આપણે આજે ડિજિટલ જનરેશન વચ્ચે જીવી રહ્યાં છીએ. છ મહિનાના બાળકથી લઈ 90 વર્ષ સુધીના વડીલો આજે મોબાઈલ અને કમ્પ્યૂટરનો ઉપયોગ કરતા થયા છે. ઉપયોગ થાય ત્યાં સુધી કોઈ જ વાંધો નથી, પણ વાંધો દૂરઉપયોગનો છે. ઈલેક્ટ્રોનિક યંત્રોના વપરાશ માટેની ચોક્કસ પદ્ધતિ હોય છે. જેને આપણે સૌએ જાણવી અને અનુસરવી જરૂરી છે. નિયમિત કમ્પ્યૂટર અને મોબાઈલનો વપરાશ કરતા લોકોને Dry Eye અથવા કમ્પ્યૂટર વિઝન સિન્ડ્રોમ થઈ શકે છે. આંખોને બચાવવા મોબાઈલ-કમ્પ્યૂટરનો ઉપયોગ કરતા લોકોએ Rule Of Thumb 20-20-20ને અનુસરવું જરૂરી છે.
Rule Of Thumb 20-20-20 એટલે કે ૨૦ મિનિટ કમ્પ્યૂટર, લેપટોપ, ટેબલેટ, ટેલિવિઝનના ઉપયોગ બાદ ૨૦ સેકન્ડ માટે ૨૦ ફૂટ દૂર નજર નાંખવી જોઈએ. પહેલા આ ડિજિટલ યંત્રોનો ઉપયોગ માત્ર યુવાનો વોટ્સએપ, ફેસબુક અને યુટ્યૂબ વીડિયો જોવા માટે કરતા હતા, પરંતુ હવે છ મહિનાના બાળકોના હાલરડા અને કાર્ટૂન ઈન્ટરનેટ ઉપર ઉપલબ્ધ છે. વડીલો આ ડિજિટલ સાધનોનો ઉપયોગ ધાર્મિક પ્રવૃત્તિઓ માટે કરતા હોય છે. જેના કારણે કમ્પ્યૂટર વિઝન સિન્ડ્રોમ, ડ્રાય આઈસ અને મેક્યુલર ડીજનરેશન જેવી મુશ્કેલી થઈ શકે છે, કેમ કે આ બધા ડિજિટલ યંત્રોમાં High Energy Visible Lights હોય છે.
અનિયમિત ડાયાબિટીસ ધરાવતા દર્દીઓની આંખની રક્તવાહીનીઓમાં થતા ડેમેજના કારણે ઉદભવતું એક કોમ્પ્લિકેશન જે આગળ જતા એક નવો રોગ ડાયાબિટીક રેટિનોપથી પેદા કરી શકે છે. ડાયાબિટીક રેટિનોપથીના જુદાજુદા સ્ટેજ હોય છે જેમાં NPDR એટલે કે, Non-Proliferative Diabetic retinopathyથી માંડીને PDR એટલે કે Proliferative Diabetic retinopathy સુધી પહોંચી શકે છે. NPDRના કેટલાક સ્ટેજ રિવર્સેબલ હોય છે જ્યારે PDR નોન રિવર્સેબલ છે.
NPDR સ્ટેજની ડાયાબિટીક રેટિનોપથી ધરાવતા લોકો અને જેમનું ડાયાબિટીસ કંટ્રોલમાં ના રહેતું હોય તેવા લોકોએ દર ત્રણ મહિને રેટિના સ્પેશિયાલિસ્ટ પાસે તપાસ કરાવવી જોઈએ.
સ્ત્રોત: ડૉ. પાર્થ રાણા(આંખના પડદાના નિષ્ણાંત)
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/29/2020