લેફ્ટ લીપ અને પેલેટ (ચિરાયેલા હોઠ અને ચિરાયેલું તાળવું)
ક્લેફ્ટ લીપ અને ક્લેફ્ટ પેલેટ એ જન્મજાત ખામી છે.
- ક્લેફ્ટ લીપ (ચિરાયેલા હોઠ) માં હોઠોની બે બાજુઓ અલગ-અલગ હોય છે.
- આમાં ઉપરનાં જડબા અને/અથવા ઉપરના પેઢાનાં હાડકાઓ અલગ-અલગ હોય છે.
- ક્લેફ્ટ પેલેટ (ચિરાયેલુ તાળવું): તે મોં ની છાપરીના આગળના ભાગમાં હોય છે.
- આ એક એવી સ્થિતી છે જેમાં જ્યારે બાળક ગર્ભમાં વિકાસ પામતુ હોય ત્યારે તેના બે બાજુના તાળવાં ભેગા થતાં નથી.
ક્લેફ્ટ લીપ અને ક્લેફ્ટ પેલેટ કાંતો એક બાજુએ અથવા બંને બાજુએ હોઈ શકે છે. બાળકનાં હોઠ અને તાળવું અલગ-અલગ રીતે વિકસતાં હોવાથી એ શક્ય છે કે બાળકને કાં તો ચિરાયેલા હોઠ, ચિરાયેલુ તાળવું અથવા બંને હોઈ શકે.
લક્ષણો
- વજન વધવાની નિષ્ફળતા / વજન ન વધવું
- ધાવવામાં તકલીફ
- ધાવતી વખતે દુધ નસકોરામાં જવું
- નબળી વૃદ્વી
- વારંવાર કાનનો ચેપ લાગવો
- કેવળ હોઠ અલગ પડવાં
- તાળવું અલગ થવું
- તાળવું ને હોઠ અલગ થવાં
- બોલવામાં તકલીફ થવી
- નાકના આકારમાં બદલાવ
- દાંત લાઈનસર ન હોવાં
પરીક્ષણ અને તપાસ
મો, નાક અને તાળવાની શારીરિક તપાસથી નક્કી થાય છે કે તેને ચિરાયેલા હોઠ/ અથવા ચિરાયેલા તાળવાની તકલીફ છે અન્ય સંભવિત આરોગ્યની તકલીફોને નિવારવા માટે તબીબી તપાસ કરાવી શકાય.
યોગ્ય ઉંમરે અમુક તબીબી સારવાર મેળવવી જરૂરી છે:
- બાળજન્મ પછી પહેલાં બાળકના માતા-પિતાને બેસાડી તેમને બાળકને સ્તનપાન કેવી રીતે કરાવવું અને બાળકના વજન વધે તેનું ધ્યાન રાખવાની સલાહ આપવી.
- બાળજન્મ પછીના ૩-૫ મહિનામાં (ક્લેફ્ટ પેલેટ) નાકના આકારને સુધારીને ચિરાયેલા હોઠને રીપેર કરાવવું.
- બાળજન્મ પછીના ૯-૧૨ મહિનામાં ચિરાયેલા તાળવાને રીપેર કરાવવું.
- બાળકના જન્મપછીના ૧-૨ વર્ષની ઉંમર દરમિયાન બાળકને કાનનો ચેપ થતો અટકાવવા તેની સાંભળવાની ક્ષમતાની તપાસ કરાવવી.
- બાળકના જન્મપછીના ૨-૪ વર્ષની ઉંમર દરમિયાન તેના બોલવાના વિકાસ પર નજર રાખવી અને તેને લગતી સારવાર અપાવવી.
- બાળકોના દાંતના નિષ્ણાંત ડોક્ટર પાસે બાળકના દાંતની નિયમિત તપાસ કરાવવી.
- ૪-૬ વર્ષની ઉંમરના બાળકના બોલવાની ક્ષમતામાં સુધાર લાવવા માટે ઓપરેશન કરાવવું કે જે તાળવાના ઓપરેશન બાદ ૧-૧૫ % બાળકોમાં કરાવવું જરૂરી હોય છે.
- ૬-૧૨ વર્ષની ઉંમરનાં બાળકનું દાંતનું ચેક-અપ અને ઓર્થોપેડીક પાસે સારવાર લેવી.
- અલ્વેલસની ખામીમાં બોન ગ્રાફ્ટ કરાવવું- ૯ વર્ષની ઉમરે.
- જો દર્દીની માંગ હોય તો તરૂણાવસ્થામાં તેના નાકના આકાર સુધારવો અને તેનો ચહેરો સુધારવા માટેનું ઓપરેશન કરવું.
- વયસ્કોનું જીનેટીક કાઉન્સેલીંગ કરવું જેથી વારસાગત આવતી આવી ખામીનું પ્રમાણ ઘટાડી શકાય.આથી જો તમારા
- બાળકને કે તમારા કોઈ ઓળખીતાને આવા ક્લેફ્ટ લીપ અને ક્લેફ્ટ પેલેટની સારવારની જરૂર હોય તો તેની સારવાર મેળવી તેમાંથી મુક્તી મેળવો.
વધુ માહીતી માટેની સંદર્ભ વેબસાઈટની યાદી:
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/15/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.