સંપુર્ણપણે કામ કરતી બને કિડની અમુક કારણસર એકાએક નુકસાન પામી ટૂંકા સમય માટે કામ કરવાનું બંધ કરી દે તેંને એક્યુટ કિડની ફેલ્યર અથવા એક્યુટ કિડની ઇન્જરી અથવા એક્યુટ રીનલ ફેલ્યર – એ.આર.એફ. કહે છે.
એક્યુટ કિડની ફેલ્યર થવાના કારણો નીચે મુજબ છે.
આ રોગમાં સંપૂર્ણ તંદુરસ્ત કિડનીની કાર્યક્ષમતામાં ઝડપથી, ટૂંકા સમય માટે ઘટાડો થાય છે.
એક્યુટ કિડની ફેલ્યર મા કિડનીની કાર્યક્ષમતામા ટૂંકા સમય મા ઘટાડો થતા લોહીમાં બિનજરૂરી પદાર્થો અને પ્રવાહીની માત્રામા ખુબજ ઝડપથી વધારો થાય છે.અને ક્ષારની માત્રામા ઝડપથી ફેરફાર થાય છે.
આ પ્રકારના કિડની ફેલ્યરમાં સંપૂર્ણ કામ કરતી કિડની ટૂંકા સમયમાં ઝડપથી બગડી જતા રોગના ચિહનો વહેલા અને વધુ પ્રમાણ માં જોવા મળે છે.આ ચિહનો જુદા જુદા દર્દીઓમાં અલગ અલગ પ્રકારના તથા વધારે કે ઓછી માત્રામાં હોઈ શકે છે.
કિડની બગડવાના જવાબદાર કારણો અને કિડની ફેલ્યર બને ને કારણે દર્દીમા ચિહનો જોવા મળે છે.
જયારે દર્દીના રોગને કારણે કિડની બગડવાની શક્યતા હોય અને સાથે ના ચિહનો પણ કિડની ફેલ્યર ના હોવાની શંકા ઉભી કરે ત્યારે તરત લોહીની તપાસ કરાવી લેવી જોઈએ. લોહીમાં ક્રીએટીનીન અને યુરિયાનું ઊંચું પ્રમાણ એક્યુટ કિડની ફેલ્યર સૂચવે છે. આ ઉપરાંત પેશાબની, લોહીની અન્ય તપાસ તથા સોનોગ્રાફી વગેરે તપાસ દ્રારા કિડની ફેલ્યરના કારણ અને કિડની ફેલ્યરની અન્ય આડ અસર વિશે માહિતી મળી શકે છે.
ઝાડા-ઉલટી , ઝેરી મેલેરિયા જેવા કિડની ફેલ્યર કરી શકે તેવા રોગોનું વહેલું નિદાન અને સારવાર. આ રોગ ની તકલીફ હોય તેવા દર્દીએ
યોગ્ય સારવાર થી ફક્ત ૧ થી ૪ અઠવાડિયામાં જ મોટા ભાગના દર્દીઓની કિડની ફરીથી સંપુર્ણપણે રાબેતા મુજબ કામ કરતી થઇ જાય છે.આવા દર્દીઓને સારવાર પૂરી થયા બાદ કોઈ પણ દવા કે ડાયાલિસિસ ની જરૂર રહેતી નથી. પરંતુ એક્યુટ કિડની ફેલ્યરના દર્દીઓમાં અયોગ્ય સારવાર અથવા સારવાર લેવામાં મોડું જીવલેણ બની શકે છે.
આ રોગમાં સમયસરની યોગ્ય સારવાર નવું જીવન આપી શકે છે તો બીજી તરફ સારવાર ન મળે તો આવા દર્દી ટૂંકા ગાળામાં મૃત્યુ પણ પામી શકે છે.
આ રોગ માં બગડી ગયેલી બને કિડની યોગ્ય સારવાર વડે સંપૂર્ણ રીતે કામ કરતી થઇ જાય છે.
એક્યુટ કિડની ફેલ્યરની સારવાર નીચે મુજબ :
એક્યુટ કિડની ફેલ્યરના દર્દીઓમાં કિડની બગાડવા માટે જવાબદાર રોગની સારવાર કરવી અત્યંત મહત્વની છે.
દવા દ્વારા સારવાર નો હેતુ કિડની વધુ બગડતી અટકાવવી કિડનીના બગાડા મા સુધારો થવો અને કિડની બગડવાને કારણે થઇ શક્તિ તકલીફોને અટકાવવાનો અને સુધારવાનો છે.
એક્યુટ કિડની ફેલ્યરના દર્દીઓમાં જ્યાં સુધી કિડનીની કાર્યક્ષમતા મા નોંધપાત્ર ઘટાડો હોય ત્યાં સુધી નિયમિત ડાયાલિસિસ કરવું જરૂરી છે.દર્દીની કિડની અને પેશાબની માત્રા મા સુધારો થવા લાગે અને કિડની ફેલ્યર ના કારણે થતી તકલીફો અને જોખમોમાં ઘટાડો થાય ત્યારે ડાયાલિસિસ ની જરૂરિયાત મા ઘટાડો થતો જાય છે. અને કિડનીમાં સુધારા સાથે થોડો સમય બાદ ડાયાલિસિસની જરૂર રહેતી નથી.
કિડની કામ ન કરવાને કારણે શરીરમાં ભેગા થતા બિનજરૂરી ઉત્સર્ગ પદાર્થો અને વધારાના પ્રવાહી,ક્ષાર, અને એસિડ જેવા રસાયણો ને કૃત્રિમ રીતે દૂર કરવાની શુદ્ધિકરણની પધ્ધતિને ડાયાલિસિસ કહે છે. બંને કિડની સંપૂર્ણ બગડી ગઈ હોય ત્યારે આશીર્વાદરૂપી ડાયાલિસિસની મદદથી દર્દીઓ સામાન્ય જીવન જીવી શકે છે.
આ રોગ માં ડાયાલિસિસ નો વિલંબ જીવલેણ અને સમયસરનું ડાયાલિસિસ જીવનદાન આપી શકે છે.
ડાયાલિસિસ ના બે પ્રકાર છે.પેરિટોનીઅલ અને હિમોડાયલિસિસ.
ડાયાલિસિસ વિશે વિસ્તારપૂર્વક ચર્ચા પ્રકરણ નં.૧૩ માં કરવામાં આવી છે.
એકયુટ કિડની ફેલ્યરના બધા દર્દીઓની સારવાર દવા તથા પરેજી દ્વારા કરવામાં આવે છે. પરંતુ જયારે કિડનીને વધુ નુકસાન થયું હોય ત્યારે આ બધી જ સારવાર કરવા છતાં રોગના ચિહનો વધતા જાય છે. જે જીવલેણ પણ બની શકે છે. શરીર મા સોજા ખુબજ વધી જવા, શ્વાસ ચડવો, ઉલટી ઉબકા થવા, લોહીમાં પોટેશિયમ ની માત્રામા જોખમી વધારો થવો વગેરે સંજોગોમાં સામાન્ય રીતે ડાયાલિસિસ કરવું જરૂરી બને છે.આવા દર્દીઓમાં સમયસર ડાયાલિસિસ ની સારવાર નવું જીવન બક્ષી શકે છે.
જ્યાં સુધી દર્દીની પોતાની કિડની ફરીથી કામ કરતી ન થાય ત્યાં સુધી ડાયાલિસિસ–કૃત્રિમ કિડની તરીકે કામ કરી દર્દીની તબિયત સારી જાળવવામાં મદદ કરે છે.
કિડની સુધારવામાં ૧ થી ૪ અઠવાડિયાનો સમય લાગે છે.તે દરમ્યાન સામાન્ય રીતે અઠવાડિયામાં બેથી ત્રણ વખત ડાયાલિસિસ કરાવવું પડે છે.
એકવાર ડાયાલિસિસ કરાવવાથી વારંવાર કે હમેશા ડાયાલિસિસ કરાવવું પડે છે, તેવી ખોટી માન્યતા ઘણા લોકોમાં હોય છે. આ બીક ને કારણે ઘણા દર્દીઓ સારવાર માં મોડા પડતા હોય છે કેટલીક વાર એવું બને છે કે રોગ ની ગંભીરતા વધી ગઈ હોય તો ડોક્ટર કોઈ પણ સારવાર કરી શકે તે પહેલા જ દર્દી મૃત્યુ પામે છે.
આ રોગ માં ડાયાલિસિસની જરૂરીયાત થોડા દિવસો માટે જ પડે છે.
સ્ત્રોત: કિડની એજ્યુકેશન ફાઉન્ડેશન
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 11/27/2019