યૌન સંબંધ પર સક્રીય રીતે સંયમતાજ ફકત એચ.આય.વી યૌન સંબંધથી સંક્રમિત નહી થાય તે સુનિશ્ચિત કરવાનો માર્ગ છે. સુરક્ષિત યૌન સંબંધ ૧૦૦% હોય શકે છે એ વાતમાં તથ્ય નથી, આ વાત સમજવી જરૂરી છે. હાલાકિ નિરોધ જેવી બાધાઓનો શુક્રાણુનાશક તરીકે ઉપયોગ કરી યૌન સંબંધ સુરક્ષિત કરી શકાય છે.(બીજા શબ્દોમાં જોખમને ઓછું કરી શકાય છે, પણ પુર્ણ પણે સુરક્ષિત થાય એમ નહિ કહી શકાય) જો એક વ્યક્તિને પુર્ણ રીતે એચ.આય.વીની યૌન સંબંધિત સંચરણ સંભાવનાને બાકાત રાખવી હોય તો સંયમ સૌથી સારો માર્ગ છે.
હા, યૌન સંબંધ વખતે નિરોધનો વાપર એચ.આય.વીના સંક્રમણના જોખમને ઓછુ કરી શકે છે કારણ કે તે વીર્ય લોહી અને યોની સ્ત્રાવના તરલ પદાર્થને (પ્રવાહી જે વિષાણુઓને લઈ જાય છે) શરીરમાં પ્રવેશવાની શક્યતાને ઓછી કરી દયે છે. જેમકે નિરોધ પણ ફાટી અથવા સરકી શકે છે, એચ.આય.વી થી બચવા લોકોએ તેનોજ ભરોસો કરવો નહી વધુમાં સુરક્ષા માટે શુક્રાણું નાશક જેવાકે nonoxynol–9, ને નિરોધ સાથે ઉપલબ્ધ કરાવી શકીએ છીએ. તથાપિ, વારંવાર શુક્રાણુંનાશકનો વાપર, ઉદાહરણ તરીકે હર બીજા દિવસ કરતા વધારે વાપર યોગ્ય નથી કારણકે તેને લીધે બળતરા થાય છે, જે કદાચિત સંક્રમણના જોખમને વધારી દે છે.
હા, સંશોધન દર્શાવે છે પુરૂષ નિરોધ ગર્ભાવસ્થા અને યૌન સંચરિત રોગોથી બચવા સારી સુરક્ષા પ્રદાન કરે છે. અગર પુરૂષ નિરોધ ન વાપરી શકાય, સ્ત્રી નિરોધ સંરક્ષણ માટે એક બીજુ ઉત્તમ વિકલ્પ છે. પુરૂષ અને સ્ત્રી નિરોધ એક સાથે ક્યારે પણ વાપરવું નહી નિરોધની અંદર જો તેમાં ગળતી હોય અથવા સરકી જાતુ હોય તો શુક્રાણુનાશકનો વાપર પણ વધુ સુરક્ષા માટે કરી શકાય છે. વારંવાર નિરોધની ઉપર શુક્રાણુનાશકનો વાપર જેમકે હર બીજા દિવસ કરતા વધારે સલાહ યોગ્ય નથી કારણકે તેનાથી બળતરા થાય છે, જેને લીધે સંક્રમણનું જોખમ વધી જાય છે. સ્ત્રી નિરોધ અમુક દવાઓની દુકાનમાં ઉપલબ્ધ છે પણ પુરૂષ નિરોધની તુલનામાં મોંધુ છે.
સંતતીનિરોધ માટે ગર્ભાશય ઉપર સિવવાનો પડ્દો અને શુક્રાણૂનાશકનો સાતેહ પ્રયોગ કરવાથી એચ.આય.વી સંક્રમણનુ જોખમ ઓછું કરી શકાય છે?
diaphragm અને શુક્રાણુનાશક, પુરૂષ અને સ્ત્રી નિરોધથી પણ ઓછી સુરક્ષા પ્રદાન કરે છે. પ્રયોગશાળા અને જનાવરોના અભ્યાસ સુચવે છે કે diaphragm અને શુક્રાણુનાશક એચ.આય.વીના સંક્રમણનું જોખમ ઓછુ કરી શકે છે. શુકાણુનાશક જેલી અથવા ક્રીમ ગર્ભાશયના ઉઘડતા ભાગને છુપાવતા diaphragm ની કિનાર અને બાજુપણ લગાવવું જોઇએ. વધુ શુક્રનાશક યોનીમાં નાખવાની પણ ભલામણ કરાય છે. તથાપિ, (વારંવાર શુક્રાણુનાશકનું વાપર જેમકે હર બીજા દિવસ કરતા વધારે યોગ્ય નથી કારણકે તેને લીધે બળતરા થાય છે જે સંક્રમણનું જોખ્મ વધારી શકે છે.) diaphragm અને યોની શુક્રાણુનાશકનો વાપર ફકત પુરૂષ અથવા સ્ત્રી નિરોધનો વાપર ન થયો હોય તો જ કરવો.
એક હદ સુધી ફક્ત શુકાણુનાશક સુરક્ષા પ્રદાન કરી શકે તેવું સારી રીતે પ્રલેખિત નથી યોનીમાં લગાવેલા શુકાણુનાશક વીર્યમાં સમાયેલા વિષાણુથી સુરક્ષા પ્રદાન કરી શકે છે પણ નિરોધ અથવા diaphragm ના વાપરવિના નહી જોઇએ.(વારંવાર શુક્રાણુનાશકનું વાપર જેમકે હર બીજા દિવસ કરતા વધારે યોગ્ય નથી કારણકે તેને લીધે બળતરા થાય છે જે સંક્રમણનું જોખ્મ વધારી શકે છે.) ચેતાવની: સુરક્ષાની આ પધ્ધત ફક્ત બીજા વિકલ્પ સંભંવ ન હોઇ તો જ કરવી, છેવટનો પર્યાય તરીકે વાપર કરવો
ના, જન્મ નિયંત્રણ ગોળીયો Norplant, Depo–Provera, IUD અથવા બીજી કોઇપણ જન્મ નિયંત્રણ પધ્ધત લોહી, વીર્ય અથવા યોનીના સ્ત્રાવ શરીરની બાહર પડતા એચ.આય.વી વિરૂધ્ધ સુરક્ષા પ્રદાન કરી શક્તિ નથી.
ના, યોની સાથે સંભોગમાં, યૌન સંબંધ પછી પાણીની ધાર એચ.આય.વીના સંક્રમણ માટે સુરક્ષા પ્રદાન કરતી નથી કારણ કે સંભવિત સંક્રમિત વીર્ય સ્ખલન બાદ તુરંત ઉઘડતી નળીમાં પ્રવેશી જાય છે. યૌન સંબંધ પછી પાણીની ધાર લોહી, વીર્ય અને યોનીના સ્ત્રાવના સંપર્કથી સુરક્ષા પ્રદાન કરતી નથી. આ સિવાય પાણીની ધારથી ગુદા દ્વારે થનારા સંબોગને સુરક્ષા પ્રદાન કરે છે એવા કોઇ પુરાવા નથી.
હા, લોકો જે પહેલાથી સંક્રમિત છે, નિરોધનો વાપર મહત્તવના યૌન સંક્રમિત રોગોથી (STDs) અને અનિયોજીત ગર્ભાવસ્થાથી સુરક્ષિતતા પ્રદાન કરે છે. વિભિન્ન પ્રકાર અથવા વંશના એચ.આય.વીથી બચવા નિરોધ સુરક્ષા આપે છે જે લાભકારી છે.
માદક દ્રવ્યોનો ઉપચાર કાર્યક્રમ: સીરીંજના વાપરથી થતા સંક્રમણના જોખમને માદક દ્રવ્યોના ઉપચાર કાર્યક્રમના પ્રવેશ લઈ પુર્ણ રીતે બચાવી શકાય છે અને ઇન્જેકશન દ્વારા લેવાતા માદક દ્રવ્યોનો અંત લાવી શકાય છે. માદક દ્રવ્યોના ઉપચાર કાર્યક્રમો દક્ષિણ એશિયામાં ઘણી જગ્યાએ ઉપલબ્ધ છે જે વ્યક્તિને સુધારણા માટે સહાયતા કરે છે.
સીરીંજ વિનિમય કાર્યક્રમ: સંક્રમણના જોખમથી બચવા, એક બીજાની સીરીંજ ન વાપરતા અથવા ચલાવતા, દરેક ઇન્જેકશન વખતે નવી સીરીંજ વાપરવી. માદક દ્રવ્યોના વાપર કરનારાઓએ સીરીંજ વિનિમય કાર્યક્રમમાં ભાગ લઈ નવી સીરીંજ મેળવી શકે છે. સીરીંજ વિનિમય કાર્યક્રમ દક્ષિણ એશિયામાં વિશિષ્ટ જગયાએ જ કાર્યાન્વિત છે.
સોયની સાફ - સફાઇ અને વપરાશ: સંક્રમણના જોખમને ઇન્જેકશનના ઉપકરણને તુરંત વપરાશ પછી અને વાપર પહેલા, બલ્કી નવા દેખાતાને પણ હંમેશા સાફ-સફાઈ કરી વાપરવાથી ઓછુ કરી શકાય છે.
પહેલા, સ્વચ્છ પાણીને સોય દ્વારા સીરીંજમાં ઉપર સુધી ભરી, હલાવી, બહાર ધાર કરો. આ પાણીનો પુન: વાપર નહી કરતા. ઓછામાં ઓછુ ત્રણવાર ફરી કરો.
પછી, અમંદિત બ્લીચમાં સોય દ્વારા સીડીમાં ઉપર સુધી ભરી અને હલાવો. બ્લીચને સીરીંજમાં ૩૦ સેકંડ રહેવા દો અને બાહર ધાર કરો. આ બ્લીચનો પુન: વાપર નહી કરતા. ઓછામાં ઓછું ત્રણવાર પ્રક્રિયા ફરી કરો.
છેવટે, સીરીંજ અને સોયને સ્વચ્છ પાણીથી ધોયના સ્વચ્છ પાણી સોય દ્વારા સીરીંજમાં ઉપર સુધી ભરો, હલાવો અને ધાર બાહર કરો. આ પાણીનો પુન:વાપર નહી કરતા આ પગલા ત્રણવાર કરવો.
પગલા ૧,૨ અને ૩ ના વધારામાં, વધુ સારી રીતે સાફ કરવા બધા ભાગોને અલગ કરી બ્લીચમાં ૩૦ સેકંડ ડુબાવી રાખો. ક્યારેય ઇન્જેકશન અથવા મોઢા દ્વારા બ્લીચ લેતા નહી.
કપાસ, પાણી અથવા કુકરનો પુન: વાપર કરતા નહી. તેમ છતા, જો કુકરનો પુન:વાપર કરવાનો જ હોય તો, તેને બ્લીચમાં ૩૦ સેકંડ ડુબાવી અને સ્વચ્છ પાણીથી ધોઈ નાખો. જેમકે પ્રકાશથી બ્લીચનો પ્રભાવ ઓછો અથવા નાશ પામે છે, સોય અને સીરીંજને ધોવાના બધા બ્લીચને એક બંધ વાસણમાં રાખો જેથી કરીને પ્રકાશ તેને ન પહોંચે. અગર સીરીંજ નવા જેવી બંધ સ્થિતીમાં હોય તો પણ તેને નવી સીરીંજ છે એમ માનતા નહી.
ઇન્જેક્શન વિરહિત, મિજાજ બદલણારા માદક દ્રવ્યો, જેવાકે દારૂ અથવા ગાંજાથી સુરક્ષિત યૌન સંબંધ અને ઇન્જેક્શનના વાપર કરવાની વ્યક્તિના નિર્ણય લેવાની શક્તિને ઓછી કરી દે છે.
Human Immunodeficiency Virus (HIV) વિષાણુ છે જેને કારણે એડ્સ થાય છે જે માણસની રોગપ્રતિકાર પ્રણાલી પર આક્રમણ કરે છે. સમય જતા (અને પ્રભાવી ઉપચાર સિવાય), એચ.આય.વી ધીરે-ધીરે માણસની રોગોથી લઢવાની શક્તિને ઓછી કરી દે છે, ઘણા ધોકાદાયક સંક્રમણોને છોડી દે છે અને કેંસર જે સાધારણ રીતે તંદુરસ્ત માણસમાં વિકસિત થાતી નથી.
વ્યક્તિ એચ.આય.વીથી સંક્રમિત કેવી રીતે થઈ શકે?વ્યક્તિ જે એચ.આય.વી બાધિત છે જેના થકી બીજા વ્યક્તિમાં શરીરમાંના તરલ પદાર્થો પ્રવેશે. (લોહી, વીર્ય, યોનીના તરલ પદાર્થ અથવા સ્તનપાન દ્વારા બીજા વ્યક્તિના શરીરમાં પ્રવેશે છે.) ચાર પ્રમુખ માર્ગો છે જેના થકી તે બીજા વ્યક્તિના શરીરમાં પ્રવેશી શકે છે:
HIV (Human Immunodeficiency Virus) એક વિષાણુ છે જે શરીરની રોગ પ્રતિકારક પ્રણાલી- આંતરીક સુરક્ષાબળ સંક્રમણ અને રોગો સાથે લઢે છે. તેના પર આક્રમણ કરી અને નબળી કરી નાખે છે. જ્યારે રોગપ્રતિકારક પ્રણાલી નબળી પડે છે ત્યારે આપણે બિમારીથી સુરક્ષિતતા ગુમાવી બેસિયે છીએ. અને ગંભીર, જીવનને ગભરાવી દે એવા સંક્રમણનો અને કેન્સરો વિકસિત થાય છે.
AIDS (Acquired Immune Deficiency Syndrome) એક અવસ્થાને કહેવાય છે જે એચ.આય.વી સંક્રમિત વ્યક્તિને થાય છે. અગર તેઓમાં એચ.આય.વીને લાગતા ગંભીર સંક્રમણ વિકસિત થાય અને રક્ત તપાસણી દ્વારા નિર્દેશનમાં આવે કે વિષાણુ દ્વારા રોગપ્રતિકારક પ્રણાલીને ગંભીર રીતે ઇજા પહોંચી છે. HIV (Human Immunodeficiency Virus) જેને કારણે AIDS (Acquired Immune Deficiency Syndrome) થાય છે જે માણસની પ્રતિકાર પ્રણાલી પર આક્રમણ કરે છે. સમયબાદ (અને પ્રભાવી ઉપચાર વગેરે), એચ.આય.વી ધીરે ધીરે રોગોના વિરૂદ્ધ શરીરની સુરક્ષાને નષ્ટ કરી, ઘણા ધોકાદાયક સંક્રમણની ચપેટમાં લઈ લે છે અને કેન્સર સાધારણ રીતે તંદુરસ્ત માણસોમાં વિકસિત થાતુ નથી.
ઉપચાર વગર પણ, કાંઇક લોકોને એચ.આય.વી સંક્રમણ હોવા છતા કોઇપણ લક્ષણ હોતા નથી, કોઇને સોમ્ય સ્વાસ્થયની સમસ્યાઓ થાય છે, જ્યારે બીજી બધી ગંભીર સ્વાસ્થય સમસ્યાઓ એડ્સને સંબંધિત હોય છે.
સાધારણ રીતે એચ.આય.વી વ્યક્તિને રોગપ્રતિકારક પ્રણાલીને તોડે છે અને જેને કારણે એડ્સ થાય એને કાંઇક વર્ષો લાગે છે. ઘણા લોકોમાંના કોઇકને એચ.આય.વી સંક્રમણ થયા બાદ ઘણા વર્ષો પછી લક્ષણો દેખાય છે. પણ એક્વાર એચ.આય.વી શરીરમાં પ્રવેશ્યા બાદ, તે રોગપ્રતિકારક પ્રણાલીને ગંભીર રીતે ઈજા પહોંચાડે છે. લોકો જે પુર્ણ રીતે તંદુરસ્ત દેખાય છે તેમનામાં વિષાણુ હોય શકે છે, અજાણતા બીજાને આપે છે.
પ્રમાણભુત એચ.આય.વી ચકાસણી એચ.આય.વીના પ્રતિદ્રવ્યોને જોવે છે, જે પદાર્થ શરીરમાં એચ.આય.વી લોહીમાં પ્રવેશ્યા બાદ બને છે ચકાસણી માટે પૂરતા પ્રમાણમાં પ્રતિદ્રવ્યો બનવા માટે ત્રણ મહીનાનો કાળ લાગે છે. જોકે વધુ પડ્તા દાખલાઓમાં સંક્રમણ ચાર મહીનામાં મળી આવે છે. અગર સંક્રમિત વ્યક્તિ" વિંડો પીરીયડ" માં હોય તો એચ.આય.વીની ચકાસણીમાં સંક્રમણ મળતુ નથી, પણ વ્યક્તિ બીજાને સંક્રમિત કરી શકે છે. રકત ચકાસણીના વિભિન્ન પ્રકારો છે. નવી ચકાસણી જે તમને જલ્દીથી પરિણામ આપે છે અને મૌખિક ચકાસણી જે મોંઢામાંની લાળમાં રહેલા એચ.આય.વી પ્રતિદ્રવ્યોને જોવે છે.
દક્ષિણ એશિયાની ઘણી સરકારી રૂગ્ણાલયોમાં મોફ્ત, અનામિક ચકાસણી સેવા આપે છે જે તમારૂં નામ નોંધતા નથી. અમુક ખાનગી રૂગ્ણાલયો અથવા ડૉક્ટરો પણ ચકાસણી કરે છે. કાંઇક રૂગ્ણાલયો અને ઘરગુથ્થી ચકાસણીઓ તુરંત પરિણામ આપે છે પણ ખબરદાર, જો તમે એચ.આય.વી નકારાત્મક હોય તોજ. તમને એચ.આય.વી છે એની બહાલી કરવા બીજી ચકાસણી માટે તમારૂ રક્ત લેવામાં આવે છે.
જો એચ.આય.વી સંક્રમિત થયા હોવ તો, તમારૂં શરીર સંક્રમણ સાથે લઢવાને કોશિશ કરે છે. તે પ્રતિદ્રવ્યો બનાવે છે, જે વિશેષ જીવાણુઓ છે જેને એચ.આય.વી સાથે લઢવાનું હોય છે. સૌથી સાધારણ એચ.આય.વી ચકાસણી રકત ચકાસણી છે જે આ પ્રતિદ્રવ્યોને જોવે છે. જો તમારા શરીરમાં એ હોય તો, મતલબ કે તમને એચ.આય.વી છે.
જો તમે એચ.આય.વી સંક્રમિત થયા હોય તો, તે સાધારણ રીતે ત્રણ અઠવાડીયાથી બેથી ત્રણ મહીના સુધી તમારા રોગપ્રતિકારક પ્રણાલીને પ્રતિદ્ર્વ્યોનું ઉત્પાદન કરવામાં લાગે છે. અગર તમને લાગતું હોય કે તમે એચ.આય.વીના સંપર્કમાં આવ્યા છો, તો તમને ચકાસણી કરાવવી જોઇએ. તમારી મુલાકાત દરમ્યાન, તમારા ડૉક્ટરને post–exposure prophylaxis અથવા PEP માટે વાત કરો.
તમને કદાચિત ખબર પણ નહી પડે કે તમે એચ.આય.વીથી સંક્રમિત છો. કાંઇક લોકોને ફ્લૂ જેવા લક્ષણો જેમકે તાવ, માથું દુખવું, માંસપેશિયો અને હાડકાના જોડાણો દુખવા , પેટ દુખવુ, લસિકા ગ્રંથીયોમાં સોજો, અથવા ચામડી પર લાલ ચામઠા વિષાણુના જોખમ લાગ્યા બાદ ચાર થી છ અઠવાડીયા સુધી રહે છે. ઘણાખરા લોકોને કોઇપણ લક્ષણો નથી દેખાતા.
એચ.આય.વી સાથેના લોકોની રોગપ્રતિકારક પ્રણાલીને જ્યારે ગંભીર રીતે નુકશાન થાય છે ત્યારે તે એડ્સના લક્ષણો બતાવે છે. એડ્સ સાથેના લોકો જો અવસરવાદી સંક્રમણો જેવા કે ક્ષયરોગ (વિશેષ રીતે વિકસિત દેશોમાં) Kaposi’s sarcoma (ત્વચાનું કેન્સર), PCP, (ફેફ્સામાં સંક્રમણ), CMV (વિષાણુ જે આંખોને સંક્રમિત કરે છે) અને candida (એક ફુગ જેવું સંક્રમણ) જેવાથી ત્રસ્ત થઈ શકે છે. એડ્સ સાથે જોડાયેલા રોગોમાં, ગંભીર વજન ઘટાડો, મસ્તિષ્કનું કેન્સર, અને અસંખ્ય સ્વાસ્થય સમસ્યાઓ પણ જોદાયેલી છે.
પ્રત્યેક સંક્રમિત વ્યક્તિમાં એડ્સ અલગ રીતે દેખાય છે. કાંઇક લોકો સંક્રમણ બાદ તરતજ મરણ પામે છે, તો બીજા એડ્સ નિદાન થયા બાદ પણ ઘણા વર્ષો સુધી સાધારણ જીવન જીવી શકે છે.
કોઇપણ પ્રકારે રોગપ્રતિકાર પ્રણાલીને હાનિ ન પહોંચાડતા, એચ.આય.વીની પ્રતિકૃતીને ધીમી કરવાની ઉપચાર પધ્ધતી હવે ઉપલબ્ધ છે. આ ઉપચાર પધ્ધતી એન્ટીરેટ્રોવાયરલ થેરપીના નામે ઓળખાય છે. તથાપિ વર્તમાનમાં એડ્સને પુર્ણ રીતે સાજા કરવાની કોઇ ઉપચાર પધ્ધતી નથી.
Acquired Immune Deficiency Syndrome (AIDS) એચ.આય.વી સંક્રમણ મોડેકથી થતું એક ચરણ છે. એડ્સનું નિદાન થવાના સમયના સુધીમાં એચ.આય.વી દ્વારા શરીરની રોગપ્રતિકાર પ્રણાલીને ખુબ હાનિ પહોંચાડી દે છે. એડ્સના નિદાનની સાથે વ્યક્તિમાં ઘણીવાર જીવનને ગભરાવી દે એવા સંક્રમણ અથવા કેન્સરો થઈ ગયેલા હોય છે.
પ્રભાવી ઉપચાર પહેલા, સાધારણ રીતે એચ.આય.વીના સંક્રમણ બાદ એડ્સનું નિદાન થવા ૧૦ વર્ષ લાગતા હતા અને સરેરાશ રીતે બીજા બે કે ચાર વર્ષ મરણ પહેલા થતા. તથાપિ નવી ઉપચાર પધ્ધતીથી એચ.આય.વીના કારણે થતી રોગપ્રતિકાર પ્રણાલીની હાનિને ધીમી કરાવાય છે. અને લાંબા જીવનની આશા વધી છે. કાંઇક લોકોને એચ.આય.વીના સંક્રમણ બાદ પણ ક્યારેય એડ્સ વિકસિત થાતુ નથી.
કોઇપણ એચ.આય.વીથી સંક્રમિત થઈ શકે છે. અતિ જોખમ જે અસુરક્ષિત યૌન સંબંધ એક કરતા વધારે સાથી સાથે રાખે છે અને ઇન્જેકશન દ્વારા માદક દ્રવ્યોનું સેવન કરવા વાળા જે એન્જેકશન એક બીજાના વાપરે છે.
એન્જેકશનથી માદક દ્રવ્યોના વાપર કરવાવાળાઓને એચ.આય.વીના સંક્રમણથી બચવા માટે સૌથી ઉત્તમ માર્ગ છે વાપર બંધ કરો. બીજો ઉત્તમ માર્ગ હંમેશા નવા સીરીંજનો વાપર કરવો. જો નવા સીરીંજ ઉપલબ્ધ ન હોય તો, યોગ્ય રીતે સીરીંજ ને બ્લીચથી ધોઈને વાપરવું કદાચિત પ્રભાવી પધ્ધત થઈ શકે છે એચ.આય.વી સંક્રમણના જોખમને ઓછું કરવા.
સોય સિવાય, એક બીજાના કુકર, કપાસ, બીજા સીરીંજના ભાગો (ઉદાહરણ તરીકે ઉપકરણ અને પ્લંજર) , અથવા પાણી જે મિશ્રણ/બ્લીચીંગ માટે વાપરવામાં આવે છે તે પણ એચ.આય.વીનું સંક્રમણ કરી શકે છે. સંક્રમણને ટાળવા આ વસ્તુઓ એક બીજાની વાપરવી નહી.
માદક દ્રવ્યો, ઇન્જેક્શનથી હોય કે નહી, પણ વ્યક્તિનો જોખમ એચ.આય.વીના સંક્રમણનું વધે છે કારણકે નિર્ણય લેવાની ક્ષમતામાં ખામી, અને યૌન સંબંધની તીવ્ર ઇચ્છા. અભ્યાસ બાતવે છે નશામાં પણ લોકો સફળતાપુર્વક નિરોધ અને સાફ સોય/સીરીંજનો વાપર કરે છે. તેમં છતા નશામાં લોકો હોશમાં હોવા કરતા વધારે ધોકો લે છે.
આજે અહીંયા ઘણા પ્રકારે એચ.આય.વી પ્રતિદ્રવ્યોની ચકાસણીઓ કરવામાં આવે છે. બધા જ ચોક્કસ રીતે એચ.આય.વી પ્રતિદ્રવ્યોને શોધે છે, વિશેષ પ્રોટીન એચ.આય.વી સંક્રમણને પ્રતિક્રિયા આપે છે. એચ.આય.વી સાથે સંક્રમણ થયા બાદ તેમં છતા પણ એચ.આય.વી પ્રતિદ્રવ્યોને વિકસિત થવા માટે ત્રણ મહીના લાગે છે. નકારાત્મક એચ.આય.વી પ્રતિદ્રવ્યોની ચકાસણીનું પરિણામ એટલે કે વ્યક્તિમાં ચકાસણી દરમ્યાન એચ.આય.વી પ્રતિદ્રવ્યો મળ્યા નથી. તેમકે એચ.આય.વી સંક્રમણને પ્રતિદ્રવ્યોને વિકસિત થવા ત્રણ મહીના લાગે છે, માત્ર વ્યક્તિ યૌન સંબંધ અથવા સોય - સીરીંજના જોખમી વર્તનથી ચકાસણી પહેલા ત્રણ મહીનાથી દુર રહયો હોય તોજ નકારાત્મક ચકાસણીનું પરિણામ ભરોસાપાત્ર રહે છે. કાંઇક લોકો વર્તમાનના જોખમી વર્તન સાથે એચ.આય.વી પ્રતિદ્રવ્યોની ચકાસણીમાં નકારાત્મક આવે છે, તેમં છતા પણ ત્રણ મહીનાની કાલાવધીમાં સંક્રમિત થયા હોય છે. આ લોકો પણ ખુબ સંક્રમિત થયા હોય શકે અને કદાચિત સહજ રીતે તેમના યૌન સંબંધ અથવા સોયની ભાગીદારી કરનારાઓને એચ.આય.વીથી સંક્રમિત કરી શકે છે. અંતે એક નકારાત્મક ચકાસણીનું પરિણામનો અર્થ એવો નથી કે તે વ્યક્તિ ભવિષ્યમાં પણ એચ.આય.વીના સંક્રમણથી સુરક્ષિત છે. લોકો જેનું એચ.આય.વી પ્રતિદ્રવ્યોની ચકાસણીનું પરિણામ નકારાત્મક આવ્યું છે તેમણે એચ.આય.વીથી બચવાના નિર્દેશનનું પાલન કરવું જોઇએ અને જે વ્યક્તિ જોખમી વર્તન ચાલુ રાખે છે તેમણે દરેક છ મહીને નિયમિત ચકાસણી કરવી જરૂરી છે. સકારાત્મક એચ.આય.વી પ્રતિદ્રવ્યોની ચકાસણી એટલે કે એચ.આય.વી પ્રતિદ્રવ્યો હાજર છે અને વ્યક્તિ એચ.આય.વી સંક્રમિત છે આનો અર્થ એવો નથી કે તે વ્યક્રિને એડ્સ છે. તથાપિ ઘણા એચ.આય.વી સકારાત્મક વ્યક્તિમાં એડ્સ ઘણા વર્ષો બાદ એચ.આય.વી સંક્રમિત થવા પછી થાય છે. કોઇપણ જે સંક્રમિત છે તેમના દ્વારા બીજાને વિષાણુ સંચરિત થઈ શકે છે એ ધ્યાનમાં લેવું. જરૂરી નથી કે કેટલા વખતથી સંક્રમિત છે, શું તેમને એડ્સ અથવા બીજા લક્ષણો છે, અથવા શું એચ.આય.વી સંક્રમણ માટે પ્રભાવી ઉપચાર ચાલુ છે. આ ખુબજ જરૂરી છે કે એચ.આય.વી સકારાત્મક લોકોએ એચ.આય.વીની રોકથામની દિશા નિર્દેશને અનુસરવું, ફક્ત પોતાના સાથીદારને એચ.આય.વીના સંક્રમણથી બચાવવા નહી પણ પોતાને પણ બીજા જતુંઓ દ્વારા લાગતા સંક્રમણોથી જેના લીધે એચ.આય.વી એડ્સ સંબંધિત બીજા રોગો થાય તેનાથી બચવા.
ના, પણ વર્તમાનમાં ડૉક્ટરો સારી રીતે ઓળખવામાં, દેખરેખ - નિયંત્રણમાં અને એચ.આય.વી સંક્રમણ અને એડ્સનો ઉપચાર કરે છે. ખાસ કરીને દવા જે protease inhibitors તરીકે ઓળખાય છે - જેનો વાપર બીજા એન્ટી રેટ્રોવાયરલ દવાઓ સાથે કરવામાં આવે છે. ત્યારે તે એચ.આય.વી/એડ્સ સાથે રહેલા ઘણા લોકોના સ્વાસ્થય અને ગુણવત્તામાં દર્શનીય બદલ લાવે છે.
હાલમાં એચ.આય.વી/ એડ્સ માટે કોઇ ઉપાય કે લસી નથી. ઘણી વસ્તુઓ છે જેનાથી એચ.આય.વી સંક્રમિત લોકો પોતાને તંદુરસ્ત રાખી શકે છે અને ઘણું જીવી શકે છે. સૌપ્રથમ પગલું કોઇપણ એચ.આય.વી સંક્રમિત વ્યક્તિ એ લેવું જરૂરી છે તે છે યોગ્ય ડૉક્ટરને જઈને મળવું.
શરૂઆતમાજ નિદાન અને એચ.આય.વી/એડ્સનો ઉપચાર ફાયદાકારક રહે છે કારણકે જે વ્યક્તિને એચ.આય.વી સંક્રમણના જોખમ છે તેઓ એચ.આય.વી પ્રતિદ્રવ્યોની ચકાસણી દ્વારા ગણતરી કરી શકે છે. જે વ્યક્તિ સંક્રમિત નથી થયા, પણ સંક્રમણનો ધોકો વધયો છે, તેમની માટે જરૂરી છે નિયમિત ચકાસણી દર ૩-૬ મહીનાઓમાં. એચ.આય.વી પ્રતિદ્રવ્યોની એક કારણ એ પણ છે કે નિયમિત ચકાસણીથી નવા સંક્રમિત થયેલાનું મુલ્યાંકન થઈ શકે છે અને શરૂઆતમાં સંભવિત અવસરે ઉપચાર દઈ શકાય છે. એક અન્ય ઉદ્દેશ્ય એ છે કે નવા સંક્રમિત થયેલા વ્યક્તિ દ્વારા સંચરણને ઓછી કરી શકાય છે.
અન્યથા ચિકિત્સિય દેખરેખ અને દવાઓ ખુબ મોંઘી છે, અસ્તિત્વમાં રહેલા કાર્યક્રમો લોકો જે એચ.આય.વીથી સંક્રમિત અને એડ્સ થયો છે તેમનું મુલ્યાંકન અને ઉપચાર મળે એ સુનિશ્ચિત કરે છે.
સ્ત્રોત: અમે સુધારણાના માર્ગ પર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020