ક્લેમિડીઆ એ બેક્ટેરિયમ ક્લેમેડિઆ ટાયકોમેટીસનાં કારણે થતી અને જાતીય સંબંધ દ્વારા ફેલાતી એક સામાન્સ બિમારી છે. જે મહિલાના પ્રજનન અંગોને નુકસાન પહોંચાડે છે.
યોનિ, ગુદા અથવા મુખમૈથુન દરમિયાન ક્લેમિડિઆનો ચેર લાગી શકે છે. ક્લેમિડિઆનો ચેપ લાગેલી માતા દ્વારા યોનિ દ્વારા થતા બાળજન્મ દરમિયાન તેના બાળકને લાગી શકે છે.
જાતીય સંબંધમાં પ્રવૃત કોઈપણ વ્યક્તેને ક્લેમિડિઆનો ચેપ લાગી શકે છે.
મહિલાઓમાં, શરૂઆતમાં બેક્ટેરિયાનો ચેપ તેના ગર્ભાશયના મુખ અને મુત્રમાર્ગમાં લાગે છે. જે મહિલાઓને આનો ચેપ લાગેલો હોય તેઓમાં અસામાન્ય યોનિ સ્ત્રાવ થવો અને પેશાબ કરતી વખતે બળતરા થવી જેવા લક્ષણો જોવા મળે છે. જ્યારે ચેપ ગર્ભાશયના મુખથી ફેલોપિયન ટ્યુબ્સ (નળીઓ કે જે સ્ત્રી બીજોને અંડાશયથી ગર્ભાશય સુધી લાવે છે.) ત્યારે પણ કેટલીક મહિલાઓમાં આના કોઈ ચિહ્નો કે લક્ષણો જોવા મળતા નથી. જ્યારે બીજી કેટલીક મહિલાઓને આવા ચેપના ફેલાવાના કારણે પેઢુનાં નીચેના ભાગમાં દુખાવો થવો, પીઠનાં નીચેના ભાગમાં દુઃખાવો થવો, ઉબકા, તાવ, જાતીય સંબંધ દરમિયાન દુઃખાવો થવો અતવા તો માસીક વચ્ચે લોહીનું પડવું વગેરે જેવાં ચિહ્નો અને લક્ષણો જોવા મળે છે.
જે પુરૂષોને ક્લેમેડિઆનો ચેપ લાગેલો હોય તેઓને લિંગમાંથી સ્ત્રાવ નીકળવો અથવા પેશાબ કરતી વખતે બળતરા થવી. જેવા ચિહ્નો અને લક્ષણો જણાય છે પુરૂષોને લિંગનાં આગળના ભાગમાં બળતરા અને ખંજવાળ પણ આવી શકે છે.
જો ક્લેમિડિઆના ચેપની સારવાર લેવામાં આવી ન હોય અને તે ગંભીર પ્રજનનમાર્ગની અથવા અન્ય આરોગ્ય સમસ્યાઓમાં પરિણમ્યું હોય તો તેની લાંબા અને ટુંકાગાળાના પરિણામો આવી શકે છે. જો આનો ચેપ લાગેલી મહિલાઓ ક્લેમિડિઆના ચેપની સારવાર ન લે તો આનો ચેપ ગર્ભાશય અથવા ફેલોપિયન ટ્યુબ્સ સુધી ફેલઆઈ શકે છે અને તેના કારણે પેલ્વીક ઈનફ્લેમેટરી ડીસીઝ (પી.આઈ.ડી.) થઈ શકે છે. ક્લેમિડિઆનો ચેપ લાગેલી મહિલાઓને એચ.આઈ.વી.નો ચેપ લાગવાની શક્યતા પાંચગણી વધારે હોય છે. પુરૂષોમાં આવા જોખમો ભાગ્યે જ જોવા મળે છે.
જાતીય સંબંધથી ફેલાતી બીમારીઓથી બચવા માટેનો ખાતરીપૂર્વકનો માર્ગ એ છે કે, પારસ્પરીક એક પત્ની- એક પતિવાળા સંબંધમાં એવા સાથી સાથે જાતીય સંબંધ રાખવો કે જેની તપાસ કરાવી જાણવામાં આવ્યું હોય કે તેને કોઈ જાતનો ચેપ લાગેલો નથી.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/2/2019