- આંખ ઉપર કામનો વધુ પડતો બોજો ન આવે તેમ સંભાળો.
- ભારે પ્રકાશ કે પૂરતા પ્રકાશ વિના વાંચશો નહીં.
- રાતના ઉજાગરા, ચાલુ ગાડીએ વાંચવાની ટેવ, ધુમાડિયું વાતાવરણ, મેલાગંદા ટુવાલ કે રૂમાલનો આંખ લુછવામાં ઉપયોગ ન કરવો. વધુ પડતી ફિલ્મો અને ટી. વી. જોવાથી આંખ જરૂર બગડે છે.
- આંખ જેવા નાજુક અવયવમાં ગમે તેવા સુરમા, બજારૂ કાજલ, મેશ, મોરથુથુ, કેલોમસ – પાટો, સિંદુર વગેરે આંજશો નહીં.
- આંખની પાંપણ પૂરા પલકારા માર્યા સિવાય એકીટશે કોઈ વસ્તુને જોયા કરવાની ટેવથી પણ આંખો ખરાબ થાય છે.
- બિનજરૂરી શોખનાં ચશ્માથી પણ આંખો બગડે છે.
- ધૂળ – કચરો કે કાંકરી પડે તેવું લાગે ત્યારે ગોગલ્સ પહેરવા.
- લીલોતરી, હરિયાળો પટ જોવાની ટેવ પાડો, આંખનું તેજ ટકશે.
- નજીકનું વંચાય નહીં કે કાળા પાટિયા ઉપરનું બરાબર દેખાય નહીં તો તરત આંખના ડૉકટરની સલાહ લેવી.
- વાંચતા લખતા આંખ થાકી જાય ત્યારે થોડી વાર આંખ બંધ કરીને તેને આરામ આપો.
- આંખને હંમેશા ઠંડા પાણીથી ધોવાની ટેવ પાડો.
- સૂર્યગ્રહણ સામે જોવાથી ક્યારેક કાયમી દ્રષ્ટિ જતી રહે છે.
- આંખની બરબાદી અટકાવવા પેટ સાફ આવે તેવી ચીવટ રાખો.
- હોજરીમાં ગરમી કે ખટાશ વધી જવાથી આંખો ઉઠી આવે છે.
- આંખમાં દાહ, વેદના સાથે પાણી ટપકતું હોય, આંજણી, ખીલ કે અન્ય ફરિયાદ હોય ત્યારે આંખમાં દવાઓ ઠાલવવાને બદલે પાચનક્રિયા સુધારવા તરફ ખાસ ધ્યાન આપો.
- લીલા શાક, કચુંબર, ભાજીઓ, મગ, મગની દાળનું ઓસામણ અને ભાત જેવો હળવો ખોરાક લેવો.બને તો એક-બે ઉપવાસ કરવાથી પણ ફાયદો થાય છે.
સ્ત્રોત: ભાટિયા કોમ્યુનીટી મિશન ફાઉન્ડેશન
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.