પ્રોસ્ટેટ એ પુરુષો મા આવેલી ગ્રંથી છે જે પેશાબની કોથળી અને મુત્રનળી આસપાસ આવેલી હોય છે. દરેક પુરુષો મા જન્મથી જ હોય છે પણ ઉમર ની સાથે એ ધીમે ધીમે મોટી થાય છે અને તકલીફ કરતી હોય છે.
પ્રોસ્ટેટ એ પુરુષો મા આવેલી ગ્રંથી છે જે પેશાબની કોથળી અને મુત્રનળી આસપાસ આવેલી હોય છે. દરેક પુરુષો મા જન્મથી જ હોય છે પણ ઉમર ની સાથે એ ધીમે ધીમે મોટી થાય છે અને તકલીફ કરતી હોય છે. યુવાની મા કે પ્રૌઢાવસ્થા મા પ્રોસ્ટેટ મા સોજો આવવો કે ક્યારેક કેંસર ની શક્યતા હોય છે. પણ ગ્રંથી મોટી થવી એ 50 વર્ષ થી ઉપર ના જ દર્દી મા જોવા મળે છે.
પ્રોસ્ટેટ ના રોગો
- પ્રોસ્ટેટ નો સોજો (prostatitis)
- પ્રોસ્ટેટ મોટી થવી (benign prostatic hyperplasia)
- પ્રોસ્ટેટ નુ કેંસર (prostate cancer)
લક્ષણો
પ્રોસ્ટેટ નો સોજો (prostatitis):
- પેશાબ મા બળતરા થવી અને સાથે તાવ આવવો
- પેડુ મા દુખાવો
- વારંવાર પેશાબ કરવા જવુ પડવુ
પ્રોસ્ટેટ મોટી થવી (benign prostatic hyperplasia):
- પેશાબ અટકી અટકી ને આવવો
- પેશાબ કર્યા પછી પુરો પેશાબ ના ઉતરવો
- રાત્રે વારંવાર પેશાબ કરવા ઉઠવુ પડવુ
- પેશાબ રોકાઇ જવો
- કેથેટરાઇઝેશન કે વારંવાર નળી મુકવી પડવી
પ્રોસ્ટેટ નુ કેંસર (prostate cancer):
- પેશાબ મા લોહી પડવુ
- ઘરના સભ્યો મા પ્રોસ્ટેટ કેંસર હોવુ
- પેશાબ સંતોષકારક ના ઉતરવો
નિદાન
- સર્જન/યુરોસર્જન દ્વારા મળમાર્ગેથી પ્રોસ્ટેટ ની તપાસ (Digital Rectal Examination): આ તપાસ દ્વારા તબીબ પ્રોસ્ટેટ ના ત્રણેય પ્રકાર ના રોગો નુ અનુમાન કરી શકે છે.
- લોહી મા રહેલા તત્વની તપાસ (Prostate Specific antigen): લોહી ની આ તપાસ દ્વારા દર્દી મા કેંસર ની શક્યતા નુ અનુમાન કરી શકાય છે અને જો શંકા જણાય તો બાયોપ્સી લેવી પડતી હોય છે.
- સોનોગ્રાફી(Prostate ultrasound / transrectal ultrasound with PVRU): સોનોગ્રાફી દ્વારા પ્રોસ્ટેટ મોટી થવી કે કેંસર ની અસર હોવાની શક્યતા જોઇ શકાય છે અને કેટલો પેશાબ રોકાઇ જાય છે તે પણ જાણી શકાય છે.
દર્દ ની ગંભીરતા
- પ્રોસ્ટેટ નો સોજો જો સમયસર નિદાન ના થાય તો વારંવાર થવાની શક્યતા અને દવા નો કોર્ષ દોઢ થી ત્રણ મહીના સુધી ચાલતો હોય છે.
- પ્રોસ્ટેટ ની ગ્રંથી મોટી થઈ ને પેશાબ નો માર્ગ સંપુર્ણ રીતે રોકી નાખે તો નળી મુકવી પડે છે અને જો લાંબો સમય રોકાણ રહે તો ચેપ તેમજ કિડની ઉપર પણ અસર કરી શકે છે.
- પ્રોસ્ટેટ કેંસર ધીમે ફેલાતુ કેંસર છે પરંતુ તે મોડે થી નિદાન થાય તો હાડકા મા પણ ફેલાય શકે છે.
સારવાર
- પ્રોસ્ટેટનો સોજો નિદાન થયા પછી દવાઓ દ્વારા તેની સારવાર થતી હોય છે, આ સારવાર દોઢ થી ત્રણ મહીના સુધી ચાલતી હોય છે.
- પ્રોસ્ટેટ જ્યારે મોટી થઈ ને પેશાબ માર્ગમા અવરોધ ઉભો કરે ત્યારે તેની સારવાર જરુરી બને છે. દવા થી જો રાહત થાય તો લાંબા સમય સુધી ચાલુ રાખવી પડે છે અને જો દવા થી રાહત ના જણાય તો દુરબીન વડે ઓપરેશન જરુરી બને છે.
- પ્રોસ્ટેટ કેંસર ક્યા સ્ટેજ મા નિદાન થયુ છે એ મુજબ એની સારવાર નક્કી થતી હોય છે. શુરુઆત ના સ્ટેજ મા નિદાન થઈ જાય તો રેડીકલ પ્રોસ્ટેટ્ક્ટોમી ઓપરેશન વડે પ્રોસ્ટેટ તેમજ આજુબાજુ નો કેંસરગ્રસ્ત ભાગ કાઢી નખાય છે. જો ફેલાયેલુ હોય તો ઓપરેશન વડે વ્રુષણ દુર કરી ને વધારે ફેલાતો અટકાવાય છે. હોર્મોન થેરાપી થી પણ વધારે ફેલાતુ અટકાવાય છે.
સ્ત્રોત : ડો શિકોતર બ્લોગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.