આંખ એ સજીવનું જોવા માટેનું અંગ છે. આંખને નેત્ર, નયન, નેણ, લોચન તરીકે પણ ઓળખવામાં આવે છે. આંખો પ્રકાશને ઓળખી તેનું ન્યુરોન્સમાં થતા ઈલેક્ટ્રોકેમિકલ ઈમ્પલ્સમાં રૂપાંતર કરે છે. ખૂબ જ સાદા ફોટોરિસેપ્ટર્સ પ્રકાશને જાગૃત દ્રશ્યમાં થતા હલનચલન સાથે જોડે છે. ઉચ્ચ કક્ષાનાં ઓર્ગેનિઝમ્સમાં આંખ એક કોમ્પલેક્ષ સિસ્ટમ છે જે આસપાસથી પ્રકાશ ભેગો કરી તેની તીવ્રતાને રેગ્યુલેટ કરી; સ્થિતિસ્થાપક લેન્સીસનાં આયોજન વડે કેન્દ્રિત કરી ચિત્ર બનાવે છે; આ ચિત્રનું ઈલેક્ટ્રિકલ સિગ્નલમાં રૂપાંતર કરી મગજને આંખની ઓપ્ટીક નર્વ સાથે જોડતાં કોમ્પલેક્ષ ન્યુરલ માર્ગો દ્વારા મગજનાં વિઝ્યુઅલ કોર્ટેક્ષ અને બીજા ભાગોમાં મોકલાવે છે. પ્રકાશનાં ચિત્રીકરણની ક્ષમતા ધરાવતી આંખો મુખ્યત્વે દસ પ્રકારની છે અને ૯૬% પ્રાણીસૃષ્ટિ સંકુલિત દ્રષ્ટિ યોજના ધરાવે છે.
સાદામાં સાદી આંખો, જેમ કે સુક્ષ્મજીવોની આંખો પ્રકાશની હાજરી અથવા અંધકાર આ બે જ સ્થિતિ ઓળખી શકે છે. આટલી માહિતી તેમની રાત અને દિવસ સાથે જીવનનો તાલ મેળવવા માટે પૂરતી છે. વધુ કોમ્પલેક્ષ આંખો તેમનાં રેટીનલ ફોટોસેન્સિટીવ ગેન્ગલીયન કોષો દ્વારા રેટીનોહાઈપોથાલ્મીક માર્ગનો ઉપયોગ કરી સુપ્રાકીયાસ્માટીક ન્યુકલી ને રાત અને દિવસનાં ચક્ર વિષે માહિતી પહોંચાડે છે.
આંખની રચના
આંખનો આકાર દડા જેવો છે જે આગળના ભાગમાં ઉપસેલો છે . દડાના 3 લેયર – થર છે। સૌથી બહારનો સફેદ ભાગ સ્ક્લેરા કહેવાય અને તે અપારદર્શક છે ફક્ત આગળના ઉપસેલા ભાગમાં એની જગ્યાએ છે પારદર્શક એવું કોર્નિયા . વચ્ચેના લેયર – કોરોઈડ માં રક્તવાહીની હોય છે . તે આગળના ભાગમાં એક રંગીન પડદા – આઈરીસ સાથે જોડાય છે . આઈરીસ નો રંગ આંખ ને સુંદરતા આપે છે – કાળી, માંજરી, ભૂરી, લીલી વગેરે . આઈરીસ માં વચ્ચે એક કાણું છે – જેને કીકી કે પ્યુપીલ કહેવાય અને તે નાનું મોટું થઇ શકે છે . સૌથી અંદરનું લેયર રેટિના કહેવાય છે . દડા ની અંદરના પોલાણ માં આગળના ભાગમાં છે લેન્સ – કાચ . કોર્નિયા અને લેન્સ ની વચ્ચે છે એક્વીયસ હ્યુમર અને લેન્સની પાછળ છે વીટ્રીયસ . રેટિનામાંથી મગજને સંદેશ પહોચાડે તે નસ છે ઓપ્ટિક નર્વ .
દૂરની કે પાસેની કોઈ પણ વસ્તુ પરથી જે પ્રકાશનું પરાવર્તન થાય તે કોર્નિયા દ્વારા લેન્સ સુધી પહોંચે . પછી તેની દૂરી પ્રમાણે લેન્સ એને ફોકસ કરીને રેટિના સુધી પહોંચાડે . રેટિના માં 2 પ્રકારના કોશ હોય છે – લગભગ 10 કરોડ રોડ અને 50 લાખ કોન . રોડ અજવાળા અને આછા પ્રકાશ – બેઉમાં જોઈ શકે . પણ તે બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મ જેવું પારખી શકે . કોન રંગ ને પારખી શકે પણ તે અજવાળામાં જ કામ કરી શકે . એટલે રંગ ફક્ત ઉજાસમાં જ જોઈ શકાય .
જેમ શરીર વધે એમ અમારો ગોળો પણ થોડો વધે છે પણ ઘણી વખત કોર્નિયા, લેન્સ અને અને ગોળા ના વિકાસમાં તફાવત રહે છે . બધું બરાબર હોય તો ગમે ત્યાંથી કિરણ આવે પણ લેન્સમાંથી ફોકસ થઇ ને તે રેટિના પર પહોંચવા જોઈએ . માયોપિયા કે શોર્ટ સાઈટ માં ગોળો મોટો હોય છે એટલે નજીકનું બરાબર દેખાય છે પણ દૂરના કિરણો રેટિના ની આગળ પડે છે . ટીવી જોવામાં કે બાળકોને ક્લાસમાં બોર્ડ પર વાંચવામાં તકલીફ પડે . એટલે કોન્કેવ લેન્સ ની જરૂર પડે . તેનાથી ઉલટુ કોઈ વાર ગોળો નાનો હોય તો વધુ ફોકસ કરવા કોન્વેક્સ લેન્સ ની જરૂર પડે . કોઈ વાર કોર્નિયા ની સપાટી બરાબર ગોળ ન હોય તો સિલીન્ડર લેન્સ ની જરૂર પડે . આ બધી તકલીફોમાં આંખના સ્નાયુ ખેંચાય અને માથા ના દુખાવાની ફરિયાદ થઇ શકે . વધુ નંબર ની તકલીફ હોય તો આંખ ના ડોક્ટર લાસિક સર્જરી દ્વારા કોર્નિયા નો આકાર બદલી શકે છે
આંખમાં પ્રેશર વધી જાય એટલે શું?
ઝામર કે ગ્લોકોમા માં આંખનું પ્રેશર વધે છે . એમાં થોડા કેસમાં દુખાવો થઇ શકે . બાકી લોકોમાં ધીમે ધીમે જોવાની શક્તિ ઘટે છે કારણકે ઓપ્ટિક નર્વ નું નુકસાન થાય છે. આને અટકાવવા નીયમિત આંખોની તપાસ કરાવવી જોઈએ .
ચશ્મા પછી સૌથી જાણીતી આંખની તકલીફ છે મોતિયો
સામાન્ય રીતે કેટેરેક્ટ કે મોતિયો ઉમરને લીધે ધીમે ધીમે થાય છે . એમાં લેન્સ દુધિયો બનતો જાય છે અને એને લીધે જોવામાં તકલીફ પડે છે જે વધતી જાય છે . એવા લેન્સ ને કાઢી નાખવા સિવાય અત્યારે બીજો કોઈ ઉપાય નથી . એની જગ્યાએ જુદી જુદી જાતના લેન્સ બેસાડી શકાય . અમારી અંદર ઈજા થાય કે કોઈ ઇન્ફેકશન લાગે ત્યારે કે ડાયાબિટીસના દર્દીમાં મોતિયો વહેલો પાકે છે . તકલીફ લાગે અને તરત ડોક્ટર ની સલાહ લીધી હોય તો સાધારણ રીતે ઘણો સમયગાળો મળે છે જેમાં પોતાની સગવડ મુજબ ઓપરેશન કરાવી શકાય .
બીજા કયા ઇન્ફેકશન લાગી શકે?
બી નું ઇન્ફેકશન પણ થઇ શકે . પણ વધારે કોમન છે અમારા પોપચા નું ઇન્ફેકશન – આંજણી . એ નાની ફોલ્લી થોડું હેરાન કરે છે પણ બધું ભયજનક નથી!
ગુસ્સો આવે ત્યારે આંખ લાલ થઇ જાય
બહારનું આવરણ કન્જન્ક્ટાઇવા અમારા પોપચાંની અંદરની બાજુ અને બહાર દેખાતા સ્ક્લેરા ની ઉપર હોય છે . કન્જન્ક્ટાઇવાને લોહી વધારે મળે એટલે અમે લાલ દેખાઇયે ! અને એનું મુખ્ય કારણ છે વાઈરલ ઇન્ફેકશન – દર થોડા વખતે કંજન્ક્ટીવાઇટીસનો એકાદ એપીડેમીક આવી જાય છે અને થોડા દિવસ ઘણા લોકો હેરાન થાય છે . થોડા કેસમાં એલર્જી પણ જવાબદાર હોય છે
આપના વિસ્તારમાં પહેલા કરતા હવે ઘણી ઓછી થઇ ગયેલી બીમારીઓ છે ટ્રેકોમા અને વિટામીન એ ની ઉણપ . આ બેઉ બીમારીઓ વિકસતા દેશમાં વધારે જોવા મળે છે . આમાં કોર્નિયા ને તકલીફ પડે છે – એમાં ઘસારો થાય, ચાંદુ પડે, પરુ થાય અને એને લીધે અંધાપો આવી શકે . એટલે નાના બાળકોને વિટામીન એ પૂરતા પ્રમાણમાં મળી રહે અને એમની આંખની નિયમિત તપાસ થાય એ બહુ અગત્યનું છે . આવી જ તકલીફ હવે કોન્ટેક્ટ લેન્સ ને લીધે જોવા મળે છે – ખાસ કરીને જયારે એનો ઉપયોગ બરાબર ન થાય ત્યારે
સ્ત્રોત: ડો . યોગેશ દેસાઈ