કિડની ટ્રાન્સપ્લાન્ટેશન તે તબીબી વિજ્ઞાનની પ્રગતિ છે.ક્રોનિક કિડની ફેલ્યરના અંતિમ તબક્કાની સારવારનો આ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ દર્દીનું જીવન અન્ય સામાન્ય વ્યક્તિ જેટલું સ્વસ્થ , રાબેતા મુજબનું થઇ શકે છે.
કિડની ટ્રાન્સપ્લાન્ટેશન વિશેની ચર્ચા આપણે ચાર ભાગમાં કરીશું :
ક્રોનિક કિડની ફેલ્યર હોય તેવી વ્યક્તિમાં,અન્ય વ્યક્તિ(જીવિત અથવા મૃત)માંથી મેળવેલી,એક તંદુરસ્ત કિડની મુકવાના ઓપરેશન ને કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કહે છે.
કોઈ વ્યક્તીની બેમાંથી એકજ કિડની બગડી ગઈ હોય તો શરીર માટે જરૂરી બધુ કામએકકિડનીની મદદથી ચાલી શકે છે.એક્યુટ કિડની ફેલ્યરમાં દવા(અને કેટલીક વખત ડાયાલિસિસ)ની સારવાર થી કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની શોધ કિડની ફેલ્યરના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ છે
કિડની ફરી સંપુર્ણપણે હમેશા માટે કાર્ય કરતી થઇ જાય છે. આવા દર્દીઓમાં કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની જરૂર પડતી નથી.
ક્રોનિક કિડની ફેલ્યર ના દર્દી જયારે વધૂ કિડની બગડવાથી એન્ડ સ્ટેજ કિડની ફેલ્યર ના તબક્કે પહોચે(કિડની ૮૫% કરતા વધુ બગડી જાય) ત્યારે નવી કિડની બેસાડવાની અથવા નિયમિત ડાયાલિસિસ કરાવવાની જરૂર પડે છે
જયારે કિડની સંપૂર્ણરીતે કે મહદઅંશે કામ કરતી બંધ થઇ જાય ત્યારે ડાયાલિસિસ અને દવાથી દર્દીને રાહત મળે છે પણ કાયમી સુધારો થઇ શકતો નથી.સફળતાપૂર્વક કરવામાં આવેલું કિડની ટ્રાન્સપ્લાન્ટેશન તે ઉત્તમ કક્ષાના જીવન માટેનો એકમાત્ર સંપૂર્ણ અને અસરકારક ઉપાય છે.
દર્દીની મોટી ઉમર હોય, ઍડ્સ, કૅન્સર, ગંભીર પ્રકાર નો ચેપ કે માનસિક રોગો હોઈ કે ગંભીર હૃદય રૉગ થયેલો હોય તેવા સંજોગોમા કિડની ટ્રાન્સપ્લાન્ટેશન જરૂરી હોવા છતા કરવામાં આવતું નથી.આપણા દેશમા બાળકોમા ખૂબ ઓછા પ્રમાણમા કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવે છે.
કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરાવવા માટે દર્દીની કોઈ ચોક્કસ ઉમર હોતી નથી.પરંતુ દર્દીની ઉમર ૧૮ થી૫૫ સુધી હોઈ તેવુ સલાહ ભર્યુ હોઈ છે.
સામાન્ય રીતે ૧૮ થી ૫૫ વર્ષના દાતા પાસેથી કિડની મેળવવામાં આવે છે.પુરુષ સ્ત્રીને કે સ્ત્રી પુરુષને કિડની આપી શકે છે.જોડિયા ભાઈ-બહેન કિડની દાતા તરીકે આદર્શ ગણાય પરંતુ આવા દાતા મેળવવાનું જ્વલેજ શક્ય બને છે. તેથી દર્દી ના માતા પિતા કે ભાઈ-બહેન ને સામાન્યરીતે દાતા તરીકે પસંદ કરવામાં આવે છે. આ દાતા પાસે થી કિડની મળી શકે તેમન હોય તો જેની સાથે લોહી નો સબંધ છે એવા કાકા, માસી, કેફઈ ની કિડની મેળવી શકાય આ શક્ય ન હોય તો પતિ કે પત્ની ની કિડની માફક આવ શેકેન હિતેની શક્યતાત પાસી શકાય. વિકસિત દેશોમાં કુટુંબમાં થી કિડની મળી શકેતેમ તેમ ન હોય તે વાસં જોગોમાં “બ્રેઈનડેથ” થયેલ હોય તેવી વ્યક્તિ ની કિડની (કેડેવર) ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવે છે.
કિડની ફેલ્યરના દર્દી ને કોઈ પણ વ્યક્તિની કિડની માફક આવે તેવું નથી.સહુ પ્રથમ કિડની મેળવનાર(દર્દી) બ્લડગ્રૂપને ધ્યાનમાં લઇ ક્યાં ગ્રુપ ધરાવનાર વ્યક્તિઓ તેને માટે કિડની દાતા બની શકે તે નક્કી કરવામાં આવે છે.
કિડની દાતા (આપનાર) અને કિડની મેળવનાર ના બ્લડગ્રૂપ માં સામ્યહોવું જોઈએ.આ ઉપરાંત બનેના લોહીમાંના શ્વેતકણોમાં આવેલા પદાર્થો એચ.એલ.એ.(Human Leucocytes Antigen - HLA) માં સામ્યતાનું પ્રમાણ વધુ હોવું જોઈએ.HLA નું સમય ટીસ્યુ ટાઈપીંગ નામની તપાસથી જાણી શકાય છે.
સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટેશન માટે કુટુંબીજનો માંથી મેળવેલી કિડની શ્રેષ્ઠ પુરવાર થઇ શકે છે.
કિડનીદાતા એ કિડની આપ્યા પહેલા સામાન્યરી તે બધી લોહી ની અનેમા નસીકત પાસ કરાવીલી વે જોઈ એકે કિડની આપવી તેમના શરીર માટે યોગ્ય છે કે નહી જે વ્યક્તિ ને ડાયાબીટીસ, બી.પી. વધુહોવું, કિડની નો રોગો, કેન્સર, એઇડ્સ (HIV) કે અન્ય કોઈ બીમારી કે માનસિક બીમારી હોય તેવા વ્યક્તિઓ કિડની દાતા બની શકતા નથી.
કિડની કાઢતા પહેલા દાતાની શારીરિક તપાસ કરી ખાતરી કરવામાં આવે છે કે તની બંને કિડની તંદુરસ્ત છે અને એક કિડની આપવાથી તેને કોઈ તકલીફ પડશે નહિ.એક કિડની આપી દીધા પછી દાતાને સામાન્ય રીતે કોઈ પ્રકાર ની તકલીફ પડતી નથી.તે પોતાની બધી જીવનચર્યા રાબેતા મુજબ ચલાવી શકે છે.ઓપેરશન પછી પુરતો આરામ કાર્ય બાદ તે જરૂરી પરિશ્રમ પણ કરી શકે છે,તેના વૈવાહિક જીવનમાં પણ કઈ વાંધો આવતો નથી.તેની બીજી કિડની બને કિડનીનું બધું કામ સાંભળી લે છે.
કેડેવર ટ્રાન્સપ્લાન્ટેશન અથવા ડાયાલિસિસ કરતા જીવિત કિડની દાતા ટ્રાન્સપ્લાન્ટેશન માં વધુ ફાયદાઓ જોવા મળે છે. એન્ડસ્ટેજ કિડની હેલ્પરના કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરાવવા ઈચ્છતા કેટલાક દર્દીઓ ને કિડની આપવા દાતા ઉપલબ્ધ હોય છે. પરંતુ બ્લડગ્રુપ મેચ ન થવાને કારણે ટ્રાન્સપ્લાન્ટેશન શક્ય બનતું નથી.
પરસસ્પર કિડની ટ્રાન્સપ્લાન્ટેશન (કિડની દાતાની કિડની એક્બીજા કુટુંબમાં બદલો કરી કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરવું) તે કુટુંબમાંથી દાતા નું મેચ થાય તેવું યોગ્ય બ્લડગ્રુપ ઉપલબ્ધ ન હોય ત્યારે કરવામાં આવે છે. આ પ્રકાર ના કિડની ટ્રાન્સપ્લાન્ટેશન માં બે કે તેના થી વધુ કુટુંબ ના દાતા ઓ પોતા ના કુટુંબજન સિવાય ના દર્દી ને કિડની દાન કરી અન્ય કુટુંબ માંથી યોગ્ય કિડની પોતાના સ્વજન માટે મેળવે છે. આ રીતે કુટુંબમાં કિડની લાગુ ન પડતી હોય ત્યારે બે કુટુંબ ને યોગ્ય કિડની મળી શકે છે અને સફળતા પૂર્વક કિડની ટ્રાન્સપ્લાન્ટેશન થઇ શકે છે.
પહેલા કુટુંબ ના દર્દીને બીજા કુટુંબ ના દાતા થી કિડની લાગુ પડતી હોય અને બીજા કુટુંબના દર્દી માટે પહેલા કુટુંબના દાતાની કિડની યોગ્ય હોય ત્યારે અરસપરસ કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવે છે.
સામાન્ય રીતે બન્ને કિડની સંપૂર્ણ બગડી જાય ત્યારે પહેલા ડાયાલિસિસ દ્વારા સારવાર શરુ કરવામાં આવે છે. અને પછી કિડની ટ્રાન્સપ્લાન્ટેશન માટે સલાહ આપવામાં આવે છે. પરંતુ જો કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ડાયાલિસિસ ની જરૂર પડે તે પહેલાના જ તબક્કામાં કરવામાં આવે તો તેને વહેલાસર (pre-emptive) કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કહેવાય છે. જે દર્દી ઓમાં શક્ય હોય તેવા દર્દીઓ માટે આ પ્રકાર નું કિડની ટ્રાન્સપ્લાન્ટેશન સારવાર નો સૌથી શ્રેષ્ઠ ઉપાય ગણવામાં આવે છે. ડાયાલિસિસ બાદ કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ની સરખામણી માં આ પ્રકાર ના કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ના મુખ્ય ફાયદાઓ ઓછોખર્ચ, ઓછુ જોખમ, ડાયાલિસિસની હાલાકી થી બચાવ અને કિડની બદલ્યા બાદ નવી કિડની ની વધુ લાંબી અને સારી કાર્યક્ષમતા રહે છે.
ઓપેરેશનપહેલાકિડની ફેલ્યરના દર્દીની અનેક પ્રકારની શારીરિક તપાસ કરવામાં આવે છે.આ તપાસનો હેતુ દર્દીને ઓપેરશનમાં વિઘ્નરૂપ થાય તેવા રોગ નથી અને તેનું શરીર ઓપેરશન માટે તૈયાર છે તેની ખાતરી કરવાનો હોય છે.
કિડની દાન સલામત છે અને સી.કે.ડી ના દર્દી ની જીવનદાન આપે છે
કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ સંભાવિત જોખમોમાં રીજેક્શન,ચેપ,દવાની આડઅસર અને ઓપરેશન સંબંધિત જોખમોનો સમાવેશ થાય છે. ટ્રાન્સપ્લાન્ટેશન બાદ મુખ્ય સુચનો જે ધ્યાન માં રાખવા જરૂરી છે.
સામાન્ય રીતે અન્ય ઓપરેશનો બાદ દર્દીએ માત્ર ૭ થી ૧૦ દિવસ જદવા લેવી પડે છે.બીજા ઓપરેશનની જેમ કિડની ટ્રાન્સપ્લાન્ટેશનનું ઓપરેશન સફળ થઇ જાય એટલે કામ પતી જતું નથી.
કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ કિડની રીજેકશન અટકાવવા હમેશા માટે , આજીવન દવા લેવી અને યોગ્ય કાળજી રાખવી જરૂરી છે.
આપણા શરીર ની રોગ પ્રતિકારક શક્તિ એ પ્રકારની હોય છે કે એ શરીર બહાર ના અન્ય જીવાણું જેમ કે બેક્ટેરિયા અથવા વાઇરસ જે શરીર ને હાની પહોચાડી શકે તેનો નાશ કરે છે.
દર્દીના લોહીમાંના શ્વેતકણોમાંના રોગ પ્રતિકારક પદાર્થો આ નવી બેસાડેલી કિડનીને શરીરની બહારની – પારકી ગણી તેની સામે લડી તેને નકામી બનાવી દે તેવી શક્યતા રહે છે,જેને તબીબી ભાષામાં કિડની રીજેકશન કહેવામાં આવે છે.
કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદના મુખ્ય જોખમો કિડની રીજેકશન, ચેપ અને દવાની આડ અસર છે.
કિડની રીજેકશન ટ્રાન્સપ્લાન્ટેશન ના ઓપરેશન બાદ ગમે ત્યારે થઈ શકે પરંતુ પહેલા છ મહીના માં થવાની શક્યતા વધુ હોય છે. કિડની રીજેકશનની તીવ્રતા દરેક દર્દીમાં અલગ અલગ હોય છે કિડની રીજેકશન નો પ્રશ્ન હળવો હોય ત્યારે લોહી ની તપાસ માં ક્રિએટીનીન નો વધારો થોડો જોવા મળે છે. જયારે અતિભારે રીજેકશન ને કારણે નવી કિડની સંપૂર્ણ બગડી જાય તેવું પણ બની શકે છે.
જયારે ટ્રાન્સપ્લાન્ટેડ કિડની સંપૂર્ણ બગડી જાય ત્યારે ફરી ટ્રાન્સપ્લાન્ટેશન કરાવવું અથવા ડાયાલિસિસ કરાવવું સારવારના આ બે વિકલ્પો રહે છે.
હા,જરૂરીયાત મુજબ કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ દર્દીઓ દ્વારા લેવામાં આવતી અન્ય દવાઓમાં બ્લડપ્રેશરની દવાઓ,કેલ્શિયમ,વિટામિન્સ,એન્ટીબાયોટીક્સ,વગેરે નો સમાવેશ થાય છે,અન્ય બીમારી માટે દવા લેવાની જરૂર પડે તો નવા ડોક્ટરને કિડની ટ્રાન્સપ્લાન્ટેશનકરાવેલ છે અને હાલ માં લેવામાં આવતી દવા વિશે માહિતગાર કરવા જરૂરી છે.
કિડની ફેલ્યરના બધા દર્દીઓ શા માટે ટ્રાન્સપ્લાન્ટેશન કરાવી શકતા નથી ?
એન્ડ સ્ટેજ કિડની ડીસીઝ માટે કિડની ટ્રાન્સપ્લાન્ટેશન અસરકારક અને ઉતમ પ્રકાર ની સારવાર છે.
એન્ડ સ્ટેજ કિડની ડીસીઝ ના ઘણા દર્દીઓમાં કિડની ટ્રાન્સપ્લાન્ટેશન માંગતા પણ હોય છે.
કિડની ટ્રાન્સપ્લાન્ટેશન અસરકારક અને ઉતમ પ્રકારની સારવાર હોવા છતાં બધા દર્દીઓ તે કરાવી શકતા નથી તેના ત્રણ મુખ્ય કારણો છે:
કિડની ઉપલબ્ધ ના થાય :કિડની બદલવા માંગતા બધા દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટેશન માટેકુટુંબમાંથી માફક આવે તેવી કિડની કે કેડેવર કિડની મળી શક્તી નથી.
ટ્રાન્સપ્લાન્ટેડ કિડની બગડી જાય ત્યારે સારવાર ના બે વિકલ્પો ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશન છે.
ખર્ચાળ સારવાર : કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ખર્ચાળ સારવાર છે. કિડની ટ્રાન્સપ્લાન્ટેશન પહેલા, કિડની ટ્રાન્સપ્લાન્ટેશન દરમ્યાન ઓપરેશન, દાખલ થવા અને દવા વગેરે નો ખર્ચ અને હોસ્પિટલ માંથી રજા આપ્યા બાદ નિયમિત દવા નો ખર્ચ ઘણો વધારે થતો હોય છે. કિડની બદલ્યા બાદ જરૂરી દવા આજીવન લેવી પડે છે. આ ભારે ખર્ચ કરવો ઘણા ઓછા કુટુંબ ને પરવડે છે. કિડની ટ્રાન્સપ્લાન્ટેશન નો ખર્ચ હદયરોગ માટે કરવામાં આવતી બાયપાસ સર્જરી કરતા પણ ઘણો વધારે હોય.
સુવિધા નો અભાવ:- ઘણા વિકાસશીલ દેશો માં કિડની ટ્રાન્સપ્લાન્ટેશન થઈ શકે તેવી હોસ્પિટલો ખુબ જ ઓછી સંખ્યામાં હોય છે. નજીકમાં આ સુવિધા ને અભાવે ઘણી વખત કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરાવવું શક્ય બનતું નથી.
જયારે કોઈ વ્યક્તિની બંને કિડની ફેઈલ થઈ જાય ત્યારે સારવારના ફક્ત બે વિકલ્પો છે,ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશન,કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ ઓછી પરેજી,વધુ સ્વતંત્રતા,સામાન્ય વ્યક્તિ જેવીજ જીવનશૈલીવગેરે ફાયદાને લીધે કિડની ફેલ્યરના દર્દીને જીવન ની વધુ સારી ગુણવત્તામળે છે.આ કારણસર સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટેશન તે ડાયાલિસિસ કરતા વધુ સારો સારવારનો વિકલ્પ છે.
સામાન્ય સમજણ મુજબ મૃત્યુ એટલે હ્રદય બંધ થઇ જવું.બ્રેઈન ડેથ – મગજ મૃત્યુ એ તબીબો દ્વારા કરવામાં આવતું નિદાન છે.ગંભીર નુકશાન ને કારણે મગજ સુધારી ના શકે તે રીતે સંપૂર્ણપણે કાર્ય કરતું બંધ થયુ હોય તેવા દર્દીઓમાં કોઈ પણ વેન્ટીલેટર અને ઘનિષ્ઠ સારવારની મદદ થી શ્વાસ અને હૃદય ચાલુ હોય છે અને શરીર માં બધે લોહી પૂરતા પ્રમાણમાં પહોચતું હોય છે.આ પ્રકારના મૃત્યુને “બ્રેઈન ડેથ(મગજ મૃત્યુ )” કહે છે.
બેભાન દર્દીમાં મગજને થયેલું નુકશાન ફરીથી સુધરી શકે તે પ્રકારનું હોય છે.આવા દર્દીમાં સામાન્ય રીતે વેન્ટીલેટર વગર હ્રદય અને શ્વાસ ચાલુ હોય છે અને મગજના અન્ય કર્યો યથાવત હોય છે.આવા દર્દી યોગ્ય સારવારથી ફરી ભાનમાં આવી જાય છે.
જયારે “બ્રેઈન ડેથ” માં મગજને ન સુધરી શકે તે પ્રકારનું ગંભીર નુકશાન થયેલું હોય છે.આવા દર્દીમાં વેન્ટીલેટર બંધ કરવા સાથે જ શ્વસ અને હ્રદય બંધ થઇ જાય છે અને દર્દી મૃત્યુ પામે છે.
ના , મૃત્યુ બાદ ચક્ષુદાનની જેમ કિડની દાન શક્ય નથી. હ્રદય બંધ બ્રેઈન ડેથ થયા બાદ કોઈ પણ દર્દીમાં સુધારો થવાની શક્યતા જરા પણ રહેતી નથી. થતાજ કિડનીને લોહી ના પહોચાવાથી કિડની કામ કરવાનું બંધ કરી દે છે , જેથી તેનો ઉપયોગ થઇ શકતો નથી.
જયારે પુરતા સમય માટે નિષ્ણાંત ડોક્ટરની સારવાર છતાંદર્દીનું મગજ કાર્ય ન કરે અને સંપૂર્ણ બેભાન દર્દીનીવેન્ટીલેટર દ્વારા સારવાર ચાલુ રહે ત્યારે દર્દીનું બ્રેઈન ડેથ થયું છેકે નહિ તેની તપાસ કરવામાં આવે છે.
કિડની ટ્રાન્સપ્લાન્ટેશન સાથે સંકડાયેલા ન હોય તેવા ડોક્ટરની ટીમ દ્વારા બ્રેઈન ડેથનું નિદાન કરવામાં આવે છે. આ ડોક્ટરની ટીમ માં દર્દીની સારવાર કરતા ફિઝિશિયન, ન્યુરોફિઝિશિયન કે ન્યુરોસર્જન વગેરેનો સમાવેશ થાય છે.
જરૂરી તબીબી તપાસ,ઘણા લેબોરેટરી રિપોર્ટો,મગજની ખાસ તપાસ ઈ.ઈ.જી.અને શક્ય અન્ય જરૂરી તપાસની મદદથી દર્દીના મગજના સુધારાની દરેક શક્યતા તપાસવામાં આવે છે. બધીજ જરૂરી તપાસ બાદ ટીમ ના બધાજ ડોકટરોને દર્દીનું મગજ સાદી ભાષામાં બ્રેઈન ડેથ એટલે વેન્ટીલેટર ની મદદથી મૃતદેહમાં શ્વાસ – હ્રદય અને શરીરમાં લોહી ફરતું ચાલુ રાખવું.
ફરીથી કામ કરવાની કોઈ પણ નિશાની કે શક્યતા ના લાગે ત્યારેજ બ્રેઈન ડેથ થયું છે એવું નિદાન કરવામાં આવે છે.
કેડેવર દાતાની બંને કિડની દાન માં લઇ શકાય છે.જેના દ્વારા કિડની ફેલ્યરના બે દર્દીઓને નવું જીવન મળી શકે છે.
કિડની ઉપરાંત કેડેવર દાતા દ્વારા દાન કરી શકાય તેવા અન્ય અંગોમાં હ્રદય,લીવર,પેન્ક્રિઆઝ,આંખ વગેરે અંગોનો સમાવેશ થાય છે.
કેડેવર કિડની ટ્રાન્સપ્લાન્ટેશનના સફળ આયોજન માટે ટીમવર્કની જરૂર પડે છે જેમાં
કિડની ટ્રાન્સપ્લાન્ટેશનબાદ દર્દી સામાન્ય વ્યકતીની જેમ જીવન જીવી , બધા કર્યો કરી શકે છે.
ઓપરેશન દ્વારા કેડેવર કે કુટુંબ માંથી મળેલી કિડની મુકવાની પ્રક્રિયા બધા દર્દીઓ માટે એક સમાન છે.બાદ એક દાતાના શરીર માંથી બે કેડેવર કિડની મળી શકે છે .તેથી એક સાથે બે દર્દીઓ માંથી કેડેવર કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવે છે.
આ સમય દરમ્યાન કિડની ને બરફથી ઠંડી લાગે છે અને લોહી ના મળવાને કારણે પોષણ તથા પ્રાણવાયું પહોચતા નથી. આ પ્રકારે થયેલ નુકસાન ને કારણે કેડેવર કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બાદ ઘણા દર્દીઓમાં કેડેવર કિડનીને કાર્યરત થતા થોડા દિવસો લાગી શકે છે. અને આ દરમિયાન દર્દીને ડાયાલિસિસની જરૂર પડી શકે છે.
કેડેવર કિડની દાતાના કુટુંબીજનોને કોઈ પૈસા મળતા નથી અને કિડની સ્વીકારનાર દર્દીને કિડની માટે કોઈ પૈસા ચુકવવા પડતા નથી.પરંતુ મૃત્યુ કિડની નાશ પામે તેને બદલે કિડની દ્વારા કોઈ વ્યક્તિને નવું જીવન મળે તો તેની કીમત અમૂલ્ય છે.આ દાનથી પીડિત અને દુ:ખી દર્દીને મદદ કર્યાનો સંતોષ અને આનંદ મળે છે,જેની કીમત કોઈ પણ આર્થિક ફાયદા કરતા વધુ છે.
આ રીતે કોઈ વ્યક્તિ મૃત્યુ બાદ કશું ગુમાવ્યા વગર અન્ય વ્યક્તિને નવું જીવન આપી શકે તેનાથી મોટો ફાયદો તો શું હોઈ શકે?
સ્ત્રોત: કિડની એજ્યુકેશન ફાઉન્ડેશન
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/4/2020