অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મેદસ્વીપણું અને મહિલાઓનું સ્વાસ્થ્ય

મેદસ્વીપણું ગંભીર, લાંબા ગાળાની બિમારી છે, જે તમારાં શરીરમાં ઘણી વ્યવસ્થા પર નકારાત્મક અસર કરી શકે છે. વધારે વજન ધરાવતાં કે મેદસ્વી લોકોને ગંભીર સ્થિતિ વિકસવાનું વધારે જોખમ છે. મેદસ્વીપણું ઘણી રીતે મહિલાઓનાં સ્વાસ્થ્ય પર માઠી અસર કરે છે. વધારે વજન કે મેદસ્વીપણું મહિલાઓમાં ડાયાબિટિસ અને કોરોનરી આર્ટરી સાથે સંબંધિત રોગનું જોખમ વધારે જોવા મળે છે. સાથે સાથે મેદસ્વી મહિલાઓ પીઠનાં દુઃખાવા અને ઘૂંટણનાં ઓસ્ટિઓઆર્થ્રાઇટિસનું વધારે જોખમ ધરાવે છે. મેદસ્વીપણું ગર્ભનિરોધકતા અને વંધ્યત્વ બંને પર માઠી અસર કરે છે. વળી મેદસ્વીપણું ધરાવતી મહિલાઓની સંખ્યા વધી રહી છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાનાં અંદાજ મુજબ, 1 અબજથી વધારે લોકો વધારે વજન ધરાવે છે, જેમાં 300 મિલિયન લોકો મેદસ્વીપણાનાં માપદંડો પૂર્ણ કરે છે. 20થી 39 વર્ષની વયજૂથમાં આવતી ગર્ભવતી ન હોય એવી 26 ટકા મહિલાઓ વધારે વજન ધરાવે છે અને 29 ટકા મેદસ્વી છે. વસતિજન્ય લાક્ષણિકતાઓ કે આવકને ધ્યાનમાં રાખ્યાં વિના ઘણી મહિલાઓ વધારે વજન ધરાવવાનું કે મેદસ્વીપણાનું જોખમ ધરાવે છે, કારણ કે તેઓ મર્યાદિત શારીરિક પ્રવૃત્તિ કરે છે અને સ્વસ્થ ખાદ્ય પદાર્થોની પસંદગી કરે છે, કાર્ય પ્રત્યે કટિબદ્ધતા ધરાવે છે અને પારિવારિક જવાબદારીઓ અદા કરે છે. ક્લિનિશિયન્સ અને સરકારી આરોગ્ય અધિકારીઓએ વ્યક્તિગત વર્તણૂંકને સુધારવાની સાથે તેમનાં દર્દીઓનાં મેદસ્વીપણું ઘટે એવા વાતાવરણને પ્રોત્સાહન આપવું જોઈએ.
વૃદ્ધ મહિલાઓમાં મેદસ્વીપણું અનેક ગંભીર રોગોનાં વિકાસ સાથે સંબંધિત છે, જેમ કે ટાઇપ 2 ડાયાબિટિસ, કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ અને તમામ પ્રકારનાં કેન્સરનાં જોખમમાં વધારો. વયોવૃદ્ધ લોકોમાં વધુને વધુ પુરાવા જોવા મળ્યાં છે કે, મેદસ્વીપણું ડિમેન્શિયા અને અલ્ઝાઇમર્સ ડિસીઝ માટે સ્વતંત્ર જોખમકારક પરિબળ છે. મેદસ્વીપણું સરેરાશ આયુષ્ય પર અસર કરે છે. મહિલાઓમાં મેદસ્વીપણા સાથે સંકળાયેલા તબીબી જોખમો મહિલાનાં બાળકો માટે અને ભવિષ્યની પેઢી માટે પણ મહત્ત્વપૂર્ણ છે. વધુને વધુ પુરાવા જોવા મળે છે કે બાળકને ગર્ભાવસ્થા અને પ્રારંભિક જીવન દરમિયાન પોષણ છોકરા-છોકરી બંને માટે મેદસ્વીપણા અને ગંભીર રોગો માટે જોખમકારક બની શકે છે. .

ગર્ભાવસ્થામાં મેદસ્વીપણું

મેદસ્વીપણું ગર્ભાવસ્થા દરમિયાન શ્રેણીબદ્ધ જોખમો ધરાવે છે. વહેલાસર ગર્ભાવસ્થામાં મેદસ્વી મહિલાઓમાં તબીબી જટિલતાઓમાં જોડિયા બાળકોમાં વધારો અને ગર્ભપાતનો ઊંચો દર સામેલ છે. ઉપરાંત અલ્ટ્રાસાઉન્ડ મુશ્કેલ બની શકશે. ગર્ભાવસ્થા દરમિયાન મેદસ્વીપણા સાથે હાયપરટેન્શન અને પ્રી-એક્લેમ્પ્સિયાનો ઊંચો દર, સગર્ભાવસ્થામાં ડાયાબિટીસ અને વીનસ થ્રોમ્બોએમ્બોલિઝમનો ઊંચો દર સંકળાયેલ છે. ડિલિવરી દરમિયાન મેદસ્વી મહિલાઓ વધારે લેબર તેમજ આયોજિત તથા સચોટ સીઝેરિયન સેક્શન અને ડાયસ્ટોશિયાનો ઊંચો દર ધરાવે એવી શક્યતા છે એટલે આસિસ્ટેડ ડિલિવરી કરવાની ફરજ પડે છે. વળી મેદસ્વી ન હોય એવી મહિલાઓની સરખામણીમાં મેદસ્વી મહિલાઓને ઇન્ફેક્શન, રક્તસ્ત્રાવ અને થ્રોમ્બોસિસ સાથે સંબંધિત ટેકનિકલ મુશ્કેલીઓ પણ પડે છે તેમજ આસિસ્ટેડ ડિલિવરી અને સીઝરિયન સેક્શન ધરાવે છે. ઉપરાંત મેદસ્વી માતાઓમાં એન્સ્થેશિયા વધારે પડકારજનક છે.

મેદસ્વી મહિલાઓમાં વજનનાં ઘટાડાથી બીજ પુનઃ પેદા થવાથી વંધ્યત્વમાં સુધારો થઈ શકે છે એટલે વંધ્યત્વ નિવારણ માટે અને મેદસ્વી મહિલાઓને વજનમાં ઘટાડાની પદ્ધતિઓ (ડાયેટ, કસરત, મેડિકેશન સારવાર)ની ભલામણ કરવામાં આવે છે.

વૃદ્ધ મહિલાઓમાં મેદસ્વીપણું

મેદસ્વીપણું ચેતાતંતુઓ નબળાં પડવાનું અને અલ્ઝાઇમર્સનાં રોગનું જોખમ ધરાવે છે તેમજ સરેરાશ આયુષ્ય પર નકારાત્મક અસરો ધરાવે છે. મેદસ્વીપણું ચેતાતંતુ સાથે સંબંધિત નબળી કામગીરી અને અલ્ઝાઇમર્સનાં રોગ માટે સ્વતંત્ર જોખમી પરિબળ પણ છે. મેદસ્વી વ્યક્તિઓમાં વિવિધ વિભાગ અને દેશોમાં થયેલા અભ્યાસો ડિમેન્શિયા અને અલ્ઝાઇમર્સ રોગનાં જોખમમાં વધારો દર્શાવે છે. આધેડ અવસ્થામાં મેદસ્વીપણું, સંપૂર્ણપણે વધારે કોલેસ્ટેરોલ અને હાઈ સિસ્ટોલિક બ્લડ પ્રેશર – આ તમામ ડિમેન્શિયા માટે મહત્ત્વપૂર્ણ જોખમી પરિબળો હતાં તથા વ્યસનની અસરો હતાં.

ચિહ્નો અને અસરો

મેદસ્વીપણા સાથે સંકળાયેલા સ્વાસ્થ્યનાં જોખમોમાં સામેલ છેઃ.

  • શ્વાસોશ્વાસની સમસ્યાઓ (ઉદાહરણ તરીકે, સ્લીપ એપ્નિયા, ગંભીર ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ).
  • ચોક્કસ પ્રકારનાં કેન્સર (ઉદાહરણ તરીકે, મહિલાઓમાં સ્તન અને ગર્ભાશયનું કેન્સર).
  • કોરોનરી આર્ટરી (હૃદય) રોગ.
  • નિરાશા.
  • ડાયાબિટીસ.
  • તચ.
  • પિત્તાશય કે યકૃતનો રોગ.
  • ગેસ્ટ્રોએસોફેજિઅલ રિફ્લક્સ ડિસીઝ (GERD).
  • હાઈ બ્લડ પ્રેશર.
  • કોલેસ્ટેરોલનું ઊંચું પ્રમાણ.
  • સાંધાનો દુઃખાવો (ઉદાહરણ તરીકે, ઓસ્ટિઓઆર્થ્રાઇટિસ).
  • સ્ટ્રોક.

સરેરાશ આયુષ્ય પર અસર

પુખ્ત વયની વ્યક્તિઓ મેદસ્વીપણું અને વધારે વજન સરેરાશ આયુષ્યમાં મહત્ત્વપૂર્ણ ઘટાડા સાથે સંબંધિત છે. વિશ્લેષણ દર્શાવે છે કે, 40 વર્ષની સામાન્ય વજન ધરાવતી વ્યક્તિની સરખામણીમાં 40 વર્ષની વયની નોન-સ્મોકર્સ (અગાઉ કાર્ડિયાવાસ્ક્યુલર રોગ ન ધરાવતી) મેદસ્વીપણું ધરાવતી મહિલાઓ 7.1 વર્ષનું જીવન ગુમાવે છે અને પુરુષો 5.8 વર્ષનું જીવન ગુમાવે છે. પુરુષો અને મહિલાઓમાં ફરક આંકડાકીય રીતે મહત્ત્વપૂર્ણ નહોતો, પણ મહિલાઓ માટે અસરમાં વધારાનો ટ્રેન્ડ રસપ્રદ હતો. સામાન્ય વજન ધરાવતી ધુમ્રપાનનું સેવન ન ધરાવતી વ્યક્તિઓની સરખામણીમાં મેદસ્વીપણું અને ધુમ્રપાનનાં બમણાં ભારણ સાથે ધુમ્રપાન કરતી મેદસ્વી મહિલાઓ 13.3 વર્ષ અને ધુમ્રપાન કરતાં મેદસ્વી પુરુષો 13.7 વર્ષનું જીવન ગુમાવે છે.

તબીબી જટિલતાઓ ઉપરાંત મેદસ્વીપણું ઓછા આત્મવિશ્વાસ, ભેદભાવ, રોજગારી મેળવવામાં મુશ્કેલી અને જીવનની ગુણવત્તામાં ઘટાડા જેવી મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ સાથે પણ સંબંધિત છે. મેદસ્વીપણું મહિલાઓનાં જીવનમાં સ્વાસ્થ્ય માટે નકારાત્મક અસર કરે છે, જે મનોવૈજ્ઞાનિક, આર્થિક અને જૈવિક દ્રષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. ઉપરાંત મહિલાઓમાં મેદસ્વીપણું એનાં બાળકોમાં ઉતરવાનું જોખમ ધરાવે છે અને મેદસ્વી મહિલાઓની ગર્ભાવસ્થા દરમિયાન ગંભીર રોગનાં જનીનો બાળકોમાં પ્રવેશવાનું જોખમ ધરાવે છે

સ્ત્રોત: ડૉ હિરેન પટ્ટ. એન્ડોક્રાઈનોલોજિસ્ટ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate