રહેલ છે. વિટામીન B ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, અનિયમિત પિરિયડ્સ, વધારાના હેર ગ્રોથ, ઓબેસિટી અને પ્રેગનન્સી રહેવામાં તકલીફ સાથે સંકળાયેલ છે.
હેલ્ધી ફેટ્સમાં ઓમેગા 3, એક ફેટી એસિડ જે એવોકાડો, નટ્સ, સીડ્સ અને કોકોનટમાં મળે છે અને હોર્મોન રેગ્યુલેટ કરવામાં, પ્રોલેક્ટિન(ઓવરીયન સપ્રેશનના કારણરૂપ હોર્મોન)ની શરીરમાં સેન્સિટિવિટી ઓછી કરવામાં, એગ વ્હાઇટ સર્વિકલ મ્યુકસ વધારવામાં અને યુટેરસને બ્લડ ફ્લો વધારવામાં મદદ કરે છે તેમ જ મેન્સ્ટ્રુઅલ સાઇકલને રેગ્યુલેટ કરવામાં મદદ કરે છે.
આમાં ગ્રીન ટી, વિવિધ પ્રકારની બેરીઝ, નટ્સ, કિડની બીન્સ, ડાર્ક ચોકલેટ વગેરે સૉર્સનો સમાવેશ થાય છે. પીસીઓસથી પીડાતી મહિલાઓમાં સામાન્ય રીતે ઓક્સિડિવ સ્ટ્રેસ હાયર લેવલમાં જોવા મળે છે જેની સામે લડવા માટે હાઇ લેવલ એન્ટિઓક્સિડન્ટ ફૂડવાળું ડાયેટ જોઈએ.
લૉ ગ્લાયસેમિક ઇન્ડેક્સવાળા ફૂડને શરીર અત્યંત ધીમે ધીમે પચાવે છે એટલે કે એ ઇન્સ્યુલિન લેવલને વધવા દેતું નથી. આવા ફૂડમાં હોલ ગ્રેઇન્સ, લીગમ્સ, નટ્સ, ફ્રૂટ્સ, સીડ્સ અને સ્ટાર્ચી વેજિટેબલ્સનો સમાવેશ થાય છે.
આ ફૂડમાં ઓટ્સ, હોલ ગ્રેઇન, બીન્સ, નટ્સ અને ડ્રાય ફ્રૂટ્સનો સમાવેશ થાય છે. હાયર ફાઇબર કંટેન્ટવાળા ફૂડ્સ બ્લડમાં સુગર બહુ જ ઓછા પ્રમાણમાં રિલિઝ કરે છે જેથી બ્લડસુગર વધવાના ચાન્સ ઘટી જાય છે, એટલે ડાયાબિટીસ મેઇન્ટેઇન થાય છે, વધી જતો નથી.
પીસીઓસથી પીડાતી મહિલાઓએ ક્રેવિંગ અવોઇડ કરવા અને વજન જાળવી રાખવા માટે હાઇ પ્રોટીન લેવાની જરૂર છે. સોયા પ્રોડક્ટ્સ પ્રોટીન, પોલિસેચ્યુરેટેડ ફેટ્સ, વિટામીન C, આયર્ન વગેરેનો સારો સૉર્સ છે. અને પીસીઓસથી પીડાતી મહિલાઓ માટે અત્યંત જરૂરી છે.
મોટા ભાગના પ્રોસેસ્ડ ફૂડમાં હાઇ ગ્લાયસેમિક ઇન્ડેક્સ વેલ્યૂ હોય છે જે ઇન્સ્યુલિન પ્રોડક્શન અને ડાયાબિટીસ સાથે સીધી રીતે સંકળાયેલ છે. પીસીઓસથી પીડાતી મહિલાઓને ડાયાબિટીસ થવાની પણ શક્યતા ખરી, એટલે તેમણે પ્રોસેસ્ડ ફૂડ ઇન્ટેક સાવ ઓછો કરી નાખવો જોઈએ. આવા ફૂડમાં બિસ્કીટ્સ, કેક, રેડી મિલ્સનો સમાવેશ થાય છે. ઉપરાંત, તેમણે બટાકા, વ્હાઇટ બ્રેડ અને વ્હાઇટ રાઇસ પણ ન લેવાં જોઈએ.
જેમાં સેચ્યુરેટેડ અથવા હાઇડ્રોજનરેટેડ ફેટ્સ હોય છે જેમ કે ડેરી પ્રોડક્ટ્સ- ક્રીમ, ચીઝ અને અન્ય પ્રોસેસ્ડ ફ્રાઇડ ફૂડ વગેરે સદંતર બંધ કરી દેવા. આ અનહેલ્ધી ફેટ્સ એસ્ટ્રોજન પ્રોડક્શન વધારી શકે છે જેથી વજન વધી જવાથી પીસીઓસ સિમ્પટમ્સ વધારે વકરાવી શકે છે.
પીસીઓસથી પીડાતા માટે ગ્લુટન લેવાનું છોડી દેવું હિતાવહ છે. કેમ કે ગ્લુટનથી ઇન્ફ્લેમેશન થાય છે જે ઇન્સ્યુલિન રેસિસ્ટન્સ માટે કારણ બને છે જેથી ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે. ઉપરાંત, ઇન્ફ્લેમેશન અથવા તો બળતરા થાય છે તેનાથી એન્ડ્રોજનનું પ્રોડક્શન હાઇ થાય છે જે હોર્મોન અનિયમિત પિરિયડ્સ અને વજનવૃદ્ધિ માટે કારણરૂપ છે.
સ્ટ્રિક્ટ ડાયેટ મોનિટરિંગ સાથે લાઇફસ્ટાઇલમાં ફેરફાર જેમ કે રોજ કસરત કરવાથી વજનમાં વધારો, અનિયમિત પિરિયડ્સ, હાઇ કોલેસ્ટરોલ લેવલ્સ અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જેવી પીસીઓસ કંડિશન્સ મેનેજ કરવામાં મદદ મળે છે. વધુમાં,યોગ્ય ઊંઘ લેવી, ઓવર-કમિટમેન્ટ ટાળવું, પ્રોપર રિલેક્સેશન જેવી સેલ્ફ-કેર પ્રેક્ટિસથી સ્ટ્રેસ ઘટાડવાથી પીસીઓસ સામે લડી શકાય છે. છેલ્લે, એટલું ઉમેરું કે સારી ડાયેટ પ્રેક્ટિસ અપનાવવા માટે ડાયેટિશિયન/ડૉક્ટરને મળવું હિતાવહ છે જેથી પીસીઓસ સંબંધિત તકલીફ થાય તે અગાઉ જ તમારા મેડિકલ અને ન્યુટ્રીશનલ ઓપ્શન્સ અંગે વાત થઈ શકે.
સ્ત્રોત : સોનલ શાહ (stay healthy)
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020