નસકોરી ફુટવી (નાકમાંથી લોહી નીકળવું)
કારણો
- નાકને ઈજા
- સુકા હવામાનને કારણે નાકની અંદરનાં ભાગનું શુષ્ક થઈ જવું
- વધુ પરીશ્રમ
- ઉંચુ લોહીનું દબાણ
- ખૂબ ઉંચાઈવાળાં વિસ્તારમાં જવું
- નાકનું જોરથી અથડાવું
નાકમાંથી લોહી નીકળે તો શું કરવું
- બેસી જાવ
- લોહીને ગળામાંથી વહેતું રોકવા થોડા આગળ ઝુકો
- નાક ઉપર ભીનું ઠંડું કપડું મુકો જેથી રૂધિરનલિકાઓ સંકોચાશે અને લોહી વહેતું બંધ થશે.
- જો લોહી નાકનાં એક જ કાણાંમાંથી બહાર નીકળતું હોય તો તેને ઉપરનાં ભાગમાં જોરથી દબાવો
- જો લોહી નાકનાં બંને કાણાંમાંથી વહેતું હોય તો બંને કાણાંને ઓછામાં ઓછી ૧૦ મિનિટ સુધી દબાવી રાખો
- જો હજુ પણ લોહી નીકળતું હોય તો વધુ ૧૦ મિનિટ માટે દબાણ રાખવાનું ચાલુ રાખો
- જો લોહી નાક પર થયેલી ઈજાઓને કારણે નીકળતું હોય તો ફક્ત સામાન્ય દબાણ આપો
- જો લોહી નીકળવું ચાલું રહે અથવા લોહી વારંવાર નીકળતું હોય તો તબીબનો સંપર્ક કરવો
કાનમાંથી પ્રવાહીનું નીકળવું
- કાનમાંથી સામાન્ય રીતે પરુ અથવા પાણી જેવા પદાર્થ નીકળે છે. તે એકદમ તીવ્ર અથવા લાંબા સમયથી ચાલતું હોઈ શકે છે.
- બાળકો, કિશોરો, અસ્વચ્છ વિસ્તારમાં રહેતા બાળકો, અપૂરતા પોષણવાળા બાળકો (ક્વાશીઓરકર, મરાસ્મસની અસર હેઠળ) માં કાનમાંથી પ્રવાહી નીકળવું સામાન્ય છે.
કારણો
- સામાન્ય શરદી અને બેક્ટેરીયાનો ચેપ
લક્ષણો
- બંને અથવા એક કાનમાં દુખાવો
- કાનમાંથી દુર્ગંધયુક્ત પ્રવાહી નીકળવું
- તાવ આવવો
સાવચેતી
- કાનમાં પાણી અથવા તેલ ન નાખવું
- સ્નાન સમયે બંને કાનમાં રૂ રાખવું. જો કાનમાંથી પ્રવાહી નીકળતું હોય તો કાનને રૂ લગાડેલી સળીથી સાફ કરવો
- સારવાર માટે કાન, નાક, ગળાનાં ડોક્ટરનો સંપર્ક કરવો
બહેરાપણું
કારણો
- વૃદ્ધત્વ સાથે બહેરાપણું આવવું તે એક પ્રાકૃતિક પ્રક્રિયા છે
- ઘોંઘાટભર્યા વાતાવરણમાં લાંબા સમય સુધી કામ કરવું
- કાનમાં મેલ જામી જવો
- કાનમાં લાંબાગાળાથી લાગેલો ચેપ
- કાનનાં પડદાંને સંબંધિત રોગ
- કાનનાં પડદાંમાં કાણું પડવું
- કેન્સર જેવા રોગો
લક્ષણો
- બાળકો અવાજ સામે પ્રતિક્રિયા કરતાં નથી
- અન્ય વ્યક્તિઓનું બોલેલું સાંભળી શકતાં નથી
- બીજાને ઉંચા અવાજે બોલવાનું જણાવવું
સાઈનસાઈટીસ
કારણો
મોંઢાનાં હાડકાંનાં માળખામાં નાકની આસપાસ આવેલ હવા માટેની જગ્યાને સાઈનસ કહે છે. સાઈનસ નાક અને મોં ને સમાંતર મ્યુકોસ મેમ્બરેન ઉપર આવેલ છે. જ્યારે વ્યક્તિને શરદી અથવા એલર્જી થાય છે ત્યારે સાઈનસ કોષો વધુ મ્યુકસ પેદા કરે છે અને તેનાં પર સોજો આવે છે. આમ થવાનાં કારણે સાઈનસને સાફ રાખતું તંત્ર અવરોધાય છે અને સાઈનસ બંધ થઈ જાય છે. આ બંધ સાઈનસમાં મ્યુકોસ ફસાઈ જાય છે. આ ફસાયેલ મ્યુકોસમાં બેક્ટેરીયા, ફુગ અને વાઈરસ વૃધ્ધિ પામે છે અને તેને કારણે સાઈનસાઈટીસ થાય છે.
લક્ષણો
જુદી જુદી ઉમરનાં વ્યક્તિઓમાં સાઈનસાઈટીસનાં જુદાં જુદાં લક્ષણો દેખાય છે.
- બાળકોમાં સામાન્ય રીતે શરદી જેવાં લક્ષણો દેખાય છે. જેમાં થોડો ઘણો તાવ તથા વહેતાં નાકનો સમાવેશ થાય છે. જ્યારે બાળકમાં શરદી બાદ ત્રીજા અથવા ચોથા દિવસે તાવ આવે તો તે સાઈનસાઈટીસ અથવા અન્ય ચેપ જેવા કે બ્રોન્કાઈટીસ, ન્યુમોનીયા અથવા કાનનો ચેપ વગેરેની નિશાની છે.
- પુખ્ત વયની વ્યક્તિઓમાં દેખાતા સાઈનસાઈટીસનાં લક્ષણોમાં દિવસ દરમ્યાન વારંવાર આવતો સુકો કફ કે જે શરદી, તાવ , કફનો ભરાવો, દાંત અને કાનમાં પીડા અથવા મોંઢું સુજવા જેવા શરદીનાં લક્ષણો ૭ દિવસ સુધી રહેવા છતાં ઘટતો નથી. અન્ય કારણોમાં પેટની ગરબડ, ઉબકા, માથું દુખવું કે કાનની પાછળનાં ભાગમાં દુખાવો વગેરેનો સમાવેશ થાય છે.
વ્યવસ્થાપન માટેનાં સરળ ઉપાયો
- સાઈનસાઈટીસ એ સામાન્ય રોગ છે અને તેનો સરળતાથી ઉપચાર કરી શકાય છે. જ્યારે બાળકને શરદી થાય છે અને લક્ષણો ૧૦ દિવસ ઉપરાંત પણ જોવા મળે અથવા ૭ દિવસ બાદ બાળકને તાવ આવે તથા શરદીનાં લક્ષણો દેખાય તો બાળકને ડોક્ટર પાસે સારવાર અર્થે લઈ જવું જોઈએ.
- તમારી આસપાસનાં વિસ્તારને સ્વચ્છ રાખો અને સાઈનસાઈટીસ કરતાં એલર્જીકારક પદાર્થો અને પરીબળોને ટાળો.
કાકડા અને નાસા-કાકડા
કાકડા એ તાળવાથી ગળામાં લટકતાં પેશીઓનાં બે જુથ (ગાંગડા) છે. આ બંને ગાંગડાની નીચેની બાજુની ધાર જીભની બાજુમાં ગળાનાં પાછલા ભાગમાં આવેલ છે. નાસા-કાકડા એ પેશીઓનું એક જુથ (ગાંગડો) છે. તે નાકની પાછળનાં ભાગમાં આવેલ છે. પુખ્ત વયની વ્યક્તિઓમાં તે ગળાની પાછલી દિવાલ પાસે પડજીભથી એક ઈંચ ઉપર આવેલ છે. (પડજીભ એ આંસુનાં આકારવાળું પેશીઓનું જુથ છે જે નીચેની તરફ તાળવાથી ચોંટીને લટકે છે) કાકડાએ લસિકાતંત્રનો ભાગ છે જે ચેપથી લડવામાં મદદરૂપ થાય છે. જો કે કાકડા કાઢી નાખવાથી ચેપ વધુ પ્રમાણમાં લાગુ પડે છે એવું નથી બનતું. કાકડાનું કદ જુદુ જુદુ હોય છે અને તેમાં ચેપ સામેની પ્રતિક્રિયાનાં ભાગ રૂપે સોજો આવે છે.
કાકડા અને નાસા-કાકડા શું છે ?
કાકડા અને નાસા-કાકડા એ મુખ્યત્વે લસિકાપેશીઓનાં બનેલાં છે. જે સમગ્ર પાચનમાર્ગ ને જીભનાં આધારભાગ સુધી જોવા મળે છે. લસિકાપેશીઓ એ લીમ્ફોસાઈટસની બનેલી હોય છે જે મુખ્યત્વે રોગપ્રતિરોધક (એન્ટિબોડી) નાં ઉત્પાદન સાથે સંકળાયેલ છે. સામાન્ય રીતે આપણે રોગપ્રતિરોધકનાં ઉત્પાદનને સારી વાત ગણીએ છીએ. ઘણાં અભ્યાસો દ્રારા કાકડાનાં મહત્વની સ્પષ્ટતા કરવાનાં પ્રયાસ કરવામાં આવ્યા છે. એવું દેખવા મળેલ છે કે જે વ્યક્તિઓએ કાકડા અથવા નાસા-કાકડા કઢાવી નાખેલ છે તેમનાં આરોગ્ય પર કે તેમની રોગપ્રતિકારક શક્તિ પર કોઈ ખરાબ અસર જણાઈ નથી. કોઈપણ નોંધપાત્ર અસર સામાન્ય રીતે હકારાત્મક જણાઈ છે. એવું જણાય છે કે શહેરી વસ્તીમાં રહેતા બાળકોમાં થતા અસરકારક વિષાણુંજન્ય ચેપને કાકડા અને નાસા-કાકડા અસરકારક રીતે ખાળી શકતાં નથી. તેનાં બદલે રોગપ્રતિકારક તંત્ર કાકડા અને નાસા-કાકડા સાથે એવા સમયે વિકાસ પામેલ છે જ્યારે બાળક ક્વચિત જ વિષાણું તથા જીવાણુનો ચેપ લાગેલ હોય તેવા અન્ય વ્યક્તિઓનાં સંપર્કમાં આવ્યું હોય. એમ પણ હોઈ શકે કે આ અંગો અમુક પ્રકારનાં ચેપ જેવા કે કૃમિ, અન્ય પરજીવોનાં ચેપથી ( કે જે આજે સમાજમાં પ્રમાણમાં અસામાન્ય છે) બચવા પ્રમાણમાં વધુ મહત્વનાં છે. તે સ્પષ્ટ છે કે ઘણાં કિસ્સાઓમાં, કાકડા અને / અથવા નાસા-કાકડા ખોટકાય છે અને ઉપયોગી થવા કરતાં તે જવાબદારી વધુ લાગે છે.
કાકડા અને નાસા-કાકડાનું કાર્ય શું છે ?
કાકડા અને નાસા-કાકડા એ મુખ્યત્વે લસિકાપેશીઓનાં બનેલાં છે. જે સમગ્ર પાચનમાર્ગ ને જીભનાં આધારભાગ સુધી જોવા મળે છે. લસિકાપેશીઓ એ લીમ્ફોસાઈટસની બનેલી હોય છે જે મુખ્યત્વે રોગપ્રતિરોધક (એન્ટિબોડી) નાં ઉત્પાદન સાથે સંકળાયેલ છે. સામાન્ય રીતે આપણે રોગપ્રતિરોધકનાં ઉત્પાદનને સારી વાત ગણીએ છીએ. ઘણાં અભ્યાસો દ્રારા કાકડાનાં મહત્વની સ્પષ્ટતા કરવાનાં પ્રયાસ કરવામાં આવ્યા છે. એવું દેખવા મળેલ છે કે જે વ્યક્તિઓએ કાકડા અથવા નાસા-કાકડા કઢાવી નાખેલ છે તેમનાં આરોગ્ય પર કે તેમની રોગપ્રતિકારક શક્તિ પર કોઈ ખરાબ અસર જણાઈ નથી. કોઈપણ નોંધપાત્ર અસર સામાન્ય રીતે હકારાત્મક જણાઈ છે. એવું જણાય છે કે શહેરી વસ્તીમાં રહેતા બાળકોમાં થતા અસરકારક વિષાણુંજન્ય ચેપને કાકડા અને નાસા-કાકડા અસરકારક રીતે ખાળી શકતાં નથી. તેનાં બદલે રોગપ્રતિકારક તંત્ર કાકડા અને નાસા-કાકડા સાથે એવા સમયે વિકાસ પામેલ છે જ્યારે બાળક ક્વચિત જ વિષાણું તથા જીવાણુનો ચેપ લાગેલ હોય તેવા અન્ય વ્યક્તિઓનાં સંપર્કમાં આવ્યું હોય. એમ પણ હોઈ શકે કે આ અંગો અમુક પ્રકારનાં ચેપ જેવા કે કૃમિ, અન્ય પરજીવોનાં ચેપથી ( કે જે આજે સમાજમાં પ્રમાણમાં અસામાન્ય છે) બચવા પ્રમાણમાં વધુ મહત્વનાં છે. તે સ્પષ્ટ છે કે ઘણાં કિસ્સાઓમાં, કાકડા અને / અથવા નાસા-કાકડા ખોટકાય છે અને ઉપયોગી થવા કરતાં તે જવાબદારી વધુ લાગે છે.
કાકડા સાથે સંકળાયેલ સમસ્યાઓ
ગળામાં અવરોધ: કાકડા કઢાવી નાખવા માટેનું આ સામાન્ય કારણ છે. કાકડા એટલા મોટા થઈ જાય છે કે તેનાં કારણે શ્વાસ લેવામાં, ગળવામાં અથવા સરખી રીતે બોલવામાં તકલીફ પડે છે. શ્વાસાવરોધ એ સામાન્ય શ્વાસ લેવાની તકલીફથી લઈને નસકોરાં બોલવા અથવા ઉંઘમાં શ્વસનની ગેરવ્યવસ્થા ( રાત્રે ઉંઘમાં શ્વાસનાં અવરોધ) ની શ્રેણીમાં હોઈ શકે છે. આરોગ્ય સામેનો આ ખતરો સામાન્ય કે જીવલેણ હોઈ શકે છે. કદમાં મોટાં હોય તેવા પ્રત્યેક કાકડા શ્વાસ અવરોધ નથી કરતાં. આ માટેનાં નિદાન અર્થે વ્યક્તિની કાકડાની સમસ્યાનો ઈતિહાસ અને તાલીમ પામેલ તબીબ પુરતાં છે.
લાંબા ગાળાનો વારંવાર થતો કાકડાનો સોજો કે દાહ / ગળામાં દુખાવો: કાકડા કઢાવી નાખવાનું સમગ્ર દુનિયામાં આ એક સર્વ સામાન્ય કારણે છે. કેટલાક દર્દીઓમાં કાકડાનો સોજો કે દાહ વારંવાર ગંભીર રીતે દેખાય છે.
કાકડામાં સફેદ રંગનો કાટમાળ/વારંવાર થતો ક્રીપટીક કાકડાનો સોજો કે દાહ: કાકડા ઉપર ઘણા ખાડાવાળા વિસ્તાર છે જેને ક્રિપ્ટસ કહે છે. કેટલાક દર્દીઓમાં આ હિપ્ટસ સફેદ ખરાબ ગંધવાળો બેક્ટેરીયા અને મૃતકોષોથી ભરેલો ભંગાર જમા થાય છે. જેને કારણે ગળામાં દુખાવો થાય છે. એન્ટિબાયોટીક દવાઓ ફક્ત ક્ષણિક લાભ કરતા થાય છે. એનો છેલ્લો ઉપાય માત્ર કાકડાની શસ્ત્રક્રિયા છે.
કાકડામાં અસામાન્ય રીતે વધારો: અન્ય પેશીઓની માફક જ કાકડામાં પણ કેન્સરજન્ય ગાંઠ થઈ શકે છે. આવી પરીસ્થિતિમાં કાકડાનાં કદમાં અસામાન્ય વધારો થઈ શકે છે. લીમ્ફોમા એ બાળકોમાં સામાન્ય રીતે કાકડામાં થતી ગાંઠ છે. પુખ્ત વયની વ્યક્તિઓમા લીમ્ફોમાં કે કાર્સિનોમા લાગુ પડી શકે છે.
કાકડાની શસ્ત્રક્રિયામાં રહેલી જટીલતાઓ
સામાન્ય રીતે દરેક શસ્ત્રક્રિયામાં બેહોશી, લોહી વહી જવું, ચેપ વગેરેનો ખતરો રહે છે. બેહોશી સાથે સંકલાયેલો ખતરો એ વ્યક્તિનાં સ્વાસ્થ્યનાં પ્રમાણમાં હોય છે અને આ કારણે ગંભીર સમસ્યાઓ ભાગ્યે જ જોવા મળે છે. લોહી વહેવાની સમસ્યા થોડા સમય પછી દેખાય છે. તે લગભગ શસ્ત્રક્રિયાનાં ૫ થી ૧૦ દિવસ બાદ જ્યારે મૃત કોષોનો ભાગ ઉપસી આવે છે ત્યારે દેખાય છે. શસ્ત્રક્રિયા બાદ લોહી વહેવાની શક્યતાઓ કિશોરો તથા પુખ્ત વ્યકિતોમાં નાનાં બાળકો (સરખી રૂધિરનલિકાઓ હોવા છતાં) કરતાં વધુ છે. જ્યાંથી કાકડા કાઢી નાખવા આવે છે તે જ્ગ્યા ઉપર બેક્ટેરીયાનાં સમુહ જમા થાય છે. તેને કારણે તાવ આવવાની શક્યતાઓ રહે છે. અતિગંભીર ચેપની શક્યતાઓ નહિવત છે. જો કાઢી નાખેલ કાકડા કદમાં મોટાં હોય તો શસ્ત્રક્રિયા બાદ હંગામી ધોરણે અવાજમાં ફેરફાર જેવા કે કંપતો કે મોટો અવાજ સંભળાય છે. ઘણીવખતે શસ્ત્રક્રિયા બાદનો અવાજ વધુ સામાન્ય જણાય છે. યાદ રાખો કાકડાની શસ્ત્રક્રિયાને કારણે ભાગ્યે જ કોઈ મૃત્યુ થાય છે. તેમ છતાં પણ કોઈપણ શસ્ત્રક્રિયાને હળવાશથી ન લેવી જોઈએ.
કાકડાની પરિસ્થિતિઓ
- ગંભીર કાકડાનો સોજો કે દાહ: બેક્ટેરીયા કે વાઈરસનાં ચેપને કારણે કાકડામાં દાહ કે સોજો આવે છે. કાકડા ઉપર કદાચ ભૂખરા અથવા સફેદ રંગનું આવરણ જોવા મળે છે.
- વારંવાર થતો લાંબા ગાળાનો કાકડાનો સોજો કે દાહ: આ એક સતત રહેતો કાકડાનો ચેપ છે. તે ઘણી વખત કાકડાનો સોજો કે દાહનાં વારંવાર થતાં હુમલાને કારણે થાય છે.
- કાકડાની આસપાસ થતો ફોલ્લો: કાકડાની આસપાસ ચેપ લાગવાથી પરૂ ભરેલ ફોલ્લો ઉપસી આવે છે. જે કાકડાને વિપરીત દીશામાં ધકેલે છે. આવા ફોલ્લાને તરત સાફ કરવો જરૂરી છે.
- તીવ્ર મોનોન્યુક્લેસીસ: સામાન્ય રીતે એપસ્ટેઈન બાર વાઈરસને કારણે થાય છે. આ વાઈરસનાં ચેપને કારણે કાકડા પર ગંભીર સોજો, તાવ, ગળું બળવું, ગળવું છોલાવું તથા થાક લાગવા જેવી સમસ્યાઓ સર્જાય છે.
- સ્ટ્રેપ ગળું: સ્ટ્રેપ્ટોકોકસ નામનાં બેક્ટેરીયાને કારણે થાય છે. આ બેક્ટેરીયાનાં ચેપ કાકડા અને ગળામાં લાગવાને કારણે તાવ આવે છે. ગરદનમાં દુખાવો થાય છે અને ગળામાં દાહ થાય છે.
- કદમાં મોટાં થયેલ કાકડા (હાયપરટ્રોફીક): મોટાં કાકડાને કારણે હવા જવાની જગ્યા ઓછી થઈ જાય છે જેને કારણે નસકોરાં બોલવા કે ઉંઘમાં શ્વાસ લેવાની તકલીફ કે અવ્યવસ્થા સર્જાય છે.
- ટોન્સીલોલીથસ (કાકડાની પથરી): જ્યારે કાકડા પર લાગેલ મૃતકોષોનો કાટમાળ કઠણ બને છે ત્યારે કાકડાની પથરી કે ટોન્સીલોલીથસ સર્જાય છે.
કાકડાનું પરિક્ષણ
- ગળામાં રૂ ઘસી થતું પરિક્ષણ: ડોક્ટર કાકડા પર તથા ગળામાં રૂ ઘસીને એ રૂ ને પરિક્ષણ માટે મોકલે છે. સામાન્ય રીતે આ સ્ટ્રેપ્ટોકોકસ નામનાં બેક્ટેરીયાનાં ચેપની સંભાવનાઓ જાણવા માટે કરવામાં આવે છે.
- મોનો સ્પોટ ટેસ્ટ: આ પરિક્ષણ અંતર્ગત અમુક રોગપ્રતિરોધક (એન્ટિબોડીઝ) શોધવા લોહીનું પરિક્ષણ કરવામાં આવે છે. આ પરિક્ષણ પરથી ખાતરી કરવામાં આવે છે કે દર્દીનાં દેખાતા લક્ષણો મોનોન્યુક્લીઓસીસને કારણે છે કે નહિ.
- એપ્સસ્ટીઈન-બાર વાઈરસ રોગપ્રતિરોધક (એન્ટિબોડીઝ): જો મોનો સ્પોટ પરિક્ષણ નેગેટીવ જાહેર થાય તો એપ્સસ્ટીઈન-બાર વાઈરસ રોગપ્રતિરોધક (એન્ટિબોડીઝ) પરથી મોનોન્યુક્લીઓસીસનું નિદાન થઈ શકે છે.
કાકડાની સારવાર
- એન્ટીબાયોટીક્સ: જો કાકડાનો સોજો કે દાહ બેક્ટેરીયાનાં ચેપને કારણે હોય તો એન્ટીબાયોટીકસની મદદથી સારવાર કરી શકાય છે.
- કાકડાની આસપાસનાં ફોલ્લાંની સફાઈ ( એબસેસ ડ્રેનેજ): કાકડાની આસપાસ થતાં ફોલ્લાંને સામાન્ય રીતે સોયની મદદથી ફોડી તેની અંદર રહેલાં ચેપને વહી જવા દેવો જોઈએ અને તેને રૂઝાવાનો સમય જોઈએ. જો કાકડાને વારંવાર ચેપ લાગતો હોય અથવા તે કદમાં મોટાં હોય તો તેને કાઢવા માટે શસ્ત્રક્રિયા જરૂરી છે.