অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પેનિક એટેકને નિયંત્રણ કરવાના કારગત રસ્તા

પેનિક એટેકને નિયંત્રણ કરવાના કારગત રસ્તા

પેનિક એટેક ક્યારે પણ આવી શકે છે. જો તમે ડ્રાઈવ કરી રહ્યાં હોવ તો, ગાડીને બાજુ પર લઈ જઈને પાર્ક કરી લેવી. મન એકદમ શાંત કરી લો અને ઉંડો શ્વાસ ભરો. પેનિક એટેક પર ફક્ત તમે જ નિયંત્રણ લાવી શકશો. તમે જેટલું વધારે મન શાંત રાખશો. એટલી જ જલ્દી તમે આમાંથી બહાર આવી શકશો.
મહિલાઓમાં પેનિક એટેકની સંભાવના પુરુષો કરતાં બમણી છે.
જો તમારી આસપાસ કોઈને પેનિક એટેક આવી રહ્યો હોય તો પહેલા તો તે અંગે ખાતરી કરી લો. સૌથી પહેલા એ વાતની ખાતરી કરી લેવી કે તે હાર્ટ એટેક તો નથી ને, ફક્ત પેનિક એટેક જ છે ને. ત્યારબાદ તેમને પણ આ જ બધી વાતો સમજાવાનો પ્રયત્ન કરો. સતર્કતા જ પેનિક એટેક સામે લડવાનાં પાંચેય પગલાઓનું મૂળ છે. સ્વીકાર કરવો, રાહ જોવી, પ્રતિક્રિયા આપવી, પુનરાવર્તન કરવું અને જાણવું - આ પાંચ ચરણો છે. અહીં અમે તમને જણાવીશું કે આ પ્રક્રિયાઓ કેવી રીતે કામ કરે છે.

લક્ષણો:

પેનિક એટેકનાં મુખ્ય લક્ષણ શારીરિક હોય છે. પેનિક એટેકનાં મુખ્ય લક્ષણો ચક્કર આવવા, પરસેવો છૂટવો, કંપારી થવી, શ્વાસ રૂંધાવો, માથામાં દુ:ખાવો થવો, હાથ-પગની આંગળીઓ અકડાઈ જવી અને કોઈ પણ વાત માટે વધારે પડતી ચિંતા થવી. .

કારણો:

લોકો એવું સમજે છે કે પેનિક એટેક એ પેનિક ડિસઑર્ડરનો જ એક ભાગ છે. પરંતુ આ એક અલગ જ એટેક છે જેમાં અચાનક જ વધારે પડતી બેચેની થવા લાગે છે. આવું થવાનું મુખ્ય કારણ જીવનમાં થતાં મોટા ફેરફારો અને ચિંતાજનક ઘટનાઓ છે. મહિલાઓમાં બેચેની થવાની સંભાવના પુરુષોની સરખામણીમાં બમણી રહેલી છે.

ઘણી વાર વ્યક્તિ કસરતનાં કારણે અથવા કોફીનાં કારણે વધી ગયેલા ધબકારાને પણ પેનિક એટેકનાં લક્ષણ સમજી લઈને હાથે કરીને એટેકને આમંત્રણ આપે છે. આવો એટેક ફરીથી આવશે તે વાતનાં ડરનાં કારણે પણ પએટેક આવવાનો ભય વધી જાય છે. પેનિટ એટેક મોટેભાગે ફરી ફરીથી આવતા હોય છે. જો તેની અસર તમારા રોજ-બરોજનાં જીવન પર પડતી હોય અને તેમાંથી પાછા ફરવાનો ડર તમને લોકો સાથે વાત કરવાથી રોકતો હોય તો આવી પરિસ્થિતિઓમાં તમારે ખાસ પગલા ભરવા અત્યંત જરૂરી છે.

આની સામે લડો:

જો કે પેનિક એટેક બહું ડરામણો લાગે છે, પરંતુ તેનાં પર નિયંત્રણ મેળવવાનાં કેટલાક ખૂબ જ સરળ રસ્તાઓ છે. કૉગ્નેટિવ બિહેવિયરલ થેરેપી તેના માટે મદદગાર સાબીત થઈ શકે છે. પેનિક ડિસઑર્ડર વાસ્તવિકતામાં શું છે તે અને તે કેટલું સામાન્ય છે એ સમજવું એંગ્ઝાઈટી એટેકને સમજવામાં તમારી મદદ કરે છે. કૉગ્નેટિવ બિહેવિયરલ થેરપી અટેકનાં શેનાં કારણે થાય છે તે કારણોને ઓળખવામાં મદદ કરી શકે છે. તેમાં ભયંકર પરિસ્થિતિઓને નાના-નાના વ્યવહારિક ચરણોમાં વહેંચવા અને એક સમયમાં એક કામ જ પતાવવાનું હોય છે, જ્યાં સુધી સૌથી મુશ્કેલ કામમાં મહારથ ના મળી જાય. આ પગલું ગંભીર પેનિક એટેકનો સામે લડવા માટે મદદરૂપ સાબિત થાય છે.

પગલું ૧

તમે એ વાતનો સ્વીકાર કરો કે તમને પેનિક એટેક આવી રહ્યો છે અને તેનાં શારીરિક લક્ષણો તમને કોઈ પણ પ્રકારનું નુકશાન નહીં પહોંચાડે. તે ફક્ત ઉત્તેજનાઓ જ છે જે પસાર થઈ જશે. તેને નજરઅંદાજ ન કરવા જોઈએ અને તેને પોતાનાથી અલગ કરવાની કોશિશ પણ ના કરવી. તે વાતને સ્વીકારો કે તમે જે અનુભવી રહ્યાં હતા તે સૌથી વધારે ખરાબ અનુભવ હતો જે થોડા સમયમાં જતો રહેશે.

પગલું ૨

પ્રતિક્રિયા આપ્યા પહેલા રાહ જુઓ. પેનિક એટેક જેના કારણે થાય છે તેવી પરિસ્થિતિઓનો તાત્કાલિક નિકાલ કરવાનો પ્રયત્ન ન કરો, પરંતુ તે સ્થિતિમાંથી નીકળવાની આશા રાખો, જેથી તમે તેમાં ફસાયેલા છો તેવું ના લાગે. તેને જુઓ અને તેનું અવલોકન કરો કે તમે જ્યારે ડરી જાઓ છો ત્યારે કેવી પ્રતિક્રિયા કરી રહ્યાં છો. તમે તે સમયે જે પણ અનુભવી રહ્યાં છો તેને એક ડાયરીમાં નોંધી લો અથવા તો વૉઈસ રેકોર્ડર પર રેકોર્ડ કરી લો.

પગલું ૩

કંઈક એવું કરો કે જેથી તમને મદદ મળે. જેમ કે તમારા શ્વાસોચ્છવાસ પર ધ્યાન આપીને તેની કસરત કરો. નાકથી શ્વાસ લઈને તેને મોઢા દ્વારા બહાર કાઢો. પોતાની જાત સાથે જ હકારાત્મક વાતો કરો. જેમ કે, આ થોડાક જ સમય માટે છે, હું બહું જલ્દી સ્વસ્થ થઈ જઈશ. શરીરનાં એ ભાગો પર ધ્યાન આપો જે ભાગો પર તમને તણાવની વધારે અસર થતી હોય. તેને આરામ આપવાની કોશિશ કરો.

પગલું ૪

ઉપર દર્શાવેલા ત્રણે સ્ટેપ્સનું ફરી ફરીને પુનરાવર્તન કરતા રહો. ત્યાં સુધી પુનરાવર્તન કરો જ્યાં સુધી તમે પેનિક એટેકની અસરમાંથી બહાર આવવામાં સફળ ના થઈ જાઓ.

પગલું ૫

પેનિક એટેકનાં લક્ષણો અને તેની અસરો વિશે જાણો અને પોતાની જ સાથે તેની ક્ષણિક અમુભૂતિઓનો અંત લાવવા વિશે જણાવો અને એમ પણ જણાવો કે સૌથી ખરાબ વસ્તુનો ખૂબ જ જલ્દી અંત આવશે. માટે ગભરાશો નહીં.

સ્ત્રોત : ફેમિના, નવગુરાત સમય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/26/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate