অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સિકલ સેલ એનિમિયા

સિકલ સેલ એનિમિયા વિશે જાણો

  • સિકલ સેલ એનિમિયા રક્તકણમાં રહેલા ખામીયુકત હિમોગ્લોબીન- એસ (hb-s) ને કારણે થતો જનીન જન્ય રોગ છે. જેમાં રકતકણનો આકાર ગોળમાંથી દતરડા જેવો બની જાય છેઈ
  • સિકલ સેલ એ વારસાગત રોગ છે.  જેને સંપુર્ણપણે મટાડી ન શકાય પરંતુ આ સમસ્યાનો વ્યાપ વધતો અટકાવી શકાય.
  • જી સ્ત્રી પુરૂષ બંને સિકલ સેલ વાહક રોગ ધરાવતા હોય તો એમના લગ્ન એક બીજા સાથે ન થવા જોઇએ
  • લગ્ન પહેલા આ રોગ અંગેની તપાસ દ્રારા આ રોગને અટકાવી શકાય છે
  • આ રોગોને અટકાવવા લગ્નગ્રંથીથી જોડાતા પહેલા સિકલ સેલની તપાસ કરાવી કાઉન્સેલીંગ ફરજીયાત કરાવવું
  • ગુજરાતનાં મુખ્યત્વે દાહોદ, પંચમહાલ, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વાપી, વલસાડ અને ડાંગ જીલ્લાનાં આદિવાસીઓમાં સિકલ સેલ એનિમિયાનું પ્રમાણ વધુ જોવા મળે છે

સિકલ સેલ એનિમિયાના પ્રકાર

સિકલ સેલ એનિમિયાના લક્ષણો

  • વારંવાર તાવ આવવો
  • શરીર ફીક્કું પડી જવું
  • શરીરમાં કળતર થવી
  • વારંવાર પેટમાં દુખાવો થવો
  • સાંધાઓમાં તેમજ હાડકામાં સોજો આવવો અને દુસ્ખાવો રહેવો
  • બરોળ મોટી થવી
  • વારંવાર કમળો થવો
  • સગર્ભા માતાને ગર્ભપાત થવાની શકયતા
  • સિકલ સેલ રોગવાળી વ્યક્તિ વારંવાર શરીરમાં થતી કટોકટી ( Crisis) ને લીધે ટુંકા આયુષ્યમાં જ મૃત્યુ પામી શકે છે
  • સહેલાઇથી સંક્રામક રોગોના ભોગ બનવુંલ ખાસ કરીને ફેફસાનાં રોગો

સિકલ સેલ એનિમિયાની સારવાર

  • વધુમાત્રામાં પ્રવાહી પીવું રોજના ૧૦ થી ૧૫ ગ્લાસ પાણી પીવું
  • રોજ ફોલિક એસિડની ૫ મીઈગ્રાઈ ગોળી લેવી
  • દુખાવા માટે દર્દશામક ગોળીલ જરૂર પડે ત્યારે દુખાવો મટે ત્યાં સુધી લેવી
  • સિકલ સેલના ઘણા દર્દીઓમાં હાઇડ્રોક્ષીયુરીયા નામની દવા ખુબજ ઉપયોગી નિવડે છે
  • સમતોલ આહાર લેવો
  • નિયમિત ડોકટરી તપાસ કરાવવી
  • વધુ ઉંચાઇ વાળી જગ્યાએ ન જવું
  • વરસાદમાં કે ઠંડા પાણીમાં પલરવું નહી
  • વધુ ઠંડીમાં મફલર/  સ્વેટર પહેરવા
  • વધુ શારીરિક શ્રમવાળું કામ ન કરવું
  • વધુ ગરમીમાં બહાર ન ફરવું
  • સિકલ સેલ એનિમિયાના દર્દીને હીપેટાઇટીસઢબી તેમજ ન્યુમોનિયાનું રસીકરણ કરવવું જરૂરી છે
  • સિકલ સેલના દર્દીને વારંવાર લોહી ચઢાવવાની જરૂર પડે છે
  • સિકલ સેલ એનિમિયામાં શરીરના સાંધા બગડે તો તેની સારવાર સીવીલ હોસ્પીટલ ખાતે મફત કરવામાં આવે છે

આટલું ધ્યાન રાખો

  • સિકલ સેલ એનિમિયાથી ડરવાથી જરૂર નથીલ જરૂર છે માત્ર આ રોગને સમજવાની
  • સિકલ સેલ એ વારસાગત રોગ હોવાથી જ્યાં સુધી લોહીની તપાસ કરવામાં ન આવે ત્યાં સુધી આ રોગની જાણ થતી નથી
  • સિકલ સેલ દર્દીના કુટુંબના દરેક સભ્યોનો સિક્લ સેલ રીપોર્ટ થવો જરૂરી છે
  • સિકલ સેલનું નિદાન અને સારવાર તમારા નજીકના સરકારી દવાખાનામાં મફત કરવામાં આવે છે
  • સિકલ સેલના નિદાન માટે બે પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે
    • સ્ક્રીનીંગ ટેસ્ટ
    • ઇલેક્ટ્રોફોરેસીસ
  • સ્ક્રીનીંગ ટેસ્ટ સ્ દરેક સરકારી દવાખાનામાં મફત કરવામાં આવે છે.
  • ઇલેક્ટ્રોફોરેસીસ સ્ જેનાથી સિકલ સેલ ટ્રેટ (Trait)  કે ડીસીઝ (રોગ- Disease)  છે તે નક્કી કરી શકાય છે.
  • સિકલ સેલ ના દર્દીએ ડોકટરની સલાહ વગર આર્યન ૮યચ્ઃદ્ય૯ ની ગોળી ના લેવી
  • કોઇપણ ડોકટર પાસે કે હોસ્પિટલમાં જતા પહેલા તમને ૮૨૯ સિકલ સેલ હોય તો તેની જાણ કરવી
  • સિકલ સેલ એનિમિયા હોવું શરમ કે પરેશાની નથીઈ પરંતુ આ રોગને છુપાવવો એ પરેશાનીનું કારણ બની શકે છે
  • આવો સાથે મળીને સિકલ સેલ એનિમિયા મુક્ત સમાજનું નિર્માણ કરીએ
  • પહેલા સિકલ સેલ તપાસ પછીજ શાળા/  મહાશાળા પ્રવેશ
  • સિકલ સેલ એનિમિયા અંગે કોઇ મુઝવણ હોય તો તાત્કાલીક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી દવાખાનામાં ઉપસ્થિત કાઉન્સીલર કે ડોકટર અથવા સાયનેપ્સ એસોસીએશન

ર્ડા. મીનાક્ષી તિવારી, કેવીકે ડૅડીયાપાડા નવસારી ગુજરાત

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 8/5/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate