કોથમીર એ ધાણાની પ્રાથમિક અવસ્થા છે. કોથમીરથી આપણે સહુ સારી રીતે પરિચિત છીએ. દરરોજ આવતા લીલાં મસાલામાં કોથમીર મુખ્ય હોય છે. દાળ, કઢી વગેરે વ્યંજનો જરૂરી મસાલા નાખીને સ્વાદિષ્ટ બનાવી શકાય; પરંતુ વ્યંજન ચૂલા પરથી નીચે ઉતાર્યા પછી તેમાં કોથમીર સમારીને નાખવી. કોથમીર નાખવાથી તેની સુગંધ આખા રસોડામાં ફેલાઇ જાય છે અને મગજને તાજગી મળે છે.
કોથમીર તૂરી, સ્નિગ્ધ, મૂત્રલ, હલકી, કઠણ, તીખી, જઠરાગ્નિપ્રદીપક, પાચક, તાવનાશક, રુચિકર, ઝાડાને રોકનાર, ત્રિદોષનાશક અને પાચનને અંતે મધુર છે. તે તરસ, બળતરા, ઊલટી, શ્ર્વાસ, ખાંસી મટાડનાર, કૃમિનાશક, દુર્બળતા દૂર કરનાર, પિત્તનાશક, શરીરની તજા ગરમી મટાડનાર તેમજ ચક્ષુષ્ય છે.
સ્ત્રોત: ભાટિયા કોમ્યુનીટી મિશન ફાઉન્ડેશન
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/15/2020