તબીબી નિષ્ણાતોએ ચેતવણી આપતાં જણાવ્યું છે કે બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીને કારણે સ્ત્રીઓમાં કેન્સર થવાની શક્યતા પુરુષો કરતા છ ગણી વધારે છે. આ માટેના મુખ્ય કારણોમાં સ્થૂળતા, ધૂમ્રપાન અને શરાબનું સેવન છે. આ પરિબળો પછીનાં ૨૦ વર્ષમાં સ્તન, ગર્ભાશય, લીવર અને ફેફસાંનું કેન્સર થવાનું જોખમ વધારે છે. નવા સંશોધનોમાં અનુમાન રજૂ થયું છે કે વર્ષ ૨૦૩૫ સુધીમાં પુરુષોમાં માત્ર ૦.૫ ટકાની સરખામણીમાં સ્ત્રીઓમાં કેન્સરનું પ્રમાણ ૩.૨ ટકા જેટલું વધશે. ભૂતકાળમાં પુરુષોમાં કેન્સર થવાની સંભાવના વધારે જોવા મળતી હતી, પણ ૨૦૧૪થી ૨૦૧૫ની વચ્ચે ૪.૫ મિલિયન સ્ત્રીઓ અને ૪.૮ મિલિયન પુરુષોને કેન્સર થવાનું અનુમાન દર્શાવે છે કે પુરુષો અને સ્ત્રીઓ વચ્ચેનો તફાવત હવે ઘટતો જાય છે. સ્ત્રીઓમાં કેન્સરનું જોખમ વધી રહ્યું એક કારણ એ છે કે તેઓ હવે પહેલાં કરતાં ધૂમ્રપાન અને શરાબપાન વધારે કરે છે. જેના કારણે ફેફસાં, લીવર, અને મોંના કેન્સરનું જોખમ વધતું જાય છે. જોકે આ દાવો વધી રહેલી મેદસ્વીતાને પણ જવાબદાર ગણે છે, જે સ્ત્રીઓમાં કેન્સરનું જોખમ વધારી દે છે. વધારે ચરબીને કારણે શરીરવાળી સ્ત્રીઓમાં સ્તન, ગર્ભાશય અને અંડાશયના કેન્સરનું જોખમ રહે છે. જે એસ્ટ્રોજન જેવા સ્ત્રીના જાતીય હોર્મોન્સને અસર કરે છે. જેનાથી ટ્યૂમરની વૃદ્ધિ માટે જવાબદાર છે. યુકેમાં ૬૭ ટકા પુરુષો અને ૫૩ ટકા મહિલાઓ સ્થૂળ કાયા ધરાવે છે. જોકે પુરુષોમાં જોવા મળતા પ્રોસ્ટેટ અને ટેસ્ટિક્યૂલર કેન્સર સ્થૂળ શરીરના કારણે નથી. બ્રિટિશ જર્નલ ઓફ કેન્સરમાં પ્રસિદ્ધ થયેલ સંશોધનનાં તારણો દર્શાવે છે કે સ્ત્રીઓમાં વર્ષ ૨૦૧૪માં સ્તન કેન્સરની સંખ્યા ૫૪,૦૦૦ હતી જે ૨૦૩૫માં ૩૦ ટકા વધીને ૭૧,૦૦૦ થઈ જશે. ઓવેરિયન કેન્સરમાં વાર્ષિક ૪૩ ટકા જેટલો વધારે થશે અને તે ૧૦,૫૦૦ કેસ થશે.
સ્ત્રોત: સદાબહાર સ્વાસ્થ્ય
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/22/2020