બાળકોમાં ચેપ વધુ લાગવાના નીચે મુજબનાં કારણો છે :
કિડની તથા મુત્રમાર્ગના ચેપનાં નિદાન માટે જરૂરી મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય.
મુત્રમાર્ગના ચેપનાં માટે સામાન્ય તપાસ: મૂત્રમાર્ગ ના ચેપ ના નિદાન અને સારવાર ના નિયમન માટે પેશાબ ની તપાસ અત્યંત મહત્વની છે. પેશાબની તપાસ જેમાં રસીની હાજરી મૂત્રમાર્ગનો ચેપ સૂચવે છે. જે અંગે વધુ વિગત વાર ચર્ચા પ્રકરણ ૧૮ માં કરેલી છે.
મુત્રમાર્ગના ચેપનાં નિદાન માટે:મૂત્રમાર્ગ ના ચેપ ના નિદાન અને સારવાર ના માર્ગદર્શન માટે પેશાબ ની કલ્ચરની તપાસ કરવામાં આવે છે. યૂરિન કલ્ચર નો રીપોર્ટ આવતા ૪૮ થી ૭૨ કલાક લાગે છે. ચેપ માટે કારણભૂત બેક્ટેરિયા ના પ્રકાર, ચેપ ની તીવ્રતા અને તેની સારવાર માટે અસરકારક દવા વિશે સચોટ માહિતી આપે છે.
લોહી ની તપાસ: ડોક્ટર દ્વારા સામાન્ય રીતે કરવામાં આવતી તપાસો માં હિમોગ્લોબીન, શ્વેતકણ, બ્લડ યુરીયા, સીરમ ક્રિએટિનિન બ્લડ શુગર અને સી.આર.પી. નો સમાવેશ થાય છે.
વૉઇડિગ સિસ્ટોયુરેથ્રોગ્રામ જે બાળકોમાં મુત્રમાર્ગના ચેપ અને વસાઈકો યુરેટેરિક રીફલકસ ના નિદાન માટે કરાતી ખૂબ જ અગત્ય ની ઍક્સરે દ્વારા થતી તપાસ છે. આ તપાસ ૨ વર્ષ ની નાની ઉમર ના બાળકો માં મૂત્રમાર્ગ ના ચેપ બાદ કરાવવી જરૂરી હોય છે.
મૂત્રમાર્ગ ના ચેપ ના એક અઠવાડિયા ની સારવાર બાદ આ તપાસ કરવામાં આવે છે.
વૉઇડિગ સિસ્ટોયુરેથ્રોગ્રામ (મીક્ચ્યુરેટિંગ સિસ્ટોયુરેથ્રોગ્રામ-Micturating Cysto Urethrogram M.C.U. તરીકે ઓળખાતી) તપાસમાં ખાસ જાતના આયોડિનયુક્ત પ્રવાહીને કેથેટર દ્વારા મૂત્રાશયમાં ભરવામાં આવે છે.
ત્યાર બાદ બાળકોને પેશાબ કરવાનું કહેવામાં આવે છે. પેશાબ કરવાની પ્રક્રિયા દરમ્યાન મૂત્રાશય અને મૂત્રનલીકાના એક્સ-રે પાડવામાં આવે છે. આ તપાસ દ્વારા પેશાબ મૂત્રાશયમાંથી ઊંધી તરફ મુત્રવાહિની અને કિડની તરફ જતો હોય, મૂત્રાશયમાં કોઈ ક્ષતી હોય અથવા મૂત્રાશયમાંથી મૂત્રનલિકા દ્વારા પેશાબ બહાર નીકળવાના માર્ગમાં અવરોધ હોય તો તે વિશે અગત્યની માહિતી મળે છે.
૩ વર્ષથી વધુ ઉમરના બાળકોમાં જ્યારે વારંવાર પેશાબનો ચેપ જોવા મળે ત્યારે પેટના એક્સ-રે અને સોનોગ્રાફી તપાસ પણ જરૂરી જણાય ત્યારે આ તપાસ કરવામાં આવે છે. આ તપાસ દ્વારા પેશાબ ચેપ માટે કારણભૂત કોઈ જન્મજાત ક્ષતિ અથવા પેશાબ માર્ગમાં અવરોધ વિશે માહિતી મળી શકે છે.
જે દર્દીને વર્ષમાં ત્રણથી વધુ વખત પેશાબનો ચેપ થયો હોય એવા દર્દીને કેટલીક ખાસ જાતની દવાઓ ઓછા ડોઝમાં પણ રાત્રે એક વખતે, એમ લાંબા સમય(૩ મહિનાથી માંડી બે વર્ષ કે તેના કરતાં વધુ સમય).
માટે લેવાની સૂચના આપવામાં આવે છે. કેટલો લાંબો સમય આ દવા લેવી તે દર્દીની તકલીફ, ચેપનાં પ્રમાણ વગેરેને ધ્યાનમાં લઈ નક્કી કરવામાં આવે છે.
ઓછા ડોઝમાં લાંબો સમય લેવામાં આવતી દવા દ્વારા વારંવાર થતો પેશાબનો ચેપ અટકાવી શકાય છે, પરંતુ દવાની કોઈ નોંધપાત્ર આડ અસર જોવા મળતી નથી.
બાળકોમાં પેશાબ માં વારંવાર ચેપ ની તકલીફ જોવા મળે ત્યારે સોનોગ્રાફી, વી.સી.યુ.જી. (V.C.U.G.) અને જરૂરીયાત મુજબ ડી.એમ.એસ.એ. (D.M.S.A.) તપાસ કરવામાં આવે છે.
વારવાર મૂત્રમાર્ગ ના ચેપ માટે કારણભૂત અને સારવાર થી સુધરી શકે તેવા ત્રણ મુખ્ય કારણો વી.યુ.આર. (V.U.R.), પોસ્ટીરીયર યુરેથ્રલ વાલ્વ અને પથરી છે. બાળકોમાં પેશાબ ના ચેપ માટે જવાબદાર કારણ ને ધ્યાન માં રાખી જરૂરી દવા અને ચેપ ફરી ના થાય તે માટે ની સારવાર તથા કાળજી નું આયોજન કરવામાં આવે છે.
મૂત્રમાર્ગના ચેપ માટે કારણભૂત રોગો ની સારવાર કિડની ફીજીશીયન- નેફ્રોલોજીસ્ટ, કિડની સર્જન- યુરોલોજીસ્ટ અથવા બાળકોના સર્જન દ્વારા નક્કી કરવામાં આવે છે.
આ જન્મજાત ક્ષતિમાં કિડનીના ભાગ પેલ્વીસ (જે કિડનીના અંદરના ભાગમાં આવેલા છે અને કિડનીમાં બનેલા પેશાબને નીચે તરફ મુત્રવાહિનીમાં મોકલે છે.) અને મૂત્રવાહીનીને જોડતી જગ્યા સંકોચાઈ જવાથી પેશાબના માર્ગમાં અવરોધ થાય છે. આ અવરોધને કારણે કિડની ફૂલી જાય, વારંવાર પેશાબમાં ચેપ થાય કે ચેપને કાબુમાં લેવામાં તકલીફ પડે એવા પ્રશ્નો ઊભા થાય છે. સમયસર સારવાર કરાવવામાં ન આવે તો લાંબા સમય-વર્ષો બાદ ફૂલેલી કિડની ક્રમશ: નબળી પડી ફેઈલ થઈ જાય છે.
આ તકલીફ માટે ‘પાયલોપ્લાસ્ટી’ તરીકે ઓળખાતા ઓપરેશન દ્વારા પેશાબ માર્ગમાંનો અવરોધ દૂર કરવામાં આવે છે.
આ તકલીફ જન્મજાત હોય છે જે ફક્ત બાળકો માં જોવા મળે છે.
આ પ્રશ્નમાં મૂત્રનલિકામાં આવેલા વાલ્વને કારણે અવરોધ થતા પેશાબ કરવામાં મુશ્કેલી પડે છે અને જોર કરવું પડે છે. પેશાબના માર્ગમાં નોંધપાત્ર અવરોધ મૂત્રાશયની દિવાલ જાડી થાય છે અને કદ વધી જાય છે, મૂત્રાશયમાંથી પેશાબનો યોગ્ય નિકાલ થઈ શકતો નથી અને પેશાબ ભરાઈ રહે છે.
વધુ પેશાબ ભેગો થવાથી મૂત્રાશયમાં દબાણ વધે છે, જેની વિપરીત અસર થઈ મુત્રવાહિની અને કિડની પણ ફૂલી શકે છે. જો આ તબક્કે યોગ્ય સારવાર ન કરવામાં આવે તો લાંબા ગાળે કિડનીને નુકસાન થઈ શકે છે.
મુત્રનલિકામાં વાલ્વ હોય તેવા બાળકો માંથી આશરે ૨૫-૩૦% બાળકો માં ક્રોનિક કિડની ફેલ્યર થવાની શક્યતા હોય છે.
સામાન્ય રીતે જોવા મળતા ચિહ્નોમાં પેશાબ ને ધાર પાતળી આવવી, પેશાબ ટીપે-ટીપે ઉતરવો, પેશાબ કરવામાં જોર કરવું પડવું, પથારી માં પેશાબ થઇ જવો, મૂત્રાશયમાં પેશાબ વધુ એકઠ્ઠો થવાથી પેડુ માં દુખાવો થવો અને પેશાબ માં ચેપ લાગવો વગેરે નો સમાવેશ થાય છે.
આ રોગ નું નિદાન ક્યારેક સગર્ભાવસ્થામાં છેલ્લા મહિના માં કરવામાં આવતી સોનોગ્રાફી ની તપાસ માં અથવા જન્મ બાદ પહેલા મહિના માં કરવામાં આવતી સોનોગ્રાફી દ્વારા થાય છે. પરંતુ સચોટ નિદાન જન્મ બાદ કરવામાં આવતી વી.સી.યુ.જી. તપાસ દ્વારા થાય છે.
આ પ્રશ્નની સારવારમાં ઓપરેશનની જરૂર પડે છે. કિડની ના ફિઝીશીયન - નેફ્રોલોજીસ્ટ અને સર્જન - યુરોલોજીસ્ટ સાથે મળી ને મુત્રનાલિકા માં વાલ્વ ની સારવાર કરે છે.
નાનાં બાળકોને થતી પથરીના પ્રશ્નની સારવાર માટે તેનું સ્થાન, કદ, પ્રકાર વગેરે ધ્યાનમાં લઈ જરૂર મુજબ દૂરબીન દ્વારા, ઓપરેશન દ્વારા કે લીથોટ્રીપ્સી દ્વારા પથરીનો ભૂકો કરી પથરી દૂર કરવામાં આવે છે. આ રીતે દૂર કરાયેલી પથરીના લેબોરેટરીમાં કરવામાં આવતા પૃથક્કરણ બાદ તે ફરી ન થાય તે માટે દવા અને સૂચના આપવામાં આવે છે.
આ રોગ વસાઈકો યુરેટેરિક રીફલકસ – V.U.R.(Vesicoureteric Reflux) તરીકે ઓળખાય છે.
બાળકોમાં પેશાબના ચેપ માટે આ બધાં કારણો કરતાં વધુ અગત્યનું કારણ પેશાબ મૂત્રાશયમાંથી ઊંધી દિશામાં મુત્રવાહિનીમાં જાય તે છે.
આ રોગ બાળકોમાં પેશાબના ચેપ,ઊંચા લોહીનું દબાણ અને ક્રોનિક કિડની ફેલ્યર માટેનું સૌથી વધુ અગત્યનું કારણ છે.
બાળકો માં પેશાબ માં ચેપ ની તકલીફ માટે જવાબદાર કારણો માં વી.યુ.આર. સૌથી વધુ જોવા મળતું અગત્ય નું કારણ છે.
મૂત્રમાર્ગના ચેપ ના કારણે તાવ હોય તેવા બાળકોમાંથી ૩૦-૪૦% બાળકો માં તે માટે નું કારણ વી.યુ.આર. છે. અમુક બાળકો માં વી.યુ.આર. ને કારણે લાંબા ગાળે (મહિનાઓ કે વર્ષો બાદ) કિડની નો કેટલોક ભાગ ન સુધરી શકે તે રીતે નુકસાન પામે છે (scarring of kidney). આ નુકસાન (scarring) ના કારણે લોહી નું ઉચું દબાણ સગર્ભાવસ્થામાં માં લોહી નું ઉચું દબાણ, સોજા તથા ક્રોનિક કિડની ડીસીસ થવાની શક્યતા રહે છે. પરિવાર જનો માં જો કોઈ ને આ રોગ હોય તો વારસા માં અન્ય સભ્યને થવાની શક્યતા રહે અને આ પ્રશ્ન છોકરા કરતા છોકરીઓ માં વધુ જોવા મળે છે.
સામાન્ય રીતે મૂત્રાશયમાં વધારે દબાણ હોવા છતાં મુત્રવાહિની અને મૂત્રાશય વચ્ચે આવેલો વાલ્વ પેશાબને મુત્રવાહિનીમાં જતો અટકાવે છે અને પેશાબ કરવાની પ્રક્રિયા દરમ્યાન પેશાબ મૂત્રાશયમાંથી એક જ તરફ, મૂત્રનલિકા દ્વારા બહાર નીકળે છે. જન્મજાત આ રોગ વી.યુ.આર.માં આ વાલ્વની રચનામાં ખામી હોઈ વધુ પેશાબ મૂત્રાશયમાં ભેગો થાય અથવા તો પેશાબ કરવાની પ્રક્રિયા દરમ્યાન પેશાબ ઊંધી તરફ મૂત્રાશયમાંથી એક અથવા બંને મુત્રવાહિની તરફ પણ જાય છે.
પેશાબ કેટલી માત્રા માં ઉંધી તરફ જાય છે તેના આધારે રોગ ની તીવ્રતા હળવી થી અતિ ગંભીર હોય શકે છે (ગ્રેડ૧ થી ૫ સુધી).
વી.યુ.આર. થવાના કારણો ના મુખ્ય ભાગ પ્રાઈમરી વી.યુ.આર. અને સેકેન્ડરી વી.યુ.આર. છે. પ્રાઈમરી વી.યુ.આર. માં જન્મ થી વાલ્વ ની રચના માં ખામી હોય છે જ્યારે સેકેન્ડરી વી.યુ.આર. કોઈપણ ઉમરે થઇ શકે છે. તે થવાના મુખ્ય કારણો માં મુત્રનલીકા અથવા મૂત્રાશય ના માર્ગ માં અડચણ, મૂત્રાશય ની કાર્યક્ષમતા માં તકલીફ, મૂત્રાશય દ્વારા પેશાબ ના નિકાલ ની પ્રક્રિયા યોગ્ય રીતે ન થવી અને મૂત્રાશય માં ચેપ લાગવો વગેરે છે.
વી.યુ.આર. ના કોઈ વિશિષ્ટ ચિહ્નો જોવા મળતા નથી પરંતુ મોટાભાગ ના બાળકો મૂત્રમાર્ગના ચેપ ના ચિહ્નો સાથે આવે છે. જે બાળકો માં વી.યુ.આર. રોગ વધારે તીવ્ર (ગ્રેડ૪-૫) હોય અને સમયસર યોગ્ય સારવાર ન મળી હોય તેવા બાળકો માં લાંબાગાળે (મહિના કે વર્ષો બાદ) લોહીનું દબાણ વધવું, પેશાબમાં પ્રોટીન જવું અને કિડની બગડવી જેવા પ્રશ્નો જોવા મળે છે.
વી.યુ.આર. માટે કરવામાં આવતી તપાસ નીચે મુજબ છે:
વી.સી.યુ.જી. (એમ.સી.યુ .) : વી.યુ.આર ના નિદાન અને તેની તીવ્રતા જાણવા માટે સૌથી મહત્વ ની તપાસ વી.સી.યુ.જી. છે. આ તપાસ દ્વારા વી.યુ.આર. ની તીવ્રતા ૧ થી ૫ ગ્રેડ માં કરવામાં આવેલ છે. આ ગ્રેડ ઉપર થી પેશાબ કેટલા પ્રમાણ માં મૂત્રાશય માંથી ઉંધી દિશા માં મુત્રવાહીની માં જાય છે તેની માહિતી મળે છે. આ ગ્રેડ દ્વારા કિડની ને નુકસાન થવાનું જોખમ અને રોગ ની યોગ્ય સારવાર નક્કી કરવામાં આવે છે.
અન્ય જરૂરી તપાસો:- પેશાબ ની કલ્ચર ની તપાસ :- પેશાબ ના ચેપ ના પાકા નિદાન અને ચેપ માટે કારણભૂત બેકટીરિયા ના પ્રકાર ની અને તેની સારવાર માટે અસરકારક દવા વિશે સચોટ માહિતી આપે છે.
લોહી માં હિમોગ્લોબીન ની તપાસ સ્વેતકણ અને ક્રિએટીનીન ની તપાસ. કિડની ની સોનોગ્રાફી દ્વારા કિડની નું કદ, આકાર, કિડની કેટલી ફૂલી છે વગેરે ઘણા પ્રશ્નો અંગે મહત્વ ની માહિતી મળે છે. પરંતુ સોનોગ્રાફી દ્વારા વી.યુ.આર. નું નિદાન થઇ શકતું નથી.
ડી.એમ.એસ.એ.સ્કેન:- કિડની ની ખાસ તપાસ ડી.એમ.એસ.એ. સ્કેન દ્વારા કિડની ના કેટલાક ભાગ ને નુકસાન થયું છે તે માહિતી મળેછે.
વી.યુ.આર.માં કઈ જાતની તકલીફ થઈ શકે ?
આ રોગને કારણે થતી તકલીફ આ રોગ કેટલો ગંભીર છે તેના પર આધાર રાખે છે. ઓછા ગંભીર પ્રકારના રોગમાં ઊંધી તરફ જતો પેશાબ ઓછી માત્રામાં અને ફક્ત મુત્રવાહિની અને કિડનીના પેલ્વીસના ભાગ સુધી જ જાય છે. આવાં બાળકોમાં વારંવાર પેશાબમાં ચેપ સિવાય અન્ય પ્રશ્નો જોવા મળતા નથી.
રોગ જ્યારે વધુ ગંભીર હોય ત્યારે પેશાબ વધુ માત્રામાં ઊંધી જવાને કારણે કિડની ખુબ ફૂલી જાય છે અને પેશાબના દબાણને કારણે ધીરે ધીરે લાંબા સમયે કિડનીને નુકસાન થતું જાય છે. આ પ્રશ્નો ની જો સમયસર યોગ્ય સારવાર ન કરવામાં આવે તો કિડની સાવ બગડી જાય તેવું પણ બની શકે છે.
વી.યુ.આર.ની સારવાર :
પેશાબમાં ચેપ અને કિડની ને નુકસાન થતું અટકાવવા માટે વી.યુ.આર. ની સમયસર ની યોગ્ય સારવાર અત્યંત જરૂરી છે.
આ રોગની સારવાર રોગનાં ચિહનો, તેની માત્રા તથા બાળકોની ઉમંરને ધ્યાનમાં લઈ નક્કી કરવામાં આવે છે.
વી.યુ.આર ની સારવાર ના ત્રણ મુખ્ય વિકલ્પ- દવા દ્વારા સારવાર, ઓપરેશન અને એન્ડોસ્કોપી દ્વારા સારવાર છે.
નીચે મુજબ ની તકલીફો માં મૂત્રમાર્ગ ના ચેપ ના બાળકો એ ડોક્ટર નો તાત્કાલિક સંપર્ક કરવો:-
સ્ત્રોત: કિડની એજ્યુકેશન ફાઉન્ડેશન
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 11/4/2019