অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

એઈડ્સના પ્રશ્નો

એઈડ્સના પ્રશ્નો

  1. એચ.આઈ.વી.એટલે શું?
  2. એઈડ્સ એટલે શું?
  3. એચ.આઈ.વી.ના પ્રકાર
  4. એચ.આઈ.વી.ના ફેલાવીની રીત
  5. એચ.આઈ.વી.ફેલાતો નથી
  6. એચ.આઈ.વી. અને અન્ય જાતીય સંબંધથી ફેલાતા ચેપો વચ્ચે કોઈ જોડાણ છે?
  7. ફિલ્મોની સીટ (બેક) પર પડેલી સોયથી મને એચ.આઈ.વી નો ચેપ લાગી શકે છે?
  8. શું ટેટુ (છુંદણા છંદાવાથી) કરાવવાથી શરીરમાં ભોંકાવાથી અથવા હજામ પાસે હજામત કરાવવાથી એચ.આઈ. વી.નો ચેપ લાગવાનું જોખમ રહેલુ છે ?
  9. એચ.આઈ.વી. પોઝીટીવ વ્યક્તિઓના સંસર્ગમાં રહેતા આરોગ્ય કાર્યકરોને આવો ચેપ લાગવાનું જોખમ છે ?
  10. શું ડોક્ટર અથવા ડેન્ટીસ્ટ(દાંતનાં ડોક્ટર) પાસે જવાથી મને એચ.આઈ.વી નો ચેપ લાગવાનું જોખમ રહે છે ?
  11. જો મારી આંખમાં એચ.આઈ.વી. ચેપગ્રસ્ત વ્યક્તિનું લોહી ઊડે તો મને તેનો ચેપ લાગી શકે છે ?
  12. ચેપગ્રસ્ત વ્યકિતનાં કરડવાથી એચ.આઈ.વી.નો ચેપ લાગી શકે છે ?
  13. જો હું ઈંજેક્શન દ્વારા નશીલી દવાઓ લેતો/લેતી હોઉં અને તે સોયને જંતુમુક્ત કર્યા વગર, આવી સોયનું આદાન-પ્રદાન અન્ય વ્યકિતઓ સાથે કરતા હોઉં તો મને એચ.આઈ.વી.નો ચેપ લાગવાનું જોખમ છે ?
  14. જ્યારે હું સગર્ભા હોઉં અને હું બાળકને સ્તનપાન કરાવતી હોંઉં ત્યારે શું મારાથી એચ.આઈ.વી નો ચેપ મારા બાળકને લાગી શકે છે ?
  15. શું રક્તદાન કરીને અથવા લોહી ચઢાવીને હું મારી જાતને એચ.આઈ.વી નો ચેપ લાગવાનું જોખમ વહોરું છું ?
  16. શું શરીર બહારના સ્ત્રોતોથી એચ.આઈ.વી. નો ચેપ લાગી શકે છે ?
  17. શું સુન્નત કરાવવાથી એચ.આઈ.વી.ના ચેપ સામે રક્ષણ મળે છે ?
  18. જો હું એન્ટીરિટ્રોવાયરલ દવાઓ લેતો હોઉં અને મારી પાસે તપાસમાં ન આવ્યા હોય તેવા વાયરસનો લોડ હોય તો પણ હું ચેપી હોઈ શકું ?

એચ.આઈ.વી.એટલે શું?

  • એચ.આઈ.વી. એ હ્યુમન ઈમ્યુનો ડેફીસીયન્સી વાયરસનું ટુંકું નામ છે.
  • એચ.આઈ.વી. ના વાયરસથી એઈડ્સ થાય છે.
  • એચ.આઈ.વી.નો ચેપ લાગેલી વ્યક્તિને એઈડ્સની બીમારી લાગુ પડે તે પહેલાં તે ઘણાં વર્ષો સુધી તંદુરસ્ત જીવન જવી શકે છે.
  • એચ.આઈ.વી. એ માત્ર માનવજાતમાં જોવા થતો જોવા મળે છે. તે અન્ય કોઈ જીવંત પશુ/પક્ષી કે કીટકમાં જોવા મળતો નથી.
  • જે વ્યક્તિને એચ.આઈ.વી. નો ચેપ લાગ્યો હોય તેને “એચ.આઈ.વી.+” અથવા “એચ.આઈ.વી. પોઝીટીવ ” કહેવામાં આવે છે.

એઈડ્સ એટલે શું?

એઈડ્સએ એક્વાયર્ડ ઈમ્યુનો ડેફિસીયન્સી સિન્ડ્રોમનું ટુંકુ રૂપ છે.
એઃ એક્વાયર્ડ એટલે કે ચેપથી થતી બીમારી નહીં કે જીનેટીક અથવા વારસાગત.
આઈઃ ઈમ્યુન એટલે કે રોગ પ્રતિકારક શક્તિ.
ડીઃ ડેફિસીયન્સી એટલે કે, ઉણપ/કમી.
એસઃ સિન્ડ્રોમ એટલે કે વિશિષ્ટ બિમારી સુચવતી ઘણી તકલીફો અને ચિહ્નો.
બિમારીઓ/રોગો સામે લડનારી રોગ પ્રતિકારક તંત્ર (શક્તિ) ને તોડી નાખીને એચ.આઈ.વી. માનવ શરીર પર હુમલો કરે છે. સમય જતાં વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે અને તેનું શરીર બીમારી /રોગ સામે લડવાની તેની કુદરતી ક્ષમતા પણ ગુમાવી દે છે.

એચ.આઈ.વી.ના પ્રકાર

એચ.આઈ.વી. બે પ્રકારના હોય છે. એચ.આઈ.વી. – ૧ અને એચ.આઈ.વી.- ૨ દુનિયાભરમાં એચ.આઈ.વી.- ૧ ના વાયરસનું વર્ચસ્વ છે અને સામાન્ય રીતે જ્યારે લોકો એચ.આઈ.વી.નો ઉલ્લેખ કરે છે. ત્યારે વાયરસના પ્રકારની સ્પષ્ટતાં કર્યા વગર તેઓ એચ.આઈ.વી.- ૧ ઉલ્લેખ કરે છે.

એચ.આઈ.વી.ના ફેલાવીની રીત

વ્યક્તિને નીચે બતાવેલા માર્ગોથી એચ.આઈ.વી.નો ચેપ લાગી શકે છે.

  • અસલામત જાતીય સંબંધ:
    જો વ્યક્તિ નિરોધનો ઉપયોગ કર્યા વગર એચ.આઈ.વી.નો ચેપ લાગેલી વ્યક્તિ સાથે જાતીય સંબંધ બાંધે/સંભોગ કરે ત્યારે તેને એચ.આઈ.વી.નો ચેપ લાગી શકે છે.
  • હોસ્પીટલના સાધનો અને સોય-સીરીન્જને યોગ્ય રીતે જંતુમુક્ત કરવામાં આવ્યા ન હોય અને તેનો વારંવાર ઉપયોગ કરવામાં આવ્યોહોય ત્યારે:
    જો એચ.આઈ.વી.નો ચેર લાગેલ વ્યક્તિ માટે વાપરવામાં આવેલા ઓપરેશનના સાધનો જેવા કેં સીરીન્જસ અને સ્કલપેલ્સ અથવા અમુક ચોક્ક્સ સાધનોને યોગ્ય રીતે પુરતાં જંતુમુક્ત કર્યા વગર અન્ય તંદુરસ્ત વ્યક્તિ માટે ઉપયોગમાં લેવામાં આવે ત્યારે તંદુરસ્ત વ્યક્તિઓને આનો ચેપ લાગી શકે છે.
  • અસલામત લોહી ચઢાવવાથી:
    જો વ્યક્તિને એચ.આઈ.વી.નો ચેપગ્રસ્ત વ્યક્તિનું લોહી ચઢાવવામાં આવે ત્યારે તેને એચ.આઈ.વીનો ચેપ લાગી શકે છે.
  • એચ.આઈ.વી.ના ચેપગ્રસ્ત માતાથી બાળકને લાગતો ચેપ:
  • એચ.આઈ.વી.ની ચેપગ્રસ્ત માતાથી સગર્ભાવસ્થા અથવા બાળજન્મ સમયે તેના બાળકને આવો ચેપ લાગી શકે છે. સ્તનપાન પણ આના ફેલાવાનું માધ્યમ બની શકે છે. (સ્તનપાન દ્વારા પણ બાળકને એચ.આઈ.વી.નો ચેપ લાગી શકે છે.)

એચ.આઈ.વી.ફેલાતો નથી

  • હાથ મિલાવવાથી.
  • એચ.આઈ.વી.ની ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે જમવાથી.
  • ચેપગ્રસ્ત વ્યક્તિને હળવું ચુંબન આપવાથી.
  • હવા દ્વારા અથવા થુંકવા કે છીંકવાથી.
  • ખોરાક અથવા પાણી દ્વારા.
  • પરસેવો અને આંસુ દ્વારા.
  • ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે કપ, પ્લેટ્સ અને વાસણોનો સહિયારો ઉપયોગ કરવાથી.
  • ચેપગ્રસ્ત વ્યક્તિને સ્પર્શ કરવાથી કે તેને આલિંગન આપવાથી.
  • ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે એક જ સંડાસ અને બાથરૂમનો ઉપયોગ કરવાથી.
  • ચેપગ્રસ્ત વ્યક્તિના કપડાં પહેરવાથી/ તેને પોતાના કપડાં પહેરવા આપવાથી.
  • ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે રહેવાથી.
  • મચ્છરો, ચાંચડ અથવા અન્ય જંતુઓથી.

એચ.આઈ.વી. અને અન્ય જાતીય સંબંધથી ફેલાતા ચેપો વચ્ચે કોઈ જોડાણ છે?

એચ.આઈ.વી. અને અન્ય જાતીય સંબંધથી ફેલાતા ચેપો પરસ્પર પર અસલ પાડી શકે છે. એચ.આઈ.વી.ની ચેપગ્રસ્ત વ્યક્તિને જાતીય સંબંધથી ફેલાતો ચેપ પણ લાગેલો હોય તો તેના દ્વારા એચ.આઈ.વી.ના ફેલાવાનું જોખમ વધી જાય છે.

ફિલ્મોની સીટ (બેક) પર પડેલી સોયથી મને એચ.આઈ.વી નો ચેપ લાગી શકે છે?

આ રીતે એચ.આઈ.વી.નો ચેપ લાગવા માટે તે સોય પર એચ.આઈ.વી.ની ચેપગ્રસ્ત વ્યક્તિનું લોહીનું કે જેમાં ઘણાં બધા ચેપી વાયરસ હોય તેનું હોવું જરૂરી છે.

શું ટેટુ (છુંદણા છંદાવાથી) કરાવવાથી શરીરમાં ભોંકાવાથી અથવા હજામ પાસે હજામત કરાવવાથી એચ.આઈ. વી.નો ચેપ લાગવાનું જોખમ રહેલુ છે ?

એચ.આઈ.વી.ના ચેપગ્રસ્ત વ્યક્તિના લોહીથી સાધનો દુષિત થયેલા હોય અને તેને જંતુમુક્ત કર્યા વગર જ અન્ય વ્યક્તિ માટે વાપરવામાં આવે ત્યારે તે વ્યક્તિને એચ.આઈ.વી.નો ચેપ લાગવાનું જોખમ રહેલું છે. તેમ છતાં, જે વ્યક્તિઓ તેમના શરીર પર છુંદણા  છુંદાવે છે અથવા અંગો પર કાણાં પડાવે છે. તેઓએ લોહીથી ફેલાતા ચેપો જેવાં કે એચ.આઈ.વી. અને હેપીટાઈટીસ-બી ને લાગતા અટકાવવા માટે તે ખાસ બનાવવામાં આવેલી “સાર્વત્રિક સાવચેતીઓ” ને અનુસરવી જોઈએ.

એચ.આઈ.વી. પોઝીટીવ વ્યક્તિઓના સંસર્ગમાં રહેતા આરોગ્ય કાર્યકરોને આવો ચેપ લાગવાનું જોખમ છે ?

જો આરોગ્ય કાર્યકરો “સાર્વત્રિક આરોગ્ય સંભાળની પ્રક્રિયાઓને” અનુસરતાં હોય તો તેમને ખાસ કરીને જો એચ.આઈ.વી.નો ચેપ લાગવાનું જોખમ નહીંવત રહે છે. અકસ્માતથી થયેલી ઈજાઓમાં વપરાયેલી સોય અથવા અન્ય તીક્ષ્ણ સાધનો કે જે એચ.આઈ.વી. વ્યક્તિનાં લોહીથી દૂષિત હોય તેના દ્વારા આવો ચેપ લાગવાનું જોખમ રહેલું છે.

શું ડોક્ટર અથવા ડેન્ટીસ્ટ(દાંતનાં ડોક્ટર) પાસે જવાથી મને એચ.આઈ.વી નો ચેપ લાગવાનું જોખમ રહે છે ?

આરોગ્ય સંભાળની વ્યવસ્થાઓમાં એચ.આઈ.વી.નો ચેપ લાગવાનું જોખમ ખુબ જ ઓછું હોય છે. બધા જ આરોગ્ય વ્યવસાયીકો દર્દીને આરોગ્ય સેવા/સારવાર આપતી વખતે રોગ નિયંત્રણ પ્રક્રિયાઓને અનુસરતા હોય છે.

જો મારી આંખમાં એચ.આઈ.વી. ચેપગ્રસ્ત વ્યક્તિનું લોહી ઊડે તો મને તેનો ચેપ લાગી શકે છે ?

સંશોધનો સુચવે છે કે આ રીતે એચ.આઈ.વી.નો ચેપ લાગવાનું જોખમ ખૂબ જ ઓછું રહેલું છે. સામાન્ય રીતે આરોગ્ય સંભાળ તંત્રમાં ઘણાં ઓછાં લોકોને આમ આંખમાં લોહીનાં છાંટા ઊડવાથી એચ.આઈ.વી.નો ચેપ લાગ્યો હોવાનું માલુમ પડ્યુ છે.

ચેપગ્રસ્ત વ્યકિતનાં કરડવાથી એચ.આઈ.વી.નો ચેપ લાગી શકે છે ?

આ રીતે એચ.આઈ।વી.નો ચેપ લાગવો અસામાન્ય છે. કરડવાથી એચ.આઈ.વી.ના ફેલાવવાના કેસ ઘણાં ઓછા છે. ખાસ કેસોમાં જો કરડવાથી વ્યક્તિના ટીસ્યુઓ ફાટી જાય અને તેને ઈજા થઈ લોહી નીકળતું હોય ત્યારે આવો ચેપ લાગી શકે છે.

જો હું ઈંજેક્શન દ્વારા નશીલી દવાઓ લેતો/લેતી હોઉં અને તે સોયને જંતુમુક્ત કર્યા વગર, આવી સોયનું આદાન-પ્રદાન અન્ય વ્યકિતઓ સાથે કરતા હોઉં તો મને એચ.આઈ.વી.નો ચેપ લાગવાનું જોખમ છે ?

જેના શરીરમાં એચ.આઈ.વી. ના વાયરસ હોય તેની સાથે તમો ઈંજેક્શનની સોય ભાગીદારીમાં વાપરતા હોવ તો તમને એચ.આઈ.વી.નો ચેપ લાગવાની શક્યતા છે. જો એચ.આઈ.વી.ની ચેપ ગ્રસ્ત વ્યક્તિનું લોહી તેણે વાપરેલી સોય/ સીરીન્જ અંદર રહી ગયુ હોય અને તેને સારી રીતે જંતુમુક્ત કર્યા વગર અન્ય તંદુરસ્ત વ્યક્તિ તેનાથી નશીલી દવાઓનું ઈંજેક્શન લે ત્યારે આવી સોય/સીરીન્જની અંદર રહી ગયેલું ચેપગ્રસ્ત વ્યક્તિનું લોહી તંદુરસ્ત વ્યક્તિનાં લોહીના પ્રવાહમાં ધકેલાઈ જાય છે આનાથી તેને એચ.આઈ.વી. નો ચેપ લાગવાનું જોખમ રહે છે. આમ, સોય અને સીરીન્જનાં સહિયારા ઉપયોગથી એચ.આઈ.વીનાં વાયરસ ફેલાય છે.

જ્યારે હું સગર્ભા હોઉં અને હું બાળકને સ્તનપાન કરાવતી હોંઉં ત્યારે શું મારાથી એચ.આઈ.વી નો ચેપ મારા બાળકને લાગી શકે છે ?

ચેપગ્રસ્ત સગર્ભા દ્વારા તેના ગર્ભસ્થ બાળકને સગર્ભાવસ્થા દરમિયાન અથવા બાળજન્મ દરમિયાન એચ.આઈ.વીનો વાયરસ લાગવાની શક્યતા છે. સ્તનપાન દરમિયાન પણ માતાથી બાળકને એચ.આઈ.વી.નો ચેપ લાગી શકે છે. જો બહેનને ખબર હોય કે તેને એચ.આઈ.વી. નો ચેપ લાગેલો છે. તો તે યોગ્ય દવા લઈ તેના બાળકને ચેપ લાગવાનું જોખમ મહદ્અંશે ઘટાડી શકે છે. આની સાથે સાથે તે સીઝેરીયન સેક્શન પ્રસુતિ અને સ્તનપાન ન કરાવવા જેવા વિકલ્પોને પણ પસંદ કરી શકે છે કારણ કે માતાના ધાવણમાં પણ એચ.આઈ.વી.ના વાયરસ જોવા મળે છે.

શું રક્તદાન કરીને અથવા લોહી ચઢાવીને હું મારી જાતને એચ.આઈ.વી નો ચેપ લાગવાનું જોખમ વહોરું છું ?

ચેપી લોહી ચઢાવવાથી કેટલાંક લોકેને એચ.આઈ.વી.નો ચેપ લાગે છે જો કે આજકાલ ચઢાવવા માટે વપરાતા તમામમાં લોહીનું એચ.આઈ.વી. માટેનું પરીક્ષણ કરવામાં આવે છે આથી લોહી ચઢાવવાથી લાગતા એચ.આઈ।વી.ના ચેપ હવે ભાગ્યે જ લાગી શકે છે.

શું શરીર બહારના સ્ત્રોતોથી એચ.આઈ.વી. નો ચેપ લાગી શકે છે ?

જ્યારે એચ.આઈ.વી.ના વાયરસ બહુ ઓછા સમય માટે શરીરની બહાર જીવી શકે છે. આથી લોહી, વીર્ય અને શરીરનાં સ્ત્રોતોના સંસર્ગમાં આવવાના પરિણામે એચ.આઈ.વી.નાં ચેપનો ફેલાવો થતો નોંધાયો નથી. આથી સુકા લોહીમાંના ઓછી સંખ્યાના એચ.આઈ.વી.વાયરસનાં સંપર્કમાં આવવાથી તે વ્યક્તિને તેનો ચેપ લાગતો નથી. આથી વૈજ્ઞાનિકો સંમત થાય છે કે, પર્યાવરણમાં એચ.આઈ.વી.ના વાયરસ સારી રીતે જીવી શકતાં નથી. આથી એચ.આઈ.વીના ચેપવાળું લોહી અથવા અન્ય શરીરનાં દ્રવ્યો તેના ફેલાવાનું જોખમ સૈદ્વાંતિક રીતે ઘટાડે છે.

શું સુન્નત કરાવવાથી એચ.આઈ.વી.ના ચેપ સામે રક્ષણ મળે છે ?

સંશોધન બતાવે છે કે સુન્નત કરાવેલા પુરુષને જાતિય સંબંધથી લાગતાં એચ.આઈ.વી.નો ચેપ લાગવાનું જોખમ ૭૦ % ઓછું થઈ જાય છે કારણ કે, ખાસ લિંગ ઉપરની ચામડીનાં અંદરના પડમાં એચ.આઈ.વી.નો ચેપ લાગવાની સંભાવના ઘણી વધારે હોય છે. તેમ છતાંયે એનો અર્થ એ નથી કે સુન્નત કરાવવાથી એચ.આઈ.વી.ના ચેપ ન લાગી શકે. પરંતુ આમ, કરવાથી તેનો ચેપ લાગવાનું જોખમ ઓછુ થઈ જાય છે.

જો હું એન્ટીરિટ્રોવાયરલ દવાઓ લેતો હોઉં અને મારી પાસે તપાસમાં ન આવ્યા હોય તેવા વાયરસનો લોડ હોય તો પણ હું ચેપી હોઈ શકું ?

જો તમે એચ.આઈ.વી.ના ચેપની સારવાર લેતાં હોય અને તમારી તપાસમાં એવું આવ્યું હોય કે તમારા લોહીમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં એચ.આઈ.વી. છે. પણ વાયરસને ક્યારેય સંપુર્ણ પણે નાબુદ કરી શકાય નહીં અને આથી તમે હજી પણ અન્ય લોકોને એચ.આઈ.વી.નો ચેપ લગાડી શકો છો.

સ્ત્રોત: વિચાર ઉન્નતી અમદાવાદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate