સુંદર, સ્વચ્છ અને સુઘડ રહેવું કોને ન ગમે? શરીરની બહારની સ્વચ્છતા તમારા હાથમાં છે, પરંતુ શરીરની અંદરની સ્વચ્છતા તમારી કિડની (મુત્રપિંડ) જાળવે છે. કિડની શરીરમાંથી બિનજરૂરી કચરો અને ઝેરી પદાર્થ દુર કરી શરીરને સ્વચ્છ રાખવાનું મહત્વનું કામ કરે છે. કિડનીના રોગની તકલીફ હોય તેવા દર્દીઓની સંખ્યામાં છેલ્લાં થોડા વર્ષોમાં ખુબ વધારો જોવા મળ્યો છે. ડાયાબીટીસ અને લોહીના ઊંચા દબાણના દર્દીઓની સંખ્યામાં ઝડપી વધારા સાથે કિડની ફેલ્યરના પ્રમાણમાં પણ ગંભીર વધારો જોવા મળ્યો છે.
આ પુસ્તક દ્વારા દરેક વ્યક્તિની કિડની વિશે જાણવાની અને સમજવાની જીજ્ઞાસા સંતોષવાનો પ્રયત્ન કર્યો છે. કિડનીના રોગના ચિહ્નો, નિદાન અને સારવાર વિશેની જાણકારી કિડનીના રોગો અટકાવવાના પ્રયત્નોમાં મહત્વની મદદ પૂરી પડશે.
આ પુસ્તકમાં જુદા જુદા પ્રકરણોમાં સરળ ભાષામાં કિડનીના રોગો વિશેની ખોટી માન્યતાઓનું સ્પષ્ટીકરણ, કિડનીના રોગો અટકાવવાના ઉપાયો, ડાયાલિસિસ, કિડની ટ્રાન્સપ્લાન્ટેશન, કેડેવર ટ્રાન્સપ્લાન્ટેશન અને ખોરાક વિશેની સંપૂર્ણ જાણકારી વગેરે અનેક માહિતી આપવામાં આવી છે. વાચકો પુસ્તકને સરળતાથી વાચી શકે તે માટે પુસ્તકના અંતે તબીબી શબ્દોની અને ટૂંકા શબ્દોની સમજ આપવામાં આવી છે. સામાન્ય વ્યક્તિ માટે આ માહિતી ખુબ જ ઉપયોગી બનશે.
સ્ત્રોત: કિડની એજ્યુકેશન ફાઉન્ડેશન
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 11/23/2019
કિડની ની રચના અને કાર્ય વિશેની માહિતી
સમાજ અને જ્ઞાન અર્થતંત્રમાં ભારતના પરિવર્તનના સંદર...