એક અંદાજ મુજબ વિશ્વની કુલ વસ્તીના બે તૃત્યાંશ લોકોને આંખના પ્લસ, માઈનસ અથવા સિલેન્ડ્રિકલ નંબર હોય છે. આંખને નંબર હોવો તે કોઈ રોગ નથી, પરંતુ ચશ્મા ધરાવતી વ્યક્તિના જીવન દરમિયાન તેની નકારાત્મક અસર જોવા જ મળે છે. ડૉક્ટરો પાસે એવા સંખ્યાબંધ કેસ આવતા હોય છે જેમ કે છોકરો અથવા છોકરીને આંખના નંબર હોવાથી લગ્ન થઈ શકતી નથી. નોકરી કરતા યુવાનોને નંબરવાળા ચશ્મા હોવાથી તે પોતાના વિચારોને બોસ સમક્ષ પ્રસ્તુત કરવા આત્મવિશ્વાસ કેળવી શકતા નથી. રમત-ગમતમાં અવ્વલ રહેતા સ્પર્ધકોને આંખના નંબરના કારણે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આજની લાઈફ સ્ટાઈલ આંખો ઉપર સ્ટ્રેસ વધારનારી છે. સમાચાર પત્રો, ચોપડી-સામાયિક વાંચવા, ટીવી જોવું, કમ્પ્યૂટર અને મોબાઈલ સાથે 24 કલાક વળગી રહેવું આવી ટેવ ઘરડાથી લઈ ટીનએજર્સ સુધીના બાળકોમાં જોવા મળે છે. આ તમામ દૈનિકની એક્ટિવિટીઝની આંખો ઉપર નકારાત્મક અસર થાય તે સ્વભાવિક છે. આ કારણે આંખોના નંબરની સમસ્યા ધરાવતા લોકોની સંખ્યા ઉતરોત્તર વધી રહી છે.
આમ વ્યક્તિના જીવનમાં આગળ વધવાના તબક્કામાં આંખના ચશ્માના નંબર રોડારૂપ સાબિત થતા જોવા મળે છે. આવી હજારો સમસ્યા ધરાવતા લોકો માટે લેસિક આઈ સર્જરી આશીર્વાદરૂપ બની શકે છે.
લેસિક આઈ સર્જરી જાણીતી પદ્ધતિ છે જેમાં 18 વર્ષ ઉપરની કોઈ પણ વ્યક્તિની આંખના નંબર દૂર કરી શકાય છે. મેડિકલ સાયન્સ દ્વારા શોધાયેલા આ વિશ્વ પ્રસિદ્ધ, અદ્ભૂત અને સર્વોત્તમ સર્જરીનો કરોડો લોકો ફાયદો ઊઠાવી રહ્યાં છે. આ એક ખૂબ જ સામાન્ય પ્રકારની કોસ્મેટિક સર્જરી છે, જે કરાવ્યા બાદ વ્યક્તિ થોડા કલાકમાં જ પરિણામ જોઈ શકે છે.
અમદાવાદ સ્વસ્તિક ચાર રસ્તા પાસે આવેલી ફ્રીડમ આઈ લેસર સેન્ટર ખાતે છેલ્લાં 18 વર્ષથી કુશળ ડૉક્ટરોની ટીમ લેટેસ્ટ સાધનોની મદદથી લેટેસ્ટ લેસિક આઈ સર્જરી કરી રહી છે. આ સેન્ટરમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો લેસિક આઈ સર્જરી કરાવવા માટે આવી રહ્યાં છે. આમ ફ્રીડમ આઈ લેસર સેન્ટરના ડૉક્ટરો ઉપર દેશના લોકોનો વિશ્વાસ અતૂટ બની રહ્યો છે.
ફ્રીડમ આઈ લેસર સેન્ટરમાં મુખ્ય ત્રણ પ્રકારની તપાસ કર્યા બાદ સર્જરી હાથ ધરાય છે. જેમાં સૌ પ્રથમ કીકીની વળાંકની તપાસ જેને ટોપોગ્રાફી ટેસ્ટ કહેવાય છે, ત્યારબાદ કીકીની જાડાઈ માપવાની તપાસ જેને પેકિમેટ્રી ટેસ્ટ કહેવાય છે અને છેલ્લે કીકીની નબળાઈ તપાસવાનો ટેસ્ટ જેને પેન્ટાકેમ HR કહેવામાં આવે છે. ફ્રીડમ આઈ લેસર સેન્ટરમાં અત્યાધુનિક એક્ઝાઈમર લેસરથી આ સર્જરી થાય છે, તેમાં પણ બેસિક લેસર અને હાયરઓર્ડર એબ્રેશન્સ, લેપ્ટો લેસિક અને સાઈક્લોટોર્સન લેસિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આંખમાં લેન્સ પહેરતી વ્યક્તિએ સર્જરી કરાવતા પહેલા ઓછામાં ઓછા ત્રણ દિવસ અને બની શકે તો એક અઠવાડિયા માટે કોન્ટેક્ટ લેન્સ પહેરવાનું બંધ કરવું પડે છે. એક વખત લેસિક આઈ સર્જરી કરાવ્યા બાદ રેગ્યુલર આઈ ચેકઅપ કરાવવું અને વર્ષમાં એક વખત પેન્ટાકેમ HR ટેસ્ટ કરાવવો વધુ હિતાવહ છે.
ત્રાસા નંબર ન રહી જાય તે માટે સાઈક્લોટોર્સન લેસિક
આંખના ત્રાસા નંબરની ચોક્કસ સારવાર માટે સાઈક્લોટોર્સન લેસિક કરવું હિતાવહ છે. અન્યથા સર્જરી બાદ ત્રાંસા નંબર રહી જવાની શક્યતા ઘણી વધારે રહેલી છે. સાઈક્લોટોર્સન લેસિક અમદાવાદના ફ્રીડમ આઈ લેસર સેન્ટરમાં ઉપલબ્ધ હોવાથી દર્દીઓ આ અત્યાધુનિક સારવાર પદ્ધતિનો લાભ ઉઠાવી રહ્યાં છે.
ફ્રીડમ આઈ સેન્ટર પાસે છે પેન્ટાકેમ HRનું અદ્યતન મશીન
કેટલાક સંજોગોમાં કીકીની નબળાઈ સામાન્ય લેસરના મશીન દ્વારા જાણી શકાતી નથી, પરંતુ તે પેન્ટાકેમ HRની તપાસ પદ્ધતિ દ્વારા પકડી શકાય છે. આ પદ્ધતિ દેશના અગ્રગણ્ય લેસર સેન્ટરમાં ઉપલબ્ધ છે. ફ્રીડમ આઈ લેસર સેન્ટરના ડૉક્ટરો આ અદ્યતન પદ્ધતિથી જ લોકોની સારવાર કરે છે.
લેસિક આઈ સર્જરીના મુખ્ય ત્રણ ફાયદાઓ
- લેસિક આઈ સર્જરી અત્યંત વિશ્વસનીય પદ્ધતિ છે. 96 ટકા લોકોને આ સર્જરી કરાવ્યા બાદ પોતાની ઈચ્છિત દૃષ્ટિ મળ્યાનો સંતોષ થાય છે..
- લેસિક પદ્ધતિમાં કોઈ જ દુખાવો થતો નથી. .
- મહત્વનું છે કે, એક વખત લેસિક આઈ સર્જરી કર્યા બાદ વ્યક્તિ ગણતરીના કલાકોમાં જ પરિણામ જોઈ શકે છે
સ્ત્રોત: ફ્રીડમ આઈ લેસર સેન્ટર.બીજો માળ, વ્રજ એવન્યુ, પીઝા શોપની ઉપર,સેન્ટ ઝેવિયર્સ લેડિસ હોસ્ટેલ પાસે, સ્વસ્તિક ચાર રસ્તા, નવરંગપુરા, અમદાવાદ - 380009